________________
૧૧૬
હિતશિક્ષા
(૨૭) નરણે કોઠે પાણી પીવું નહિ – પેટ ખાલી હોય તેને નરણું કહેવામાં આવે છે. નરણે કોઠે પાણી પીવું નહિ. ખાલી પેટે પાણી વાગે, પાણી પીવાથી આંતરડાં-નળ ભરાઈ જાય અને પછી ખાવામાં આવે એટલે થાય અપચો. “ભોજનાદી વિષે વારિ ભોજનાન્ત શિલોપમ” ભોજનની શરૂઆતમાં પાણી ઝેર છે. એટલે થોડું ખાઈને પાણી પીવું એ અમૃત છે.
ચાર કડીમાં ખાવાને યોગ્ય કેટલીક શિખામણો આરોગ્ય અને આત્મહિત લક્ષમાં રાખીને આપી, હવે બત્રીશમી કડીમાં આત્મકલ્યાણને પ્રધાન રાખીને અખાદ્ય એટલે નહિ ખાવા યોગ્યનો ત્યાગ કરવાનું પૂર્વભાગમાં અને પછીની અર્ધી કડીમાં આત્મહિત સાધવા માટે બીજી પણ છોડવા યોગ્ય વાતો સમજાવે છે.
૩૦
કંદમૂલ અભક્ષ્ય બોળો, વાસી વિદળ તે વર્ષોજી; જૂઠ તજો પરનિંદા હિંસા, જો વળી નરભવ સરજો. ૩૨
સુણજો સજ્જન રે. (૧) કંદમૂળ, અભક્ષ્ય, બોળ અથાણું, વાસી અને વિદળ ખાવાં નહિ. (૨) જૂઠું બોલવું નહિ. (૩) પારકી નિંદા કરવી નહિ. (જે હિંસાનો ત્યાગ કરવો.
[૨૮] કંદમૂળ આદિ ખાવાં નહિ – કંદમૂળ એટલે અનંતકાય. અનંત જીવો એક કાયામાં રહે – ખાવા માટે તેનો ઉપયોગ કરવાથી અનંત જીવોની હિંસા કરવી પડે. માટે તેનો ત્યાગ કરવો.
અનંતકાય અનેક જાતના છે એટલે આ અનંતકાય છે કે નહિ? એ જાણવા માટે તેનું – સર્વ અનંતકાયમાં ઘટે એવું સ્વરૂપ જાણી લેવું જરૂરી છે. તે સ્વરૂપ-લક્ષણ જીવવિચાર પ્રકરણની બારમી ગાથામાં નીચે પ્રમાણે જણાવ્યું છેઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org