________________
૩૬
હિતશિક્ષા
એવે સ્થળે જાણી જોઈને ઊભો રહેવા લાગ્યો.
એક દિવસ સાંજને સમયે એક પાનવાળાની દુકાને રાજપુત્ર ને મંત્રીપુત્ર બંને પાન લેવા એકસાથે આવ્યા. એક કહે કે મને પહેલું આપ ને બીજો કહે કે મને પહેલું આપ. એમ ને એમ વાત-વાતમાં બંને બાધી પડ્યા. એ જ સમયે શેઠનો છોકરો ત્યાંથી નીકળ્યો. ઊંધી બુદ્ધિને લઈને તે ત્યાં ઊભો રહ્યો ને જોયા કર્યું. વાત વધી ને લોકો ત્યાંથી ખસી ગયા. જોનારમાં એકલો આ છોકરો જ ત્યાં ઊભો હતો. વાત રાજદરબારે પહોંચી. ગુનેગાર કોણ છે, તે નક્કી કરવા માટે સાક્ષી જોઈએ. સાક્ષી તરીકે આ શેઠના છોકરાનું નામ આવ્યું. પહેલેથી છેલ્લે સુધી જોનાર એ હતો. તેને બોલાવવા માટે સિપાઈ ગયો. શેઠ ચિંતામાં પડ્યા કે કોના તરફ સાક્ષી ભરવી. કાંઈ સૂઝ પડી નહિ. બુદ્ધિ લેવા માટે શેઠ પેલા બુદ્ધિમાનની દુકાને ગયા. બુદ્ધિમાને કહ્યું કે હવે આ બુદ્ધિના રૂ. ૫00 પડશે.” શેઠે કબૂલ કર્યું. રૂ. ૫00 આપી દીધા ને બુદ્ધિમાને બુદ્ધિ આપી કે “રાજા જે પૂછે તેનો ઉત્તર કાંઈકનો કાંઈક છોકરાએ આપવો. ગાંડાઘેલા જેવો દેખાવ કરવો એટલે છોકરો છૂટી જશે.” શેઠે એ પ્રમાણે કર્યું ને છોકરો છૂટી ગયો. બે જણ બાધતા હોય ત્યાં ઊભું ન રહેવું એ બુદ્ધિ રૂ. પની જ હતી તે ન માની તો રૂ. ૫૦૦ આપવા પડ્યા. મફત મળતી આ બુદ્ધિનો – આ શિખામણનો ઉપયોગ કરનાર લાખો રૂપિયાનો લાભ મેળવે છે ને હિત સાધે છે.
કાયાની કઠણાઈ બેસે ને ગૃહસ્થાશ્રમ ચૂંથાઈ જાય એવાં કેટલાંએક કાર્યો ન કરવા માટે અગિયારમી કડીમાં કવિ ચાર શિખામણો આપે છે.
| ૧૧ |
કૂવા કાંઠે હાંસી ન કરીએ, કેફ કરી નવિ ભમીએજી; વરો ન કરીએ ઘર વેચીને, જૂગટડે નવિ રમીએ ' ૧૧
સુણજો સજ્જન રે, (૧) કૂવાને કાંઠે હાંસી-મશ્કરી ન કરવી. (૨) કેફ ચડે એવી ચીજનું સેવન કરવું નહિ, ને કરીને ભટકવું નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org