Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 133
________________ ૧૨૬ મારગમાં મન મોકળું રાખી, બહુવિધ સંઘ જમાડોજી; સુરલોકે સુખ સઘળાં પામે, પણ નહિ એહવો દહાડો. ૩૪ સુણજો સજ્જન રે. તીરથ તારણ શિવસુખકારણ, સિદ્ધાચલ ગિરનારેજી; પ્રભુભક્તિ ગુણશ્રેણે ભવજળ, તરીએ એક અવતારે. સુણજો સજ્જન રે. લૌકિક લોકોત્તર હિતશિક્ષા-છત્રીશી એ બોલીજી; પંડિત શ્રીશુભ-વીરવિજયમુખ-વાણી મોહન વેલી. સુણજો સજ્જન રે. હિતશિક્ષા Jain Education International ૩૫ (૧) ગુરુમહારાજની પાસે વ્રત-નિયમ લેવાં. (૨) તીર્થયાત્રા કરવી. (૩) સંઘ કાઢવો. (૪) સંઘજમણ કરી-સાધર્મિક ભક્તિ કરવી. (૫) સિદ્ધાચલજી, ગિ૨ના૨ ૫૨ વિશેષે પ્રભુભક્તિ કરવી. For Personal & Private Use Only ૩૬ [૩૨] વ્રત-નિયમ લેવાં – નાનાં કે મોટાં કોઈ પણ વ્રત-નિયમ લેવાં હોય તો તે ગુરુમહારાજ પાસે લેવાં. સંઘ સમક્ષ નાણ મંડાવીને વ્રત લેવાં એ નરજન્મનો એક લ્હાવો છે. બાર વ્રતધારી શ્રાવક બનવું એ જીવનનું ઉત્તમ કાર્ય છે. આનંદ, કામદેવ વગેરેએ તીર્થંકર પરમાત્માને હાથે વ્રત લીધાં હતાં, તેમનાં નામ શાસ્ત્રોમાં લખાયાં છે. ગુરુમહારાજને હાથે વ્રત લેનાર પણ ધન્ય બની જાય છે. બ્રહ્મચર્યવ્રત લેવું ને પાળવું. બ્રહ્મચર્ય વ્રત લેનારા ભાગ્યશાળીઓ ભીમશ્રાવક, પેથડકુમાર વગેરે પણ નામ રાખી ગયા છે. મોટાં વ્રત ન લઈ શકાય તેમ હોય તો પોતાની શક્તિ ગોપવ્યા વગર નાના નાના નિયમો લેવા. નિયમ વગર માણસ પશુ કરતાં પણ નપાવટ છે. ગુરુમહારાજને હાથે લીધેલો નિયમ સારી રીતે પાળી શકાય છે. નિયમ નિર્વિઘ્ને પાળવામાં સારા ગુરુનો પુણ્યપવિત્ર હાથ પૂર્ણ સહાય કરે છે. કમલ એક શેઠનો પુત્ર હતો. તેણે ઘણા પ્રયાસોને અંતે ગુરુમહારાજ પાસે એક હસવા જેવો નિયમ લીધો. પણ નિયમ લઈને દૃઢપણે તે પાળ્યો. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142