Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 124
________________ જ્ઞાનમંજરી સર્વસમૃત્યષ્ટક - ૨૦ ૫૮૧ પરમ પવિત્ર એવી જ્ઞાનાદિ ગુણમય રત્નત્રયીના ભાજનભૂત એવા મુનિમહારાજને જે સમાધિ છે, તે સમાધિ ઈન્દ્રમહારાજાને જેમ આનંદ સુખ માટે નંદનવન હોય છે. તેની તુલ્ય છે. ઈન્દ્રમહારાજ મોજમજા માણવા નંદનવનમાં ફરવા નીકળી જાય છે તેમ મુનિ મહારાજા ધ્યાન-ધ્યાતા અને ધ્યેય આ ત્રણેની એકતારૂપ નિર્વિકલ્પ આનંદમય-સુખમય એવા સમાધિ નામના ગુણમાં ફરવા નીકળી જાય છે. તેમાં જ લયલીન થાય છે. તેમાં જ આનંદ માણે છે. તેથી તે સમાધિ જ મુનિને માટે મહાન એવું નંદનવન છે, નંદનવનમાં જેમ ઈન્દ્ર મજા કરે છે તેમ સમાધિગુણમાં મુનિ આનંદ માણે છે. જેમ નંદનવન એ ઈન્દ્ર માટે લૌકિક સુખનું સાધન છે તેમ સમાધિ એ મુનિને માટે અલૌકિક સુખનું સાધન છે. બને પુરુષોને બન્ને વસ્તુ સુખનું સાધન હોવા છતાં સમાન નથી, બન્નેની વચ્ચે ઘણો જ તફાવત છે. નંદનવન એ ઔપાધિક સાધન છે જ્યારે સમાધિ એ આત્મીય સાધન છે. નંદનવન, પત્ર-પુષ્પાદિ, વનસ્પતિ, જલાશયો ઈત્યાદિ પરદ્રવ્યો દ્વારા સુખનું સાધન છે જ્યારે સમાધિ એ આત્માનો સાક્ષાત્ ગુણ હોવાથી સ્વદ્રવ્ય દ્વારા સુખનું સાધન છે. આમ આ બન્નેની વચ્ચે અધ્યાત્મદશાની ભાવના ભાવતાં ભેદ અવશ્ય સમજાય તેવો છે. એક સર્વોત્તમ સાધન છે સ્વાધીન સાધન છે અને બીજું સામાન્ય સાધન છે અને પરાધીન સાધન છે. તથા ઈન્દ્રને જેમ વજ શસ્ત્ર છે તેમ આ મુનિમહાત્માને ઘેર્યગુણ વજ શત્રતુલ્ય છે. વૈર્ય એટલે વીર્યની અકંપદશા, મન-વચન-કાયાએ કરીને કોઈથી કંપવું નહી, ડરવું નહીં, થરથરવું નહીં તે વૈર્ય. જેમ ઈન્દ્રમહારાજા પાસે વજશસ્ત્ર છે તેના કારણે તેઓ કોઈથી ડરતા નથી, કંપતા નથી, તેવી જ રીતે મુનિમહાત્મા પૂર્વે બાંધેલાં શુભ-અશુભ કર્મો ગમે તેવાં ઉદયમાં આવે તો પણ તે ઔદયિકભાવજન્ય-સુખ-દુઃખમાં અલ્પમાત્રાએ પણ ક્ષુબ્ધ થતા નથી, ચલિત થતા નથી. આ રીતે અક્ષુબ્ધપણે રહેવાના લક્ષણવાળું વજ નામનું શસ્ત્ર તેઓ પાસે છે. માટે ઈન્દ્રની જેમ નિર્ભય છે. જેમ ઈન્દ્રમહારાજાને વિષયસુખના ભોગ માટે શચી-ઈન્દ્રાણી છે. તેવી જ રીતે આ મુનિમહાત્મા પાસે આત્મગુણોનો અનુભવ કરવા રૂપી સુખ માટે સમતા નામની ગુણાત્મક પત્ની છે. પાંચ ઈન્દ્રિયોને ગમે તેવા ઈષ્ટ વિષયસંયોગો પ્રાપ્ત થાય કે ગમે તેવા અનિષ્ટ વિષયસંયોગો પ્રાપ્ત થાય તો પણ તે ઈનિષ્ટ વિષયસંયોગોમાં રાગ-દ્વેષ રહિતપણે સ્થિર રહે છે. તે મહાત્માઓને સદાકાલ અ-રક્ત-દ્વિષ્ટતા જ હોય છે. તેઓ મનમાં આવા વિચારો કરે છે કે સર્વે પણ પુદ્ગલદ્રવ્યો પરિણામી છે. ક્યારેક કાંકરા કે પથ્થરરૂપે પરિણામ પામે અને ક્યારેક ચિન્તામણિ રત્ન કે હીરા-માણેક-સોનારૂપે પરિણામ પામે, તેમાં મારે શું? આખરે તે પુદ્ગલદ્રવ્ય છે, તે પોતે પોતાના ઉંચા-નીચા પર્યાયમાં પરિણામ પામે. તેમાં મારે

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136