________________
છત્રીશી: ૧૦
૩૫
બે માણસો લડતા હોય ત્યાં પણ ઊભા રહેવું નહિ. વિજાતીય યુદ્ધ કરતાં સજાતીય યુદ્ધ વધારે ભયંકર છે. વિજાતીય યુદ્ધમાં જોડાવાનું મન કોઈને થતું નથી પણ સજાતીય યુદ્ધમાં ઘણી વખત જોનાર સામેલ થઈ જાય છે. કદાચ સામેલ ન થાય તો લડનારને ઉશ્કેરે છે. એથી નકામી એકબીજામાં વૈરવૃત્તિ જાગે છે, જેનાં પરિણામ વખત જતાં બૂરાં આવે છે. એવે સ્થળે ન ઊભા રહેનારને આવા કોઈ પરિણામના ભોગ થવું પડતું નથી.
આ શિખામણને સમાવતી એક નાની સુંદર વાત ધ્યાનમાં રાખવા જેવી છે.
એક શહેરમાં એક શ્રીમંત શેઠ રહેતા હતા, તેમને એકનો એક છોકરો હતો. શ્રીમંત શેઠનો છોકરો ને તેમાં પણ એકનો એક, એટલે ખૂબ લાડમાં ઊછર્યો. લાડમાં ઊછરવાને લીધે તેનો બૌદ્ધિક વિકાસ કાંઈ પણ થયો નહિ. એટલે બધાં તેને કહેવા લાગ્યાં કે બિલકુલ બુદ્ધિ વગરનો છોકરો છે. એક દિવસ કોઈ સારે પ્રસંગે તેને પાંચ રૂપિયા બક્ષિસ મળ્યા. તે લઈને તે બજારમાં ગયો. ત્યાં એક જગ્યાએ પાટિયું માર્યું હતું કે અહીં બુદ્ધિ મળે છે. પાટિયું વાંચીને છોકરાને થયું કે મને બધાં બુદ્ધિ વગરનો બુદ્ધ કહે છે, માટે હું અહીંથી થોડી બુદ્ધિ ખરીદી લઉં. બુદ્ધિ ખરીદવા માટે તે ઉપર ગયો, ત્યાં એક બુદ્ધિમાન માણસ બધાને કિંમત પ્રમાણે બુદ્ધિ આપો હતો. તેની પાસે જઈને છોકરાએ કહ્યું કે મને પાંચ રૂપિયાની બુદ્ધિ આપો. બુદ્ધિમાને પાંચ રૂપિયા લીધા ને તે છોકરાને તેને અનુરૂપ એક બુદ્ધિ આપી કે તારે કોઈ બે જણા લડતા હોય ત્યાં ઊભા રહેવું નહીં આ બુદ્ધિ તું બરાબર ધ્યાનમાં રાખજે. છોકરો બુદ્ધિ લઈને ઘેર આવ્યો. તેના બાપે તેને પૂછ્યું કે પાંચ રૂપિયાનું શું લઈ આવ્યો? ત્યારે તેણે પોતે ખરીદ કરેલી બુદ્ધિની વાત કહી. બાપે ઠપકો દીધો ને કહ્યું કે “આવી નમાલી વાતમાં પાંચ રૂપિયા વેડફી નાખ્યા – સાવ મૂરખ છે ને? તે છોકરાને સાથે લઈને બાપ બુદ્ધિમાનની દુકાને ગયો ને ત્યાં તેની બુદ્ધિ પાછી લઈને પાંચ રૂપિયા પાછા આપવા કહ્યું. બુદ્ધિમાને રૂપિયા પાંચ પાછા આપ્યા અને લખાવી લીધું કે હવે પછી આ છોકરાથી મારી બુદ્ધિનો ઉપયોગ કરી શકાશે નહિ. બે જણા લડતા હોય ત્યારે તેણે ત્યાં ઊભા રહેવું પડશે.’ મૂર્ખ છોકરાના મનમાં એ વાત ઠસી ગઈ કે જો હવે પછી બે જણા બાધતા હોય ત્યાં નહિ ઊભો રહું તો બુદ્ધિમાનનો ગુનો ગણાશે, એટલે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org