Page #1
--------------------------------------------------------------------------
________________
વII
હકી
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-મહામહોપાધ્યાય
શ્રી યશોવિજયજી વિરચિતા
ત((((૩
તથા શ્રીમદ્ દેવચન્દ્ર વાચકવર વિરચિત જ્ઞાનમાર્શ વૃત્તિ (સરળ ગુજરાતી અનુવાદ-ભાવાર્થ સાથે)
: અનુવાદક : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
: પ્રકાશક : શ્રી જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ-સુરત
Page #2
--------------------------------------------------------------------------
________________
૪૬૨
માધ્યસ્થાષ્ટક-૧૬
॥ अथ षोडशकं माध्यस्थाष्टकम् ॥
अथ विवेकी रागद्वेषवान् न भवति शुभाशुभसंयोगे मध्यस्थो भवति । अतो माध्यस्थ्यं निरूपयति । अत्र भावना - धर्मध्यानालम्बनरूपा चतुष्प्रकारा - मैत्री १, પ્રમોના ૨, માધ્યસ્થા રૂ, ॥ ૪, વજ્ર
मा कार्षीत्कोऽपि पापानि मा च भूत्कोऽपि दुःखितः । मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥११८॥ अपास्ताशेषदोषाणां वस्तुतत्त्वावलोकिनाम् । गुणेषु पक्षपातो यः, सः प्रमोदः परिकीर्तितः ॥ ११९ ॥ दीनेष्वार्त्तेषु भीतेषु याचमानेषु जीवितम् । उपकारपरा बुद्धिः, कारुण्यमभिधीयते ॥१२०॥ क्रूरकर्मसु निःशङ्कम्, देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम् ॥१२१॥
જ્ઞાનસાર
-
(યોગશાસ્ત્ર, પ્રકાશ-૪, શ્લોક-૧૧૮ થી ૧૨૧)
વિવેચન : જે આત્મા વિવેકી હોય છે, ભેદજ્ઞાનવાળો હોય છે, હેય-ઉપાદેયનો વિવેક કરનારો હોય છે તે આત્મા પૌદ્ગલિકાદિ પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષવાળો થતો નથી. અર્થાત્ પુદ્ગલદ્રવ્યના શુભ વર્ણાદિ ગુણો જોઈને રાગી અને અશુભ વર્ણાદિ ગુણો જોઈને દ્વેષી થતો નથી તથા અનુકુલ જીવ ઉપર રાગી અને પ્રતિકુલ જીવ ઉપર દ્વેષી થતો નથી. પરંતુ શુભ અથવા અશુભ પદાર્થોનો સંયોગ થયે છતે મધ્યસ્થ જ રહે છે તેથી હવે મધ્યસ્થ અષ્ટકનું નિરૂપણ કરાય છે.
ભાવાર્થ આ પ્રમાણે છે ધર્મધ્યાનના આલંબન રૂપ ચાર પ્રકારની ભાવના આ પ્રમાણે છે. મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કરૂણા. આ ચારે ભાવનાના અર્થો યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં શ્લોક ૧૧૮ થી ૧૨૧ માં આ પ્રમાણે કહ્યા છે.
કોઈ પણ જીવ પાપ ન કરો, કોઈ જીવ દુઃખી ન થાઓ, સમસ્ત એવું આ જગત પાપોથી અને દુઃખોથી મુક્ત બનો, આવી જે બુદ્ધિ તે મૈત્રી કહેવાય છે. ૧૧૮૫
દૂર કર્યા છે (નાશ કર્યા છે) સમસ્ત દોષો જેઓએ એવા તથા વસ્તુતત્ત્વનું સૂક્ષ્મપણે
Page #3
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક-૧૬
અવલોકન કરનારા એવા મહાત્મા પુરુષોના ગુણોને વિષે જે પક્ષપાત (અહોભાવ) હર્ષવિશેષ તે પ્રમોદભાવના કહેલી છે. ૧૧૯૫
૪૬૩
દીન (લાચાર પરિસ્થિતિવાળા), દુઃખી, ભયભીત થયેલા અને જીવનની યાચના કરનારા એવા વિકટ પરિસ્થિતિવાળા જીવો ઉપર ઉપકાર કરવાની ભાવનાવાળી જે બુદ્ધિ તે કરુણા કહેવાય છે. ૧૨૦ા
નિઃશંકપણે ક્રૂરકર્મ કરનારા, દેવ-ગુરુ આદિની નિન્દા કરનારા અને પોતાની જ પ્રશંસા કરનારા એવા જીવોને વિષે જે ઉપેક્ષાબુદ્ધિ કરવી તે માધ્યસ્થ્ય કહેવાય છે. ૧૨૧
આ ચારે ભાવનાઓ ધર્મધ્યાનસ્વરૂપ છે. રાગ-દ્વેષાત્મક ક્લિષ્ટ પરિણામોથી દૂર રાખનારી, ગુણોને વિષે પક્ષપાત કરાવનારી, પરોપકારની બુદ્ધિવાળી અને તટસ્થ રાખનારી આ ઉત્તમ ભાવનાઓ છે. તત્ત્વાર્થ સૂત્રમાં પણ ૭/૬ માં કહ્યું છે કે મૈત્રીપ્રમોાયછે માધ્યસ્થાનિ સત્ત્વશુળધિવિત્તશ્યમાનાવિનેયેષુ । પ્રાણીઓ ઉપર મૈત્રી, ગુણાધિક પુરુષો ઉપર પ્રમોદભાવ, દુ:ખી અને પીડાતા જીવો ઉપર કરુણાભાવ અને અવિનીત જીવો ઉપર માધ્યસ્થતા, વ્રતોની સ્થિરતા માટે આવી ભાવનાઓ જીવનો ઉપકાર કરવાવાળી છે. માટે જીવનમાં આવી ભાવનાઓ લાવવા પ્રયત્ન કરવો જોઈએ. ત્યાં છેલ્લી ચોથી ભાવના માધ્યસ્થ ભાવના છે. કોઈ જીવ પાપી હોય, અવિનીત હોય, ક્રુર કર્મવાળો હોય તો પણ તેવા જીવ ઉપર અંતરથી દ્વેષ ન કરવો. કારણ કે “સત્રે નીવા મ્ભવસ'' સર્વે જીવો કર્મોને આધીન છે. પાપી જીવો પણ પાપકર્મોના ઉદયથી આવા બનેલા છે એમ વિચારી મધ્યસ્થ રહેવું, પણ દ્વેષ ન કરવો.
इति भावनालक्षणं योगशास्त्रोक्तं व्यवहारनयेन । निश्चयनयेन सर्वजीवपुद्गलेषु शुभाशुभपरिणतेषु अरक्तद्विष्टतारूपा परिणतिः मध्यस्था, सा नामादिभेदतः चतुर्द्धा । तत्र द्रव्यमध्यस्था अनुपयुक्तस्य साध्यसाधनशून्यस्य, भावमध्यस्था मुनेः मध्यस्थपरिणतिः आद्यनयचतुष्टये द्रव्यमध्यस्था, अन्त्यनयत्रये भावमध्यस्था, सा साधकस्य साधनकाले साधनारूपा, वीतरागस्य च सर्वान्यजीवपुद्गलसमूहेषु न रागः न द्वेषः एषा सिद्धरूपा उत्सर्गैवम्भूतरूपा मध्यस्था । साऽत्र प्र
-
આ પ્રમાણે ભાવનાઓનું આ લક્ષણ યોગના ગ્રંથોમાં જે કહ્યું છે તે વ્યવહારનયથી જાણવું. કારણ કે તે પર પ્રત્યયિક લક્ષણ છે. યોગના શાસ્ત્રોમાં વ્યવહારનયને આશ્રયી ભાવનાઓનાં લક્ષણો બતાવ્યાં છે, પરંતુ નિશ્ચયનયથી ભાવનાઓના લક્ષણોમાં આત્મપ્રત્યયિક પરિણામની પ્રધાનતા છે. તેમાં પણ જો “માધ્યસ્થ”નું લક્ષણ વિચારીએ
Page #4
--------------------------------------------------------------------------
________________
૪૬૪
માધ્યસ્થ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
તો સર્વે પણ જીવો પોતાના ઔદિયકભાવને લીધે અને સર્વે પણ પુદ્ગલો પોતાના પારિણામિકભાવને લીધે શુભ કે અશુભરૂપે પરિણામ પામે તો પણ શુભભાવને જોઈને રાગભાવે અને અશુભભાવને જોઈને દ્વેષભાવે પરિણામ ન પામવું પણ તટસ્થ રહેવું તેને
નિશ્ચયનયથી માધ્યસ્થ કહેવાય છે.
તે માધ્યસ્થ નામાદિ ભેદે ચાર પ્રકારનું છે. ત્યાં નામમાધ્યસ્થ અને સ્થાપનામાધ્યસ્થ સુખે સમજાય તેવાં છે, જે આત્મા ઉપયોગ વિના મધ્યસ્થ રહે અથવા સાધ્ય-સાધનભાવથી શૂન્ય એવી મધ્યસ્થતા તે દ્રવ્ય-મધ્યસ્થાવસ્થા જાણવી. રાગ-દ્વેષ ન કરવાથી અને તટસ્થ રહેવાથી નવાં કર્મો બંધાતાં નથી અને જુનાં કર્મો તુટી જાય છે. આ પ્રમાણેનું સાધ્ય સમજીને તેને સાધવા માટે બુદ્ધિના ઉપયોગપૂર્વક તટસ્થતા રાખવી જોઈએ. પણ આવા પ્રકારના ઉપયોગ વિના તથા સાધ્ય-સાધનના ભાવને સમજ્યા વિના ઓઘે ઓઘે જે મધ્યસ્થતા રખાય તે દ્રવ્ય-મધ્યસ્થતા જાણવી. તથા મુનિમહારાજની તત્ત્વજ્ઞાનની પરિણતિપૂર્વકની આત્મહિતને સમજીને આશ્રવને રોકવા માટે અને સંવર-નિર્જરાની પ્રાપ્તિ અર્થે ઉપયોગપૂર્વકની સાધ્યસાધનના દાવ સાથેની જે મધ્યસ્થતા તે ભાવ-મધ્યસ્થતા જાણવી.
હવે નયોથી મધ્યસ્થતા સમજાવાય છે. જે દ્રવ્યમધ્યસ્થતા છે તે ભાવમધ્યસ્થતાનો હેતુ હોવાથી પ્રથમના ચાર નયોની અપેક્ષાએ દ્રવ્યમધ્યસ્થતા એ મધ્યસ્થતા જાણવી અને પાછલા ત્રણ નયો ભાવમધ્યસ્થતા એ જ મધ્યસ્થતા છે એમ માને છે. કારણ કે તે શુદ્ધ નયો હોવાથી અક્ષેપકાલે (કાલના વિલંબ વિના) ફળ આપનાર મધ્યસ્થતાને જ પ્રધાન કરે છે તેમાં પણ ૬ થી ૧૨ ગુણસ્થાનકો એ સાધનાવસ્થાનાં ગુણસ્થાનકો છે અને ૧૩, ૧૪ ગુણસ્થાનકો એ સિદ્ધાવસ્થાનાં ગુણસ્થાનકો છે. તેથી ૬ થી ૧૨ ગુણસ્થાનકોમાં વર્તતા જીવો સાધનાના કાલમાં વર્તનારા કહેવાય છે તેથી ત્યાં સાધનાત્મક મધ્યસ્થતા હોય છે અને ૧૩૧૪ ગુણસ્થાનકોમાં વીતરાગ પરમાત્માને સુખી-દુઃખી, ધર્મી-અધર્મી, પાપી-પુણ્યવાન એમ સર્વ જીવદ્રવ્ય ઉપર અને સર્વ પુદ્ગલદ્રવ્ય ઉપર ક્યાંય પણ રાગ ન કરવો અને ક્યાંય દ્વેષ ન કરવો એવા સ્વરૂપવાળી જે મધ્યસ્થતા હોય છે તે સિદ્ધ સ્વરૂપવાળી મધ્યસ્થતા જાણવી.
વીતરાગ પરમાત્મામાં આવેલી અ-રક્તદ્વિષ્ટતાના ભાવવાળી જે મધ્યસ્થતા છે તે જ
ઉત્સર્ગસ્વરૂપ છે (અંતિમ સાધ્યસ્વરૂપ છે, સર્વ શ્રેષ્ઠ છે) અને આ ઉત્સર્ગ-મધ્યસ્થતા એવંભૂતનયની અપેક્ષાવાળી છે. તે મધ્યસ્થતા જ હવે સમજાવાય છે.
स्थीयतामनुपालम्भं, मध्यस्थेनान्तरात्मना ।
कुतर्ककर्करक्षेपैस्त्यज्यतां बालचापलम् ॥१॥
Page #5
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક- ૧૬
૪૬૫ ગાથાર્થ : અંતરાત્મદશાને પામેલા જીવો જ્ઞાનીઓનો ઠપકો ન મળે તે રીતે અર્થાત્ આત્મસ્વરૂપનો ઘાત ન થાય તે રીતે મધ્યસ્થપણે વર્તનારા થાઓ અને કુતર્ક રૂપી કાંકરાઓના પ્રક્ષેપ કરવા વડે થતી બાલચેષ્ટાનો ત્યાગ કરનારા બનો. ||૧||
ટીકા :- “સ્થીયતાતિ” નો ઉત્તમ ! વાર્તાપત્ન-વાચીજ્ઞઐત્તિज्ञानरक्तस्य चापलं-वस्तुस्वरूपानपेक्षिवचनरूपं चापल्यम्, त्यज्यतां-मुच्यताम् । कैः ? (कुतर्ककर्करक्षेपैः) कुतर्का:-कुयुक्तयः, ते एव कर्कराः-उपलास्तेषां क्षेपास्तैः तदा किं कर्तव्यमित्याह
___ मध्यस्थेन-रागद्वेषाभावेन, अन्तरात्मना-साधकात्मना, साधकत्वेनानुपालम्भं स्थीयताम्, मध्यस्थस्य स्वभावोपघातरूपोपालम्भः न यस्य सः अनुपालम्भः, तं यथा स्यात्तथा, इत्यनेन यो हि शुभैः पुद्गलैः न रज्यते अशुभैश्च न द्वेष्टि, तस्य નોપાલશ્મ: III
- વિવેચન :- આ શ્લોકમાં ગ્રંથકારશ્રી ઉત્તમ આત્માઓને મધ્યસ્થ રહેવાનો ઉપદેશ આપે છે. જે આત્માને જેના તરફનો પક્ષ હૃદયમાં જામ્યો હોય છે, જે પક્ષનો અતિશય રાગ હોય તે તરફના પક્ષની સિદ્ધિ કરતી યુક્તિઓ સાચી અથવા કલ્પિત પણ શોધી લાવે છે અને અકાઢ્ય યુક્તિઓથી કદાગ્રહપૂર્વક સ્વ-ઈષ્ટપક્ષનું સમર્થન કરે છે અને જે પક્ષનો દ્વેષ જામ્યો હોય છે. તે પક્ષનું યુક્તિ-પ્રયુક્તિપૂર્વક સવિશેષ ખંડન જ માત્ર કરે છે. જેનાથી રાગ અને દ્વેષ વધે છે. કદાગ્રહ અને ક્લેશ ઘણા જ જામે છે. જેનાથી ભવ-પરંપરા વધે છે. તેથી ગ્રંથકારશ્રી સમજાવે છે કે -
હે ઉત્તમ ભાગ્યશાળી આત્માઓ ! આવા બાલ-ચાપલ્યને છોડી દો. અહીં બાલ એટલે અજ્ઞાની અથવા એકાન્ત-માન્યતામાં જ આસક્ત, સ્યાદ્વાદમાર્ગના અજાણ એવા આત્માઓમાં જે પક્ષ-પ્રતિપક્ષના રાગ-દ્વેષને કારણે વસ્તુતત્ત્વનું ભેદભેદ, નિત્યાનિત્ય, અસ્તિનાસ્તિ, દ્રવ્ય-પર્યાય, સામાન્ય-વિશેષ, આવા પ્રકારનું વાસ્તવિક જે સ્વરૂપ છે તેની અપેક્ષા રાખ્યા વિના એકાન્તવાદની માન્યતાથી જન્ય જે વચન બોલવા રૂપ યુક્તિ-કુયુક્તિઓ જણાવીને પણ ખોટી રીતે પોતાના પક્ષની સિદ્ધિ અને પરપક્ષનો નિષેધ કરાય છે તે બાલ-ચાપલ્ય છે, બાલચેષ્ટા છે. આવી બાલચેષ્ટા ઉત્તમ આત્માઓએ ત્યજી દેવી જોઈએ. જેમ નાના નાના બાલકો કોઈના પણ ઉપર નાના પત્થરો નાખીને બીજાને ચીડવવાની બાલચેષ્ટા કરે છે તે સારી નથી, તેમ કુતર્કો (ખોટી યુક્તિઓ) રૂપી કાંકરાઓ નાખવા વડે કાંકરીચાળો કરવાથી શું લાભ? નુકશાન જ થાય છે. વાદ-વિવાદથી ક્લેશ, કડવાશ, વૈમનસ્ય અને વેર-ઝેર વધે
Page #6
--------------------------------------------------------------------------
________________
૪૬૬ માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર છે. જીવની ભવિતવ્યતા ન પાકે ત્યાં સુધી તે જીવ સમજવાનો નથી અને ગાઢ અનુબંધવાળો લેષ બંધાઈ જાય છે. માટે કુતર્કો ત્યજીને મધ્યસ્થ થાઓ. મધ્યસ્થદશામાં આવો તો છેવટે તમારું તો અકલ્યાણ નહીં થાય.
