________________
હિતશિક્ષા
કહ્યું, ક્યોં બચ્ચા! “વિક્રાંસમપિ કષતિ"કો સુધાર લેંગે?
રાજા ભોજની વાત છે. એક વખત સાંજે નદીને કાંઠે ભોજરાજ ફરતા હતા ત્યારે સાથે કોઈ ન હતું. નદીમાં તરતી કરતી એક સ્ત્રી કાંઠે આવી. રાજાએ તેને બહાર કાઢી. તેના સૌંદર્ય ઉપર રાજા મુગ્ધ થઈ ગયો. વિહલ બનીને રાજાએ સ્ત્રીને આલિંગન કર્યું પણ તેનું ઠંડું પડી ગયેલું-નિશ્રેષ્ટ શરીર જોઈને રાજા ખૂબ જ શરમાયો. આ પ્રસંગ રાજાના મનમાં ગંભીર અસર કરી ગયો. પોતાને સમજુ માનતા એવાની આ સ્થિતિ છે, તો બીજાની શી દશા?
રાજાની સભામાં સેંકડો પંડિતો રહેતા હતા. બધાને રાજાએ પૂછ્યું કે કામનો બાપ કોણ ? રાજાના મનનનું સમાધાન થાય એવો ઉત્તર કોઈ આપી શક્યું નહિ. છેવટે કાલિદાસને પૂછવું – તે પણ વિચારમાં પડી ગયો. આવતી કાલે ઉત્તર આપીશ એમ કહીને તે પોતાને ઘરે ગયો. આખો દિવસ વિચારમાં ને વિચારમાં તેને કાંઈ પણ સૂઝયું નહિ. સાંજે તેની પુત્રીએ તેને પૂછ્યું કે પિતાજી! આપ આજ વિચારમગ્ન શાથી છો? હંમેશની માફક આજ પ્રસન્નતા નથી જણાતી તેનું શું કારણ? પિતાએ પુત્રીને ભોજરાજના પ્રશ્નની વાત કહી ને પુત્રીએ તે સાંભળી. રાત્રિની શરૂઆતમાં પુત્રી પિતા પાસે આવી અને સોગઠાબાજી રમવી છે – કહીને પોતાના પિતા સાથે રમતે ચડી. રમતમાં રાત ઘણી વિતી ગઈ. યૌવનમાં પ્રવેશતી પોતાની પુત્રીના સૌંદર્યને નીરખીને કવિ વિવશ બની ગયો. પોતાની મનોવૃત્તિ તેણે નિર્લજ્જપણે જણાવી. સુજ્ઞ અને સુશીલ પુત્રીએ આ આવી' – કહીને દીપક બુઝાવી નાખ્યો અને કવિની રખાત તરીકે રહેતી દાસીને અનુરૂપ વસ્ત્રો પહેરાવીને મોકલી આપી. સવાર પડી ત્યારે પોતાના દુષ્કૃત્ય પ્રત્યે કવિને ખૂબ જ નફરત થઈ. પોતાને હવે જીવવું નકામું છે, એમ માની તે આત્મઘાત કરવા તત્પર બન્યો. તેને તેમ કરતો અટકાવીને પુત્રીએ વાતનો ભેદ ખોલી દીધો અને કવિને રાજાના પ્રશ્નનો ઉત્તર પણ તેમાંથી સમજાઈ ગયો. રાજસભામાં જઈને કાલિદાસે ઉત્તર કહ્યો કે – “કામનો બાપ એકાંત એ ઉત્તર રાજાને બરાબર પચી ગયો અને તેના મનનું સમાધાન થઈ ગયું.
એકાંત મળતાં વિવશ માણસ માતા, બહેન કે પુત્રીનું ભાન ભૂલી જાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org