Book Title: Jain Darshan no Karmvada Author(s): Khubchand K Parekh Publisher: Khubchand K Parekh View full book textPage 9
________________ છે એ ભૂલાઈ સાથે એ પણ રીને હટાવવા માટે કરવા જોઈતા ઉપાયોથી, જો અનભિજ્ઞ હેય, અગર તે બાબતેનું જ્ઞાન ધરાવનાર નિષ્ણાત વૈદ્યની નિશ્રા નહિં સ્વીકારનાર હોય, તો કેવળ આરોગ્ય ! આરોગ્ય ! એમ શબ્દચ્ચારની શોભાથી શારીરિક આરોગ્યતા ટકી શકતી નથી. એવી રીતે અવિકસિત દશામાં વર્તતી આત્માની સ્થિતિના ખ્યાલની, અવિકસિત દશાની પ્રાપ્તિના કારણની, વિકસિત દશા પ્રાપ્ત કરવાના ઉપાયની, ઈત્યાદિ તલસ્પર્શી સમજણ વિનાને કે તે સમજ ધરાવનાર સદ્ગુરૂઓની નિશ્રાએ નહિં રહેનારે, સારૂઓના કહ્યા મુજબ પ્રયત્ન નહિં કરનારે, યા વિપરીત પ્રયત્ન કરનારે કેવળ આત્મા! આત્મા! એમ પિકારવા માત્રથી આત્મ વિકાસ સાધી શકતો નથી. એટલે આત્મવાદના જ્ઞાનની સાથે કર્મવાદના જ્ઞાનની પણ અત્યંત આવશ્યક્તા છે, એ ભૂલાઈ જવું ન જોઈએ. પરંતુ સાથે સાથે એ પણ ચોક્કસ વાત છે કે કર્મવાદનું વિશદ વર્ણન જૈન દર્શનમાં જેવું મળી શકે છે, તેવું અન્યથિત કર્મવાદમાંથી મળવું અત્યંત મુશ્કેલ છે. જૈનદર્શન કહે છે કે કર્મ એ પુદ્ગલ પરિણમનની જ એક અવસ્થા છે. જગતમાં જે કંઈ દ્રષ્ટિગોચર ફેરફારે યા પુદ્ગલ પરમાશુઓની અચિંત્ય શક્તિઓનો પ્રાદુર્ભાવ જોવામાં આવે છે, તે પુદ્ગલના દશ પ્રકારના પરિણામથી જ છે. આ દશ પ્રકારના પરિણામથી પુગલનાં અનેક રૂપાન્તરે થયા કરે છે. તે વિવિધ રૂપાન્તરોમાં વિવિધ શક્તિઓ પણ પ્રગટ થાય છે. પરંતુ પુગલના અન્ય રૂપાન્તરના વર્ણનથી તે કમરૂપે થતા રૂપાન્તરનું વર્ણન જૈનદર્શનમાં અગ્રસ્થાને છે. તેનું કારણ એ છે કે આત્માની અનંત શક્તિઓને આવરનાર તો કર્મ સ્વરૂપે જ ચતું પુદ્ગલનું રૂપાન્તર છે. જગતના આધ્યાત્મિકક્ષેત્રમાં, વૈજ્ઞાનિકક્ષેત્રમાં કે અન્ય કોઈ વ્યવહારિક ક્ષેત્રમાં આગળ વધનાર આત્માઓ સ્વાત્મા સાથે સંબંધિત કમ પુગલરૂપ આવરણનો ક્ષયોપશમ પામવાદ્વારા જ જૈન દર્શનમાંPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 457