________________
આગળ વધે છે. ભૌતિક વિજ્ઞાનને અવિષ્કાર, તેને ઉપયોગ, તે દ્વારા પ્રાપ્ત થતી ઈચ્છિત અનુકુળતા, આ બધામાં કમરૂપે રૂપાન્તર પામેલ પુદગલને હિસ્સે પણ જરૂર છે. જો કે આથી કદાચ કઈ એવી પણ માન્યતા સ્વીકારી લે કે “જૈનદર્શન તે માત્ર કમવાદી જ છે. એટલે સમજવું જરૂરી છે કે જેનદર્શન કર્મવાદી તો છે જ, પરંતુ “માત્ર કર્મવાદી જ છે,” એમ માની લેવું તે ભૂલ ભરેલું છે. કેમકે કાર્યની ઉત્પત્તિમાં જૈનદર્શન માત્ર કર્મને જ માનનાર નહિં હતાં કાળ, સ્વભાવ, નિયતિ, પ્રારબ્ધ અને પુરૂષાર્થ એ પચે સમવાય કારણેને માનનાર અનેકાન્તવાદી દર્શન છે. આમ છતાં કેટલાકને માત્ર કર્મ વાદીની જ બ્રિાન્તમાન્યતા ઉદ્દભવવાનું મુખ્ય કારણ એ છે કે ઉપરોક્ત પાંચ કારણે પૈકી કર્મનું સ્વરૂપ શેષ ચાર કારણે કરતાં અતિ વિશાળરૂપે જૈનશાસ્ત્રમાં વર્ણવાયેલું જોવામાં આવે છે.
વર્તમાન જૈન આગમાં કર્મવાદનું સ્વરૂપ તો અમુક પ્રમાણમાં જ વર્ણવેલ છે, કર્મવિચારનું મૂળ તે જૈનદર્શનમાં લુપ્ત થયેલ મનાતા દ્રષ્ટિવાદ નામના બારમા અંગના, ચૌદ પૂર્વવાળા ચોથા ભેદમાં છે. તેમાં કર્મપ્રવાદ નામનું એક આખું પૂર્વ છે. આ પૂર્વે પણ લુપ્ત થયેલ છે. પરંતુ તેમાંના કેટલાક વિચારો પરંપરાએ ઉતરી આવેલ છે, અને સંધરાઈ રહ્યા છે. ઉપરોક્ત શાસ્ત્રના આધારે પૂર્વાચાર્યોએ નિર્માણ કરેલ કર્મવાદના સાહિત્ય દ્વારા આજે પણ કર્મવાનું સ્વરૂપ સંપૂર્ણ પણે તે નહિં, પણ અમુક અંશે તે જાણું–સમજી શકાય છે. વર્તમાનકાળે આ રીતે અમુક અંશે વિદ્યમાન આ કર્મવાદને વિષય પણ અન્ય દર્શનમાં કહેલ કર્મવાદ કરતાં અત્યંત વિશાળ, બુદ્ધિગમ્ય અને હૃદયસ્પર્શી છે. ગણધર ભગવંતએ કરેલ રચના બાદ રચાએલ કર્મવાદ વિષયક સાહિત્યમાં મુખ્યત્વે તે કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, પ્રાચિન –અર્વાચિન કર્મગ્રંથ, અને તેના ઉપર રચાએલ ચૂર્ણિ, ભાગ્ય, ટીકા,