Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 136
________________ છત્રીશી : ૩૩-૩૪-૩૫-૩૬ ૧૨૯ પડાવ નખાતા હોય, ગામે-ગામના સંઘો આવ્યા હોય, સંઘભક્તિ થતી હોય ત્યારે સંઘપતિએ મનને વિશાળ રાખવું. ગમે તે જમી જાય, જે ખાઈ જશે તે સંઘની અને જૈન શાસનની અનુમોદના કરશે. એમ સમજીને ખવરાવવામાં સંકોચ ન કરવો. સંઘ કાઢવા પછી ઘણો ખર્ચ થાય છે – ઘણો ખર્ચ થાય છે, એ પ્રમાણે વિચારવું નહિ. એથી નુકસાન થાય છે. માર્ગમાં જ્યાં સંઘે સ્થિરતા કરી હોય ત્યાં પણ કાંઈ જરૂ૨ જેવું જણાય તેમાં યથાશક્તિ લક્ષ્મીનો સદ્યય કરીને સુકૃતની કમાણી કરવામાં ઢીલ ન કરવી. એથી સંઘ ઘણો દીપે છે. સંઘ કાઢીને જો ધન ગણવાની મનોવૃત્તિ ઉપર કાબૂ ન આવે તો કેટલીક વખત પાછળથી તેનાં પરિણામ સુંદર આવતાં નથી અને તેવા પરિણામથી સ્વ-૫૨ હાનિ થાય છે. માટે માર્ગમાં મન સંકુચિત ન રાખતાં મોકળું-વિશાળ રાખવું. દેવલોકમાં બધી વાતો બની શકે છે પણ આ પ્રમાણે સંઘ-ભક્તિ કરવાની કરણી થઈ શકતી નથી, તે તો નરજન્મમાં શક્ય છે. માટે તેમાં ઉલ્લાસની ઓછાશ ન થાય તે માટે પૂરતી કાળજી રાખવી. [3] મહાતીર્થમાં પ્રભુભક્તિ વિશેષે કરવી – ઉપર પ્રમાણે સંઘ સાથે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થં જઈએ, ત્યાં યાત્રા કરીએ ત્યારે ભાવોલ્લાસ જાગે કે આ તીર્થાધિરાજ ભવજલને તરવા માટે તરણી સમાન છે. મોક્ષસુખનું અનન્ય કારણ છે. અહીંના અણુએ અણુ પવિત્ર છે. કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે. આ ક્ષેત્રની મહામંગલકારતા અજોડ છે. ત્રણે જગતમાંચૌદે રાજલોકમાં આના જેવું અન્ય કોઈ ક્ષેત્ર નથી – તીર્થ નથી. એ પ્રમાણે ભાવનાનું પૂર ચડતું હોય ને પ્રભુને ભેટવા માટે પગથિયાં ચડાતાં હોય ત્યારે આત્મા એવી તો કર્મની નિર્જરા કરે કે કદી પણ એવી નિર્જરા તેણે ન કરી હોય. પ્રભુનાં દર્શન થાય. પ્રભુની ભક્તિ કરવાનો અવસર મળે. સંઘ વચ્ચે પહેલી પૂજા કરવાની બોલી બોલાતી હોય ત્યારે આત્મા એવી તૈયારી કરીને બેઠો હોય કે તે લાભ શક્તિ હોય તો ન જવા દે. પહેલી પૂજાનો લાભ તેને મળે. તે પૂજા કરે ત્યારે ૫રમાત્માની સાથે એવો એકતાર બની જાય કે ગુણસ્થાનકની શ્રેણીએ ચડે, ક્ષપક શ્રેણીએ ચડે. જો એ સીડી હાથમાં આવી જાય તો પછી બાકી શું રહે! ત્યાં ને ત્યાં બેડો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142