Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 130
________________ જ્ઞાનમંજરી સર્વસમૃદ્ધયષ્ટક- ૨૦ ૫૮૭ જે મુનિએ માત્ર મુનિવેશ જ લીધો છે અને બીજા ગુણો જેમાં નથી એવા મુનિ અહીં ન સમજવા, પણ આત્મતત્ત્વ અને પારદ્રવ્ય એમ બન્ને દ્રવ્યોનો ભેદ જેણે સમ્યફપ્રકારે જાણ્યો છે, માણ્યો છે અને ગ્રહણ કર્યો છે એવા આત્મજ્ઞાનવાળા મુનિ નાગલોકેશની જેમ શોભે છે. સર્પોના રાજાને નાગરાજ કહેવાય છે. શું કરતા એવા મુનિ નાગરાજની જેમ શોભે છે ? ક્ષમા એટલે નાગરાજના પક્ષમાં પૃથ્વીને ધારણ કરતા અને મુનિના પક્ષમાં ક્રોધકષાયને દૂર કરવાની પરિણતિ સ્વરૂપ વચનક્ષમા અને ધર્મક્ષમા. આમ બે પ્રકારની જે ક્ષમા છે તે ક્ષમાને ધારણ કરતા મુનિ નાગરાજની જેમ શોભાયમાન છે. અહીં નાગરાજને પૃથ્વીના ધારકપણું જે કહ્યું છે તે લોકવ્યવહારમાત્રથી જાણવું. કારણ કે રત્નપ્રભા આદિ પૃથ્વીઓ કોઈ વડે ધારણ કરાઈ નથી. લોકસ્વભાવમાત્રથી ઘનોદધિ આદિના આધારે રહેલી છે. આ ઉપમા આપવાનું કારણ નાગરાજમાં મહત્ત્વતા અને સામર્થ્યતા માત્ર જણાવવી એ જ છે. વળી તે મુનિ કેવા પ્રકારના છે? કે જે મુનિ નાગરાજની જેમ શોભાયમાન છે. આ અર્થ સમજાવવા કહે છે કે – નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડ રૂપી નવ અમૃતકુંડોની સ્થિરતાનું રક્ષણ કરે છે. અહીં મુનિમહારાજા એવા અપૂર્વ આત્મજ્ઞાનનું અથવા નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડનું રક્ષણ કરતા શોભે છે. જેમ નાગરાજ નવ અમૃતકુંડોની સ્થિરતાનું રક્ષણ કરતા શોભે છે તેમ. આ ઉપમા પુરાણગ્રન્થોના અનુસારે છે. આમ નાગરાજની ઉપમા પણ મુનિ મહારાજને ઘટે છે. ll मुनिरध्यात्मकैलाशे, विवेकवृषभस्थितः । शोभते विरतिज्ञप्ति-गङ्गागौरीयुतः शिवः ॥५॥ ગાથાર્થ - અધ્યાત્મ રૂપી કૈલાશ પર્વત ઉપર વિવેક રૂપી વૃષભ (પોઠીયા) ઉપર બેઠેલા અને સર્વવિરતિ તથા જ્ઞપ્તિદશા (જ્ઞાનદશા) રૂપી ગંગા અને પાર્વતીથી યુક્ત એવા આ મુનિ જાણે મહાદેવ હોય તેમ શોભે છે. ટીકા - “નિરધ્યાત્મતિ''-ત્ર સ્તોત્ર મદદેવ#MIબ્રહીશુપમનિમ્ औपचारिकम् । न हि ते कैलाशगंगासृष्टिकरणोद्यताः, किन्तु लोकोक्तिरेषा, तेन श्लेषालङ्कारार्थं हि वाक्यपद्धतिः, न सत्या । मुनिः-तत्त्वज्ञानी, अध्यात्म-आत्मस्वरूपैकत्वतारूपे, कैलाशे-आस्थाने, विवेकः-स्वपरविवेचनं, स एव वृषभ:-बलीवर्दः, तत्र स्थितः । विरतिः-चारित्रकलाआश्रवनिवृत्तिः, ज्ञप्तिः-ज्ञानकला-शुद्धोपयोगता, ते एव गङ्गागौर्यो, ताभ्यां युतः

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136