Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 127
________________ ૧૨૦ હિતશિક્ષા (૬થી ૯) મધ-માખણ-માંસ અને મદિરા – આ ચાર મહાવિગઈઓ કહેવાય છે. તેમાં મધ, માખણ અને મદિરામાં તેના જેવા વર્ણવાળા બે-ઇન્દ્રિય ત્રસ જીવો હોય છે. મદિરા તો પ્રકૃતિને વિકૃત કરનાર છે. માંસ મહાહિંસાથી નીપજે છે ને તેમાં જીવો સતત રહેતા હોય છે. (૧૦) હિમ – બરફ શક્ય પરિહાર છે. એ વગ૨ લાખો અને કરોડો જીવો જીવે છે. પાણીની જેમ તે જીવનમાં અનિવાર્ય નથી. એટલે તે અભક્ષ્ય છે. (૧૧) વિષ – ઝેર અનેક પ્રકારનાં છે. ઝેર એ આત્મઘાતક છે. ઝેરનું નામ સાંભળતાં પણ ઝેર ચડે છે. એ અભક્ષ્ય છે. (૧૨) કા – આકાશમાંથી જામી ગયેલા પાણીના કરા નાનામોટા પડે છે. એ અભક્ષ્ય છે. (૧૩) માટી – સર્વ પ્રકારની માટી અભક્ષ્ય છે. માટીથી અનેક પ્રકારના રોગો થાય છે. માટી ચિત્ત છે. તેમાં અસંખ્યાત જીવો રહે છે. કાંઈ ખાવાની ચીજ નથી. કેટલીક વખત અજ્ઞાન દશામાં લોકો માટી ખાય છે પણ તેથી શારીરિક અને આત્મિક બન્ને પ્રકારે નુકસાન થાય છે. (૧૪) રાત્રિભોજન – ખાવાની હરેક ચીજો રાત્રે અભક્ષ્ય છે. રાત્રિભોજનમાં જીવહિંસા મુખ્ય છે. (૧૫) બહુબીજ – કેટલાંક ફળો અંજીર જેવાં બહુબીજ છે. જે બીજો ગણી શકાય નહિ. ઝીણાં-ઝીણાં બાઝી ગયાં હોય તે સર્વ અભક્ષ્ય છે. (૧૬) અનંતકાય – બત્રીશ અનંતકાય અને બીજા પણ જેમાં અનંતકાયનું લક્ષણ ઘટતું હોય તે સર્વ અભક્ષ્ય છે. (૧૭) બોળ-અથાણું – કેરી, લીંબુ, ગુંદાં વગેરે અનેક વનસ્પતિઓનાં અથાણાં થાય છે. તેમાં જો તે તે ચીજો પૂરેપૂરી સુકાઈ ન હોય, પાણી રહી ગયું હોય તો તેમાં ભરેલા મસાલા વગેરેથી તે પાણી છૂટે છે અને તેમાં તેવા પ્રકારના સમ્પૂર્ચ્છિમ જીવો ઉત્પન્ન થાય છે. જેમાં તેવા જીવોની ઉત્પત્તિ થઈ હોય છે તે અથાણું બોળ કહેવાય છે. જીભના સ્વાદને લઈને તેવાં અથાણાં પણ વાપરતા જીવો સંકોચાતા નથી. પણ તેથી પારાવાર પાપ થાય છે, માટે તેનો ત્યાગ કરવો. (૧૮) વિદલ – કાચા ગોરસ-દહીં-દૂધ સાથે કઠોળ-દ્વિદળનું મિશ્રણ થવાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142