________________
છત્રીશી: ૩૩૩૪-૩૫-૩૬
૧૨૭ ને તે તેને ફળ્યો. તેણે નિયમ લીધો હતો કે પોતાના ઘરની બાજુમાં રહેતા કુંભારની યલ જોઈને ખાવું. યલ ન જોવે તો ભોજન બંધ. પોતે જ્યારે ઊઠે ત્યારે કુંભાર પોતાના ચોકમાં વાસણ ઘડતો હોય એટલે ઊઠતાંવેંત બારીમાંથી સીધાં કુંભારની યલનાં દર્શન થઈ જાય. આ નિયમ પાળવામાં તેને કાંઈ કરવું પડતું ન હતું. યલ દેખાવી તે તો સ્વાભાવિક હતું. પણ એક દિવસ કુંભાર સવારમાં વહેલો માટી લેવા માટે જંગલમાં ચાલ્યો ગયો હતો. કમલ મોડો ઊઠ્યો ત્યારે તેના દેખવામાં કુંભાર ન આવ્યો. ઠીક, પછી ટાલ જોઈ લઈશું કહીને તે પોતાની બીજી પ્રવૃત્તિમાં જોડાઈ ગયો. ખરે બપોરે જમવા બેઠો ત્યારે તેને નિયમ સાંભર્યો. તે તરત જ ઊઠ્યો ને ગયો કુંભારને ઘરે. ત્યાં જઈને પૂછ્યું તો કુંભાર જંગલમાં માટી લેવા ગયેલ છે ને સાંજે આવશે એમ જવાબ મળ્યો, એટલે તે ગયો જંગલમાં જ્યાં કુંભાર માટી ખોદતો હતો. ત્યાં એવું બન્યું હતું કે માટી ખોદતાં ખોદતાં સોનામહોરથી ભરેલો ચરુ નીકળ્યો હતો ને કુંભાર વિચારમાં પડી ગયો હતો કે આને કેમ લઈ જવો. એટલામાં કમલ ત્યાં આવ્યો ને યલ જોઈને પાછો ફર્યો. તેને કક્કીને ભૂખ લાગી હતી. કુંભારને લાગ્યું કે આ જોઈ ગયો છે – તે જઈને રાજાને વાત કરશે તો મારા હાથમાં કાંઈ નહિ આવે, એટલે તેણે જોરથી પેલાને બૂમ મારી. કમલે જવાબ દીધો કે જોયું જોયું કુંભારની શંકા મજબૂત થઈ. તે તેની પાછળ દોડ્યો ને કમલને બોલાવી લાવ્યો. અડધોઅડધ આપવાની વાત કરી. વગપ્રયાસે કમલને અઢળક ધન મળ્યું પણ તેના હૃદયમાં કાંઈ જુદું જ મંથન ચાલ્યું. તેને થયું કે આવો મશ્કરી કરવા જેવો નિયમ પણ ફળ આપે છે તો સાચા ભાવે સુંદર નિયમો લીધા હોય તો શું ફળ ન આપે! ત્યારથી તે સુધરી ગયો ને ગુરુમહારાજ પાસે સુંદર નિયમો લઈને દઢતાપૂર્વક પાળીને સદ્ગતિ પામ્યો.
નિયમ નાનો કે મોટો ગમે તેવો લેવો પણ તે અણીશુદ્ધ પાળવો. નિયમ લેવા કરતાં પાળવામાં તેની મહત્તા છે. નિયમનું પાલન એ ફળે છે, તેમાં શિથિલતા ન આવવી જોઈએ; માટે જાતે નિયમ ન લેતાં ગુરુ હાથે નિયમ લેવા ઉપર ભાર મૂકવામાં આવે છે.
માનવજન્મ સફલ કરવા માટે એક તો એક, પણ નિયમ ગુરુમહારાજ પાસે લેવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org