આ કારણે રાગ અને દ્વેષનો અભાવ કરીને એટલે કે પોતાના પક્ષનો રાગ અને સામાના પક્ષનો દ્વેષ ત્યજીને અંતર-આત્મભાવમાં આવીને આત્મહત્ત્વની સાધના કરનારા જીવે સાધકદશા પ્રાપ્ત કરવા દ્વારા “અનુપાલંભતાને પ્રાપ્ત કરીને જ રહેવું જોઈએ. પોતાના આત્માના કલ્યાણનો વિઘાત થાય, વિનાશ થાય, હાનિ થાય તે ઉપાલંભ. આવા પ્રકારના ઉપાલંભનો જે અભાવ તે અનુપાલંભ-અવસ્થા, આવી અવસ્થા મેળવવી જોઈએ. પોતાના આત્માનું અકલ્યાણ ન થાય તે માટે કુતર્કોરૂપી પત્થર નાખીને રાગ-દ્વેષ કરવા રૂપી જે બાલચેષ્ટા છે તે ત્યજી દેવી જોઈએ. વાદવિવાદથી દૂર રહેતાં તત્ત્વ સમજવા અને સમજાવવા પ્રયત્નશીલ રહેવું.
તથા સુંદર છે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ જેનો એવાં ચમકવાળાં સુગંધી પુદ્ગલદ્રવ્યો કે જેને વ્યવહારથી શુભ કહેવાય છે તેવાં પુદ્ગલદ્રવ્યો મળે તો તેમાં રાગાધ ન બનવું અને અશુભ વર્ણાદિવાળાં પુદ્ગલ દ્રવ્યો મળે તો તેનો વેષ ન કરવો. પરંતુ બને અવસ્થામાં મધ્યસ્થ રહેવું. કારણ કે શુભ હોય કે અશુભ હોય, આખર એકે પુગલ દ્રવ્ય જીવનું સ્વરૂપ નથી, જીવની સાથે સદા રહેવાનું નથી તથા પરિવર્તન સ્વભાવવાળું હોવાથી શુભ પણ અશુભપણે અને અશુભ પણ શુભપણે પરિણામ પામવાનું જ છે. માટે હે જીવ ! આવા પ્રકારનાં પુદ્ગલ દ્રવ્યો ઉપર કે રૂપવાન તથા કુરૂપવાન શરીરવાળા જીવો ઉપર રાગ-દ્વેષના ભાવવાળા બનવું નહીં. તેમાં કર્મબંધ થવા દ્વારા આત્માનું જ અકલ્યાણ થાય છે. માટે મધ્યસ્થ બનો. l/૧
मनोवत्सो युक्तिगवीं, मध्यस्थस्यानुधावति । तामाकर्षति पुच्छेन, तुच्छाग्रहमनःकपिः ॥२॥
ગાથાર્થ :- મધ્યસ્થ માણસનું મનરૂપી વાછરડું યુક્તિરૂપી ગાયની પાછળ દોડે છે. પરંતુ કદાગ્રહવાળું મનરૂપી વાંદરું યુક્તિરૂપી તે ગાયને પુંછડા વડે પોતાના તરફ ખેંચે છે. IIll.
ટીકા :- “મનોવત' મધ્યસ્થી મનોવત્સ: ચિત્તમિત્કર્થ: | યુક્તિાવ यथार्थवस्तुस्वरूपविभजनोपपत्तिः युक्तिः, सा एव गौः, तां युक्तिगवीमनुधावति -अनुगच्छति पक्षपाताभावाद् यथार्थोपयोगता एव भवति । तां सम्यग्ज्ञानतां गावं
Page #7
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬
૪૬૭ तुच्छाग्रहमनःकपिः-तुच्छ:-स्याद्वादोत्सर्गापवादाद्यनन्तोपयोगशून्यमनसः ग्रहः-कदाग्रहः, तन्मयं मनो यस्य सः कपिः-वानरः पुच्छेनाकर्षति गतिस्खलनाय भवति, न तादृग्यथार्थयुक्तिः प्रसरति । कदाग्रहमनसां पक्षदृष्टिरेव, न तत्त्वदृष्टिरिति ॥२॥
વિવેચન :- આ શ્લોકમાં કવિએ મનને બે ઉપમા આપી છે - એક વાછરડાની અને બીજી વાંદરાની. તેમાં વાછરડાનો સ્વભાવ પોતાની માતાને (ગાયને) અનુસરવાનો હોય છે જ્યારે વાંદરાનો સ્વભાવ જતી એવી ગાયને પુંછડેથી પકડીને પાછી ખેંચવાનો હોય છે. તેની જેમ મધ્યસ્થ-માણસનું મન યુક્તિને અનુસરે છે. જે બાજુ યુક્તિ-સંગત થતી હોય તેવું સ્વરૂપ સ્વીકારી લે છે. પોતાની ખોટી વાત ત્યજી દે છે. પરંતુ કદાગ્રહી માણસનું મન વાંદરા જેવું હોય છે. યેનકેન પ્રકારેણ પોતે માનેલી માન્યતાને જ આડી-અવળી યુક્તિઓથી સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. પોતાના માનેલા પક્ષ તરફ યુક્તિને ખેંચી જાય છે અહીં યુક્તિને (તર્કને) ગાયની ઉપમા આપી છે.
મધ્યસ્થ માણસનું મન યથાર્થપણે એટલે કે જે વસ્તુ જે રીતે અનેકાન્તાત્મક છે તે વસ્તુને તેવા સ્વરૂપે સમજવા માટેની વિભાગવાર યુક્તિને અનુસરે છે. જેમ વાછરડું ગાયને અનુસરે, તેમ મનરૂપી વાછરડું યુક્તિરૂપી ગાયને અનુસરે છે. યુક્તિરૂપી ગાયની પાછળ પાછળ દોડે છે. કારણ કે આવા જીવને પક્ષપાત ન હોવાથી સાચા ઉપયોગવાળાપણું જ હોય છે. સાચા જ્ઞાનને જ પ્રાપ્ત કરે છે. પરંતુ જેનું મન પોતાના પક્ષનું અત્યન્ત રાગી છે, પક્ષપાતી છે, કદાગ્રહી છે, તે પુરુષનું કદાગ્રહવાળું મનરૂપી વાંદરું એટલે અનેકાન્તવાદ, ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર આદિ વસ્તુના અનંત સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી તેવા જ્ઞાનથી શૂન્ય મનવાળા પુરુષનું કદાગ્રહવાળું મનરૂપી વાંદરું આ જ યુક્તિરૂપી ગાયને પુંછડેથી પકડીને પાછી ખેંચવા મહેનત કરે છે. ગતિ કરતી ગાયની ગતિને અટકાવવા પ્રયત્ન કરે છે. તે જીવને તેવા પ્રકારની યુક્તિ યથાર્થપણે તેના મનમાં પ્રસરતી નથી. કારણ કે કદાગ્રહી માણસોની દૃષ્ટિ પક્ષપાતી જ હોય છે. તત્ત્વ પામનારી દૃષ્ટિ હોતી નથી. ઉત્તમ આત્માઓ તત્ત્વમાત્રને જ દેખનારા હોય છે. પક્ષપાતને ત્યજનારા હોય છે. રા
नयेषु स्वार्थसत्येषु, मोघेषु परचालने । समशीलं मनो यस्य, स मध्यस्थो महामुनिः ॥३॥
ગાથાર્થ - સર્વે પણ નયો પોતપોતાનો પક્ષ સમજાવે ત્યારે સાચા છે અને પરપક્ષની સ્થાપના (કે ખંડન) કરે તો મિથ્યા છે. તેવા નયોમાં જે મુનિનું મન સમ-શીલ છે તે મુનિ મધ્યસ્થ કહેવાય છે. I
Page #8
--------------------------------------------------------------------------
________________
૪૬૮ માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર ટીકા :- “નયેષુ રૂતિ” માં મહાકુનઃ મધ્યસ્થ વ્યતે | વી મનઃ નપુ समशीलं नयान्तरोक्तवस्तुधर्मेषु तत्प्रवर्तनेषु मनः समभावलक्षणं स्वपक्षपातरहितं कथम्भूतेषु नयेषु ? स्वार्थसत्येषु-स्वस्यार्थः स्वार्थः तस्मिन् सत्येषु स्वाभिमतस्थापनकुशलेषु परचालने-परस्थापने मोघेषु-निष्फलेषु परपक्षस्थापनेऽसत्येषु स्वमतस्थापने धीरेषु यः समः-इष्टतानिष्टतारहितोपयोगः यथार्थविभजनशीलः स मुनिः मध्यस्थः । नयस्वरूपं गीयते च
વિવેચન :- નય એટલે દૃષ્ટિ-આશય-અભિપ્રાય-કહેવાની પાછળ હૃદયગત વિચાર. ભિન્ન ભિન્ન નયો ભિન્ન ભિન્ન અભિપ્રાય કહે, તે ભિન્ન ભિન્ન અભિપ્રાયો સાંભળવા છતાં, જાણવા છતાં જે મહાત્મા પુરુષનું મન તેમાં સર્વત્ર સમ-શીલ છે, પક્ષપાત વિનાનું છે. કોઈપણ એક તરફ ખેંચાણવાળું નથી, ખેંચાણ વિનાનું છે તે મુનિ મધ્યસ્થ કહેવાય છે.
| સર્વે પણ નયો (કહેવા કહેવાની અપેક્ષાઓ) પોતપોતાના અભિપ્રાય કહે ત્યારે સાચા હોય છે. પોતે માનેલી માન્યતાનું સ્થાપન કરવામાં કુશળ હોય છે. પરંતુ બીજા નયની વાત સ્થાપવા જાય ત્યારે તે અસત્ય બની જાય છે. તેવા ભિન્ન ભિન્ન નયોના ભિન્ન ભિન્ન અભિપ્રાયોમાં જે મુનિ સમ-સ્વભાવવાળા રહે છે, એટલે કે “આ નયની વાત ઈષ્ટ છે અને આ નયની વાત અનિષ્ટ છે આમ ઈષ્ટ-અનિષ્ટ ભાવથી રહિત સમ્યજ્ઞાનના ઉપયોગવાળા જે મુનિ રહે છે. જ્યાં જ્યાં જે જે નય ઉપકારક લાગે ત્યાં ત્યાં તે તે નયનું કુંજન કરવા દ્વારા જે મુનિ નયોનો યથાર્થપણે વિભાગ કરનારા બને છે તે મુનિ મધ્યસ્થ કહેવાય છે.
સન્મતિ તર્ક પ્રકરણમાં પૂજ્ય સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ.શ્રી કહે છે કે - नियनियवयणिज्जसच्चा, सव्वनया परवियालणे मोहा । ते पुण न दिट्ठसमयो, विभयइ सच्चे व अलिए वा ॥
(પ્રથમ કાંડ, ગાથા-૨૮) સર્વે પણ નયો પોત-પોતાનો અભિપ્રાય કહે ત્યારે સાચા છે. પરંતુ પરની વિચારણામાં ખંડન-મંડન કરે ત્યારે તે નિષ્ફળ થાય છે. તેથી “આ નયો સાચા જ છે અને આ નવો ખોટા જ છે” આવો જે વિભાગ કરે છે તે જૈન આગમને ન જોનારા છે. અર્થાત્ તેઓમાં જૈન આગમ શાસ્ત્રોનો અભ્યાસ નથી એમ જાણવું.
પ્રશ્ન :- નયો કેટલા છે? પ્રત્યેક નયોના અર્થ શું? શા માટે ભિન્ન ભિન્ન અભિપ્રાય ધરાવતા હશે? અને આ નયો એ વાસ્તવિક શું છે? પરસ્પર ઝઘડવાના સ્વભાવવાળા છે કે સમન્વયના સ્વભાવવાળા છે ?
Page #9
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક-૧૬
૪૬૯
ઉત્તર ઃ- આ વિષય જાણવા માટે હવે નયોનું સ્વરૂપ કહીએ છીએ. તે આ પ્રમાણે છે -
अनेकधर्मकदम्बकोपेतस्य वस्तुनः एकेन धर्मेणोन्नयनमवधारणात्मकं वस्तुनः एकांशपरिच्छेदकं ज्ञानं नयव्यपदेशमास्कन्दति । नयस्य स्वार्थग्राहकता नित्यमेवेदमनित्यमेवेदमित्येकान्तज्ञानमेकपक्षस्थापनरूपं मिथ्याज्ञानम् । सर्वनयस्थापन परं सर्वस्वभावात्मकवस्तुस्वरूपसापेक्षं गौणमुख्यत्वेन अर्पितानर्पितोपयोगमेकांशज्ञानं नयज्ञानम् । तदेवान्यनयोच्छेदरूपं दुर्नयव्यपदेशं लभते । सर्वसापेक्षतया स्वरूपवृत्तिज्ञानं सुनयः । उक्तञ्च सम्मतौ
-
तम्हा सव्वेवि नया, मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अण्णोण्णनिस्सिया पुण, हवन्ति सम्मत्तसब्भावा ॥२१॥
(પ્રથમ કાંડ, ગાથા-૨૧)
સંસારમાં રહેલી સર્વે પણ વસ્તુઓ “અનંત અનંત ધર્મવાળી છે” અપેક્ષાવિશેષે નિત્ય પણ છે, અનિત્ય પણ છે, ભિન્ન પણ છે, અભિન્ન પણ છે. એવી જ રીતે સામાન્યવિશેષ, અસ્તિ-નાસ્તિ, એક-અનેક, વાચ્ય-અવાચ્ય ઈત્યાદિ અનેક ધર્મોના સમૂહથી યુક્ત સર્વે પણ વસ્તુ છે. પ્રયોજનવશથી તેવી વસ્તુના કોઈપણ એક ધર્મનું અવધારણાત્મકપણે ગ્રહણ કરવું, ઉપકાર કરે એવા એક ધર્મને પ્રધાન કરવો, આ રીતે વસ્તુના એક અંશને
જણાવનારું જે જ્ઞાન છે તે “નય” એવા વ્યપદેશને પામે છે. આવા પ્રકારના સાપેક્ષજ્ઞાનને નય કહેવાય છે.
