Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 137
________________ ૧૩૦ હિતશિક્ષા પાર, ફરી કાંઈ કરવાનું ન રહે. એક જ અવતારે – તે જ જન્મમાં ભવનો. અંત સાધીને અનંત સુખ મેળવે. એ ન બને તો પણ એ પ્રમાણે આગળ વધતા આત્માને ત્રણ અને વધુમાં વધુ સાત-આઠ ભવ બાકી રહે. તેથી વિશેષ તેને સંસારમાં પરિભ્રમણ કરવાનું ન હોય. આ લાભની પાસે સંસારની એવી કઈ ચીજ છે કે જેનો આત્મા મોહ રાખે? જો સંસારની કોઈ પણ ચીજનો. મોહ રાખ્યો તો ઉપરનો લાભ નહિ મળે. માટે તીર્થરાજને ભેટતાં એ મોહ નસાડી મૂકવો. સર્વસ્વ તીર્થને ચરણે સમર્પણ કરી દેવું. એવું સમર્પણ કરનાર અજર-અમર બને છે. શ્રેય સાધે છે. આ પ્રમાણે લૌકિક એટલે વ્યવહારમાં ઉપયોગી હિતશિખામણો અને લોકોત્તર કહેતાં મોક્ષમાર્ગમાં સીધેસીધી ઉપયોગી હિતશિખામણો સમજાવતી છત્રીશ કડીઓની હિતશિક્ષા-છત્રીશી કહી. પંડિત શ્રી શુભવિજયજી ગણિવર્યના શિષ્ય પંડિત શ્રી વીરવિજયજી ગણિવર્યના મુખથી નીકળતી વાણી એ મોહનવેલ જેવી મનોહર અને મિષ્ટ છે, આત્માને હિતકર છે. કારણ કે એ વાણી શ્રી વીરપરમાત્માના આગમને અનુસરનારી છે. સજ્જનો આ સાંભળજો, હૃદયમાં ઉતારજો અને હિતને આચરીને શાશ્વત સુખના ભાગી બનજો. કે સમાપ્ત . ઇતિ ઉભયસાધારણ હિતશિક્ષા સંપૂર્ણ ઈતિ હિતશિક્ષાછત્રીશી સમાપ્તા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142