________________
છત્રીશી: ૧૯
એ આવે એટલે બીજા ગુણો જે ગૃહસ્થાશ્રમને યોગ્ય છે તે આવતાં વાર નહિ લાગે – જે સ્થિતિમાં જેને રહેવાનું છે તેનામાં તે સ્થિતિની યોગ્યતા હોવી જોઈએ – ન હોય તો મેળવી લેવી જોઈએ. યોગ્ય આત્માઓને સુખ-સંપત્તિ સાંપડે છે અને યોગ્યતા વગરના આત્માઓ પાસેથી પ્રાપ્ત થયેલાં સુખ અને સંપત્તિ વગેરે વિદાય થાય છે. સ્થિતિ અને પરિસ્થિતિને અનુરૂપ વર્તન કરનાર કોઈ પણ સ્થળે કદી પણ વિષાદને અનુભવતો નથી. એટલે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતી સ્ત્રીએ સસરા વગેરે પાંચનો વિનય કરવો એ પરમ આવશ્યક છે.
શેરીમાં શાણપણે સંચરવું ચાલ ચૂકવી નહિ – શેરીમાં લત્તામાં જતાંઆવતાં શાણપણું રાખવું. પોતાની ચાલ ચૂકવી નહિ. મર્યાદા ભૂલવી નહિ. જે સ્ત્રી શાણપણું ગુમાવે છે, ચાલ ચૂકી જાય છે તે સ્ત્રીના સદાચાર ઉપર ધક્કો પહોંચતાં વાર લાગતી નથી. જગતના જીવો ઉપર ગુણ કરતાં અવગુણોની સત્તા વિશેષ ચાલે છે, એટલે અવગુણવાળા જીવો જગતમાં ઘણા છે. સ્ત્રીનો પરમ ગુણ શીલ-સદાચાર છે. સારી ચાલે ચાલતી અને શાણપણું દાખવતી સ્ત્રી પોતાના એ પરમ સદ્દગુણનું સંરક્ષણ કરી શકે છે ને તેથી વિરુદ્ધચાલ ચૂકી જનાર અને શાણપણું ગુમાવતી સ્ત્રી પોતાના શીલને ધક્કો પહોંચાડતાં વાર લગાડતી નથી. મર્યાદાવાળી સ્ત્રી મર્યાદાપૂર્વક ચાલી જતી હોય તો તેને જોઈને વિકારી માણસ પણ શાંત થઈ જાય છે. તેની ચાલનો જ કડપ સામા માણસ ઉપર એવો પડે છે કે તેના મનના દુષ્ટ વિચાર ખસી જાય છે. જ્યારે ઉછાંછળાપણે આંખો નચાવતી, હસતી, વસ્ત્રના છેડા ઊંચાનીચા કરતી સ્ત્રીને જોઈને ગમે તેને તેની મશ્કરી કરવાનું મન થાય છે. અને છેવટે પરિણામ સારું આવતું નથી. એટલે શેરીમાં જતાં-આવતાં શાણપણું અને ચાલ ચૂકવાં નહિ, એમાં જ ખરી ચતુરાઈ છે.
ગૃહસ્થાશ્રમની વ્યવસ્થા અને શિયાળ આદિ સદાચાર એ બે સ્ત્રી જીવનમાં પ્રધાન ભાગ ભજવે છે. તેને અનુરૂપ ચાર શિખામણો વીસમી કડીમાં છે તે આ પ્રમાણે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org