આ નયજ્ઞાનમાં જ્યારે પોતાનો માનેલો અર્થ જ સ્વીકારવામાં આવે અને બીજા નયે માનેલો અર્થ ઉડાડી દેવામાં આવે, જેમકે ઘટ-પટાદ વસ્તુઓ “નિત્ય જ છે પણ અનિત્ય નથી, અથવા અનિત્ય જ છે પણ નિત્ય નથી’’ આવા પ્રકારનું એકાન્તતાપૂર્વકનું એક તરફના જ પક્ષનું સ્થાપન કરનારું જે જ્ઞાન તે મિથ્યાજ્ઞાન કહેવાય છે. પરંતુ અપેક્ષા પ્રમાણે જ્યાં જ્યાં જે જે દૃષ્ટિ ઉપકારક બને ત્યાં ત્યાં તે તે રીતે સર્વે પણ નયોની સ્થાપના કરવાવાળું, સર્વ પ્રકારના સ્વભાવાત્મક વસ્તુસ્વરૂપની અપેક્ષાપૂર્વકનું, કોઈપણ એક અંશને ગૌણ અને બીજા અંશને મુખ્ય કરવા પૂર્વક અર્પણા (પ્રધાનતા) અને અનર્પણા (ગૌણતા)ના ઉપયોગપૂર્વકનું ઉપકારક એવા એક અંશવાળું અર્થાત્ એકધર્મની મુખ્યતાવાળું જે જ્ઞાન તે “નયજ્ઞાન” કહેવાય છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
૪૭૦
માધ્યસ્થ્યાષ્ટક - ૧૬
શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિમાં કહ્યું છે કે
“જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તિહાં સમજવું તેહ,
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ વા
જ્ઞાનસાર
જ્યાં સુધી આ નયજ્ઞાન બીજા નયની અપેક્ષા રાખે એટલે કે અન્ય નયની અપેક્ષાએ અન્ય રીતે પણ વસ્તુનું સ્વરૂપ છે આમ સાપેક્ષતાપૂર્વક વસ્તુનો જે સ્વીકાર કરે તે નયજ્ઞાન કહેવાય છે. અને તે જ નયજ્ઞાન જ્યારે અન્ય નયના ઉચ્છેદપૂર્વક પ્રવર્તવાવાળું બને ત્યારે “દુર્નય’”ના નામને ધારણ કરનાર બને છે. મુખ્ય-ગૌણ ભાવે સર્વે પણ નયોની અપેક્ષાપૂર્વકનું વસ્તુમાં રહેલા વાસ્તવિક સ્વરૂપનું જે જ્ઞાન તે સુનય કહેવાય છે. સમ્મતિતર્ક પ્રકરણમાં કહ્યું છે કે -
“તદ્દા સવ્વેવિ ળયા, મિચ્છાટ્ટિી સપવશ્વપત્તિવા । અબ્જોાિસ્મિ ૩૧, વંતિ સમ્મત્તસમાવા ॥'' (પ્રથમકાણ્ડ ગાથા-૨૧)
તેથી સર્વે પણ નયો પોતાના જ પક્ષના આગ્રહી બન્યા છતા મિથ્યાર્દષ્ટિ બને છે અને પરસ્પર નિશ્રાવાળા (અપેક્ષાવાળા) બન્યા છતા સમ્યક્ત્વના સદ્ભાવવાળા બને છે. સાપેક્ષતા વાળું જે જ્ઞાન તે સુનય અને નિરપેક્ષતાવાળું જે જ્ઞાન તે દુર્નય કહેવાય છે.
તે ચ નવા: સપ્ત, વૈશમ: ૧, સદ્મ: ૨, વ્યવહાર: રૂ, ૠનુસૂત્ર: ૪, શબ્દ: ५, समभिरूढ: ६, एवम्भूतः ७ । एवमेषु चत्वारो द्रव्यनया:, त्रयः भावनया: इति पूज्याशयः । दिवाकरास्तु आद्याः त्रयः नयाः द्रव्यनया:, तथा शेषाः चत्वारः भावनया: । तत्र निगम्यन्ते - परिच्छिद्यन्ते इति निगमाः गमा लौकिकाः अर्था:, तेषु निगमेषु भवो योऽध्यवसायो ज्ञानांश: ( ज्ञानाख्यः ) स नैगमः । स च सामान्येनापि व्यवहरति । सामान्यबुद्धिहेतुना सामान्यवचनहेतुना च, अत्यन्तभेदेभ्योऽन्यत्वरूपेण सत्तामात्रेण सामान्यबुद्धिचेतना ( हेतुना) अशोकवनादिषु सत्सु अपि अनेकजातिवृक्षेषु वनस्पतिसामान्यात् “वनम्" इत्यवबोधः । सामान्यवचनहेतुना च द्रव्यमित्यादि जीवाजीवविभागविकलः ।
તે નયો સાત પ્રકારના છે. નય એટલે દૃષ્ટિ અથવા આશય, હાર્દિક વિચાર, અપેક્ષા. આવા પ્રકારના નયો સાત છે. (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ, (૭) એવંભૂત.
Page #11
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક-૧૬
૪૭૧
આ સાત નયોમાં પ્રથમના ચાર નયો દ્રવ્યાર્થિક નયના ઉત્તરભેદો છે અને પાછલા ત્રણ નયો પર્યાયાર્થિકનયના ઉત્તરભેદો (ભાવ-નયો) છે. આ પ્રમાણે વિશેષાવશ્યકભાષ્ય બનાવનારા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણસૂરિજીનો અભિપ્રાય છે. અર્થાત્ તે પૂજ્ય પુરુષનો આશય છે. પરંતુ સન્મતિપ્રકરણ બનાવનારા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજશ્રી પ્રથમના ત્રણ નયો દ્રવ્યાર્થિકના ઉત્તરભેદ અને પાછલા ચાર નયો પર્યાયાર્થિકના ઉત્તરભેદો છે એમ કહે છે. બન્નેની દૃષ્ટિમાં ઋજુસૂત્રનયની બાબતમાં વિવક્ષાભેદ છે.
ત્યાં “જણાય-પરિચ્છેદ કરાય જે પદાર્થો તે પદાર્થો નિગમ અથવા ગમ કહેવાય છે. અર્થાત્ જ્ઞાન દ્વારા પ્રતિભાસિત થતા જે અર્થો તે નિગમ કહેવાય છે. જ્ઞાન દ્વારા લૌકિક સઘળા પદાર્થો જણાય છે માટે લૌકિક સઘળા પદાર્થો તે નિગમ કહેવાય છે. તેમાં થયેલો અધ્યવસાય વિશેષ (નિર્ણય વિશેષ) એવો જે જ્ઞાનાંશ, તેને નૈગમનય કહેવાય છે.
તે નૈગમનય સામાન્યથી પણ વ્યવહાર કરે છે (અને આગળ સમજાવાશે તેમ વિશેષથી પણ વ્યવહાર કરે છે). જ્યારે સામાન્યથી વ્યવહાર કરે છે ત્યારે મનથી સામાન્યપણાની બુદ્ધિ વડે અને સામાન્યવાચી વચનપ્રયોગ વડે વસ્તુને સામાન્યરૂપે જાણે છે અને કહે છે. જેમકે પૃથ્વી, જલ, તેજ, વાયુ વગેરે ભિન્ન ભિન્ન અનેક પદાર્થો છે, તે સર્વથી અત્યન્ત ભિન્ન રૂપે સત્તા (અસ્તિત્વ) માત્રને સ્વીકારે, સર્વે પણ પદાર્થો અસ્તિસ્વરૂપે સમાન છે, એકરૂપ જ છે. ઘટ, પટ, મઠ આદિ પદાર્થોને પણ “આ પણ સત્ છે આ પણ સત્ છે” એમ સપણે એક સમજીને સામાન્યપણે બુદ્ધિમાં સ્વીકારે છે. જેમકે કોઈ એક જંગલમાં અશોક-ચંપક-બકુલ-આમ્ર વગેરે અનેક જાતિવાળાં ભિન્ન ભિન્ન વૃક્ષો હોય, છતાં પણ તે બધાંના નામોનો ઉલ્લેખ ન કરતાં “આ એક વન છે” આમ સામાન્યપણે વનસ્પતિપણાના સામાન્યસ્વરૂપે બોધ કરે અને એમ જ પ્રરૂપણા કરે. તેવી જ રીતે “આ વરઘોડો જાય છે” “આ સેના જાય છે” ઈત્યાદિ ભાવો સામાન્યગ્રાહી નૈગમનયના વિષય છે. તેવી જ રીતે જીવ-અજીવ, ધર્મ-અધર્મ અને આકાશ વગેરે પદાર્થો ભિન્ન ભિન્ન હોવા છતાં “આ સર્વે દ્રવ્યમાત્ર છે” આમ દ્રવ્યરૂપે સામાન્યપણે જાણે છે અને સામાન્યપણે પ્રરૂપણા કરે છે. આ સઘળો સામાન્યગ્રાહી નૈગમનય કહેવાય છે.
तथा विशेषेणाऽपि विशेषबुद्धिहेतुना विशेषवचनहेतुना अत्यन्तसामान्यादन्यत्वरूपेण व्यवहरति परमाणुनिष्ठत्वेन । तथा सामान्यविशेषेणापि गवादिना सर्वगोपिण्डेष्वनुवृत्त्यात्मकेन अश्वादिव्यावृत्यात्मकेन च व्यवहरति । यथा लोको વ્યવતિ, તથાનેન વ્યવક્તવ્યમિતિ, ભોજ્જોપવિષે: પ્રારે: સમસ્તે: વ્યવહતિ ।
Page #12
--------------------------------------------------------------------------
________________
૪૭૨
માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
प्रवचने च वसति-प्रस्थक-निदर्शनद्वयेन विभावितः-काणभुजराद्धान्तहेतुरवगन्तव्यः । स च अंशसङ्कल्पभेदाद् द्विविधः, स च सदसद्योग्यताभूतपूर्वारोपभेदाद् अतीतानागतवर्तमानतदारोपादिभेदाद् अनेकविधः, नामनिक्षेपतो द्रव्यनिक्षेपवृत्तिः, अंशोपलम्भे सर्वारोपः, अन्यसमस्तसापेक्षः नैगमः सुनयः ।
જેમ સામાન્યગ્રાહી નૈગમનય સામાન્યપણે સર્વ વસ્તુને દેખે છે અને સામાન્યપણે સર્વનો વ્યવહાર કરે છે. તેમ વિશેષગ્રાહી નિગમનય સર્વ વસ્તુઓના વિશેષ ધર્મને ગ્રહણ કરવાવાળી બુદ્ધિ વડે અને વિશેષ ધર્મને જણાવનારાં વચનો વડે વ્યવહાર કરે છે. સત્તા આદિ સામાન્યધર્મથી અત્યન્ત વ્યાવૃત્ત એવા એકાન્ત સામાન્યથી રહિત એવા વિશેષ ધર્મ વડે વ્યવહાર કરે છે. અન્ને પરમાણુ-પરમાણુમાં રહેલા વિશેષ સુધીના વિશેષ વડે વ્યવહાર કરે છે. જેમકે એક વનમાં અશોક, ચંપક, બકુલ આદિ વૃક્ષો છે એમ જ દેખે છે અને એમ જ વ્યવહાર કરે છે.
તથા “સાપેક્ષ એવા સામાન્ય-વિશેષ વડે” પણ વ્યવહાર કરે છે. જેમકે “આ ગાય છે” આ વ્યવહાર સામાન્ય-વિશેષોભયાત્મક છે. કારણ કે “ગાયપણું” સર્વ ગાયોમાં અનુવૃત્તિ રૂપ છે - માટે સામાન્ય છે. અને અશ્વાદિ ઈતર પશુઓથી વ્યાવૃત્તિ સ્વરૂપ છે - માટે વિશેષ છે.
જે રીતે લોક વ્યવહાર કરે છે તે રીતે આ નૈગમનય સામાન્યથી, વિશેષથી અને સામાન્યવિશેષોભયથી વ્યવહાર કરે છે. જૈનશાસ્ત્રોમાં વસતિ અને પ્રસ્થક-એમ બે ઉદાહરણોથી આ નય સમજાવેલ છે. આ નૈગમનયની દૃષ્ટિ પ્રાયઃ કણાદઋષિના વૈશેષિકદર્શનના સિદ્ધાન્તને અનુસરનારી હોય છે. આ નૈગમનય અંશ અને સંકલ્પના ભેદથી બે પ્રકારનો છે. તથા તે નૈગમનય સધર્મોની અપેક્ષાએ, અસધર્મોની અપેક્ષાએ, યોગ્યતા માત્રની અપેક્ષાએ, ભૂતપૂર્વ પર્યાયના આરોપમાત્રની અપેક્ષાએ તથા અતીતકાલ, અનાગતકાલ અને વર્તમાનકાલની અપેક્ષાએ, તથા તે તે કાલના આરોપમાત્રની અપેક્ષાએ અનેક ભેદવાળો છે. નામનિક્ષેપાથી દ્રવ્યનિક્ષેપા સુધીના (નામ-સ્થાપના અને દ્રવ્ય એમ) ત્રણ નિક્ષેપાને પ્રધાનપણે માનનારો આ નય છે. અંશવસ્તુ જણાય તો તેમાં સમસ્ત વસ્તુનો આરોપ કરનારો આ નય છે. જેમકે પરમાત્માના પગલામાં પરમાત્માનો આરોપ કરીને પૂજ્યત્વ માનનારો આ નય છે. સંગ્રહવ્યવહાર આદિ બીજા સમસ્ત નયોની અપેક્ષાવાળો આ નૈગમનય હોય ત્યારે તે સુનય કહેવાય છે અને અન્ય નયોથી નિરપેક્ષ જો આ નય હોય તો આ જ નય દુર્નય કહેવાય છે. મર્ચનયાનાં સાપેક્ષવં સુનત્વમ્, નિરપેક્ષત્વે દુર્નયત્વમ્ સુનય દુર્નયનું આ જ લક્ષણ છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬
४७३ વસતિ અને પ્રસ્થકના દષ્ટાન્ત પ્રસિદ્ધ હોવાથી અહીં લખેલ નથી. આ પ્રમાણે સંક્ષેપથી નૈગમનય સમજાવ્યો.
अभेदेन-वस्तुसामान्येन सङ्ग्रहणात् सर्वस्य सर्वं सगृह्णातीति सङ्ग्रहः, वस्तुसत्तासङ्ग्राहकः सङ्ग्रहः । यदि भवनाभिसम्बन्धस्यैव भावत्वमभ्युपगम्यते ततः परिसमापितात्मस्वरूपित्वाद् भावस्य भ्रान्तिसमुपनिबन्धनघटादिविकल्प (प्रकल्पन)मानर्थक्यम् । यदि घटादिविकल्पोऽपि भवनप्रवृत्तितन्त्रमेवेत्येवं सति भाव एव, तदनन्तरत्वात् तत्स्वात्मवत् । भवनार्थान्तरत्वे व्योमोत्पलादिवदसत्त्वम्, विकल्पानां रासभविषाणादिसत्त्वं वा, घटादिवद् भवनानन्तरत्वात् । एतद्दर्शनपुरःसरा एव च सर्वनित्यैकत्वकारणमात्रवादाः कालपुरुषस्वभावादयश्चेति । अत्र द्रव्यास्तिकभेदा जीवाजीवयोग्यत्व-सद्रव्य-उपचारद्रव्य-एकत्वाभेदादिगोचरभेदादनेकभेदः ।
હવે સંગ્રહનય સમજાવાય છે. અભેદની પ્રધાનતાવાળો જે નય, વસ્તુમાં રહેલા સામાન્ય ધર્મથી સર્વે પણ વસ્તુઓનું એકીકરણ કરવા વાળી જે દૃષ્ટિ, વિશેષ ધર્મોને ગૌણ કરી સામાન્ય ધર્મને પ્રધાન કરવા દ્વારા સંગ્રહ કરનારી જે દૃષ્ટિ છે તે સંગ્રહનય કહેવાય છે. સર્વે પણ વસ્તુઓમાં સત્તા-અસ્તિત્વ ધર્મ રહેલો છે તેને ગ્રહણ કરનારો જે નય તે સંગ્રહનય જાણવો.
| સર્વે પણ પદાર્થોમાં અસ્તિત્વ અર્થાત્ સત્તા એટલે કે (મવનત્વ) = હોવાપણું, આવા પ્રકારના સામાન્ય ધર્મની સાથે જ વસ્તુનો સંબંધ છે. કારણ કે સર્વે પણ પદાર્થો ભવનધર્મવાળા (હોવાપણાના ધર્મવાળા) છે. આ રીતે ભવનત્વનો જે સંબંધ તે જ ભાવત્વ છે. સત્તાનો જે સંબંધ, તેનાથી જ વસ્તુ સત્ છે આમ જણાઈ જાય છે. આ રીતે સત્તામાત્રથી સર્વે વસ્તુઓ જણાય છે. તેમાં જ પદાર્થનું પોતાનું વાસ્તવિક સ્વરૂપ સમાપ્ત થઈ જાય છે (સમાઈ જાય છે). કંઈ બાકી રહેતું નથી. તેથી આ ઘટ છે, આ પટ છે, આ મઠ છે ઈત્યાદિ (વિશેષ ધર્મોના) વિકલ્પોની જે કલ્પના છે તે બ્રાન્તિમાત્રના કારણે જ છે તેથી નિરર્થક છે. આ નય સામાન્યગ્રાહી હોવાથી સત્તાને જ પ્રધાનપણે ગ્રહણ કરે છે. તેથી ઘટ-પટ-મઠ ઈત્યાદિ વિકલ્પોને (વિશેષોને) આ નય સ્વીકારતો નથી. તેથી ઉપર મજબ પોતાનો અભિપ્રાય કહે છે.
