Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 139
________________ ૧૩૨ હિતશિક્ષા હુંકારા વિણ વાત ન કરીએ, ઇચ્છા વિણ નવ જમીએજી; ધન વિદ્યાનો મદ પરિહરીએ, નમતા સાથે નમીએ. : ૯: સુ. મૂરખ જોગી રાજા પંડિત, હાંસી કરી નવી હસીએ જી; હાથી વાઘ સર્પ નર વઢતાં, દેખીને દૂર ખસીએ. : ૧૦ : સુ. કૂવા કાંઠે હાંસી ન કરીએ, કેફ કરી નવિ ભમીએજી; વરો ન કરીએ ઘર વેચીને, જૂગટડે નવિ રમીએ. ' : ૧૧ : સુ. ભણતાં ગણતાં આળસ તજીએ, લખતાં વાત ન કરીએજી; પરહતે પરદેશ દુકાને, આપણું નામ ન ધરીએ. : ૧૨ : સુત્ર નામું માંડો આળસ ઠંડી, દેવાદાર ન થઈએ જી; કષ્ટ ભયાનક થાનક વરજી, દેશાવર જઈ રહીએ. : ૧૩ : સુ ધનવંતોને વેશ મલિનતા, પગશું પગ ઘસી ધોવેજી; નાપિત ઘર જઈ શિર મૂંડાવે, પાણીમાં મુખ જોવે. : ૧૪ : સુ નાવણ દાતણ સુંદર ન કરે, બેઠો તરણાં તોડજી; ભુંએ ચિત્રામણ નાગો સૂએ, તેને લક્ષ્મી છોડે. : ૧૫ : સુ માતાચરણે શિશ નમાવી, બાપને કરીય પ્રણામો જી; દેવગુરુને વિધિએ વાંદી, કરે સંસારનાં કામો. : ૧૬ : સુ. બે હાથે માથું નવિ ખણીએ, કાન નવિ ખોતરીએજી; ઊભા કેડે હાથ ન દીજે, સામે પૂરે ન કરીએ. : ૧૭ : સુ. તેલ તમાકુ દૂરે તજીએ, અણગળ જળ નવિ પીજે; કુલવંતી સતીને શિખામણ, હવે નરભેળી દીજે. : ૧૮ : સુ સસરો સાસુ જેઠ જેઠાણી, નણદી વિનય મ મૂકોજી, શાણપણે શેરી સંચરતાં, ચતુરા ચાલ મ ચૂકો. : ૧૯ : સુ. નીચ સાહેલી સંગ ન કીજે, પરમંદિર નવિ ભમીએજી: રાત્રિ પડે ઘરબાર ન જઈએ, સહુને જમાડી જમીએ. : ૨૦ : સુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142