________________
હિતશિક્ષા
૧. રાજાનો વિશ્વાસ કરવો નહિ. ૨. સ્ત્રીનો વિશ્વાસ કરવો નહિ. ૩. ઘરના સોનીનો વિશ્વાસ કરવો નહિ.
૪. માતા-પિતા અને ગુરુ સિવાય બીજા કોઈને ગુહ્ય (ગુપ્ત વાત) કરવી નહિ. એ પ્રમાણે ચાર શિખામણો આ કડીમાં છે.
| [૨૨]. _રાજાનો વિશ્વાસ કરવો નહિ – કાંઈક આવડતને લઈને, કાંઈક ભાગ્યયોગે કોઈક રાજાનો મૈત્રી-સંબંધ બંધાયો હોય. માણસ વિશ્વાસે રહે કે મારે તો રાજા જેવો રાજા મિત્ર છે. મારે શું વાંધો છે ? મારે કોની પડી છે? પણ તે ખાંડ ખાય છે. એવા વિશ્વાસે રહેનાર મરે છે. રાજા કોઈનો મિત્ર . થયો નથી અને થશે નહિ. “રાજા મિત્ર કેન દષ્ટ વ્યુત વા.” “રાજા મિત્ર નહિ ને ગુદા પવિત્ર નહિ એ લોકોક્તિઓ પણ ઉપરની હકીકતને પુષ્ટ કરે છે. માટે રાજાનો વિશ્વાસ કરવો નહિ.
રિ૩] સ્ત્રીનો વિશ્વાસ કરવો નહિ – સ્ત્રી ઉપર વિશ્વાસ રાખીને તેને કાંઈ પણ ખાનગી વાત જણાવવામાં આવે તો તેનું પરિણામ સારું આવતું નથી. સ્ત્રીના પેટમાં વાત ટકતી નથી. સ્ત્રી પેટમાં બાળકને નવ માસ સાચવી શકે છે પણ નાનીશી વાતને નવ કલાક પણ રાખી શકતી નથી. ગુપ્ત રાખવા જેવી વાત પણ સ્નેહવિવશ બની સ્ત્રીને કહી દેવાથી અણકથ્થાં દુઃખો સહન કર્યાના સેંકડો બનાવો બન્યા છે ને બને છે. આ તો વાત અંગે થયું. બીજી રીતે પણ નારીને વિશ્વાસે રહેવું નહિ. તુચ્છ સ્વાર્થની ખાતર વિશ્વાસઘાત કરવામાં કોઈ મોખરે રહી શકે તેમ હોય તો તે સ્ત્રી છે. આ સ્ત્રીનો જાતિસ્વભાવ છે. જાતિસ્વભાવ જણાવવામાં તે જાતિની નિંદા છે એમ ન માનવું જોઈએ. એ જાતિસ્વભાવ વ્યવસ્થિત જાણવાથી ઉભય પક્ષને એકંદર લાભ છે.
સ્ત્રી વાત પચાવી શકતી નથી. એ સંબંધમાં એક પૌરાણિક વાત પણ પુષ્ટિ આપે છે.
જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે મરણ પાછળની ક્રિયાઓ કરવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org