આ સંગ્રહનય વિશેષોને સ્વીકારતો નથી. તે કહે છે કે “ઘટ-પટ-મઠ” ઈત્યાદિ વિકલ્પો પણ (વિશેષો પણ) “ભવન”ની પ્રવૃત્તિને (અસ્તિત્વ ધર્મને) આધીન જ છે. અસ્તિત્વની સાથે અંદર જ રહેનારા છે. તેથી તે વિશેષો પણ “ભાવરૂપ-ભવનરૂપ” જ છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
૪૭૪
માધ્યસ્થાષ્ટક-૧૬
જ્ઞાનસાર
જેમ ઘટનું સ્વરૂપ ભવન સ્વરૂપથી અભિન્ન છે, માટે ભિન્ન નથી. તેમ આ વિશેષો પણ ભવનથી (સત્તાથી) અનર્થાન્તર છે. જો ઘટ-પટ-મઠ ઈત્યાદિ વિશેષોને ભવનથી (સત્તાથી) અર્થાન્તર માનો તો તે વિકલ્પો (વિશેષો) આકાશ-પુષ્પાદિની જેમ સર્વથા અસત્ જ થઈ જાય, કારણ કે સત્તાથી ભિન્ન માન્યા માટે સત્ નથી. અને જો સત્તાથી ભિન્ન હોવા છતાં પણ તે વિકલ્પોને સત્ માનીએ તો પછી અસ્તિત્વ વિનાના એવા રાસભ-શૃંગ આદિ વસ્તુઓને પણ સન્ માનવાની આપત્તિ આવે.
સારાંશ કે વિકલ્પોને (વિશેષોને) ભવનથી (અસ્તિત્વથી) અર્થાન્તર માનો તો આકાશપુષ્પની જેમ અસત્ થાય અને આ જ વિશેષોને ભવનથી અનર્થાન્તર (અભિન્ન) માનીને સત્ માનવા જાઓ તો જેમ ઘટ-પટાદિ વિશેષો અનર્થાન્તર હોવાથી સત્ મનાય છે તેમ રાસભ-શૃંગાદિ પણ ભવનથી અનર્થાન્તર માનવાથી સત્ માનવાની આપત્તિ આવશે. આવા પ્રકારની માન્યતાની પ્રધાનતાવાળા જ નીચેના દર્શનવાદો છે. (૧) સર્વ વસ્તુ નિત્ય જ છે. (૨) સર્વ વસ્તુઓ એકરૂપ જ છે. (૩) સર્વે વસ્તુઓ કારણમાત્ર જ છે. (૪) સર્વે વસ્તુઓ કાળથી જ થાય છે. (૫) સર્વે વસ્તુઓ ઈશ્વરજન્ય જ છે. (૬) સર્વે વસ્તુઓ સ્વભાવજન્ય જ છે. ઈત્યાદિ માન્યતાવાળાં જે જે દર્શનો છે. તે તે આ નયના આગ્રહવાળાં છે.
આ સંગ્રહનય દ્રવ્યાસ્તિકનયના જ ભેદ-પ્રભેદરૂપ છે. સર્વ જીવોની એકતા (સમાનતા), સર્વ અજીવોની એકતા (સમાનતા), યોગ્યતા માત્રવાળાં સદ્દવ્ય અને ઉપચરિત દ્રવ્યોની એકતા તથા ભિન્ન-ભિન્ન પ્રકારે અભેદાદિના વિષયથી આ નય અનેક ભેદવાળો છે. સંગ્રહનયની દૃષ્ટિ અભેદ તરફ, એકતા તરફ છે. તેથી જ ઘટ-પટ-મઠ આદિ વિશેષોને આ નય ધ્યાનમાં લેતો નથી. ભેદ તરફ ઉપેક્ષા ભાવ જ સેવે છે. આ પ્રમાણે સંગ્રહનય સમજાવ્યો. હવે વ્યવહારનય સમજાવે છે.
भावनिश्चयसामान्याभेदसङ्गृहीतानां विधिपूर्वकावस्थादिभेदेन विभजनं -भेदकरणलक्षणं तत्तद्धर्मप्रवृत्तिभिन्नज्ञानरूपः व्यवहारः । यदि घटादिभेदश्रुत्या स्वसामान्यानुबद्धस्य निरस्तसामान्यान्तरसम्बन्धस्य श्रूयमाणत्वानुगुणमेव ग्रहणं न स्यात् । किन्तु सर्वव्यपदेशविशेषाभिव्यङ्ग्यो भाव एव तेन तेन रूपेणाभिव्यज्यते । ततो घटाद्यन्यतरभेदश्रुतौ सर्वरूपभेदभावप्रतीतिप्रसङ्गः । ततश्च घटपटोदकादिरूपव्यतिकरभावप्रसङ्गः । उपदेशक्रियोपभोगापवर्गव्यवस्थादीनां चाभावात्सर्वसंव्यवहारोच्छेदः । सर्वविशेषव्याकरणे च निर्निबन्धनभवनाभावाद् भावाभाव एव ।
Page #15
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬
૪૭૫ ભાવાત્મક (અસ્તિત્વસ્વરૂપ-સત્તાસ્વરૂપ) નિશ્ચય વડે સામાન્ય દ્વારા અભેદભાવે ગ્રહણ કરાયેલા પદાર્થોનું સંગ્રહાયે અસ્તિત્વધર્મની અપેક્ષાએ જે પદાર્થોનું એકીકરણ કર્યું છે તે પદાર્થોનું) વિધિપૂર્વક ભિન્ન ભિન્ન અવસ્થાઓ વગેરે પર્યાયોને આશ્રયી ભેદ કરવા દ્વારા વસ્તુઓનો વિભાગ કરવો - પૃથક્કરણ કરવું, તે તે ધર્મની પ્રવૃત્તિના વિષયવાળું ભિન્ન ભિન્ન જ્ઞાન કરવું તે વ્યવહારનય કહેવાય છે. વિવક્ષિત એવા વિશિષ્ટ ધર્મને આશ્રયી વસ્તુઓનો ભેદ કરવો, વિભાગ કરવો તે વ્યવહારનય જાણવો. મનુષ્યત્વધર્મથી સમાન જણાતા સર્વે પણ મનુષ્યોમાં બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને શૂદ્રત્વ ધર્મની અપેક્ષાએ માનવમાનવમાં જે ભેદ કરવો તે વ્યવહારનય કહેવાય છે. સર્વે પણ પદાર્થો જે જે રીતે વ્યવહારના વિષય બને છે, તે તે રીતે સર્વે પણ પદાર્થો સંસારમાં પૃથપણે રહેલા છે.
આ ઘટ છે, આ પટ છે, આ ઉદક (પાણી) છે. આમ ઘટ-પટ-ઉદકાદિ સ્વરૂપે ભેદ સાંભળવાથી ભલે સર્વે ઘટ ઘટપણાના સામાન્યથી યુક્ત હોય, સર્વે પટ પટપણાના સામાન્યથી યુક્ત હોય અને સર્વે ઉદક ઉદકપણાના સામાન્યથી યુક્ત હોય તો પણ સત્તા નામના મહાસામાન્ય અને દ્રવ્યત્વ નામના અવાન્તર સામાન્ય વગેરે આવા પ્રકારના સામાન્યાન્તરનો સંબંધ ત્યજીને બોલાતા અને સંભળાતા એવા ઘટ-પટ-ઉદકાદિ રૂપ પોત પોતાના સામાન્યને અનુકુલ જ વસ્તુનું ગ્રહણ સ્વીકારવું જોઈએ.
ઘટ-પટ-ઉદક ભલે સત્તા સામાન્ય કે દ્રવ્યત્વ સામાન્યવાળા છે. પરંતુ ઘટાદિ જોઈને આ સત્તા છે, આ દ્રવ્ય છે આવો વ્યવહાર કોઈ કરતું નથી. પરંતુ આ ઘટ છે, આ પટ છે, ઈત્યાદિ જ વ્યવહાર કરે છે. માટે મહાસામાન્યને છોડીને પોતાને અનુકૂલ એવા સામાન્યનો વ્યવહાર કરવા દ્વારા વસ્તુ-ગ્રહણ સ્વીકારવું જોઈએ. જો આવું વસ્તુ-ગ્રહણ થતું હોવા છતાં આમ ન સ્વીકારીએ, અને સર્વથા વસ્તુનો વ્યપદેશ વિશેષ ધર્મ વડે જ અભિવ્યંગ્ય છે. તથા તેવા તેવા વિશેષ ધર્મ વડે અભિવ્યંગ્ય પદાર્થ જ તે તે રૂપે જણાય છે. આમ જો માનીએ તો આ ઘટ છે, આ પટ છે અને આ ઉદક છે આમ ઘટ-પટઉદકાદિ કોઈપણ એક પ્રકારનો ભેદ સંભળાયે છતે સર્વ પ્રકારના ભેદવાળા પદાર્થની એક રૂપે પ્રતીતિ થવાનો પ્રસંગ આવે. એટલે કે ઘટના અન્તિમ વિશેષ વડે ઘટનો, પટના અન્તિમ વિશેષ વડે પટનો અને ઉદકના અન્તિમ વિશેષ વડે ઉદકનો અનુભવ થવાનો પ્રસંગ આવે અને જો આમ થાય તો હાલ સર્વે જીવોને ઘટનો ઘટ તરીકે, પટનો પટ તરીકે અને ઉદકનો ઉદક તરીકે જે બોધ થાય છે તથા તેવી તેવી લેવડ-દેવડ અને શ્રવણાદિ વ્યવહાર જોવા-જાણવા મળે છે તે સર્વેના અભાવનો પ્રસંગ આવે.
Page #16
--------------------------------------------------------------------------
________________
४७६
માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
તથા આમ અન્તિમ-વિશેષથી જ જો વસ્તુ-ગ્રહણ સ્વીકારીએ તો તે અન્તિમ-વિશેષ ભાષાનો અવિષય હોવાથી ઉપદેશ આપવાની ક્રિયા, ભોગ-ઉપભોગની ક્રિયા તથા સ્વર્ગઅપવર્ગની વ્યવસ્થા વગેરે શબ્દો દ્વારા સમજવી-સમજાવવી અશક્ય બની જાય, તેથી તેનો અભાવ થવાથી સર્વે પ્રકારના સમ્યગુ-વ્યવહારનો ઉચ્છેદ જ થઈ જશે. તથા “સર્વથા વિશેષ જ છે” આમ કહ્યું છતે સામાન્ય બીલકુલ ન સ્વીકારવાથી સામાન્ય નામના કારણ વિના પદાર્થનું ભવન (અસ્તિત્વ) ન થવાથી પદાર્થનો અભાવ જ થઈ જવાનો પ્રસંગ આવે. જો માટી નામનું સામાન્યાત્મક કારણ જ ન સ્વીકારીએ તો ઘટ નામના વિશેષનું ભવન જ ન થાય તેથી પદાર્થનો અભાવ થવાનો જ પ્રસંગ આવે. તે માટે આવા પ્રકારના પોતપોતાના અવાન્તર સામાન્યથી યુક્ત પદાર્થો છે.
अविशेषत्वाभेदत्वानिरूप्यत्वादितश्च नैवासौ भावः खरविषाणादिवत् । तस्माद् व्यवहारोपनिपतितसामान्योपनिबन्धनं तु यदेव यद् यदा द्रव्यं पृथिवी-घटादि व्यपदिश्यते तदेव तद् तदा त्रैलोक्याविभिन्नरूपं सततमवस्थितापरित्यक्तात्मसामान्य महासामान्यप्रतिक्षेपेण संव्यवहारमार्गमास्कन्दतीति । एवंविधवस्तूपनिबन्धनैव च वर्णाश्रमप्रतिनियतयमनियमगम्यागम्यभक्तादिव्यवस्था । कुम्भकारादेश्च मृदानयनाऽवमर्दनशिवकस्थासकादिकरणप्रवृत्ती वेतनकादिदानस्य साफल्यम् । अव्यवहार्यत्वाच्च शेषमवस्तु व्योमेन्दीवरादिवदिति ।
તથા આ ઘટ-પટ-ઉદકાદિ પદાર્થ સર્વથા અવિશેષત્વ, અભેદત્ય અને અનિરૂપ્યત્વ આદિ સ્વરૂપે પણ ખરવિષાણની જેમ નથી જ, અર્થાત્ ઘટ-પટ-ઉદકાદિ પદાર્થો સર્વથા વિશેષ વિનાના, સર્વથા ભેદ વિનાના અને સર્વથા નિરૂપણ ન કરાય તેવા તેવા સ્વરૂપવાળા પણ નથી. જો તેમ હોય તો ખર-વિષાણની જેમ સર્વથા અસત્ જ થાય. સારાંશ કે અન્તિમ વિશેષવાળા છે એમ પણ નહીં અને સર્વથા વિશેષ વિનાના છે એમ પણ નહીં. તેથી લોકવ્યવહારથી જણાતું એવું સામાન્ય જેમાં કારણરૂપે રહેલું છે આવા પ્રકારનું જે જે દ્રવ્ય જ્યારે જ્યારે આ પૃથ્વી છે એમ બોલાય, અથવા આ ઘટ છે આમ બોલાય ત્યારે ત્યારે તે તે દ્રવ્ય, ત્રણે લોકના પદાર્થોની સાથે કથંચિત્ અભિન્ન સ્વરૂપવાળા એવા તે મહાસામાન્ય | (સત્તા-દ્રવ્યત્વ ઈત્યાદિ નો પ્રતિક્ષેપ કરવાપર્વક (નિષેધ કરવા પૂર્વક) નિરંતરપણે અવસ્થિત
એવા પોતપોતાના અવાસ્તર સામાન્યને (પૃથિવી-ઘટ ઈત્યાદિ)ને ત્યજ્યા વિના સમ્યવ્યવહારને પામે છે. આ મૃપિંડ છે, આ ઘટ છે. આવા પ્રકારના પોત-પોતાના અવાન્તર-સામાન્યરૂપે જ વસ્તુનો વ્યવહાર કરાય છે. અન્તિમ-સામાન્ય પણ નહીં અને અન્તિમ-વિશેષ પણ નહીં એવા પ્રકારની જ વસ્તુના કારણવાળી બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને
Page #17
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક-૧૬
૪૭૭
શૂદ્ર એમ ચાર પ્રકારના વર્ણની વ્યવસ્થા, બાલાશ્રમ, યુવાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એમ ચાર પ્રકારના આશ્રમની વ્યવસ્થા તથા સર્વ માટે વ્યવસ્થિતપણે યમનિયમની વ્યવસ્થા, ભોગ્ય અને અભોગ્યની વ્યવસ્થા અને ભક્ષ્યાભક્ષ્યપૂર્વકની ભોજનાદિની વ્યવસ્થા અનાદિકાળથી રચાયેલી છે.
