________________
હિતશિક્ષા
રાજાનો ખૂબ જ સત્કાર કર્યો ને આ રંકને ઘરે આપનાં પગલાં ક્યાંથી? કહીને રાજાની ભક્તિની તૈયારી કરી. ચતુર મંત્રી મનમાં તો સમજી ગયો, પણ તેણે કળાવા દીધું નહિ. રાજાને સ્નાન કરાવી, સ્વચ્છ વસ્ત્રો પહેરાવી. ભોજન કરવા માટે બેસાર્યો. પોતે બાજુમાં બેઠો. એક તરફ સુંદર ધૂપ કર્યો, બીજી બાજુ નાનો શો ઘીનો દીપ કર્યો. ઉપ૨ એક જણ પંખો નાખે એવી વ્યવસ્થા કરી. બાજોઠ ઉ૫૨ રાજાને બેસાર્યા. સામે બીજા બાજોઠ ઉપર થાળ મૂક્યો – આજુબાજુ સુંદર કળામય વાટકાઓ મૂક્યા. એક મોટા વાટકામાં પાણી મૂક્યું. એક સ્વચ્છ કપડું હાથ લૂછવા માટે રાખ્યું. અંદરથી રસોઈ ક્રમસર મંગાવીને પી૨સી. રાજા એક વસ્તુ ખાય એટલે મંત્રી કહે કે હવે આ પાણીમાં હાથ ધોઈ નાંખો, પછી હાથ લુછાવીને બીજા વાટકામાં બીજી વસ્તુ મુકાવે ને ખાવાનું કહે. આમ જુદી જુદી વસ્તુ ખવરાવતાં પહેલાં દરેક વખત હાથ સાફ કરાવે. તેથી રસોઈના ખરા સ્વાદની ખબર પડે. રાજા રસોઈ ખાતાં ધરાતો નથી. રાજાને ભૂખ હતી તે કરતાં પણ વધારે ખવાઈ ગયું. છેવટે રાજા હાથ ને મુખ સાફ કરીને ઊઠ્યો. સુંદર ગાદી ઉપર બેસારીને રાજાને મંત્રીએ અનેક પ્રકારનો મુખવાસ ખવરાવ્યો, આરામ કરાવ્યો ને પછી વિદાય આપી.
૯૨
વિદાય લેતી વખતે રાજાએ મંત્રીને કહ્યું કે હું અહીં જાણી જોઈને આવ્યો હતો, કારણ કે તે દિવસે તમે કહ્યું હતું કે આજ ખાવાની મજા મારી ગઈ' એટલે મને થયું કે મંત્રી પોતાને ઘરે એવું શું ખાતા હશે કે તે આમ કહે છે. પણ આજના ભોજન પછી ખબર પડી કે ખરેખર જે આ પ્રમાણે આવું ભોજન કરતો હોય તેને બીજે સ્થળે એમ જ લાગે કે ભોજનની મજા મારી જાય છે.’
—
એ સાંભળીને મંત્રીએ વળતો ઉત્તર આપતાં કહ્યું કે બેઅદબી માફ કરજો, પણ આજે આપને જે ભોજન કરાવવામાં આવ્યું છે – તે સર્વ જુદી જુદી વાનગીઓ કેવળ જુવારમાંથી જ બનાવવામાં આવી છે.’
આ સાંભળીને રાજા હેરત પામી ગયો અને મંત્રીના તથા તેના ઘરનાં (સ્ત્રીનાં) વખાણ કરતો કરતો પોતાને આવાસે ગયો.
જે સ્ત્રીમાં આવી પાકકળા છે તે ગરીબીમાં પણ હંમેશાં મિષ્ટાન્ન ખાય છે ને ખવરાવે છે; જેમાં એ કળા નથી તેઓ સારું ને મોંઘું પણ ધૂળ જેવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org