Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha
View full book text
________________
હિતશિક્ષા-છત્રીશી
ધોબણ માલણ ને કુંભારણ, જોગણ સંગ ન કરીએ જી; સહેજે કોઈક આળ ચડાવે, એવડું શાને કરીએ.
નિજ ભરતાર ગયો દેશાવર, તવ શણગાર ન ધરીએ જી; જમવા નાતિ વચ્ચે નવ જઈએ, દુર્જન દેખી ડરીએ. ૫૨શેરી ગરબો ગાવાને, મેળે ખેલે ન જઈએજી; નાવણ ધોવણ નદીકિનારે, જાતાં નિર્લજ્જ થઈએ. ઊપડતે પગે ચાલ ચાલીજે, હુન્નર સહુ શીખીજેજી; સ્નાન સુવર્ડ્સે રસોઈ કરીને, દાન સુપાત્રે દીજે. શોક્યતણાં લઘુ બાળક દેખી મ ધરો ખેદ હિયામેં જી; તેહની સુખ શીતલ આશિષે, પુત્રતણાં ફળ પામે. બાર વરસ બાળક સુ૨ડિમા, એ બે સિરખાં કહિએ જી; ભક્તિ કરે સુખ લીલા પામે, ખેદ કરે દુઃખ લહીએ. નરનારી બેહુને શિખામણ, મુખલવરી નિત હસીએ જી; નાતિ સગાનાં ઘર ઠંડીને, એકલડાં નવ વસીએ. વમન કરીને ચિંતાજાળે, નબળે આસન બેસીજી; વિદિશે દક્ષિણદિશિ અંધારે, બોટ્યું પશુએ પેસી. અણજાણ્યે ઋતુવંતી પાત્રે, પેટ અજીરણ વેળાજી; આકાશે ભોજન નિત કરીએ, બે જણ બેસી ભેળા. અતિશય ઊનું ખારું ખાટું, શાક ઘણું નિત ખાવું જી; મૌન પણે ઊઠીંગણ વરજી, જમવા પહેલાં નાવું. ધાન્ય વખાણી, વખોડી ન ખાવું, તડકે બેસી ન જમવું માંદા પાસે રાત તજીને, નરણાં પાણી ન પીવું. કંદમૂલ અભક્ષ્ય બોળો, વાસી વિદળ તે વર્ષોંજી; જૂઠ તો પરનિંદા હિંસા, જો વળી નરભવ સરજો. વ્રત-પચ્ચક્ખાણ ધરી ગુરુહાથે, તીરથયાત્રા કરીએજી; પુણ્ય ઉદય જો મોટો પ્રગટે, તો સંઘવીપદ ધરીએ.
Jain Education International
For Personal & Private Use Only
: ૨૧ : સુ
૧૩૩
: ૨૨ : સુ
: ૨૩ : સુ
: ૨૪ : સુ
: ૨૫ : સુ
: ૨૬ : ૩૦
: ૨૭ : સુ
: ૨૮ : સુ
: ૨૯ : ૦
: ૩૦ : સુ
જી;
: ૩૧ : સુ
: ૩૨ : સુ
: ૩૩ : સુ
www.jainelibrary.org

Page Navigation
1 ... 138 139 140 141 142