________________
છત્રીશી: ૧૬-૧-૧૮
અને અધિકાર પામ્યા હોવા છતાં સવારમાં માતપિતાને નમસ્કાર કરી તેઓની શુશ્રુષા-સેવા કરી, તેમના આશીર્વાદ મેળવીને પછી જ બીજાં કાર્યોમાં જોડાતા. સામે એવી વાતો પણ સંભળાય છે કે બાપને નોકર તરીકે ઓળખાવતાં પણ પુત્ર શરમાતો નથી. પૂર્વ-પશ્ચિમ જેવી સામ-સામી બાજુઓમાંથી કઈ બાજુ પસંદ કરવા જેવી છે તે તો વ્યક્તિએ પોતે વિચારી લેવું જોઈએ.
“પ્રણાતિ યઃ સુચરિતૈઃ પિતર સ પુત્ર જે પોતાનાં સારાં આચરણો વડે માત-પિતાને પ્રસન્ન કરે તે પુત્ર છે. બીજાં સારાં આચરણો ત્યારે જ આચરી શકાય કે પ્રથમ પ્રણામ કરવારૂપ સારું આચરણ આવ્યું હોય. શ્રવણ જેવા માત-પિતાના ભક્ત-પુત્રો આર્યાવર્તમાં હતા. આજ એવા પુત્રોનો દુષ્કાળ પડ્યો છે, તેનો સુકાલ થવાની જરૂર છે.
દેવ ગુરને વિધિ સહિત વંદન કરવું – જીવનમાં ઉન્નત્ત માર્ગનું દર્શન કરાવનાર દેવ છે. સહુ કોઈને પોતપોતાની પરિસ્થિતિને અનુસાર ઇષ્ટદેવ હોય જ છે. પોતે જે ઈષ્ટદેવ માન્યા હોય તેનું સ્મરણ પ્રાતઃ સમયે ઊઠીને કરવું તેથી પુણ્ય વધે છે ને પાપ ઘટે છે. દેવપૂજન કરનાર દુઃખી થતો નથી. વિધિપૂર્વક વિશિષ્ટ રીતે દેવપૂજન કરવાથી ચિત્ત નિર્મળ અને પ્રસન્ન બને છે.
સવારમાં જ્યારે ઊંઘ ઊડી જાય છે અને જાગૃતિ આવે છે ત્યારે શાંત પડેલું મન કામે લાગી જાય છે. મન કોઈ નહિને કોઈને સંભારે છે. મન જેને સંભારે તે કાં તો સારો હોય અથવા ખરાબ હોય, બેમાંથી એક તો જરૂર હોય જ. એ સ્થિતિમાં ઈષ્ટદેવનું સ્મરણ-ચિંતન-નમન કરવાથી પોતાને પ્રિય છે તેનું સ્મરણ થાય છે. પોતે પોતાના ઈષ્ટદેવને સારા જ માનતો હોય છે. એટલે તેનું સ્મરણ કરવાથી મનમાં ખિન્નતા તો આવતી જ નથી, નહિ તો બીજા કોઈ એવા હલકાનું સ્મરણ થઈ જાય તો આખો દિવસ બગડી જાય
ઈષ્ટદેવનું સ્મરણ કરવાથી તેમના વિશિષ્ટ ગુણો યાદ આવે છે. એ મહાનું ગુણો મેળવવાનું મન થાય છે અને તેને અનુરૂપ પ્રવૃત્તિ પણ સારી કરવાનું લક્ષ્ય રહે છે.
માટે પ્રભાતમાં સર્વપ્રથમ ઇષ્ટદેવનું સ્મરણ કરવું. ગુરુને વંદન કરવું. એ પણ પ્રભાતકાળમાં ઈષ્ટદેવના પૂજન જેટલું જ ફળદાયી છે. ઈષ્ટદેવ અને શુદ્ધ ધર્મની ઓળખાણ કરાવનારા ગુરુ છે. ગુરુ અજ્ઞાન દૂર કરે છે. સાચા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org