ઘટ સંબંધી સર્વ કાર્ય “માટી લાવે, માટીને ઓગાળે, માટીને મસળે, શિવક, સ્થાસક આદિ કરે” એમ કુંભારની આ સર્વ પ્રવૃત્તિમાં તે ઘટ કરે છે આવો જ વ્યવહાર થાય છે
અને પગાર આદિ પણ ત્યારથી થતા ઘટસંબંધી સર્વ કાર્ય ગણીને અપાય છે. એ રીતે અપાતા પગાર આદિ સફળ મનાય છે. માટે ઘટસંબંધી સર્વે પણ પ્રક્રિયાને ઘટરૂપે સામાન્ય પણ ગણવી જોઈએ અને પટાદિથી વ્યતિરેકપણે વિશેષ પણ ગણવી જોઈએ. અન્તિમસામાન્ય કે અન્તિમવિશેષ વાળી વસ્તુ જ નથી. કારણ કે જે વ્યવહારનો વિષય ન હોય અર્થાત્ અવ્યવહાર્ય હોય તે વસ્તુ અવ્યવહાર્ય હોવાથી જ આકાશ-પુષ્પાદિની જેમ અવસ્તુ છે. આમ વ્યવહારનય કહે છે. આ પ્રમાણે વ્યવહારનય સમજાવ્યો.
ऋजु-सममकुटिलं सूत्रयति, ऋजु वा श्रुतमागमोऽस्येति सूत्रपातनबद्धः ऋजुसूत्रः । यस्मादतीतानागतवस्तुपरित्यागेन वर्तमानपदवीमनुधावत्यतः साम्प्रतकालावरुद्धपदार्थत्वाद् ऋजुसूत्रः । एष च भावविषयप्रकारातीतानागतवस्तुपरित्यागे विषयवचनपरिच्छेदे प्रवृत्तः सर्वविकल्पातीतातिसम्प्रमुग्धसङ्ग्रहाग्रहाविशिष्टत्वाद् व्यवहारस्यायथार्थतां मन्यमानः अचरणपुरुषगरुडवेगव्यपदेशवद् वर्तमानक्षणसमवस्थितिपरमार्थं व्यवस्थापयति । अतीतानागताभ्युपगमस्तु खरविषाणास्तित्वाभ्युपगमान्न भिद्यते । दग्धमृतापध्वस्तविषयश्च अनाश्वासः न कस्यचिदपि स्यात् । अघटादिलक्षणमृदाद्यनर्थान्तरत्वाच्च घटादिकालेऽपि घटादि नैव स्यात् ।
ઋજુ એટલે સરળપણે વસ્તુને સમજાવે, અકુટિલપણે (સરળરૂપે) વસ્તુતત્ત્વને જે ગ્રહણ કરે તે ઋજુસૂત્રનય અથવા જે વસ્તુ વર્તમાનકાલે જેવી હોય તે વસ્તુને તે સ્વરૂપે સમજે અને તે રૂપે સમજાવે તે ઋજુસૂત્રનય કહેવાય છે. અથવા ઋજુ = સરળ એવું શ્રુત એટલે અભ્યાસ છે જેનો, જેનો અભ્યાસ-અધ્યયન સરળ છે. જે જે સૂત્રમાં જે જે વસ્તુ જેમ કહેલી હોય તેને તેમ જ સ્વીકારવામાં બંધાયેલો એવો અભિપ્રાય તે ઋજુસૂત્રનય જાણવો. જે કારણથી આ નય અતીતકાલ અને અનાગતકાલનું વસ્તુસ્વરૂપ ત્યજીને વર્તમાનકાલીન વસ્તુસ્વરૂપને અનુસરે છે. આ કારણથી આ નય વર્તમાનકાલીન સ્વરૂપવાળા પદાર્થને સ્વીકારનાર હોવાથી ઋજુસૂત્રનય કહેવાય છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
૪૭૮
માધ્યસ્થ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
આ નય પદાર્થના વિષયમાં ભિન્ન ભિન્ન પ્રકારે અતીતકાલસંબંધી અને અનાગતકાલ સંબંધી વસ્તુના સ્વરૂપનો પરિત્યાગ કરવાવાળા એવા પદાર્થના સ્વરૂપને કહેનારા શાબ્દિક બોધમાં પ્રવર્તે છે. ભૂતકાલ અને ભાવિકાલના સ્વરૂપને ગૌણ કરનારો છે.
સંગ્રહનય એકીકરણના સ્વભાવવાળો હોવાથી સર્વ વિકલ્પો (વિશેષો)થી અતીત (રહિત) હોવાથી એટલે કે ક્ષણ-ક્ષણના થતા વિશેષ વિશેષ પર્યાયો-વિકલ્પો-વિશેષો ન સ્વીકારતો હોવાથી આ ઋજુસૂત્રનયની દૃષ્ટિએ અતિશય સંપ્રમુગ્ધ છે (અજ્ઞાની છે, ભદ્રિક છે) = અયથાર્થ છે. તેની જેમ વ્યવહારનય પણ ત્રણે કાલને સ્વીકારતો હોવાથી ક્ષણ-ક્ષણના સર્વ વિકલ્પ-વિશેષોથી રહિત વસ્તુને સ્વીકારનાર હોવાથી સંગ્રહનયની માન્યતાનો જે આગ્રહ છે. તેની તુલ્ય જ માન્યતાવાળો હોવાથી સંગ્રહનયની જેમ વ્યવહારનય પણ અયથાર્થ જ છે, ભદ્રિક છે, અજ્ઞાની છે એમ આ નય માને છે. તેથી “ચરણ વિનાનો પુરુષ ગરુડના જેવી વેગવાળી ગતિ કરે છે’ આવા પ્રકારનો વ્યપદેશ જેમ અયથાર્થ છે, તેમ સંગ્રહનય અને વ્યવહારનયની વાત અયથાર્થ જ છે. આમ માનતો આ ઋજુસૂત્રનય માત્ર વર્તમાન એક ક્ષણની સ્થિતિવાળું જ પદાર્થનું સ્વરૂપ પરમાર્થથી છે આમ સિદ્ધ કરે છે, સ્થાપિત કરે છે. અને સમજાવે છે.
અતીતકાલ અને અનાગતકાલવાળું વસ્તુ-સ્વરૂપ સ્વીકારવું તે ખર-વિષાણાદિ અસત્પદાર્થોના સ્વરૂપને સ્વીકારવાની તુલ્ય હોવાથી તેનાથી કંઈ ભિન્ન નથી. અર્થાત્ જેમ ખર-વિષાણ આદિ અસત્ છે તેમ વસ્તુનું અતીત-અનાગતવાળું સ્વરૂપ પણ અસત્ જ છે. બળી ગયેલો, મૃત્યુ પામેલો અને નાશ પામેલો પદાર્થ ખરેખર જગતમાં નથી જ, અસત્ જ છે. તેથી વિશ્વસનીય નથી. અર્થાત્ દગ્ધ-મૃત અને ધ્વસ્ત વસ્તુ છે આમ માનવું તે વિશ્વાસયોગ્ય નથી. તેથી જ દગ્ધાદિ ભાવવાળી વસ્તુ “છે” આવો બોધ કોઈને પણ થતો નથી.
ઘટ બન્યા પૂર્વે જે મૃદાદિ દ્રવ્ય છે તે ઘટ બન્યો ન હોવાથી “અઘટાદિ લક્ષણાત્મક છે” અર્થાત્ મૃÑિડકાલે ઘટ નથી. જે કાલે ઘટ બને છે તે કાલે પણ જો અઘટાદિલક્ષણવાળી મૃદાદિ વર્તે છે એમ માનીએ તો તે બનતા ઘટાદિ પદાર્થો અઘટાદિ લક્ષણાત્મક મૃદાદિથી અભિન્ન હોવાના કારણે બનતા ઘટાદિ પણ ઘટાદિ રૂપે નથી. કારણ કે મૃદાદિ અઘટાત્મક છે અને તેમાંથી બનતા ઘટાદિ તેનાથી અનર્થાન્તર છે તેથી તે ઘટાદિ પણ તે કાલે અઘટાદિ રૂપ જ થશે. માટે ઘટાદિ થશે જ નહીં.
न च तदेव तदेकं मृद्द्रव्यमन्यथा वर्तते । किं तर्हि ? अन्यदेवान्यप्रत्ययवशात् अन्यथोत्पद्यते इति । न च पिण्डादिक्रियाकाले कुम्भकारव्यपदेशः । यदि चान्यदपि
Page #19
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક-૧૬
कुर्वन्नन्यस्य कर्त्ता इत्युच्यते, पटादिकरणप्रवृत्तोऽपि प्रत्याख्यातविज्ञानान्तरसम्बन्धः स्यादेव कुम्भकारः, ततश्चाशेषलोकव्यवहारोपरोध इत्यतः पूर्वापरभागवियुतः सर्ववस्तुगतो वर्तमानक्षण एव सत्यः, नातीतानागतं वास्तीति वर्तमानवादिनो नास्तिकादयः । एतद्दर्शनं "चर खाद" इत्यादि, " एतावानेव लोकोऽयं यावानिन्द्रियगोचरः" इत्यादि सूक्ष्मस्थूलभेदात् ।
૪૭૯
કદાચ વ્યવહારનય આમ કહે કે જે પૂર્વકાલીન મૃદ્રવ્ય હતું તે જ એક દ્રવ્ય ક્રમશઃ પિંડાકારે, ઘટાકારે અને કપાલાકારે બને છે. આમ મૃદ્રવ્ય ધ્રુવ છે અને ક્ષણે ક્ષણે અન્યથાઅન્યથા (ભિન્ન ભિન્ન પર્યાય સ્વરૂપે) પરિવર્તન પામે છે. તો આ વાત ઉચિત નથી. આમ આ નય કહે છે. કોઈ પણ ધ્રુવદ્રવ્ય છે જ નહીં. પ્રતિસમયે અન્ય-અન્ય વસ્તુ જ અન્યથાઅન્યથા રૂપે ઉત્પન્ન થાય છે. કારણ કે પ્રતિસમયે અન્ય-અન્ય રૂપે પ્રત્યય (બોધ) થાય છે માટે, માટીનો પિંડ હોય તે કાલે પિંડ છે એવો જ બોધ થાય છે, પણ ઘટ છે કે કપાલ છે એવો બોધ થતો નથી તથા ઘટકાલે ઘટ છે એવો જ પ્રત્યય (બોધ) થાય છે પણ પિંડ છે કે કપાલ છે એવો બોધ થતો નથી. આ જ રીતે કપાલ કાલે કપાલનો જ પ્રત્યય થાય છે પણ પિંડનો અને ઘટનો બોધ થતો નથી. તેથી પ્રતિસમયે અન્ય-અન્ય જ વસ્તુસ્વરૂપ છે. અન્વયીભૂત કોઈ ધ્રુવ દ્રવ્ય છે જ નહીં.
કોઈ પુરુષ જ્યારે માટીનો પિંડ બનાવતો હોય ત્યારે પિંડકાર કહેવાય છે પણ કુંભકાર કહેવાતો નથી. તેવી જ રીતે ઘટ બનાવે ત્યારે કુંભકાર કહેવાય છે પણ કપાલકાર કહેવાતો નથી. જો ધ્રુવદ્રવ્ય હોત તો તે પણ કહેવરાવવું જોઈએ. માટે પ્રત્યેક વસ્તુ ભિન્નભિન્ન છે. અન્ય પદાર્થને કરતો હોય ત્યારે તે પુરુષને તેનાથી અન્ય પદાર્થનો કર્તા ન કહેવાય અને જો કહેવાય તો પટાદિ કાર્ય કરવામાં પ્રવર્તેલો પુરુષ ઘટાદિનો કર્તા પણ કહેવરાવવો જોઈએ. કારણ કે તે કાલે તે પુરુષે વિજ્ઞાનાન્તસંબંધ (બીજું કોઈપણ કાર્ય કરવાનો ઉપયોગ) ત્યજી દીધો છે. તેથી પટાદિ કાર્ય કરવામાં જ ઉપયોગવાળા બનેલા પુરુષને ઘટાદિનો કર્તા પણ કહેવાનો પ્રસંગ આવશે. અને જો આમ થાય તો સમસ્ત ત્રણે ભુવનના પદાર્થોનો કર્તા પણ કહેવાશે. તેથી તો સઘળા ય પણ લોકવ્યવહારનો વિરોધ થાય. માટે આ વાત બરાબર નથી. તેથી કોઈ ધ્રુવદ્રવ્ય છે જ નહીં. પ્રતિસમયે નવો નવો જ પદાર્થ બને છે, તેને જુના પદાર્થ સાથે કંઈ સંબંધ નથી. જુનો પદાર્થ ક્ષણિકપણે જ બન્યો હોવાથી ક્ષણમાત્ર સ્થિતિવાળો થઈને આપોઆપ સ્વયં નષ્ટ થાય છે, પણ મુદ્ગર આદિ અન્ય નિમિત્તથી નાશ પામતો નથી. પ્રતિસમયે જુનો જુનો પદાર્થ સ્વયં નાશ પામે છે અને અપૂર્વ અપૂર્વ પદાર્થ સ્વયં ઉત્પન્ન થાય છે. નિર્હતુક નાશ અને નિર્હેતુક ઉત્પત્તિવાળા પદાર્થો છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
४८०
માધ્યસ્થ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
આ રીતે પૂર્વ-અપર એવા વિભાગ વિના જ સર્વ વસ્તુઓમાં માત્ર એકક્ષણ સ્થાયી એવા સ્વરૂપવાળો જ પદાર્થ છે અને આ જ વાત સત્ય છે. માટે અતીત કે અનાગત કાલવર્તી કોઈ વસ્તુ સત્ નથી જ, આ પ્રમાણે માત્ર વર્તમાનકાલને માનનારા નાસ્તિકદર્શનકાર (ચાર્વાકદર્શનકાર) આદિ આમ કહે છે. તે દર્શનોની આવી માન્યતા છે કે “બહુ ફરો, બહુ ખાઓ-પીઓ, મોજમઝા માણો, આગળ-પાછળ ભવ છે જ નહીં’’ ઈત્યાદિ. વળી તેઓ કહે છે કે આટલું જ આ જગત છે જેટલું ઈન્દ્રિયોથી દેખાય છે” અતીન્દ્રિય કોઈ વસ્તુ છે જ નહીં. જેટલી જેટલી વસ્તુઓ ઈન્દ્રિયોથી દેખાય છે તે જ પર્વતાદિ સ્થૂલ અને ઘટ-પટાદિ તેનાથી સૂક્ષ્મ, ઘટ-પટાદિ સ્થૂલ અને બોર-સોય-રાઈ વગેરે સૂક્ષ્મ. આમ સ્થૂલ અને સૂક્ષ્મના ભેદથી દેખાતું આ જગત છે તે જ છે. બીજું અતીન્દ્રિય કોઈ વસ્તુ છે જ નહીં. આ પ્રમાણે ઋજુસૂત્રનય પોતાની કલ્પના કહે છે.
