Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 124
________________ છત્રીશી : ૩૨ “ગૂઢસિરસંધિપર્વ્ય, સમભંગમહીરુર્ગ ચ છિન્નરુહં | સાહારર્ણ સીર, તન્વિતીયં ચ પત્તેય | ૧૨ ||’ જેની નસો – સાંધાઓ અને ગાંઠો ગુપ્ત હોય, ભાંગવાથી ભાગ સરખા થાય, તાંતણા-રેસા ન નીકળે, છેદ્યા છતાં ફરીથી ઊગે તે અનંતકાય જાણવા; તેથી વિપરીત હોય તે પ્રત્યેક જાણવા. ૧૧૭ ઉપર જણાવ્યું એ પ્રમાણેનું લક્ષણ જેમાં ઘટતું હોય તે અનંતકાય છે, એમ સમજીને તેનો ત્યાગ કરવો. લક્ષણથી અનંતકાય સમજવા માટે બુદ્ધિની સૂક્ષ્મતા જોઈએ. બધા એ રીતે સમજી શકે એ શક્ય નથી હોતું, એટલે વ્યવહારમાં વિશેષ ઉપયોગમાં આવતા અનંતકાયનો જરૂ૨ ત્યાગ કરવો. અનંતકાય બત્રીશ છે. તેનું ટૂંક સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) કંદજાતિ – જમીનમાં અંદર ઊગે તે સર્વ કંદ અનંતકાય છે. (૨) લીલી હળદર – જે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે તે લીલી હોય ત્યારે અનંતકાય છે. (૩) લીલું આદું – આદું તરીકે જે પ્રચલિત છે, તેને લીલું આદું ગણાવ્યું છે. તે સુકાઈ જાય છે ત્યારે સૂંઠ કહેવાય છે. આદું (લીલું) અનંતકાય છે. (૪) સૂરણકંદ અને (૫) વજકંદ – આ બંને કંવિશેષ છે. કંદજાતિથી જુદા ગણાવવાનું કારણ અમુક રીતે તેનો ઉપયોગ વિશેષ થાય છે તે પણ ન કરવો એ છે. (૬) લીલો કચરો – કચરો લીલો હોય ત્યાં સુધી હળદર અને આદુની જેમ અનંતકાય છે. (૭) શતાવરી અને (૮) વિરાલી – શતાવરી એ વેલ થાય છે. ઔષધિમાં એ વપરાય છે. વિરાલી એ પણ વેલ વિશેષ છે. સેફાળી-ભોંયકોળું એ એનાં પર્યાય નામો છે. એ બંને અનંતકાય છે. (૯) કુંઆર – કુમારિકા, કુંઆરપાઠા નામે પ્રસિદ્ધ છે. એ આખી અનંતકાય છે. એટલે તેનાં શેલરાં પણ અનંતકાય છે. Jain Education International (૧૦) થોહર – થોર જુદી જુદી અનકે જાતના થાય છે. તે બધા અનંતકાય છે. (૧૧) ગિલો – ગળોની વેલ થાય છે. ઔષધિમાં એ વપરાય છે. તે કદી For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142