________________
હિતશિક્ષા
પણ કોણ જાણે શાથી તેમણે એકલી તમાકુને ન છંછેડી ને સાથે તેલને લીધું? તેલ ખાવાથી ઉધરસ થાય છે એમ કહેવાય છે, પણ વધુ પડતું ઉપયોગમાં લેવાથી.
તેલનો ત્યાગ કરવો, પણ તે ખાવામાં, ચોળવામાં નહિ એમ વૈદ્યક કહે છે – “વૃતાત્ શતગુણ તૈલ, મર્દને ન તુ ભક્ષણે ' એ પ્રમાણે ભક્ષણમાં એટલે ખાવામાં તેલનો નિષેધ જણાવવામાં આવે છે. તેલનો વધારે પડતો ચોળવામાં ઉપયોગ પણ નુકસાનકારક છે. આમ તેલ અને તમાકુનો ત્યાગ કરવાનું કવિ કહે છે. પણ તેલનો ત્યાગ કરવાનું પ્રસ્તુતમાં બીજી શિક્ષાઓ જેટલું પ્રસ્તુત જણાતું નથી. એટલે શિક્ષાત્કારનો આશય એવો હોવાનો સંભવ છે કે – તેલ-તમાકુનો ત્યાગ કરવો અર્થાત્ તેલવાળી તમાકુનો ત્યાગ કરવો. તમાક કરતાં તેલ-તમાકુ પુષ્કળ ગેરલાભ કરનાર છે. સુંઘવામાં આવતી તેલઅત્તરવાળી તમાકુ કોઈકોઈ વખત નાકના ભયંકર રોગો ઉત્પન્ન કરે છે અને ઓપરેશન-કાપકૂપ કરાવવી પડે છે. હોકા વગેરેમાં તેલ-તમાકુનો ઉપયોગ થાય છે એમ સાંભળ્યું છે. તેથી પોતાને તથા બીજા નાના જીવોને પણ મોટી હાનિ પહોંચે છે. ગડાકુમાં ઉપયોગમાં લેવાતી તમાકુ તેલયુક્ત બનાવટવાળી હોય છે. ગાંજા વગેરેની બનાવટ પણ આ તેલ-તમાકુ શબ્દથી સૂચિત થાય છે. એટલે તેલનો ત્યાગ કરવો, તમાકુને ત્યજવી અને તેલ-તમાકુને જરૂર છોડવી. આમ એકમાં ત્રણ શિખામણો સમાઈ છે.
[૬૩] અણગળ પાણી પીવું નહિ – આ હિતશિક્ષાને વાંચીને જીવનમાં ઉતારનાર અનેક પાપોથી બચી જાય છે. એટલું જ નહિ પણ અનેક આપત્તિઓથી પણ બચી જાય છે. અણગળ પાણીમાં નાનાં નાનાં જંતુઓ એટલાં હોય છે કે તેની ગણતરી પણ ન થઈ શકે. શરીરને અને આત્માને એ જંતુઓ હાનિ પહોંચાડે છે – રોગિષ્ટ કરે છે. જલોદર, ગાગર જેવાં પેટ, વાળાના વ્યાધિઓ વગેરે અણગળ પાણી પીવાની ભેટો છે આ ભવમાં: પરભવમાં તો તે આત્માને દુર્ગતિનાં અસહ્ય દુઃખો મળે છે.
પરમહંત મહારાજા કુમારપાળના શાસનમાં પશુઓને પણ અણગળ. પાણી પિવરાવવામાં આવતું નહિ. અણગળ પાણી ન પીવું એટલે તે ગાળીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org