Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 51
________________ ૪૪ હિતશિક્ષા આલસ્ય હિ મનુષ્યાણાં, શરીરસ્યો મહારિપુઃ | નાસ્ત્યઇમસમો બન્ધુ:‚ કૃત્વા યં નાવસીદિત ॥ ૧ ॥ એ વિચાર આળસ દૂર કરવા ઇચ્છનારે વારંવાર મનન કરવા યોગ્ય છે. શરીરમાં આળસ પેઠા પછી ધીરે ધીરે ઘર કરી જાય છે, પછીથી તેને કાઢવી મુશ્કેલ થઈ પડે છે, માટે પહેલેથી તેને પેસવા જ ન દેવી. બુદ્ધિના જડ ગણાતા મનુષ્યો પણ ઉદ્યમ ને મહેનતથી મહાન્ વિદ્વાન્ બન્યાનાં અનેક ઉદાહરણો છે, જ્યારે બુદ્ધિથી બૃહસ્પતિની હારમાં બેસી શકે એવા પણ ઉદ્યમ વગર આળસને પરવશ પડીને કાંઈ પણ ભણ્યા-ગણ્યા વગર રહ્યાનાં અનેક ઉદાહરણો છે. ભણવા-ગણવા સિવાયનાં બીજાં કાર્યોમાં ૨સ રાખવો એ પણ વિદ્યા માટે તો આળસ છે. ભલે થોડું થોડું ભણાય પણ તેમાં રસ કેળવીને સતત યત્ન કરવો એ વિદ્યાને પ્રસન્ન કરવાનો પરમ ઉપાય છે. [૪૩] લખતાં લખતાં વાત કરવી નહીં - જે કાર્ય કરતા હોઈએ તેમાં ચિત્ત પરોવાય તો તે કાર્ય સારું બને છે. જો ચિત્ત બીજે હોય તો કાર્યમાં ભલીવા૨ આવતો નથી. ઊલટું કેટલીક વખત કાર્ય એવું બગડી જાય છે કે કરેલી મહેનત ઉપર પાણી ફરી વળે છે. તેમાં પણ લખવામાં તો બહુ સાવધ રહેવું જરૂરી છે. “બોલ્યું બહાર પડે ને લખ્યું વંચાય” એટલે જેવું લખ્યું હોય તેવું વંચાય – લખતાં લખતાં વાત કરવાથી ધ્યાન-બેધ્યાન થઈ જાય છે. કંઈક લખવાનું હોય તેને બદલે કાંઈક લખી દેવાય છે. કેટલાંક મહત્ત્વનાં લખાણોમાં તો જરી ફેરફાર થઈ જાય તો મહાન્ અનર્થ થઈ જાય. ‘ગોળ’ આપવાનું લખવાનું હોય તેને બદલે, વાતમાં ધ્યાન હોય ને માત્રા લખવી રહી જાય એટલે તેને ગાળ આપજો' એવું લખાય, ત્યારે સામાને કેવું લાગે? આવા પ્રકારના અનેક ગોટાળા લખાણમાં બેધ્યાનથી થઈ જાય છે. Jain Education International એક મહેતાજી પેઢી ઉ૫૨ નોકર હતા. નામું લખવાનું તેમનું કામ હતું. નોકરી પ્રામાણિકપણે કરતા હતા, પણ એક વખત કોઈની સાથે વાત કરતાં કરતાં નામું લખતા હતા. બન્યું એવું કે – જમે-ઉધાર ને બદલે સામા ભાઈ જે વાત કરતા હતા તે બધું ચોપડીમાં ચીતી માર્યું. શેઠે ચોપડો તપાસ્યો For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142