Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 125
________________ ૧૧૮ હિતશિક્ષા મરતી નથી તેથી સંસ્કૃતમાં તેને અમૃતા કહે છે. એ અનંતકાય છે. (૧૨) લસણ – પ્રસિદ્ધ છે. સભ્ય સમાજમાં રહેનારને તેનો ત્યાગ અભીષ્ટ છે. આત્મા એના ભક્ષણથી મલિન વિચાર સેવે છે. (૧૩) વાંસકારેલા - વાંસ સંબંધી કારેલી એ અનંતકાય છે. (૧) ગાજર – પ્રસિદ્ધ છે. (૧૫) લૂણી – સાજીલૂણીની ભાજી એ રીતે ઓળખાય છે. એ અનંતકાય છે. (૧૬) લોઢી પવિની કંદ – એ કંદવિશેષ છે. . (૧૭) ગરમર – સંસ્કૃતિમાં એને ગરિકર્ણિકા કહે છે. કચ્છ-કાઠિયાવાડમાં આ વનસ્પતિ થાય છે, ને તેનો ઉપયોગ લોકો અથાણા તરીકે કરે છે. એ અનંતકાય છે. (૧૮) કિસલય - કોમળ પાંદડાં, કોઈ પણ વૃક્ષના અંકુરા અને કોમળ પત્ર અનંતકાય છે. (૧૯) ખીરસુઆકંદ – આ કંદવિશેષ છે. તેને કરૂં ખરસઈઓ કહે છે. (૨૦) થેગ – આ કંદ છે. થેગી અથવા થેગ એ નામની ભાજી થાય છે. થેગી પીંક પણ તેને કહે છે. એ અનંતકાય છે. (૨૧) હરિમોથ – મોથ લીલી હોય ત્યાં સુધી અનંતકાય છે. (૨૨) લૂણવૃક્ષની છાલ – લૂણ એ વૃક્ષવિશેષ છે, ને તેની છાલ અનંતકાય (૨૩) ખીલોડાકંદ – એ કંદવિશેષ છે. (ર) અમૃતવેલી – ગળો કરતાં જુદી. અમરવેલ નામે પ્રસિદ્ધ છે. એ અનંતકાય છે. (૨૫) મૂળા – પ્રસિદ્ધ છે. મૂળાનાં પાંચ અંગ અર્થાત્ કંદ દાંડી સહિત પાંદડાં ફૂલ-ફળ ભોગરી તરીકે પ્રસિદ્ધ છે તે) અને તેનાં બી એ સર્વ અનંતકાય છે. (૨૬) ભૂમિફોડા - ચોમાસામાં નાની દાંડી ને તેને માથે છત્ર એવા આકારના થાય છે. ઉકરડા વગેરે સ્થળે એમ ને એમ ફૂટી નીકળે છે. તેને બિલાડીના ટોપ એ નામે ઓળખાવવામાં આવે છે તે અનંતકાય છે. (૨૭) વત્થલાની ભાજી – આ એક જાતની ભાજી થાય છે. તે અનંતકાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142