Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 131
________________ ૧૨૪ હિતશિક્ષા પણ વસ્તુ બરાબર હાથમાં આવતી નથી. જૂઠનો સદંતર ત્યાગ કરવો. ૨. નિંદા કરવી નહિ – અસત્યની સગી બહેન નિંદા છે. નિંદા પોતાની નહિ, પારકી. ઘરની નિંદા જ્યાં હોય ત્યાં વગરબોલાવ્યે અસત્ય ઘૂસી જાય છે. નિંદાનો રસ એટલો ભયંકર છે કે તે વળગ્યા પછી છૂટી શકતો નથી, છોડવો મુશ્કેલ પડે છે. એટલે તે રસનો સ્વાદ લેવાનો લોભ જ રાખવો નહિ. નિંદા કરનારની કેવી સ્થિતિ થાય છે તે નીચેની એક વાત ઉપરથી સમજાશે. એક નગરમાં એક શેઠ હતા. શેઠ ઘણા જ ઉદાર-દાનેશ્વરી. શેઠની મોટી હવેલી પ્રખ્યાત. તેમને ત્યાં આવેલો કદી પાછો ન ફરે. શેઠની હવેલી સામે જ રસ્તાની સામી બાજુએ એક નાનું ઘર, ને તેમાં એક ડોસી રહે. ડોશી બીજું ઘણું કરે પણ તેને પારકી નિંદા કરવાની ઘણી જ બૂરી આદત. વાતવાતમાં હાલતાચાલતાં સામેના શેઠની નિંદા કર્યા કરે. સવાર-સાંજ શેઠની નિંદા ન કરે તો ડોશીને ખાધું ન પચે. લોકો ડોશીની ટેવ જાણી ગયેલાં એટલે બહુ ધ્યાન ન આપે – બોલવા દે. શેઠને પણ તેની કાંઈ પડી ન હતી. તે તો પોતાના કર્તવ્યમાં મશગુલ રહેતા. આમ વર્ષો થયાં ચાલતું. તેમાં એક દિવસ એક વિચિત્ર પ્રસંગ બની ગયો. એક પરદેશી કાપડી-મુસાફર તડકાનો તપેલો કાપડની ગાંસડી ઉપાડીને ચાલ્યો આવતો હતો, તે શેઠની હવેલી પાસે આવ્યો. શેઠ પણ બહાર બેઠા હતા. તે વખતે એક ભરવાડણ દૂધ-દહીં વેચવા આવી. શેઠે મુસાફરને બેસાર્યો. તે ભૂખ્યો ને તરસ્યો થયો હતો એટલે ભરવાડણ પાસેથી દહીં ખરીદીને મુસાફરને આપ્યું. ભરવાડણને પૈસા ચૂકવી આપ્યા. ને તે લઈને તે ચાલતી થઈ. મુસાફરે દહીં ખાધું ને તે ત્યાં ને ત્યાં મરી ગયો. અજાયો મુસાફર આમ શાથી મરી ગયો તે શેઠને પણ સમજાયું નહિ. લોકો એકઠાં થઈ ગયાં. મુસાફરની કાપડની ગાંઠડીની અને તેના શરીરની શેઠે યોગ્ય વ્યવસ્થા કરાવી. પેલી ડોશીને તો ઠીક મળી ગયું એટલે જે આવે તેને કહે કે – “જોયું? શેઠે પેલા મુસાફરને મારી નાખ્યો ને તેની ગાંઠડી ઘરમાં રાખી લીધી. આમ ને આમ પૈસા એકઠા કર્યા છે. પછી દાન ન દે તો શું કરે? આમ ડોશી નિંદા કરતી હતી. વાત એમ બની હતી કે – ભરવાડણની દહીંની હાંડલીનું ઢાંકણું પવનથી ઊડી ગયું હતું ને ઉપરની હાંડલી ખુલ્લી થઈ ગઈ હતી. તેમાં એક સમડી સાપને પડીને આકાશમાં લઈ જતી હતી. સાપના. મોઢામાંથી ગરલ ટપકતું હતું તે દહીંમાં પડ્યું. તે દહીં મુસાફરે ખાધું ને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142