________________
છત્રીશી : ૨૦
–
ધ્યેય નથી – ગમે તેમ વખત પસાર કરવો એવી જેની માન્યતા છે તે સ્ત્રીઓ ભારભૂત થઈ પડે તેમાં નવાઈ શું? જો પારકે ઘરે ભટકવાની આદત છૂટી જાય તો ઘેર બેઠાં અનેક કાર્યો સૂઝે. ગૃહસ્થાશ્રમમાં કાર્યભાર જો ઉપાડવો હોય તો એટલો છે કે બીજાને કહેવું પડે કે તમે તો કોઈ પણ દિવસ દેખાતાં જ નથી – અમારે ઘરે આવતાં જ નથી. તેને ત્યાં બીજા મળવા આવે ત્યારે પણ ઘરમાં કામ કરતી સ્ત્રીને જોઈને આવનારો કાંઈક મેળવી જાય. ભલે ને પછી બીજી ભટકતી સ્ત્રીઓ આવી પોતાના કાર્યમાં રત રહેતી રમણીને ઘરની મીંદડી’ કહે – એમાં કાંઈ નાનપ નથી. કોઈના કહેવા ઉપર પોતાના જીવનને બગાડી નાખવા કરતાં પોતાનું હિત શેમાં સમાયું છે એનો વિચા૨ કરવો એ મહત્ત્વનું છે. એટલે પારકે ઘરે ભટકવું નહિ. એ સ્ત્રી જીવનમાં અતિ અગત્યનું છે.
-
રાત્રે ઘર બહાર જવું નહિ – રાત્રિ એટલે અંધકારનું રાજ્ય. અંધકારના રાજ્યમાં લૂંટાવાનો પૂરો ભય. રાત્રે ઘર બહાર નીકળતી સ્ત્રી લૂંટાઈ જાય એ પૂરો સંભવ છે. બીજું – ધન લૂંટાય કે ન લૂંટાય એ એટલું મહત્ત્વનું નથી. પણ સ્ત્રીનું શિયળધન જો લૂંટાય તો પછી તેની પાસે બીજું જળવાઈ રહે તેની કાંઈ કિંમત નથી. રાત્રે સ્ત્રી બહાર નીકળે તો તેના પ્રત્યે વહેમ આવ્યા વગર રહે નહિ. શુદ્ધ સ્ત્રી હોય છતાં વહેમનો ભોગ બન્યા પછી તેના પ્રત્યે બધા શંકાની નજરે જોયા કરે છે – ને તેનું પરિણામ તેને ઘણું વેઠવું પડે છે. એટલે નકામું રાત્રે ઘર બહાર શા માટે જવું જોઈએ ? પ્રયોજન હોય ને કોઈ સાથે હોય ત્યારે રાત્રે પણ જવું પડે એ જુદી વાત છે, બાકી સ્ત્રીને રાત્રે ઘર બહાર જવું એ હિતાવહ નથી. રાત્રે બહાર ફરવાની છૂટ રાખતી સ્ત્રીઓ કેવા અવળે રસ્તે ચડી ગઈ હોય છે તે જાણવામાં મજા નથી. એ સ્ત્રીઓના અવળે માર્ગે ચડી જવામાં પ્રધાન કારણભૂત રાત્રે ગમે ત્યાં ફરવાની છૂટ છે, એ છે એ નિર્વિવાદ છે. જો એવા માર્ગોથી બચવું હોય તો એ છૂટમાં મજા નથી એમ સમજીને રાત્રે બહાર નીકળવાનું – ભટકવાનું છોડી દેવું જોઈએ.
1
–
૭૫
[૬]
સહુને જમાડીને જમવું – સહુને જમાડીને પછી જમતી સ્ત્રી જે ઘરમાં હોય છે તે ઘ૨નાં બધાં માણસોનો પ્રેમ સહેલાઈથી જીતી લે છે. તેથી વિરુદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org