________________
હિતશિક્ષા
થઈ હોય તે કરતાં જુદો પ્રચાર જ્યારે શત્રુપક્ષ કરે છે ત્યારે કોઈ પણ સાક્ષી નહિ હોવાને કારણે સત્ય હકીકત મારી જાય છે. જો શત્રુને અંગે આપણે જૂઠો પ્રચાર આદરીએ તો અસત્યકથનનું પાપ કરવાનો નિરર્થક પ્રસંગ ઊભો થાય છે. એટલે પહેલેથી જ એકાંતમાં શત્રુની સાથે વાત કરવાનો પ્રસંગ પાડવો નહિ.
[૧૯-૨-૨૧]
. '
પરસ્ત્રી સાથે એકાંતમાં વાત કરવી નહિ. માતા અને બહેનની સાથે માર્ગે ચાલતાં વાત કરવી નહિ. માતા અને બહેનની સાથે રાતે વાત કરવી નહિ. આ ત્રણે શિખામણોનો સદાચાર સાથે સીધો સંબંધ છે. સ્ત્રી અને પુરુષ એ બન્નેમાં રહેલાં વિજાતીય તત્ત્વ એકાંત અને વાતચીતનો પ્રસંગ મળતાં આકર્ષણ જન્માવીને પતન કરાવે છે. જગતનો મોટો ભાગ જે પતનથી બો છે તેમાં પ્રધાન કારણ એ છે કે – એકાંત વગેરે પ્રસંગો પ્રાપ્ત થતા નથી. જેને પોતાનું શીલ બચાવવું છે, સદાચારી રહેવું છે અને સુયશ પ્રાપ્ત કરવો છે તેણે આ વાતો – આ શિખામણો હૃદયમાં કોતરી રાખવી જરૂરી છે.
આ શિખામણોને અનુરૂપ કેટલીક પ્રચલિત કથાઓ મનનીય છે, તે ટૂંકમાં આ પ્રમાણે છે –
મહર્ષિ વ્યાસ જનતાને મહાભારત અને પુરાણો સમજાવતા હતા. એકદા તેમના જ શિષ્ય પ્રખર વિદ્વાન તથા ઓજસ્વી જૈમિનિ તેમને મળવા આવ્યા. તે સમયે નીચેના શ્લોકનું વિવરણ વ્યાસજી કરતા હતા
“માત્રા સ્વગ્રા દુહિત્રા વા, ન વિવિક્તાસનો વ્રજે;
બલવાનિન્દ્રિયગ્રામો વિદ્રાંસમપિ કષતિ I 1 I” માતા, બહેન કે પુત્રી સાથે એકાંતમાં જવું નહિ. ઇન્દ્રિયોનો સમૂહ બળવાન છે. તે વિદ્વાનને પણ પાડી દે છે - ખેંચી લે છે. આ શ્લોક અને તેનું વિવરણ સાંભળીને જૈમિનિએ વાંધો ઉઠાવ્યો ને કહ્યું કે – “આ શ્લોક ઘણો જ સરસ છે, પણ તેમાં વિદ્વાનને પણ “વિક્રાંસમપિ” એ યથાર્થ નથી. જે ઇન્દ્રિયોને અધીન બની જાય છે તે વિદ્વાન ન કહેવાય, અને જે વિદ્વાન હોય તે ગમે તેવા સંયોગોમાં પણ ઇન્દ્રિયોને વશ બને નહિ.” જૈમિનિની આ દલીલ તરત ગળે ઊતરી જાય એવી હતી, પણ વ્યાસજી જમાનાના ખાધેલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org