________________
હિતશિક્ષા દીવાના થયા હોય તેમ ગભરાઈ ગયા. પોતાને છુપાવવા માટે તેણે પણ વિનંતિ કરી. દીવાનને સ્ત્રીનાં જૂનાં કપડાં પહેરાવીને રસોડામાં ચૂલા આગળ મોકલી આપ્યા અને પોતે રાજાનું સ્વાગત કર્યું. રાજાસાહેબ સાથે વાતચીતમાં પહોર વિતાવી દીધો અને સવાર પડી. પ્રથમથી ગોઠવણ કરી રાખી હતી તે પ્રમાણે મહારાણી દાસદાસી પરિવાર સાથે પધાર્યા, એટલે રાજા ગભરાયા અને પોતાને છુપાવવા માટે કહેવા લાગ્યા. તેમને પણ સ્ત્રીનાં કપડાં પહેરાવીને એક ઘંટી હતી ત્યાં દળવા માટે બેસાડી દીધા. મહારાણીસાહેબનું સ્વાગત કરીને તેમને અંદર ઓરડામાં બોલાવ્યાં અને ધર્મકર્મની વિવિધ વાતો કરવા માંડી. એટલામાં ફોજદારસાહેબ ક્યારના પાણિયારામાં લાંબા સૂતા હતા તેમને પડખું પણ ફેરવવાનું મળ્યું ન હતું તેથી કળ ચડી ગઈ ને તે કારણે તે હલી ગયા. બેડાંઓ ધડાધડ નીચે પડ્યાં. તેના અવાજથી ન્યાયાધીશ ચમકી ગયા ને દીવો નીચે પડ્યો. મહારાણીને થયું કે આ બધું શું છે? જ્યાં બધી વાત કહીને બન્નેને ખુલ્લા પાડ્યા ત્યારે દીવાન અને રાજાના મનમાં કાંઈનું કાંઈ થવા લાગ્યું. ફોજદાર અને ન્યાયાધીશ – બન્ને એમ ને એમ ઊભી પૂંછડીએ નાઠા. દીવાન અને રાજા પણ હવે થાકી ગયા હતા. તે બંનેને પણ ખુલ્લા કરીને વિદાય કર્યા. પછી મહારાણીને બધી વિગતવાર વાત કરી પોતાના પતિને બીજા બધા સામાન સાથે પહેલેથી પોતાને ગામ મોકલી આપ્યા હતા. અહીં તો હવે પેલા મોટા ચાર પટારા જ બાકી રાખ્યા હતા.
રાજા વગેરે ખૂબ જ ધૂંઆપૂંઆ થઈ ગયા અને સિપાઈઓને મોકલીને સતીનું સર્વસ્વ લૂંટી લેવા હુકમ કર્યો. સિપાઈઓ આવ્યા. ઘરમાં બીજું કાંઈ ન હતું એટલે પેલા ચાર પટારાઓ ઉપડાવીને રાજસભામાં લાવ્યા. જ્યાં પટારાઓ ખોલ્યા ત્યાં તો પેલા ચારે જણા ભૂત જેવા નીકળ્યા, તેઓએ પોતાની ઓળખ આપી અને પોતા પર જે વીતી હતી તે સર્વ કહ્યું. સતી પણ ત્યાં હાજર જ હતી. તેણે બધાને શીલ અને સદાચારનો મહિમા સચોટપણે સમજાવ્યો. મહારાણીએ પણ ખૂબ કહ્યું. બધા સુધરી ગયા. સતીનો સારો સત્કાર કરીને રાજાએ તેને વિદાય આપી. આ કથા જુદી જુદી રીતે ઘણી પ્રચલિત છે. શીલનું રક્ષણ કરવા માટે સ્ત્રીને કેટલી સાવચેતી રાખવી પડે છે – રાખવી જોઈએ એ આ વાતમાં સ્પષ્ટ સમજાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org