________________
છત્રીશીઃ ૨૪
૯૧
નીકળે છે, એકબીજાની કૂથલી માંડે છે, અને જેમ તેમ કરીને સમયને પૂરો કરે છે – બરબાદ કરે છે.
હુન્નર જાણતી સ્ત્રીનું ઘર પણ એટલું કળામય હોય છે કે તે ગરીબ હોય છતાં મહા શ્રીમંતાઈ જેવું વાતાવરણ જન્માવી શકે છે. હુન્નર જાણતી શ્રી નકામી વસ્તુને કામમાં લે છે ને બીજી બાજુ હુન્નર વગરની સ્ત્રી કિંમતી ચીજને પણ વેડફી નાખે છે.
ન ગૃહ ગૃહમિન્યુક્ત, ગૃહિણી ગૃહમુચ્યતે” ઘર એ ઘર નથી પણ ગૃહિણી સ્ત્રી એ ઘર છે, એ કથન પ્રમાણે ઘરનો સર્વ આધાર સ્ત્રી ઉપર અવલંબે છે, ઘરને સુઘડ રાખવું એ કાર્ય સ્ત્રીનું છે. ઘરને ઉપયોગી કેટલીક કળાઓ વ્યવસ્થિત રીતે શીખી લેવી એ સ્ત્રીને માટે અતિ આવશ્યક છે. જીવનની શરૂઆતની ક્રિયાથી આરંભીને છેવટે માંદાની માવજત સુધીની સર્વ ક્રિયાઓ એક નહિ તો બીજી રીતે સ્ત્રીને કરવી પડે છે, તો શા માટે તે તે કળાઓ સારી રીતે જાણી લઈને કળામય રીતે ન કરવી?
સ્ત્રીને ઉપયોગી અનેક કળાઓમાંથી એક કળા કળાની રીતે કેટલીક દિીપી ઊઠે તેની એક વાત આ પ્રમાણે છે –
એક રાજા હતો, તેને એક મંત્રી હતો, મંત્રી ઘણો સુખી હતો. મંત્રી બીજા બધા પ્રસંગોમાં પોતાના મોભા પ્રમાણે ગમે ત્યાં જતોઆવતો પણ કોઈ પણ મંત્રીને જમવા માટે આમંત્રણ આપે તો તે ચોખ્ખી ના પાડી દેતો. મંત્રી ક્યાંય પણ જમવા માટે નથી જતો એ વાત રાજા જાણતો હતો છતાં એક વખત રાજાએ મંત્રીને પોતાને ત્યાં જમવા આવવાનું નિમંત્રણ આપ્યું. મંત્રી એ નિમંત્રણને ઠેલી શક્યો નહિ. અનેક પ્રકારનાં ભોજન – બત્રીશ પકવાન અને તેત્રીશ શાક એ દરેક પ્રકારની વ્યવસ્થા સાથે રાજાએ ભોજન કરાવ્યું. ઘણાં માણસો જમવા માટે આવ્યાં હતાં. આવેલાં બધાંની દાઢમાં રહી જાય એવું ભોજન હતું. બધાં બે મોઢે ભોજનનાં વખાણ કરતાં હતાં, ત્યારે મંત્રીએ ભોજન કર્યા પછી એટલું જ કહ્યું કે – આજ ખાવાની મજા મારી ગઈ. કહ્યું તો બીજાને પણ રાજાએ એ સાંભળ્યું. રાજાને મનમાં થયું કે આ મંત્રી ઘરે શું ખાતો હશે કે જેથી તે કહે છે કે આજે ખાવાની મજા મારી ગઈ. હશે, કોઈ વખત વાત! એમ વિચારી રાજાએ સહુને વિદાય કર્યો. એક વખત રાજા જાણી જોઈને બરાબર ભોજન કરવાના સમયે મંત્રીને ઘેર જઈ ચડ્યો. મંત્રીએ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org