Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 112
________________ છત્રીશી: ૨૮-૩૧ ૧૦૫ પછી પણ બીજે સ્થળેથી નિમત્રણ આવે ને સારી દક્ષિણા મળતી હોય તો પહેલાંનું ઓકીને બીજે પહોંચી જતા – આ વાતમાં તથ્થાંશ ગમે તેટલો હો; પણ ઓકીને પછી તરત ખાવું એ અનુચિત છે તે તો સ્પષ્ટ છે. ચિંતાથી બળતા મને ન જમવું – શાંતિથી ખાધું હોય તો તે તૃપ્તિ અને તૃષ્ટિ કરે છે. મન ચિંતાથી બળતું હોય ત્યારે ભોજન કરવાથી તેનું પરિણામ સારું આવતું નથી. ચિત્તની પ્રસન્નતાપૂર્વકનો આહારવિધિ જીવનની ઉન્નતિમાં કારણ બને છે. એટલે ચિત્તની પ્રસન્નતાને હાનિ પહોંચાડે એવાં નિમિત્તો ભોજન સમયે થાય એ ગમતું નથી. કલેશ-કંકાસની વાતો, ઘરની-પરિવારની ઉપાધિઓની પંચાતો જો જમવા વખતે નીકળે તો તેથી ભોજનની મજા મારી જાય છે. એટલું જ નહિ પણ સ્વાથ્યને પણ એ ભોજન નુકસાન કરે છે. કેટલાંક ઘરમાં સ્ત્રીઓને અને બીજા અણસમજુ લોકોને જમતી વખતે જ એવી બધી વાતો યાદ કરીને કહેવાનું મન થાય છે અને કહે છે; પણ એ ઇચ્છનીય નથી. ખાતી વખતે જ આ બધું શું? એમ સાંભળનાર પણ પોતાની અરુચિ પ્રગટ કરે છે. એટલે ચિંતા હોય ત્યારે ભોજન ન કરવું અને કરવું પડે તો ચિંતાને દૂર કરી દેવી કે તે વખતે તે પાસે ન આવે. [૫] નબળે આસને ન જમવું – કેટલાકને ઊભાં-ઊભાં ખાવાની ટેવ હોય છે તો કેટલાકને સૂતાં સૂતાં ખાવાની ટેવ હોય છે. કેટલાક ઉભડક પગે બેસીને ખાવામાં આનન્દ અનુભવતા હોય છે તો કેટલાક પગને-શરીરને વિચિત્ર રીતે રાખીને ખાવામાં મજા માણતા હોય છે. આ સર્વ રીતો ખાવાને માટે ખરાબ છે. નબળે આસને શિથિલપણે ગમે તેમ ખાવાથી તે ખાધું પચતું નથી. તેમાં ઉતાવળ કરવી પડે છે. એટલે ખાતી. વખતે સ્થિર અને સ્વસ્થ આસન રાખવું જરૂરી છે. કેટલેક સ્થળે ઢીંચણિયું - એટલે પલાંઠી વાળ્યા પછી ઢીંચણ કાંઈક ઊંચા રહે તે માટે બનાવેલ લાકડાનું માપસરનું સાધન-રાખવાનો વ્યવહાર છે, તે આસનની વ્યવસ્થા માટે જરૂરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142