Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 128
________________ જ્ઞાનમંજરી સર્વસમૃદ્ધયષ્ટક- ૨૦ ૫૮૫ ટીકાના શબ્દોના અર્થો આ પ્રમાણે છે - સમસ્ત આશ્રવોથી વિરામ પામેલા અને દ્રવ્ય તથા ભાવ એમ બન્ને પ્રકારના સંવરમાં જ લીન બનેલા મુનિ શું ચક્રવર્તી નથી ? અર્થાતુ ચક્રવર્તી છે જ. કેવા પ્રકારના મુનિ ચક્રવર્તી છે ? તો તે મહાત્માનું એક વિશેષણ કહે છે - પોતાના જીવનમાં વિસ્તારથી પ્રાપ્ત કર્યા છે સમક્રિયા અને સમ્યજ્ઞાન રૂપી ચર્મરત્ન અને છત્રરત્ન જેઓએ એવા આ મુનિમહાત્મા છે. મૂલશ્લોકમાં ાિ અને જ્ઞાન આ બે પદોનો દ્વન્દ સમાસ છે અને વર્ષ તથા છત્ર આ બે પદોનો પણ દ્વન્દ સમાસ છે. ત્યાર બાદ ક્રિયાશાને અને વર્ગ આ બન્ને પદોનો કર્મધારય સમાસ જાણવો. આમ સમાસ કરવાથી જ્યિાજ્ઞાનવર્ધચ્છ શબ્દ થશે. ત્યાર પછી વિસ્તારિત શબ્દની સાથે આ શબ્દનો બહુવીહિ સમાસ કરવો, જેથી વિતરિતક્રિયાજ્ઞાનવર્મછત્ર: શબ્દ થશે, ભાવાર્થ એવો છે કે ચક્રવર્તી રાજા જેમ ચર્મરત્ન અને છત્રરત્નનો અવસરે ઉપયોગ કરવામાં સાવધ છે તેમ આ મુનિ મહારાજા પણ મોહરાજને જિતવાના અવસરે સમ્યક એવી ધર્મક્રિયા કરવામાં અને સમ્યક એવા જ્ઞાનનો ઉપયોગ કરવામાં લયલીન-એકાગ્ર હોય છે. સતત તેમાં ઉદ્યમશીલ હોય છે. તેથી મોહરાજાએ કરેલો વિકારોનો વરસાદ નિષ્ફળ જાય છે. પ્લેચ્છરાજાઓ અનાર્ય હોવાથી જેમ વિવેકશૂન્ય છે તેમ મોહરાજા પણ મુનિનું પતન કરાવવામાં વિવેકશૂન્ય રીતે પ્રવર્તનારો હોય છે. તેથી મોહરાજાને મ્લેચ્છ રાજાની ઉપમા આપી છે તે બન્ને પદોનો અવધારણપૂર્વપદ કર્મધારય સમાસ કર્યો છે. તે મોહરાજા રૂપી પ્લેચ્છ રાજાએ કરેલી એવી મહાવૃષ્ટિને મુનિમહારાજા ચક્રવર્તીની જેમ નિવારણ કરનારા બને છે. મ્લેચ્છરાજા એટલે ઉત્તરાખંડ વાળા ભરતક્ષેત્રના રાજાઓ, તે જેમ સાધ્ય કુલદેવો દ્વારા વરસાદ વરસાવે છે તેમ મિથ્યાત્વમોહ રૂપી દૈત્ય દ્વારા કરાયેલી કુવાસના રૂપી વૃષ્ટિ સમજવી. તેનું મુનિમહારાજા ક્રિયા અને જ્ઞાન રૂપી ચર્મ અને છત્ર દ્વારા સંરક્ષણ કરે છે શુદ્ધ એવા સમ્યગ્દર્શન પૂર્વક કરાયેલી ધર્મક્રિયા વડે અને સમ્યજ્ઞાન વડે નિવારણ કરાઈ છે કુવાસનાઓના સમૂહરૂપી વૃષ્ટિ જેના વડે એવા આ મુનિ શું ચક્રવર્તી નથી? અર્થાત્ જાણે ચક્રવર્તી જ હોય તેવા લાગે છે. lill नवब्रह्मसुधाकुण्ड-निष्ठाधिष्ठायको मुनिः । नागलोकेशवद् भाति, क्षमां रक्षन् प्रयत्नतः ॥४॥ ગાથાર્થ - અપૂર્વ એવા આત્મજ્ઞાનરૂપી અથવા નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડ રૂપી અમૃતના કુંડની સ્થિતિના સંરક્ષક એવા અને પ્રયત્નપૂર્વક ક્ષમાગુણનું રક્ષણ કરતા એવા મુનિ મહારાજા નાગરાજની જેમ શોભે છે જો

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136