Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 121
________________ ૧૧૪ હિતશિક્ષા પેલી પચાસ સોપારીઓમાંથી સારી ને મોટી જોઈને એક સોપારી લે અને તેને કાતરીને ખાય, વળી બીજે દિવસે ઓગણપચાસમાંથી સારી શોધીને ખાય. એમ ને એમ પચાસે સોપારી તેમણે સારી કરીને ખાધી. બીજા ભાઈ કે જેને વસ્તુને ખરાબ કરીને ખાવાની આદત હતી તે પચાસમાંથી નાની અને સડેલા જેવી ખરાબ હોય તે વણીને શોધી કાઢે ને ખાય. વળી બીજે દિવસે ઓગણપચાસમાંથી ખરાબ હોય તે શોધી કાઢે ને ખાય. એમ ને એમ એમણે પણ પચાસ પૂરી કરી. બંનેએ સોપારી તો સરખી અને સરખી જાતની ખાધી, પણ એકે સારી કરીને ખાધી અને બીજા ભાઈએ ખરાબ કરીને ખાધી, માટે ખાવાની ચીજને વખાણીને કે વખોડીને ન ખાવી પણ સારી કરીને ખાવી. [૨૪] તડકે બેસીને જમવું નહિ – તડકાથી શરીરમાં પિત્ત ઊકળી જાય છે. પિત્ત શાંત હોય તો ખાધું પચે છે, ભાવે છે. તડકે બેસીને ખાવાથી પરિણામે પિત્તપ્રકોપને લીધે અનેક વ્યાધિઓ થાય છે. ખાવાની વસ્તુમાં પણ તડકાને કારણે ફેરફાર થઈ જાય છેતે ભાવતી નથી. એટલે તડકે બેસીને ખાવું નહિ. માંદા માણસ પાસે બેસીને ખાવું નહિ – માંદા માણસ પાસે આસપાસ રોગનું વાતાવરણ રહેતું હોય છે. રોગાણુઓ માંદાની આજુબાજુ પ્રસરેલા રહે છે, એટલે માંદા માણસ પાસે બેસીને જમવાથી તે રોગાણુઓ સાજાના શરીરમાં પેસીને રોગને ઉત્પન્ન કરે છે. માંદા માણસ ને સાજા માણસના ખોરાકમાં ફેર હોય છે. એટલે માંદો માણસ જોવે અને તે ખાવાની તેને ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. માંદા માણસને ઇચ્છા થાય એટલે તેને એ ખાવા અપાય. જો તેને માફક ન આવતી વસ્તુ પણ ખાવા આપવામાં આવે તો તેનો રોગ વધી જાય અને પરિણામે તેને વિશેષ કષ્ટ સહન કરવું પડે. અને તેની ઈચ્છાવાળી વસ્તુ તેને આપવામાં ન આવે અને સામે બેસીને ખાઈએ તો તેની વૃત્તિની અનેક પ્રકારની માઠી અસર રોગીને અને તેની સામે બેસીને ખાનારને થાય છે. એટલે માંદા માણસ પાસે બેસીને ખાવું નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142