________________
છત્રીશી: ૧૪-૧૫
અને ભાગ્યના ઓછા થવા સાથે કાર્ય-કારણ ભાવ શો? એ જો શ્રદ્ધાવિહોણી બુદ્ધિની કસોટીએ ચડાવવામાં આવે તો મેળ ખાય એવું નથી. બાકી કાર્યકારણ ભાવ પણ જરૂર છે. એ વહેમ છે એમ નથી, એવાં આચરણો જેનાં ચાલુ હોય છે, છતાં તેઓને લક્ષ્મીએ નથી છોડ્યા એવા કોઈકને આગળ ધરીને કુતર્કને વિતર્ક તરફ મતિને ખેંચવી વાજબી નથી. એવા આચરણવાળાને લક્ષ્મી નથી ચાહતી એ વિવાદ વગરની વાત છે. એવા કોઈકની પાસે લક્ષ્મી હોવા છતાં પણ જો તેને ન ચાહતી હોય તો લક્ષ્મીએ તેને છોડી જ દીધો છે. ફક્ત કોઈ કારણસર એ ત્યાંથી ખસવામાં વિલંબ કરતી હોય છે.
એ આચરણો કયાં કયાં છે તે ૧૪ ને ૧૫મી કડીમાં જોઈએ.
૧૪-૧૫
૧૫
ધનવંતોને વેશ મલિનતા, પગ પગ ઘસી ધોવેજી; નાપિત ઘર જઈ શિર મૂંડાવે, પાણીમાં મુખ જોવે. ૧૪
સુણજો સજ્જન રે, નાવણ દાતણ સુંદર ન કરે, બેઠો તરણાં તોડજી; ભંએ ચિત્રામણ નાગો સૂએ, તેને લક્ષ્મી છોડે.
સુણજો સજ્જન રે, (૧) છતી સંપત્તિએ મલિન વેશ ધારણ કરવો નહીં. (૨) પગથી પગ ઘસીને ધોવા નહીં. (૩) હજામને ઘરે જઈને માથું મૂંડાવવું નહીં. (૪) પાણીમાં મોઢું જોવું નહીં. (૫) સ્નાન અને દાતણ સુંદર – સારી રીતે કરવાં. (૬) બેઠાં બેઠાં ઘાસનાં તણખલાં તોડવાં નહીં (૭) ભૂમિ ઉપર જે તે ચીતર્યા કરવું નહીં. (૮) નાગા સૂવું નહીં.
છતી સંપત્તિએ મલિન વેશ ધારણ કરવો નહીં - ઉદ્યોગિન પુરુષસિંહમુપૈતિ લક્ષ્મી – ઉદ્યમવાળા પરાક્રમી પુરુષને લક્ષ્મી મળે છે. મલિન વેશ ધારણ કરનારમાં પ્રમાદ ઘર કરી ગયો હોય છે, તેની બુદ્ધિ પણ મેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org