Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 111
________________ ૧૦૪ * હિતશિક્ષા ૩૧ ધાન્ય વખાણી, વખોડી ન ખાવું, તડકે બેસી ન જમવું છે; માંદા પાસે ગત તજીને, નરણાં પાણી ન પીવું. ૩૧ સુણજો સજ્જન રે. (૧) વમન – ઊલટી કરીને જમવું નહિ. (૨) ચિંતાથી બળતે મને જમવું નહિ. (૩) નબળે આસને-શિથિલપણે બેસીને જમવું નહિ. (૪) વિદિશાએ-ખૂણા તરફ બેસીને જમવું નહિ. (૫) દક્ષિણ દિશા સન્મુખ બેસીને જમવું નહિ. (૬) અંધારે જમવું નહિ. (૭) પશુએ બોટેલું જમવું નહિ. (૮) અજાણી ચીજ-અજાણ્ય પાત્રે જમવું નહિ. (૯) તુવંતી સ્ત્રીના પાત્રમાં જમવું નહિ. (૧૦) પેટમાં અજીર્ણ હોય ત્યારે જમવું નહિ. (૧૧) આકાશમાં-ખુલ્લામાં જમવું નહિ (૧૨) બે જણા ભેળા બેસીને એક ભાણામાં જમવું નહિ. (૧૩) અતિશય ઊનું ખાવું નહિ. (૧૪) અતિશય ખારું ખાવું નહિ. (૧૫) અતિશય ખાટું ખાવું નહિ. (૧૬) ઘણું શાક ખાવું નહિ. (૧૭) જમતાં જમતાં મૌન ધારણ કરવું – બોલવું નહિ. (૧૮) ઓઠીંગણ દઈને-અઢેલીને જમવું નહિ. (૧૯) સ્નાન કરીને – સ્વચ્છ થઈને જમવું. (ર૦) અનાજને વખાણીને ખાવું નહિ. (૨૧) અનાજને વખોડીને ખાવું નહિ. (૨૨) તડકે બેસીને જમવું નહિ. (૨૩) માંદા માણસ પાસે બેસીને જમવું નહિ. (૨૪) રાત્રે જમવું નહિ. (૨૫) નરણે કોઠે પાણી પીવું નહિ. [૩૪]. વમન કરીને જમવું નહિ – વમન-ઊલટી થાય ત્યારે આંતરડાં ઊંચાં આવે છે. એટલે જ્યાં સુધી આંતરડાંને કળ ન વળે ત્યાં સુધી જમવું નહિ. વમન થયા પછી ખાવાથી આંતરડાં નબળાં પડી જાય છે ને તેથી અનેક રોગો થવાની સંભાવના છે. કોઈ માખી વગેરે ખાવામાં આવી જાય અને ઊલટી થાય છે. અને બીજું આંતરડાંમાં આહાર સંઘરવાની શક્તિ ન રહે ત્યારે થાય છે. તેમાં પહેલા પ્રકાર કરતાં બીજા પ્રકારની ઊલટીમાં જમવાનું વિશેષ સમય માટે છોડી દેવું હિતકર છે. ખાઉધરા અને દક્ષિણાના લાલચુ ભૂદેવો – બ્રાહ્મણો માટે બેહૂદી મશ્કરીમાં કહેવાતું કે એક ઠેકાણે પેટ ઊછળી પડે એટલું ખાધા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142