परिणतिसामान्यविशेषपरिणतिक्षायोपशमिकौदयिकादिवर्तमानग्रहरूपः शब्दनयः। शब्द एवासौ अर्थकृतवस्तुविषयविशेषप्रत्याख्यानेन शब्दकृतार्थविशेषं મન્યતે। વિ ગર્ભાધીન: ય: ય: અર્થ: ધાતો: વિશેષઃ સ્વાત્ ન શત:, तेन घटवर्तमानकाले घट एव निर्विशेषः स्यात् । कर्मकरणसम्प्रदानापादानस्वाम्यादिविशेषान्नाप्नुयात् । ततश्च घटं पश्यत्येवमादिकारककृतो व्यवहारो विद्यते ( छिद्येत ) । अतः समानलिङ्गादिशब्दसमुद्भावितमेवाभ्युपैति वस्तु । नेतरत् । न हि पुरुषः स्थाणुः यदीष्येत वचनार्थहानिः स्यात् । भेदार्थं हि वचनम्, अतः स्वातिः तारा नक्षत्रमिति लिङ्गतः, निम्बाम्रकदम्बा वनमिति वचनतः, स पचति, त्वं पचसि अहं पचामि पचाव: पचामः इति पुरुषतः, एवमादि सर्वं परस्परविशेषव्याघातादवस्तु, परस्परव्याघातत्वे एवमाद्यवस्तु प्रतिपत्तव्यम् । यथा शिशिरो ज्वलन:, तथा विरुद्धविशेषत्वात् तट: तटी तटमित्यवस्तु, रक्तनीलमिति यथा । यद्वस्तु तदविरुद्धविशेषमभ्युपयन्ति सन्तः, यथा घटः कुम्भः । तथा चोच्यते यत्रार्थी वाचं न व्यभिचरति अभिधानं तद् एवमयं समानलिङ्गसङ्ख्यापुरुषवचनं शब्दः । एतद्दर्शनानुगृहीतं चोच्यते अर्थप्रवृत्तितत्त्वानां शब्द एव निबन्धनमिति ।
સંગ્રહનયને માન્ય સામાન્ય-પરિણતિ, વ્યવહારનયને માન્ય વિશેષ-પરિણતિમાંથી ક્ષાયોપમિક ભાવવાળા અને ઔયિક આદિ ભાવવાળા વર્તમાન પર્યાયને જ સ્વીકાર કરવાવાળો આ શબ્દનય, શબ્દમાં જ શબ્દ વડે કરાયેલા અર્થ-વિશેષને સ્વીકારે છે અને અર્થ (પદાર્થ) વડે કરાયેલા વસ્તુવિષયક વિશેષને ત્યજી દે છે. આ શબ્દનય શબ્દને વધારે
Page #21
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક- ૧૬
૪૮૧ મહત્ત્વ આપે છે. અન્ય અન્ય નયોને માન્ય સામાન્ય કે વિશેષને આ નય ગૌણ કરે છે. એટલું જ નહીં, પરંતુ શબ્દો દ્વારા જણાવાતી પદાર્થ સંબંધી વિશેષતા હોય તો તેને ગૌણ કરે છે. ઉપેક્ષા કરે છે. પણ શબ્દ સંબંધી વિશેષતાને ઘણું મહત્વ આપે છે. લિંગભેદ, વચનભેદ, જાતિભેદને કારણે અર્થભેદ કરે છે.
આ કારણે ઘટનો વર્તમાનકાલ જ્યારે હોય ત્યારે પણ ઘટ એ નિર્વિશેષ ઘટ જ છે. અર્થ-ગત વિશેષતાને આ નય ધ્યાનમાં લેતો નથી. આ કારણે જ કર્મકારકતા, કરણકારકતા, સંપ્રદાનકારકતા, અપાદાનકારકતા અને સ્વામી આદિ સંબંધી વિશેષતાને આ નય સ્વીકારતો નથી. તેથી જ “ધર્ટ પર” અથવા “ધટેન નન્ન વિમર્તિ” ઈત્યાદિ પ્રયોગોમાં ઘટમાં કર્મ-કારકતા, કરણકારકતા વગેરે ભિન્ન ભિન્ન કારક વડે કરાયેલા ભિન્ન ભિન્ન વ્યવહારો આ નયની દૃષ્ટિએ વિચ્છેદ પામે છે. અર્થાત્ ઘટતા નથી. આ કારણથી જે જે શબ્દોનું લિંગ સમાન, વચન સમાન, પુરુષ સમાન, કારક સમાન, આમ સમાન લિંગાદિ વાળા શબ્દો દ્વારા જણાવાયેલી વસ્તુને જ વસ્તુ તરીકે સ્વીકારે છે, પણ ઈતરને (ભિન્ન લિંગાદિ વાળાને) વસ્તુ તરીકે આ નય સ્વીકારતો નથી. કારણ કે જે પુરુષ હોય છે તે સ્થાણુ હોતું નથી અને જે સ્થાણુ હોય છે તે પુરુષ હોતો નથી, ભિન્ન શબ્દ હોવાથી ભિન્ન ભિન્ન પદાર્થ છે. આ બન્ને શબ્દો ભિન્ન ભિન્ન હોવા છતાં પણ જો તે શબ્દોથી વાચ્ય વસ્તુ એક ઈચ્છાય તો વચન પ્રમાણેના અર્થની (શબ્દ પ્રમાણે પદાર્થ નથી માટે તે અર્થની) હાનિ થાય.
વસ્તુ-વસ્તુનો ભેદ સમજાવવા માટે જ શબ્દો બોલાય છે. પછી ભિન્ન એવા બે સ્થાણુ-પુરુષ શબ્દોથી વાચ્ય વસ્તુ એક કેમ હોય? આ કારણથી જ “સ્વાતિઃ તારા નક્ષત્રમ્' આ ત્રણે શબ્દોમાં લિંગ ભિન્ન ભિન્ન હોવાથી, “નિસ્વીપૃથ્વી: વમિતિ” અહીં પૂર્વપદમાં બહુવચન અને વનને એકવચન હોવાના કારણે વચનભેદ હોવાથી, તથા “ પતિ, વં પસિ, મર્દ પાકિ” આ શબ્દોમાં પુરુષભેદ હોવાથી અને પામિ, પાવડ, પામ: ઈત્યાદિ શબ્દોમાં વચનભેદ હોવાથી આવા આવા પ્રકારના સર્વ શબ્દોમાં અરસપરસ જ એક-બીજાની વિશેષતાનો વ્યાઘાત કરનારા આ શબ્દો થયા, તેથી તે અવસ્તુ (મિથ્થા વસ્તુ) જ છે. જે જે શબ્દો પરસ્પર એક-બીજાના વિશેષ ધર્મનો વ્યાઘાત કરનારા હોય છે તે સર્વે અવસ્તુ જ જાણવી.
જેમકે “શિશિર વૈ7:” શિશિર ઋતુ છે પણ ઘણો જ તાપ છે, આમ બોલવું કે સમજવું મિથ્યા છે. કારણ કે પરસ્પર વિરુદ્ધ ધર્મ છે માટે મિથ્યા છે. તેવી જ રીતે “તદ: તરી તમિત્યવતુ'' આ ત્રણે શબ્દોમાં લિંગ ભિન્ન ભિન્ન હોવાથી અવસ્તુ છે. જેમ રક્ત
Page #22
--------------------------------------------------------------------------
________________
૪૮૨ માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર હોય તે નીલ ન હોય અને નીલ હોય તે રક્ત ન હોય તેમ આ શબ્દો પણ ભિન્ન ભિના લિંગવાળા હોવાથી ભિન્ન વાગ્યના વાચક છે.
જે વસ્તુ પરસ્પર અવિરુદ્ધ ધર્મ-વિશેષવાળી હોય તે જ વાસ્તવિક વસ્તુ છે એમ સજ્જન પુરુષો સ્વીકારે છે. જેમ “પટ: ગુગ્ધ: નશઃ” આ ત્રણે શબ્દોથી વાચ્ય વસ્તુ એક છે. કારણ કે સમાન લિંગ અને સમાન વચન વગેરે હોવાથી. તેથી જ શાસ્ત્રકારો દ્વારા શાસ્ત્રોમાં આમ કહેવાય છે કે “જ્યાં પદાર્થ વાચાની સાથે વ્યભિચાર ન પામે તે જ સાચો શબ્દ છે.” આ પ્રમાણે આ નય સમાન લિંગ, સમાન સંખ્યા, સમાન પુરુષ અને સમાન વચનવાળા શબ્દને જ સાચો શબ્દ માને છે. તેથી જ તેને શબ્દનય કહેવાય છે. આ જ નયના એકાન્તવાદથી અનુગૃહીત થયેલું દર્શન એકાન્ત-શબ્દનયવાદી કહેવાય છે. પ્રત્યેક પદાર્થોમાં પ્રવૃત્તિરૂપ તત્ત્વનું કારણ શબ્દ જ છે. આમ શબ્દની પ્રધાનતાવાળી આ શબ્દનયની માન્યતા છે.
तत्त्वार्थे शब्दनयस्त्रिभेदः, साम्प्रतसमभिरूद्वैवम्भूतभेदात् । साम्प्रतं-वर्तमानं भावाख्यमेव वस्त्वाश्रयत इति वर्तमानक्षणवर्तिवस्तुविषयोऽध्यवसायः, तद्भवः शब्दः साम्प्रतः, स्वार्थे को वा साम्प्रतिकः । अनुयोगद्वारादिषु भिन्नाख्यानेन भिन्नैव व्याख्यायते ।
यां यां संज्ञामभिधत्ते तां तां समभिरोहतीति समभिरूढः । सोऽभिदधति
તત્ત્વાર્થસૂત્રમાં શબ્દનયના ત્રણ ભેદો કહ્યા છે - (૧) સામ્રત, (૨) સમભિરૂઢ, (૩) એવંભૂત. આવા પ્રકારના ત્રણ નામથી ત્રણ ભેદ કહ્યા છે. સાસ્કૃત એટલે વર્તમાનકાલીન, ભાવાત્મક જે વસ્તુ તેને જ આ નય સ્વીકારે છે. વર્તમાનકાલીન એકક્ષણ-માત્રવર્તી વસ્તુના વિષયવાળો જે અધ્યવસાય તે સામ્પત. તે સામ્પ્રત શબ્દથી ભવ અર્થમાં પ્રત્યય થતાં સાસ્કૃત શબ્દ બને છે અથવા સ્વાર્થમાં તદ્ધિતનો વા પ્રત્યય લાગતાં સાપૂતિના શબ્દ પણ બને છે. અનુયોગદ્વાર વગેરે આગમ શાસ્ત્રોમાં સામ્પ્રતસમભિરૂઢ અને એવંભૂત આમ ભિન્ન ભિન્ન નામો હોવાથી ભિન્ન ભિન્ન સંજ્ઞાનું જ વ્યાખ્યાન કરાય છે. નામ પ્રમાણે ભિન્ન ભિન્ન જ અર્થ કરાય છે. તેમાં પ્રથમ સામ્મતનય સમજાવ્યો. હવે સમભિરૂઢનય કહે છે -
કોઈપણ વસ્તુ માટે જે જે સંજ્ઞા કહેવાય છે તે સંજ્ઞાને જ વધારે ભાર આપીને સ્વીકારે, તે તે શબ્દોની વ્યુત્પત્તિ પ્રમાણે જ અર્થને માને તે સમભિરૂઢ નય કહેવાય છે. તે સમભિરૂઢનયનું કહેવું છે કે –
Page #23
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થ્યાષ્ટક - ૧૬
४८३
यदि लिङ्गमात्रभिन्नमवस्तु, विसंवादित्वात्, रक्तनीलतादिवत्, एवं सति मूलत एव भिन्नशब्दं कथं वस्तु स्यात् ? शब्देन हि अर्थाद् निरुक्तिः क्रियते, एतस्माद् निरुक्तादेषः इति यत्र तद्भेदस्तद्भिन्नमेव, यथा तु पूर्वनयेनैकं कृत्वोच्यते इन्द्रशक्रादिः तदवस्तु यथा घटज्वलनादि भिन्ननिमित्तत्वाद् अनयोरेकत्वेन अवस्तुता । एवं घटकुटयोरपि चेष्टाकौटिल्यनिमित्तभेदात्पृथक्ता । तथा प्रकृतिप्रत्ययोपात्तनिमित्तभेदाद् भिन्नौ शक्रेन्द्रशब्दौ एकार्थौ न भवतः, विविक्तनिमित्तावबद्धत्वात् गवाश्वशब्दवत् ।
(अथापि ) प्रतीतिश्च लोके चैवं निरूढत्वात्, इन्द्रशब्दस्य पुरन्दरादयः पर्यायाः इत्येतदनुपपन्नम् । एवं हि सामान्यविशेषयोरपि पर्यायशब्दत्वं स्यादेव । यतः प्लक्ष इत्युक्ते प्राग् वृक्षेऽस्ति सम्प्रत्ययः, अस्तित्वे सम्प्रमोहे च सज्ञान्तरकल्पनायामिहापि तर्हि उक्तादनुक्तप्रतिपत्तौ सत्यां पर्यायत्वप्रसङ्गः । प्रविश, पिण्डीं भक्षय इत्यस्य गमात् ।
तथाऽस्तिर्भवतिपरः प्रथमपुरुषेऽप्रयुज्यमानेऽप्यस्तीति गम्यते, वृक्ष: प्लक्ष इत्युक्तेऽस्तीति गम्यते न्यायादस्तिपर्यायः प्राप्तः । ( भेदः साधीयान् ) तस्माद् भेदस्यार्थनयात् दन्तिहस्तिनोश्चैकत्वाप्रसङ्गः इति, एवं सज्ञान्तराभिधानमवस्तु इति ।
સમભિરૂઢ નય પર્યાયવાચી નૃપ-ભૂપ અને રાજા ઈત્યાદિ શબ્દોના પણ ભિન્ન ભિન્ન અર્થ સ્વીકારે છે. તેથી તે નય શબ્દનયને આવા પ્રકારનો ઠપકો આપે છે કે - જે જે શબ્દોનું લિંગમાત્ર ભિન્ન હોય છે તે તે વસ્તુ ભિન્ન ભિન્ન હોય છે. તટ તટી તટ નું એકત્વ માનવું તે જો અવસ્તુ છે, મિથ્યા છે. કારણ કે બધા જ શબ્દો પરસ્પર વિસંવાદી છે. જેમ નીલ અને પીત શબ્દો ભિન્ન ભિન્ન હોવાથી તેના ભિન્ન ભિન્ન અર્થ છે, તેમ તટ-તટી-તટં શબ્દોના અર્થો પણ ભિન્ન ભિન્ન છે - આમ હે શબ્દનય ! તું માને છે. તો જે શબ્દો મૂલથી જ ભિન્ન છે. જેમકે રૃપ-ભૂપ અને રાજા, તે શબ્દોનો અર્થ એક કેમ હોય ? લિંગભેદે જો અર્થભેદ હોય છે તો પછી શબ્દભેદે વસ્તુભેદ કેમ ન હોય ?
શબ્દ દ્વારા (એટલે કે શબ્દની વ્યુત્પત્તિ કરવા દ્વારા) અર્થથી નિશ્ચિત અર્થનું કથન थाय छे. ठेभ नृन् पातीति नृपः, भुवं पातीति भूप: = खाम “खा शब्दोथी खावा પ્રકારની નિરુક્તિ થતી હોવાથી મનુષ્યોનું રક્ષણ કરે તે નૃપ અને પૃથ્વીનું રક્ષણ કરે તે ભૂપ.
આવો અર્થ થાય છે” આમ જે જે શબ્દો ભિન્ન ભિન્ન હોય છે તેનો તેનો અર્થ પણ તેવો તેવો ભિન્ન-ભિન્ન જ હોય છે. નૈગમ-સંગ્રહાદિ પૂર્વનયો વડે ઈન્દ્ર, શક્ર, પુરંદર વગેરે
Page #24
--------------------------------------------------------------------------
________________
४८४ માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર શબ્દોનો જે ઈન્દ્ર એવી એકતા કરીને એક અર્થ કરાય છે, તે ખરેખર અવસ્તુ છે, ખોટું છે, મિથ્યા છે. કારણ કે જો આમ ભિન્ન ભિન્ન શબ્દોનો પણ અર્થ એક જ કરીએ તો “ઘટ અને જ્વલન” ઈત્યાદિ શબ્દોનો અર્થ પણ એક થઈ જશે અને આ પ્રમાણે ભિન્ન ભિન્ન નિમિત્ત (વ્યુત્પત્તિ) હોવા છતાં પણ જેમ ઘટ-જ્વલન શબ્દની એકતા કરવી તે અવસ્તુ છે. તેમ નૃપ-ભૂપ ઈત્યાદિ શબ્દોની પણ એકતા કરવી તે અવસ્તુ જ છે. આ પ્રમાણે વિચારતાં ઘટ અને કુટ આ બન્ને શબ્દોની પણ ભિનાર્થતા જ માનવી ઉચિત છે. કારણ કે ઘટ શબ્દની નિમિત્તતા ચેષ્ટા છે અને કુટશબ્દની નિમિત્તતા કૌટિલ્યતા છે. આ રીતે ચેષ્ટા અને કૌટિલ્યતા રૂપ નિમિત્તભેદ હોવાથી જેમ ઘટ-કુટ શબ્દોના અર્થો ભિન્ન ભિન્ન છે તે જ રીતે શક્ર અને ઈન્દ્ર આ બને પર્યાયવાચી શબ્દોમાં પણ પ્રકૃતિ અને પ્રત્યયથી પ્રાપ્ત થયેલ એવું નિમિત્ત ભિન્ન ભિન્ન હોવાથી બન્ને શબ્દો પણ ભિન્ન ભિન્ન જ છે અને અર્થ પણ ભિન્ન ભિન્ન જ છે. તે બન્નેને એકાર્થકતા કેમ હોય ? અર્થાત પર્યાયવાચી બને શબ્દો એકાર્થક નથી. જેમ ગાય અને અશ્વ શબ્દોમાં પ્રકૃતિ અને પ્રત્યય ભિન્ન ભિન્ન હોવાથી અર્થ ભિન્ન ભિન્ન છે તેમ શક્ર અને ઈન્દ્ર શબ્દોમાં પણ વિવિક્ત) ભિન્ન ભિન્ન નિમિત્ત રહેલ હોવાથી અર્થ ભિન્ન ભિન્ન છે.
