Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 14
________________ ૪૭૪ માધ્યસ્થાષ્ટક-૧૬ જ્ઞાનસાર જેમ ઘટનું સ્વરૂપ ભવન સ્વરૂપથી અભિન્ન છે, માટે ભિન્ન નથી. તેમ આ વિશેષો પણ ભવનથી (સત્તાથી) અનર્થાન્તર છે. જો ઘટ-પટ-મઠ ઈત્યાદિ વિશેષોને ભવનથી (સત્તાથી) અર્થાન્તર માનો તો તે વિકલ્પો (વિશેષો) આકાશ-પુષ્પાદિની જેમ સર્વથા અસત્ જ થઈ જાય, કારણ કે સત્તાથી ભિન્ન માન્યા માટે સત્ નથી. અને જો સત્તાથી ભિન્ન હોવા છતાં પણ તે વિકલ્પોને સત્ માનીએ તો પછી અસ્તિત્વ વિનાના એવા રાસભ-શૃંગ આદિ વસ્તુઓને પણ સન્ માનવાની આપત્તિ આવે. સારાંશ કે વિકલ્પોને (વિશેષોને) ભવનથી (અસ્તિત્વથી) અર્થાન્તર માનો તો આકાશપુષ્પની જેમ અસત્ થાય અને આ જ વિશેષોને ભવનથી અનર્થાન્તર (અભિન્ન) માનીને સત્ માનવા જાઓ તો જેમ ઘટ-પટાદિ વિશેષો અનર્થાન્તર હોવાથી સત્ મનાય છે તેમ રાસભ-શૃંગાદિ પણ ભવનથી અનર્થાન્તર માનવાથી સત્ માનવાની આપત્તિ આવશે. આવા પ્રકારની માન્યતાની પ્રધાનતાવાળા જ નીચેના દર્શનવાદો છે. (૧) સર્વ વસ્તુ નિત્ય જ છે. (૨) સર્વ વસ્તુઓ એકરૂપ જ છે. (૩) સર્વે વસ્તુઓ કારણમાત્ર જ છે. (૪) સર્વે વસ્તુઓ કાળથી જ થાય છે. (૫) સર્વે વસ્તુઓ ઈશ્વરજન્ય જ છે. (૬) સર્વે વસ્તુઓ સ્વભાવજન્ય જ છે. ઈત્યાદિ માન્યતાવાળાં જે જે દર્શનો છે. તે તે આ નયના આગ્રહવાળાં છે. આ સંગ્રહનય દ્રવ્યાસ્તિકનયના જ ભેદ-પ્રભેદરૂપ છે. સર્વ જીવોની એકતા (સમાનતા), સર્વ અજીવોની એકતા (સમાનતા), યોગ્યતા માત્રવાળાં સદ્દવ્ય અને ઉપચરિત દ્રવ્યોની એકતા તથા ભિન્ન-ભિન્ન પ્રકારે અભેદાદિના વિષયથી આ નય અનેક ભેદવાળો છે. સંગ્રહનયની દૃષ્ટિ અભેદ તરફ, એકતા તરફ છે. તેથી જ ઘટ-પટ-મઠ આદિ વિશેષોને આ નય ધ્યાનમાં લેતો નથી. ભેદ તરફ ઉપેક્ષા ભાવ જ સેવે છે. આ પ્રમાણે સંગ્રહનય સમજાવ્યો. હવે વ્યવહારનય સમજાવે છે. भावनिश्चयसामान्याभेदसङ्गृहीतानां विधिपूर्वकावस्थादिभेदेन विभजनं -भेदकरणलक्षणं तत्तद्धर्मप्रवृत्तिभिन्नज्ञानरूपः व्यवहारः । यदि घटादिभेदश्रुत्या स्वसामान्यानुबद्धस्य निरस्तसामान्यान्तरसम्बन्धस्य श्रूयमाणत्वानुगुणमेव ग्रहणं न स्यात् । किन्तु सर्वव्यपदेशविशेषाभिव्यङ्ग्यो भाव एव तेन तेन रूपेणाभिव्यज्यते । ततो घटाद्यन्यतरभेदश्रुतौ सर्वरूपभेदभावप्रतीतिप्रसङ्गः । ततश्च घटपटोदकादिरूपव्यतिकरभावप्रसङ्गः । उपदेशक्रियोपभोगापवर्गव्यवस्थादीनां चाभावात्सर्वसंव्यवहारोच्छेदः । सर्वविशेषव्याकरणे च निर्निबन्धनभवनाभावाद् भावाभाव एव ।

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136