________________
હિતશિક્ષા
જાય. લોકો તો એમ જ કહે કે સામે પૂરે તરવું નહિ.
[૬૨] તેલ-તમાકુનો ત્યાગ કરવો – તમાકુની ટેવ અનેક પ્રકારની છે. તેમાંની કેટલીક ટેવો અસભ્યતામાં વધારો કરે એવી છે.
તમાકુની જુદી જુદી ટેવોના મુખ્ય ત્રણ પ્રકાર છે. ૧. તમાકુ ખાવાની ટેવ, ૨. તમાકુ પીવાની ટેવ, અને ૩. તમાકુ સૂંઘવાની ટેવ.
આ ટેવો દૂર કરાવવા માટે હિત-ઉપદેશ કરનારાઓએ ખૂબ કહ્યું છે - અને ખૂબ લખ્યું છે.
ખાય તેનો ખૂણો ને પીવે તેનું ઘર !
સુંઘે તેનાં કપડાં, એ ત્રણે બરાબર” || ૧ || સંસ્કૃત કવિઓએ પણ તમાકુ માટે સારા પ્રમાણમાં શ્લોકો રચીને ઉપદેશ આપ્યો છે.
દરિદ્ર માણસ તમાકુ છોડી શકતો નથી અને બીજો બિલાડો તમ્ આખુ (ઉંદરને) છોડી શકતો નથી. એવો શ્લોક રચીને કવિ કહે છે કે –
નિવારિતોષિ માર્જર-સ્તમાનુ નૈવ મુન્ચતિ
ની ધરિત્રશીલાપિ, તમાખું નૈવ મુન્ગતિ' ll એક કવિ કે જે ગણેશનો ઉપાસક હતો, તેને ગણપતિજીનું વાહન આખુ (ઉંદર) યાદ આવ્યો ને તે ઉપરથી તમાખુના વ્યસનવાળા રાજાને ઉપદેશ આપવાનું મન થઈ ગયું. તેણે રાજાને કહ્યું કે હે રાજન! લક્ષ્મી અને જ્ઞાન આપનારા તમ-આખપત્ર તે ઉંદરના વાહનવાળા ગણેશનું સેવન કર, પણ અજ્ઞાન દેનારા તમાખપત્રનું સેવન ન કર. તે શ્લોક આ પ્રમાણે છે –
“તમાખપત્ર રાજેન્દ્રા ભજ મા-જ્ઞાનદાયકમ્ |
તમાખપત્ર રાજેન્દ્રા ભજ માઠશાનદાયક” | ૧ || તમાકુથી સીધું અને પરંપરાએ પારાવાર નુકસાન થાય છે-એ સમજાવતાં ઘણાં પુસ્તકો લખાયાં છે – કે જે વાંચીને તમાકુ પ્રત્યે ચીડ જાગે ને જો તમાકુ વળગી હોય તો છોડી દેવાનું મન થાય અને ન વળગી હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org