________________
છત્રીશી: ૧૬-૧-૧૮
૬૩
સમકિત દાયક ગુરુ તણો. પચ્ચવવાર ન થાય;
ભવ કોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય'. || 1 | એ ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજનું કથન પણ ગુરુ પ્રત્યે બહુમાન કેવું રાખવું જોઈએ તેનું વિશિષ્ટ માર્ગદર્શન કરાવે છે.
આમ દેવ અને ગુરુને પ્રભાતમાં સંભારવાથી તેમને પ્રણામ કરવા, તેમના ગુણો વિચારવા, તેમના ઉપકારનું સ્મરણ કરવું એ કર્તવ્ય છે – પરમ કર્તવ્ય
[૫૮]
બે હાથ ખણવું નહિ – માથામાં કચરો ભરાય, માથામાં ખોડો થઈ જાય અથવા કોઈ એવો ચામડીનો રોગ થાય ત્યારે માથું ખણવાનું મન થાય છે. માથું ખણવામાં તે તે કારણો દૂર કરવામાં પ્રમાદ કરવો અને માથું ખણ્યા. કરવું એ જડતા છે. કદાચ તે તે કારણો તરત દૂર ન થઈ શકે તેમ હોય ને માથું ખણ્યા વગર ન રહી શકાતું હોય તો ધીરે ધીરે એક હાથે માથાની ખજવાળ શાંત કરવી એ વાજબી છે; પણ બે હાથે માથું ખંજવાળવું એ સારું નથી. - જ્યારે બે હાથે માથું ખંજવાળવું પડે છે ત્યારે બન્ને હાથ ઊંચા કરવા પડે છે. પછી જેમ જેમ ખજવાળ વધતી જાય છે તેમ તેમ હાથની ગતિ પણ વધતી જાય છે. આમ કોઈ બે હાથે માથું ખંજવાળતું હોય ત્યારે તેનું દશ્ય ઘણું જ વિરૂપ લાગે છે, તે જોવું ગમતું નથી. બીજાના મન ઉપર એ દયની ઘણી જ ખરાબ છાપ પડે છે. બે હાથે માથું ખણવાથી – વધુ પડતું ખણવાથી માથું નબળું પડી જાય છે. એક તો માથું કાંઈક નબળું પડ્યું હોય ત્યારે ખણવાનું મન થાય છે અને જેમ જેમ ખણવામાં આવે તેમ તેમ ખજવાળ વધે છે. વિશેષ ખજવાળ થાય ત્યારે માથાની નબળાઈ વધી જાય છે. માથાની નબળાઈ એ બીજી કોઈ પણ નબળાઈ કરતાં ભયંકર છે. એટલે ખજવાળને દૂર કરવાના ઉપાયો લેવા એ હિતાવહ છે પણ ખજવાળ વધે એવા ઉપાયો – બન્ને હાથે ખણવા જેવા – લેવા એ હિતકર નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org