Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 135
________________ ૧૨૮ હિતશિક્ષા [૩૩] તીર્થયાત્રા કરવી – નાના કે મોટા, નજીકના કે દૂરના તીર્થની વિધિપૂર્વક જીવનમાં એક યાત્રા કરવી. એક યાત્રા કરવી એટલે વધુ યાત્રા ન કરવી એમ નહિ, – એક તો જરૂર કરવી. એક તો એક પણ એ યાત્રા એવી કરવી કે એ જીવનભર યાદ આવે. મરણ સમયે પણ તેની યાદી નજર સામે તરવરે. તીર્થયાત્રાથી આત્માનાં ઘણાં પાપો ખપી જાય છે. “અવસ્થાને કૃતં પાપં, તીર્થસ્થાને વિમુચતિ - બીજે સ્થળે કરેલાં પાપો તીર્થસ્થાનકમાં છૂટે છે. એટલે યાત્રા કરવા જનારે પોતાના વર્તનમાં એટલી તકેદારી જરૂર રાખવી કે અહીં તીર્થસ્થાનમાં પાપ છોડવા આવ્યા છીએ. નહિ કે બાંધવા. જો તીર્થમાં પણ પાપપ્રવૃત્તિ ચાલુ રહી તો તે છોડવાનો બીજો કોઈ ઉપાય નથી. તે તો ભોગવ્યે જ છૂટકો. તીર્થે બાંધેલું પાપ વજલેપ થઈ જાય છે. એટલે તીર્થયાત્રા એવી કરવી કે જેમાં પાપબંધને અવકાશ ન રહે. [૩૪]. સંઘ કાઢવો – તીર્થયાત્રા કરતાં એવો ભાવ જાગે કે ક્યારે સંઘ સાથે તીર્થયાત્રા કરીએ. પુણ્ય-ઉદય જાગે ને સુકૃતની લક્ષ્મી પ્રાપ્ત થાય એટલે છરી પાળતો સંઘ કાઢવાનો લાભ મળે. ગુરુમહારાજ સાથે ખુલ્લે પગે ચાલતાં ચાલતાં તીર્થાધિરાજ તરફ આગળ વધતા હોઈએ, એકાશનનું તપ હોય, ભૂમિ પર સંથારો કરવાનો હોય, બ્રહ્મચર્યનું વિશુદ્ધ પાલન થતું હોય, સવાર-સાંજ આવશ્યકકરણીની આરાધના ચાલતી હોય. સચિત્તનો ત્યાગ હોય. એ રીતે સંઘ કાઢ્યો હોય. તીર્થ નજીક આવે, તીર્થના જયજયકારથી ગગન ગાજી ઊઠે. તીર્થયાત્રા થાય. તીર્થમાળા પહેરાય. સંઘપતિની-સંઘવીની પદવી મળે. જીવન ધન્ય બને – કૃતકૃત્ય બને. એવી ભાવના રાખવી. સંયોગ હોય તો ભાવના. સાર્થક-સફળ કરવી. સંઘવીપદની પ્રાપ્તિ થવી એ મોટા પુણ્ય-ઉદયની નિશાની છે. [૩૫] સંઘજમણ કરવું – સંઘ કાઢ્યો હોય, માર્ગમાં એક ગામથી બીજે ગામ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142