પ્રશ્ન :- કદાચ અહીં કોઈક આવો પ્રશ્ન કરે કે શક્ર-પુરંદર-વજપાણિ વગેરે શબ્દો ઈન્દ્રના પર્યાયવાચી તરીકે રૂઢ છે. આવી પ્રતીતિ લોકમાં છે. અર્થાત્ લોકમાં આવો અનુભવ છે કે ઈન્દ્રાદિ શબ્દો પરસ્પર પર્યાયવાચી છે. એક જ અર્થને કહેનારા છે. તેને ભિન્ન ભિન્ન અર્થવાળા કેમ કહેવાય ?
ઉત્તર :- પ્રશ્નકારની ઉપરની વાત યુક્તિયુક્ત નથી. કારણ કે જો ભિન્ન ભિન્ન શબ્દોનો અર્થ એક જ થતો હોય તો સામાન્યવાચી અને વિશેષવાચી શબ્દો પણ પર્યાયવાચી બની જાય અને તેનો પણ એક અર્થ થવાની આપત્તિ આવે. કારણ કે “આ પ્લક્ષ છે” આમ કહ્યું છતે પ્રથમ તો વૃક્ષનું અસ્તિત્વ જણાય છે તેથી જે કહેવાથી જે જણાય તેને જો પર્યાયવાચી કહીએ તો જેમ નૃપ કહેવાથી ભૂપ જણાય છે તેમ પ્લેક્ષ કહેવાથી વૃક્ષનું અસ્તિત્વ પણ જણાય જ છે. તેથી અહીં પણ એટલે કે પ્લેક્ષ કહેવાથી અસ્તિત્વ નો બોધ થાય છે. તેમાં પણ પર્યાયાન્તરની જ કલ્પના કરવી પડશે અને જો ખરેખર આમ કરાય તો પ્લેક્ષ એ વિશેષવાચી વચન બોલવાથી વૃક્ષનું અસ્તિત્વ રૂપ સામાન્ય જણાય છે તેથી વિશેષ અને સામાન્ય પણ પર્યાયવાચી જ થશે અને આ રીતે જ્યાં જ્યાં કોઈપણ એક સ્વરૂપના કથનથી અનુક્તની પ્રતિપત્તિ થાય, ત્યાં સર્વત્ર પર્યાયવાચી માનવાનો જ પ્રસંગ આવે. જે યથાર્થ નથી.
Page #25
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક- ૧૬
૪૮૫ જો ઉક્તથી અનુક્તની પ્રતિપત્તિને પર્યાયવાચી કહીએ તો કોઈ સ્ત્રી પોતાના પુત્રને કહે કે “વિશ'' તું ઘરમાં તો જા, આમ કહેવાથી ઘરમાં પડેલા “ઉપાડ અક્ષય' ભોજનને કર. આ અર્થ પણ નમતુ = સમજાઈ જ જાય છે તો ત્યાં પણ પર્યાયવાચી માનવાનો પ્રસંગ આવશે. તથા “તિર્મવતિપર:” જ્યાં જ્યાં કોઈ ક્રિયાપદ ન હોય ત્યાં ત્યાં ગતિ અને મતિ શબ્દ અધ્યાહરથી સમજી લેવા. આ રીતે પ્રથમ પુરુષમાં ન પ્રયોગ કરાયેલો પણ “પ્તિ અથવા મતિ” જણાય જ છે. તેથી તે પણ જ્યાં જણાશે ત્યાં પર્યાયવાચી જ થશે. તથા “વૃક્ષ: Hક્ષ:” આ વૃક્ષ છે, તે પ્લક્ષ છે. આમ બોલવાથી તિ અનુક્ત હોવા છતાં પણ જણાય જ છે. માટે વૃક્ષ ન્નક્ષ અને મતિ આ સર્વે ન્યાયની રીતિએ પર્યાયવાચી થવાનો પ્રસંગ આવશે. આમ ઘણી જ અવ્યવસ્થા થશે. તેથી સર્વે પણ શબ્દોમાં વ્યુત્પત્તિ પ્રમાણે ભેદ જ છે. આવા પ્રકારનો અર્થ પ્રમાણે નય હોવાથી જેમ હસ્તિ અને અશ્વ શબ્દની એકતાનો અપ્રસંગ છે તેમ દક્તિ અને હસ્તિ શબ્દમાં પણ (એટલે કે પર્યાયવાચી શબ્દોમાં પણ) એકતાનો અપ્રસંગ જ છે. અર્થાત્ પર્યાયવાચી શબ્દોમાં પણ વ્યુત્પત્તિ પ્રમાણે અર્થનો ભેદ જ છે. માટે પર્યાયવાચી શબ્દોમાં એકતાની કલ્પના કરવી તે અવસ્તુ જ છે. એકતા કલ્પવી તે અપ્રાસંગિક જ છે. આમ સમભિરૂઢ નય કહે છે.
___ एवम्भूतनय आह-निमित्तं क्रियां कृत्वा शब्दः प्रवर्तते, न हि यदृच्छाशब्दोऽस्ति अतो घटमान एव घटः, कुटंश्च कुटो भवति, पूरणप्रवृत्त एव पुरन्दरः, यथा दण्डसम्बन्धानुभवनप्रवृत्तस्यैव दण्डित्वम्-अन्यथा व्यवहारलोपप्रसङ्गः, न चासौ तदर्थः, अनिमित्तत्वात् ।
એવંભૂતનયનું કહેવું આ પ્રમાણે છે કે – કોઈ પણ શબ્દની પ્રવૃત્તિમાં પોત-પોતાની ક્રિયા એ નિમિત્ત છે. પોતાનાથી વાચ્ય ક્રિયાનું નિમિત્ત કરીને શબ્દનો પ્રયોગ થાય છે, પણ યદેચ્છાએ (ગમે તેમ, ગમે ત્યાં શબ્દનો પ્રયોગ થતો નથી. માટે ક્રિયાકાલે જ તે તે શબ્દનો પ્રયોગ થાય છે. જેમકે ઘટમાન ક્રિયાવાળો જે પદાર્થ તે જ ઘટ કહેવાય છે. જલાધાર બનતો હોય, સ્ત્રીના માથા ઉપર ઉપાડાતો હોય, પાણી લવાતું હોય અથવા લઈ જવાતું હોય. આમ ઘટની ચેષ્ટા કરતા ઘટને જ ઘટ કહેવાય છે. એવી જ રીતે કુટનક્રિયા કરતા કુટને જ કુટ કહેવાય છે. ઈન્દ્રમહારાજા નગરને વિદારતા હોય ત્યારે જ પુરંદર કહેવાય છે. જેમ દંડના સંબંધના અનુભવમાં પ્રવર્તેલાને જ દંડી પુરુષ કહેવાય છે. અર્થાત્ લાકડી રાખતો હોય તેને જ લાકડીવાળો પુરુષ કહેવાય છે. પરમાત્મા જ્યારે તીર્થની સ્થાપના કરે ત્યારે જ તીર્થકર પ્રભુ કહેવાય છે. જો આમ ન વિચારીએ અને ક્રિયાકાલ વિના પણ તે તે શબ્દોના પ્રયોગો કરીએ તો ગમે ત્યાં, ગમે તે શબ્દોનો પ્રયોગ થવા લાગે અને એમ થાય તો સર્વે લોકોમાં
Page #26
--------------------------------------------------------------------------
________________
૪૮૬
માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
ચાલતો વ્યવસ્થિત જે વ્યવહાર છે તેનો લોપ થઈ જવાનો પ્રસંગ આવે, તેથી જ્યાં તે તે શબ્દવાચ્ય ક્રિયા નથી ત્યાં ત્યાં તે આ વિવક્ષિત પદાર્થ નથી. એટલે ચેષ્ટા ન કરતો ઘટ એ ઘટ નથી. કારણ કે ઘટ શબ્દના પ્રયોગમાં નિમિત્તભૂત જે ચેષ્ટા છે તે ત્યાં નથી. આમ સર્વત્ર ક્રિયાશૂન્ય શબ્દપ્રયોગ કરવા તે અવસ્તુ છે.
पुनः नयस्यावयवविभागेन व्याख्यानमाह-निश्चयेन गम्यन्ते-उच्चार्यन्ते-प्रयुज्यन्ते येषु शब्दाः ते निगमा:-जनपदाः, तेषु-निगमेषु जनपदेषु ये अक्षरात्मकानां ध्वनीनां सामान्यनिर्देशाः अभिहिताः उच्चारिताः शब्दाः घटादयः, तेषामर्थो जलधारणाहरणादिसमर्थः शब्दार्थपरिज्ञानं चेति शब्दस्य घटादिरर्थोऽभिधेयः, तस्य परिज्ञानमवबोधः “घट" इत्यनेनायमर्थ उच्यते, अस्य चार्थस्य अयं वाचकः । यदेवंविधमध्यवसायान्तरं स नैगमः, स सामान्यविशेषालम्बीत्येतद् दर्शयतिતેશસમગ્રાહી ! ___यदा हि स्वरूपतो घटोऽयमिति निरूपयति, तदा सामान्यघट सर्वसामान्यव्यक्त्याश्रितं घटाभिधानप्रत्ययहेतुमाश्रयत्यतः समग्रग्राहीति । तथा विशेषतः सौवर्णो मृन्मयो राजतः श्वेत इत्यादिकं विशेषं निरूपयति, ततो देशग्राहीति भण्यते नैगमनयः ।
હવે આ જ સાત નયોના પેટાભેદના વિભાગપૂર્વક એટલે કે ભેદ-ઉત્તરભેદ સમજાવવાપૂર્વક તથા નૈગમ, સંગ્રહ આ શબ્દો કેવી રીતે બન્યા છે? કઈ કઈ પ્રકૃતિ અને પ્રત્યયથી બન્યા છે તેનું વ્યાખ્યાન કરતાં કહે છે કે - નૈગમનયમાં વપરાતો નૈગમશબ્દ નિગમશબ્દ ઉપરથી બન્યો છે. નિગમ એટલે જનપદ અર્થાત્ દેશ, તે તે શબ્દો નિશ્ચયપૂર્વક જણાય છે, ઉચ્ચારણ કરાય છે, પ્રયોગ કરાય છે - જે જે દેશોમાં, તે દેશો નિામ કહેવાય છે. તે નિગમોમાં એટલે કે દેશોમાં બોલાતા અક્ષરાત્મક તે તે ધ્વનિના સામાન્ય નિર્દેશપૂર્વક કહેલા એટલે કે ઉચ્ચારણ કરાયેલા ઘટ-પટ ઈત્યાદિ જે શબ્દો છે તથા તેઓનો જે નિયત અર્થ છે, જેમકે જલાદિને ધારણ કરવું, લાવવું, લઈ જવું આવી ક્રિયા કરવામાં સમર્થ તે ઘટ શબ્દનો અર્થ. શરીરાદિનું આચ્છાદન કરવું તે પટ શબ્દનો અર્થ.
આ રીતે ઘટશબ્દ તથા તેના અર્થનું જ્ઞાન કરીને ઘટ શબ્દથી ઘટ નામનો પદાર્થ કહેવા લાયક છે, જાણવા યોગ્ય છે. તેવા પ્રકારનો જે અવબોધ કરવો, “જેમકે “ઘટ” આવા પ્રકારના શબ્દ વડે આવા પ્રકારનો પદાર્થ સમજવાનો છે અને આવા પ્રકારના પદાર્થ માટે આવો ઘટ શબ્દ વાપરવાનો છે.” આવા પ્રકારની સમજણવાળો માનસિક જે જે ભિન્ન
Page #27
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક- ૧૬
४८७ ભિન્ન અધ્યવસાય, વિચારધારા તે નૈગમનય કહેવાય છે. તે નિગમનય સામાન્ય અને વિશેષ એમ બન્નેના આલંબનવાળો છે એ જ જણાવે છે -
- જ્યારે ઘટનું સ્વરૂપ સમજાવવા “આ ઘટ છે” આમ કહેવાય છે ત્યારે સામાન્યથી સર્વ ઘટવ્યક્તિમાં રહેલું, ઘટ શબ્દના ઉચ્ચારણનું અને ઘટસંબંધી જ્ઞાનનું નિમિત્ત જે ચેષ્ટાવાળાપણું અથવા નીચેથી પહોળા-પહોળાપણું અને ઉદરભાગથી ઉપર સાંકડાસાંકડાપણું તથા ઉપર કાંઠલાનું હોવું ઈત્યાદિ નિમિત્તનો આશ્રય કરીને જ સામાન્યથી ઘટશબ્દ વપરાય છે. આ કારણથી આ કાલે આ નય સામાન્યગ્રાહી નૈગમનય કહેવાય છે. પરંતુ જ્યારે આ સુવર્ણનો ઘટ છે અથવા માટીનો ઘટ છે, રૂપાનો ઘટ છે, તે શ્વેત છે, રક્ત છે, શ્યામ છે ઈત્યાદિ રૂપે ઘટના વિશેષ-વિશેષ સ્વરૂપનો નિર્દેશ કરે છે ત્યારે તે નૈગમનય દેશગ્રાહી-નૈગમનય કહેવાય છે. આ પ્રમાણે નૈગમનય બે ભેદથી સમજાવ્યો. હવે સંગ્રહનય સમજાવે છે.
__साम्प्रतं सङ्ग्रहस्य अवयवार्थमाह - (अर्थानां सर्वैकदेशग्रहणं सङ्ग्रहः, तत्त्वार्थ, भाष्य ११३५) अर्थानां सामान्यविशेषात्मकयोरेकीभावेन ग्रहणमाश्रयणमेवंविधोऽध्यवसायः सङ्ग्रहो भण्यते । एकीभावेन ग्रहणमेव द्रष्टव्यम् यौ हि सामान्यविशेषौ नैगमाभिमतौ, तौ संपिण्ड्य सङ्ग्रहनयः सामान्यमेव केवलं स्थापयति सत्तास्वभावम्, यतः सत्तातो न व्यतिरिच्यते विशेषः ।
હવે સંગ્રહનયનો અવયવભૂત અર્થ વ્યુત્પત્તિસિદ્ધ અર્થ) સમજાવે છે. (સર્વે પણ પદાર્થોમાં સર્વને એક અંશરૂપે (અભેદરૂપે) જે ગ્રહણ કરવું તે સંગ્રહનય કહેવાય છે.) સર્વે પણ પદાર્થો સામાન્યાત્મક પણ છે અને વિશેષાત્મક પણ છે. તે બન્ને સ્વરૂપોને એકીભાવરૂપે કરીને ગ્રહણ કરવું, આશ્રય કરવું, આવા પ્રકારનો જે અધ્યવસાય (વિચારધારા) તે આ સંગ્રહનય કહેવાય છે. અર્થાત્ પદાર્થોને સામાન્ય રૂપે જે ગ્રહણ કરવાં તે સંગ્રહનય જાણવો. આ નયની દૃષ્ટિ પદાર્થોના એકીકરણ તરફ પ્રધાનપણે હોય છે. નૈગમનયે જે સામાન્ય અને વિશેષ માનેલા, તે બન્નેને સંપિષ્ઠિત કરીને અર્થાત્ એકમેક ભાવે કરીને આ સંગ્રહનય કેવલ સત્તા સામાન્યરૂપ સામાન્યને જ સ્વીકારે છે. વિશેષને સ્વીકારતો નથી. કારણ કે સત્તા સામાન્યથી વિશેષ કોઈ અતિરિક્ત પદાર્થ નથી. જે કોઈ વિશેષો દેખાય છે તે સર્વે પણ સત્તા સામાન્યથી યુક્ત જ છે. તેથી સત્તા સામાન્ય એ જ તત્ત્વ છે. તેનાથી ભિન્ન વિશેષો જેવું કોઈ તત્ત્વ જ નથી. ઉતિ એવા સામાન્યથી પ્લક્ષ આમ્ર વગેરે વિશેષો ભિન્ન નથી.
