________________
- ૩૦
હિતશિક્ષા વૈદ્યક શાસ્ત્રના પંડિતે કહ્યું કે પહેલાંનું પચી જાય-જીર્ણ થઈ જાય-રુચિ જાગે ત્યારે ભોજન કરવું.” ધર્મશાસ્ત્રના પંડિતે કહ્યું કે પ્રાણીઓ ઉપર દયા રાખવી. નીતિશાસ્ત્રના પંડિતે કહ્યું કે “કોઈનો પણ વિશ્વાસ કરવો નહિ.” કામશાસ્ત્રના પંડિતે કહ્યું કે “સ્ત્રીઓમાં કોમળતા રાખવી.” રાજાએ પંડિતોને સારું ઈનામ આપ્યું
આ વાતમાં પણ અરુચિ હોય ત્યારે ભોજન ન કરવું એ વૈદ્યકશાસ્ત્રના સાર તરીકે જણાવેલ છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે – “રુચે એ પચે.
[૩૪]. ધન અને વિદ્યાનો મદ કરવો નહિ – જે વસ્તુનો મદ કરવામાં આવે છે, જેનું અભિમાન થાય છે, તે વસ્તુ લાંબો સમય પોતાની પાસે ટકતી નથી. શિખર ઉપર ચડ્યા પછી જો સાવધ રહેવામાં નથી આવતું તો મદનો ધક્કો એવો લાગે છે કે ત્યાંથી પતન પામવું પડે છે. તેમાં પણ ધન અને વિદ્યાનો મદ તો એવો છે કે તે પતન કરાવે છે એટલું જ નહિ પણ અનેક અનર્થો જન્માવે છે. ધન આવે છે ત્યારે આગળ છાતીમાં લાત મારે છે ને માણસ એવો અક્કડ બનીને ચાલે છે કે જાણે તેને કોઈની પરવા નથી, પણ તેને ખબર નથી કે એ જશે ત્યારે પાછળ એવી લાત મારશે કે ફરી ઊંચું મોં કરીને જોઈ પણ શકાશે નહિ. વિદ્યાનું અભિમાન કરવું એ તો વિદ્યાને લજવવા જેવું છે. અભિમાનના ત્યાગ માટે તો વિદ્યા છે, તે મેળવ્યા પછી તેનો જ મદ ચડે તો એ વિદ્યા વિદ્યા જ ન કહેવાય. ઔષધથી વ્યાધિ ઘટવાને બદલે જો વધે તે ઔષધ શાનું? શ્રી સ્થૂલભદ્રજી જેવા સમર્થ મુનિએ પણ જ્યારે જ્ઞાનનો ગર્વ કર્યો ત્યારે ગુરુએ તેમને કહી દીધું કે – “હવે આગળ ભણવા માટે તમે યોગ્ય નથી. ધન અને વિદ્યા સિવાય બીજા પણ જાતિ, કુલ, બળ, રૂપ, તપ અને લાભ એ છનો મદ ન કરવો.
નમતાને નમવું – નમતાની સામે અક્કડ રહેવાથી છાપ ખરાબ પડે છે. સંબંધો બગડે છે અને તેથી ગેરલાભ થાય છે. “સામો નમે વેંત તો આપણે નમીએ હાથ એ રીતે રહેનાર જનતાનો અને જેની સાથે કામ પડે છે તે સર્વનો ખાસ પ્રેમ પ્રાપ્ત કરે છે. માટે નમતાની સાથે નમવું એ ઘણું વ્યવહારુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org