________________
છત્રીશી: ૧૨-૧૩ પણ ફેરફાર કર્યા વગર તેને આ પ્રમાણે સમજે છે ને સમજાવે છે કે ત્રણદેવું છેદીને ઘી પીવું. દવા – હિંસા અર્થવાળો પણ “ક” ધાતુ સ્વાદિ છે, તેનો અહીં ઉપયોગ છે એમ તેઓ કહે છે. પ્રામાણિકતા ગુમાવીને સુખી ગણાવા કરતાં સ્વાભાવિક સ્થિતિમાં રહીને પ્રામાણિકતા જાળવી રાખવી એ સોજા લાવીને જાડા ગણાવા કરતાં સ્વાભાવિક શરીરની સ્થિતિ જાળવી રાખવા બરાબર છે. શતાર્થિક શ્રી સોમપ્રભાચાર્યે એક સુંદર સૂક્તમાં એ ભાવ આ પ્રમાણે ઉપદેશ્યો છે –
વર વિભવવધ્યતા, સુજનભાવભાજી નૃણામસાધુચરિતાર્તિતા, ન પુનર્જિતાઃ સમ્મદઃ | કૃશત્વમપિ શોભતે, સહજમાયતી સુન્દર, વિપાકવિરસા ન તુ વયથસંભવા પૂરતા I ૧ |
સિજૂઅકર-સૂક્તમુક્તાવલિ) થોડું પણ દેવું જ્યારે વધી જાય છે ત્યારે તેની કલ્પના કરતાં પણ માણસ ધૂજી જાય તેટલું તેનું પ્રમાણ હોય છે. દેવું, ગૂમડું, કષાય, અને અગ્નિ એ ચાર નાનાં-અલ્પ હોય તો પણ તેનાથી ચેતવા જેવું છે. તેમાં બેદરકાર રહેતાં તે ક્યારે વધી જશે અને કેવું પરિણામ લાવશે એ કહી શકાય નહીં. શ્રી આવશ્યકનિક્તિમાં કહ્યું છે કે –
આણથોર્ન વણથર્વ કસાયથોર્વ ચ અગ્નિથી ચ |
ન હુ બે વીસસિયનું, થોd પિ સે બહુ હોઈ I ૧ ll દેવું સગા બાપનું પણ ન રાખવું – એ વ્યવહારવાક્ય દેવું કેટલું ખરાબ છે તે સમજાવે છે. એક દુહામાં ઉપરના ભાવની સાથે બીજી બે વાતો સમજાવતાં કવિએ કહ્યું છે કે –
ચલનો ભલો ન કોસકો, દુહિતા ભલી ન એક |
દેણો ભલો ન બાપ કો, જો પ્રભુ રાખે ટેક / ૧ / મહાભારતમાં એક પ્રસંગે - જેને માથે દેવું નથી, જેને પરિભ્રમણ કરવું પડતું નથી એવો ભલે નમતા પહોરે ઘરમાં શાક બાફીને ખાય તો પણ તે સુખી છે – ખુશી છે – એ પ્રમાણે જે કથન આવે છે તેમાં પણ દેવું એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org