________________
છત્રીશી: ૧૬-૧૨૧૮
૫૯
તેલ તમાકુ દૂરે તજીએ, અણગળ જળ નવિ પીરેજી; કુલવતી સતીને શિખામણ, હવે નરભેળી દીજે ૧૮
સુણજો સજજન રે. . (૧) માતાને પાય પડીને અને પિતાને પ્રણામ કરીને પછી બીજાં કાર્ય કરવાં.
(ર) સંસારનાં કામોમાં જોડાતાં પહેલાં દેવગુરુને વિધિપૂર્વક વંદન કરવું. (૩) બે હાથે માથું ખણવું નહિ. (૪) કાન ખોતરવા નહિ. (૫) કેડે હાથ દઈને ઊભું રહેવું નહિ. (૬) સામે પૂરે તરવું નહિ. (૭) તેલ - તમાકુનો ત્યાગ કરવો. (૮) અણગળ પાણી પીવું નહિ.
[૫૬]
માતા-પિતાને પ્રણામ કરવા - જો તમે સારા ગણાવા ઇચ્છતા હો, તમે કૃતજ્ઞ હો તો સવારમાં ઊઠીને બીજાં કોઈ પણ કામ કરતાં પહેલાં માતા અને પિતાને પ્રણામ કરો, પાયે લાગો. માનવજીવનના ઘડતરમાં માતાનો ફાળો કાંઈ નાનોસૂનો નથી. જીવનની એકડે એકથી શરૂઆત માતાથી થાય છે. કદાચ કોઈ માતા બાળકને જન્મ દઈને અવસાન પામી જાય એમ બને પણ ગર્ભમાં નવ માસ સુધી તો પોષણ આપ્યા વગર ચાલતું જ નથી. ગર્ભમાં પણ બાળકને સારા-નરસા સંસ્કારો પડે છે ને પોષાય છે. જો માતા પોતાના જીવનના સારા સંસ્કારો સાચવે નહિ તો ગર્ભમાં રહેલ બાળક પણ તેવો સંસ્કારવિહીન બને છે. આરોગ્યશાસ્ત્ર તો ગર્ભવતીનાં ખાન-પાન, હલન-ચલન વગેરે ઉપર ખૂબ ભાર મૂક્યો છે. જો ગર્ભવતી ઉચિત નિયમો ન જાળવે તો તેની અસર ગર્ભમાં રહેલ બાળક ઉપર પડે છે અને તે અસર જીવનભર કાયમ રહે છે.
જન્મ પછી બાળક પગભર ન થાય ત્યાં સુધી તે મોટે ભાગે માતાના સહવાસમાં રહે છે. માતાના સંસ્કારોની અસર બાળક ઉપર ગંભીર પહોંચે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org