________________
છત્રીશી: ૨૫-૨૬
કાયમી છુટકારો થાય એમ ઈચ્છતી હતી એટલે તે ત્યાં આવી અને તેણે ઘાસની ઝૂંપડીને આગ ચાંપી. બાળક તેમાં મરી ગયો. અઠ્ઠમની ભાવનાને બળે મરીને નાગકેતુરૂપે જનમ્યો ત્યાં તેણે અઠમ કર્યો, શાસનની અપૂર્વ રક્ષા કરી ને તે જ ભવમાં મોક્ષ પામ્યો. આમ એ તો તરી ગયો પણ ઈર્ષ્યા કરનાર સાવકી મા દુર્ગતિનાં દુઃખ ભોગવતી રહી.
કષ્ટ સહન કરનાર ઘણી વખત સારી ભાવનાથી સુખી થાય છે અને કષ્ટ આપનાર પોતાની મલિન ભાવનાથી પાપથી ભારે બની છેવટે દુઃખી થાય
રોહક નામના એક બુદ્ધિમાન બાળકની વાતમાં પણ એમ બને છે, છતાં તે બાળક પોતાની બુદ્ધિથી સાવકી માને સીધી દોર કરી દે છે.
- રોહકની માતા મરી ગઈ હતી. એટલે તેને પોતાની સાવકી માના હાથ નીચે રહેવું પડતું હતું. રોહક બુદ્ધિમાન હતો અને તે તેના પિતાનો પ્રથમ પુત્ર હતો એટલે વારસદાર ગણાતો. બીજી માતાનાં બાળકો પછીનાં-નાનાં ગણાય, એટલે સાવકી માને રોહક પ્રત્યે ઈર્ષ્યા રહેતી. રોહક એટલે સુધી સમજતો હતો કે લાગ આંબે મારી આ સાવકી મા મને મારી નાખવામાં પણ પાછું વાળી નહિ જોવે એવી છે. એટલે તે પોતાના પિતાની સાથે જ જમતો અને રહેતો; પણ મોટે ભાગે પિતાની સાથે પોતાની સાવકી માને પોતાના પ્રત્યે મને કે કમને પણ સારું રાખવું પડે એવું કાંઈક કરવું જોઈએ એમ વિચારીને તેણે એક દિવસ રાતે ઊઠીને બૂમ પાડી કે “પિતા, ઊઠો! ઊઠો! કોઈક જાય છે.” રોહકનો પિતા જાગી ઊઠ્યો ને રોહકને પૂછ્યું કે શું છે? બાળકે કહ્યું કે, હમણાં અહીંથી કોઈક ગયું. બાપને પોતાની સ્ત્રી પ્રત્યે શંકા ગઈ અને તેનો તેના પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ ગયો. સ્ત્રી શુદ્ધ હતી. રોહકની ચાલાકી તે સમજી ગઈ અને તેને સાચવવા લાગી. એક દિવસ તેણે રોહકને કહ્યું કેઃ “તારા પિતા મને સારી દૃષ્ટિથી જોવે તેવું કાંઈક કરી દે” રોહકે કહ્યું કે “તું મને બરાબર સાચવ તો કરી દઉં' સાવકી માએ બરાબર સાચવવાનું કહ્યું એટલે ફરી એક વખત રોહકે ઊઠીને બૂમ પાડી કે “ઊઠો ! ઊઠો ! પિતા, કોઈક જાય છે. તેનો બાપ ઊઠ્યો ને પૂછ્યું કે “કોણ જાય છે?” રોહકે પોતાનો પડછાયો બતાવ્યો. એ જોઈને તેની પોતાની સ્ત્રી પ્રત્યેની પહેલાંની શંકા દૂર થઈ ગઈ ને તે પહેલાંની જેમ સ્ત્રીને ચાહવા લાગ્યો અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org