व्यवहारलक्षणाभिधित्सयाह-लौकिकाः विशेषाः तैरेव घटादिभिः व्यवहरन्ति,
Page #28
--------------------------------------------------------------------------
________________
માધ્યસ્થાષ્ટક-૧૬
જ્ઞાનસાર
''
तेषामुपचारप्रायः इति । " उपचारो नामान्यत्र सिद्धस्यार्थस्यान्यत्र आरोपो यः ' यथा कुण्डिका स्रवति, पन्था गच्छति, उदके कुण्डिकास्थे स्स्रवति सति कुण्डिका स्त्रवतीत्युच्यते, पुरुषे च गच्छति पन्था गच्छतीति एवमुपचारबहुल इत्यर्थः । विस्तृतो विस्तीर्णोऽनेकार्थो ज्ञेयो यस्य स विस्तृतार्थः अध्यवसायविशेषो व्यवहार इति निगद्यते ।
४८८
વ્યવહારનયનું લક્ષણ કહેવાની ઈચ્છાથી જણાવે છે કે - વિશેષધર્મો એ લૌકિક છે અર્થાત્ લોકગમ્ય છે. તેથી આ વ્યવહારનય વિશેષ એવા તે ઘટાદિ ધર્મો વડે જ વ્યવહાર કરે છે. વળી આ વ્યવહારનય આ વિશેષ ધર્મોનો પ્રાયઃ ઉપચાર કરવાની પ્રધાનતાવાળો છે. અર્થાત્ ઉપચારપણે વસ્તુનો વ્યવહાર કરે છે. ઉપચાર એટલે કે “અન્યત્ર સિદ્ધ થયેલી વસ્તુનો અન્યત્ર આરોપ કરવો તે” જેમકે “કુંડી ઝમે છે, આ માર્ગ અમદાવાદ જાય છે” આ બન્ને વાક્યોમાં જેવું બોલીએ છીએ તેવું વાસ્તવિક સ્વરૂપ નથી. પરંતુ કુંડી ઝમે છે એટલે કે “કુંડીમાં રહેલું પાણી ઝમે છે અર્થાત્ પાણી ટપકે છે. આમ હોવા છતાં આવું બોલાય છે કે “કુંડી ઝમે છે’”. તેવી જ રીતે “આ માર્ગે ચાલનારો પુરુષ અમદાવાદ પહોંચે છે. આમ હોવા છતાં પણ આ માર્ગ અમદાવાદ જાય છે” આમ બોલાય છે. આવા પ્રકારના ઘણી જાતના ઉપચાર કરવાની બહુલતાવાળો આ વ્યવહાર નય હોય છે.
ઉપચાર દ્વારા ઘણો વિસ્તૃત એટલે કે ઘણા જ વિસ્તારવાળો અનેક પ્રકારનો અર્થ છે શેય જેને તે વ્યવહારનય કહેવાય છે. આ પ્રમાણે વિસ્તૃત અર્થવાળો માનસિક જે વિચારવિશેષ તે વ્યવહારનય જાણવો.
ऋजुसूत्रलक्षणं व्याचिख्यासया आह ( सतां साम्प्रतानामर्थानामभिधानપરિજ્ઞાનમૃનુસૂત્ર: (તત્ત્વાર્થભાષ્ય-૧/૩૫) સતાં વિદ્યમાનાનામ્, ન પુષ્પાવીનામસતામ્, તેષામપિ સત્તાનાં (સામ્પ્રતાનાં) વર્તમાનાનામાંનાં (ઘટાવીનાં) અમિધાનં-શબ્દઃ, परिज्ञानं अवबोधो विज्ञानं यत् स भवति ऋजुसूत्रः । एतदुक्तं भवति
-
तानेव व्यवहारनयाभिमतान् विशेषान् आश्रयन् विद्यमानान् वर्तमानक्षणवर्तिनोऽभ्युपगच्छन्नभिधानमपि वर्तमानमेवाभ्युपैति, नातीतानागते, तेनानधीयमानत्वात् कस्यचिदर्थस्य, तथा परिज्ञानमपि वर्तमानमेवाश्रयति, नातीतमागामि वा, तत्स्वभावानवधारणात् । अतो वस्त्वभिधानं विज्ञानं चात्मीयं वर्तमानमेवेतीत्थमध्यवसायः, स ऋजुसूत्र : इति ।
હવે ઋજુસૂત્રનયને સમજાવવાની ઈચ્છાથી ગ્રંથકારશ્રી સમજાવે છે કે “જે જે પદાર્થો
Page #29
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાણક- ૧૬
૪૮૯ વર્તમાનકાલે સત્ છે, હાજર છે, વિદ્યમાન છે તેનું જ આદાન-પ્રદાન (લેવડ-દેવડ) થાય છે તે માટે તેવા વિદ્યમાન પદાર્થોના વાચક શબ્દો પણ છે અને તે તે શબ્દોથી તે તે પદાર્થોનો બોધ પણ થાય છે. આમ વર્તમાનકાલીન ભાવોને જ ગ્રહણ કરનારો જે નય તે ઋજુસૂત્રનય કહેવાય છે. તત્ત્વાર્થભાષ્યમાં ૧/૩૫ માં આ પ્રમાણે વ્યાખ્યા લખી છે કે “જે સતું હોય, વિદ્યમાન હોય પણ આકાશપુષ્પાદિની જેમ અસત્ ન હોય, એવા તે સત્પદાર્થોમાં પણ અર્થાત્ સત્તાધર્મવાળા પદાર્થોમાં પણ સાંપ્રતકાલે એટલે કે વર્તમાનકાલે જે ઘટ-પટ-નટ આદિ પદાર્થો વિદ્યમાન છે, હયાત છે. તેવા જ પદાર્થોના વાચક શબ્દો અને તેવા જ પદાર્થોનું જ્ઞાન થાય છે. પરંતુ અતીત-અનાગતભાવોના વાચક શબ્દો કે તેવા ભાવોનું જ્ઞાન થતું નથી. કારણ કે તે હાલ સત્ નથી. આમ જે નય કહે છે તે ઋજુસૂત્રનય છે.
ઉપરોક્ત વાતનો સાર એમ છે કે વ્યવહારમાં જે જે વિશેષ ભાવો સ્વીકારેલા છે તે તે વિશેષ ભાવોનો જ આ નય આશ્રય કરે છે. તેમાં પણ વિશેષ ભાવોની અંદર પણ જે જે વિશેષ ભાવો હાલ વિદ્યમાન છે, વર્તમાનકાલે જેની વૃત્તિ છે તેને જ આ નય સ્વીકાર કરે છે. તેવા જ ભાવોના વાચકશબ્દો જગતમાં વિદ્યમાન છે. પણ અતીતકાલીન કે અનાગતકાલીન પદાર્થોના વાચકશબ્દો કોઈ નથી. કારણ કે તેવા શબ્દો વડે બોલાવી શકાય, જાણી શકાય તેવા કોઈપણ પદાર્થો હાજર નથી. તેથી આવા વાચકશબ્દો પ્રવર્તતા નથી. તથા આવા પ્રકારના શબ્દોથી પદાર્થવિષયક જ્ઞાન પણ વર્તમાનકાલીન જ થાય છે. પરંતુ અતીત વસ્તુવિષયક કે આગામી વસ્તુવિષયક જ્ઞાન થતું નથી. કારણ કે અતીત તથા અનાગતકાલીન વસ્તુઓ અસત્ હોવાથી સસ્વરૂપે તે વસ્તુઓને જાણી શકાતી જ નથી, જો વસ્તુ જ અસત્ છે તો તદ્દાચક શબ્દ કે તે વસ્તુનું જ્ઞાન કેમ થાય? અર્થાત્ ન જ થાય.
આ કારણથી કોઈપણ વસ્તુનો વાચક શબ્દ કે તે તે વસ્તુનું જ્ઞાન વર્તમાનકાલીન હોય તો જ થાય છે તથા પોતાની માલિકીની વસ્તુ હોય તો જ તે વસ્તુ કહેવાય છે. પરાયી વસ્તુ હોય તો તે પોતાની કાર્યસાધક ન હોવાથી અવસ્તુ જ છે. પારકાની પાસે લાખો રૂપિયાનું ધન હોય તો પણ તે ધન આપણા કાર્યનું સાધક ન હોવાથી કાંકરા બરાબર છે, અર્થાત્ અવસ્તુ જ છે. આવા પ્રકારનો અધ્યવસાય આ નય કરે છે. આ માટે આ નયને ઋજુસૂત્રનય કહેવાય છે.
यथार्थाभिधानं शब्दनयः (त.भा. ११३५) यथेति-येन कारणेन भावरूपेण नामस्थापनाद्रव्यवियुतेनार्थो घटादिः यथार्थः, तस्याभिधानं शब्दः-यथार्थाभिधानम्, तदाश्रयी यो अध्यवसायः स शब्दनयतयाऽभिधीयते, वर्तमानमात्मीयं विद्यमानं भावघटमेवाश्रयति नेतरानिति ।
Page #30
--------------------------------------------------------------------------
________________
૪૯૦ માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર नामादिषु प्रसिद्धपूर्वाच्छब्दादर्थे प्रत्ययः साम्प्रतः (त.भा. १६३५) अर्थेऽभिधेये यः प्रत्ययो विज्ञानं, स साम्प्रतो नयः । एतदुक्तं भवति-नामादिषु प्रतिविशिष्टवर्तमानपर्यायापन्नेष्वपि प्रसिद्धो वाचकतया यः शब्दः, तस्मात् शब्दाद् भावाभिधायिनः तद्वाच्येऽर्थे भावरूपे प्रवृत्तोऽध्यवसायः साम्प्रताख्यामासादयति । यतो भाव एव शब्दाभिधेयो भवति, तेनाशेषाभिलषितकार्यकरणादिति ।
- યથાર્થ એવો શબ્દપ્રયોગ તે સામ્પતશબ્દનાય છે. એટલે કે નામ, સ્થાપના અને દ્રવ્યનિક્ષેપાથી રહિત એવો જે ભાવનિક્ષેપા રૂપ ઘટાદિ પદાર્થ છે તે જ યથાર્થપદાર્થ છે. તેનું “ઘટ” એવું જે નામ તે જ સાચું ઘટ એવું યથાથભિધાન કહેવાય છે. તેના જ આધારવાળો જે અધ્યવસાય (વિચારવિશેષ) છે તે શબ્દનય તરીકે કહેવાય છે. શબ્દનયે આવા પ્રકારના યથાભિધાનવાળા ભાવનિક્ષેપાત્મક વસ્તુને જ વસ્તુ તરીકે સ્વીકારે છે. તેથી વર્તમાનકાલીન અને આત્મીય એવા વિદ્યમાન ભાવઘટને જ ઘટ કહેવાય એમ ઈચ્છે છે, પણ નામાદિ શેષ ત્રણ નિક્ષેપાવાળા પદાર્થો અર્થક્રિયાકારી ન હોવાથી આ નય તેને શબ્દવાચ્ય પદાર્થ તરીકે સ્વીકારતો નથી.
નામાદિ ચારે નિપામાંથી જે નિપામાં પૂર્વકાલમાં પ્રસિદ્ધપણે શબ્દ પ્રવર્યો હોય તેવા શબ્દથી તેવા વિવક્ષિત અર્થમાં જે બોધ થાય તે સામ્પ્રતશબ્દનય કહેવાય છે. આ રીતે પ્રસિદ્ધ શબ્દથી પ્રસિદ્ધ અભિધેય અર્થમાં જે બોધ કરવો તે સામ્પ્રતશબ્દનય કહેવાય છે. ઉપરોક્ત વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે -
પ્રતિવિશિષ્ટ એવા વર્તમાન પર્યાયને પામેલા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચારે નિક્ષેપામાં પણ જે શબ્દ વાચક તરીકે જેમાં પ્રસિદ્ધ હોય, તે શબ્દ ભાવનિક્ષેપાનો જ વાચક બને છે. કારણ કે ભાવનિક્ષેપ જ વર્તમાન પર્યાયને પામેલ છે. શેષ નિક્ષેપા ઔપચારિક છે. આ રીતે જે શબ્દથી જે વસ્તુ વાચ્ય હોય છે તેવા ભાવાત્મક પદાર્થમાં જ પ્રવર્તેલો જે અધ્યવસાય છે તે સામ્પ્રતશબ્દનયની સંજ્ઞાને પામે છે. કારણ કે ભાવનિક્ષેપ જ શબ્દથી વાસ્તવિક વાચ્ય બને છે. જે ભાવ-ઘટ છે તે જ ઘટશબ્દથી વાચ્ય બને છે. કારણ કે તે ભાવનિક્ષેપાથી જ ઘટસંબંધી સઘળાં ઈષ્ટકાર્ય કરી શકાય છે. જલાધારાદિ સર્વે અર્થક્રિયા ભાવઘટથી થાય છે. નામાદિ શેષ-નિક્ષેપાવાચી ઘટથી થતા નથી. માટે આ સામ્પ્રત શબ્દનય વર્તમાનકાલીન ભાવનિક્ષેપાને જ શબ્દવાચ્ય પદાર્થ તરીકે ઈચ્છે છે.
अथाधुना समभिरूढलक्षणं दर्शयन्नाह-विद्यमानेषु वर्तमानपर्यायापन्नेषु अर्थेषु -घटादिषु असङ्क्रमः-इत्यन्यत्रागमनम् शब्दस्य यत् सोऽसङ्क्रमः, यथा घट इत्यस्य
Page #31
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક - ૧૬
शब्दस्य विद्यमानं घटं चेष्टात्मकं विरहय्य नान्यत्र कुटाद्यर्थेऽभिधानसामर्थ्यस्त अभिधेयत्वात् । यदि चास्य शब्दस्य कुटादिरर्थोऽभिधेयो भवेदेवं सति यथोक्तसर्वसङ्करत्वादयो दोषा उपजायेरन् । नित्यतो न शब्दान्तराभिधेयोऽर्थोऽन्यस्य शब्दस्याभिधेयो भवति । एवमसङ्क्रमणगवेषणपरोऽध्यवसायः समभिरूढः ।
૪૯૧
હવે સમભિરૂઢનયનું લક્ષણ જણાવતાં કહે છે કે - વર્તમાનકાલીન પર્યાયને પામેલો હોય, વિદ્યમાન પદાર્થ હોય, સત્ વસ્તુ હોય, છતાં પણ ઘટ, કુંભ, કલશ આદિ પર્યાયવાચી શબ્દોમાં પણ અસંક્રમભૂત હોય (એક શબ્દનો અર્થ બીજા શબ્દમાં લાગુ ન પડે) એવા અર્થને જે માને તે સમભિરૂઢનય કહેવાય છે. અસંક્રમભૂત અર્થ એટલે કે અન્યત્રાળમનમ્ = જે શબ્દનો જે અર્થ થતો હોય તે અર્થ અન્ય શબ્દમાં ન ઘટવો જોઈએ. નૃપ અને ભૂપ શબ્દનો અર્થ રાજા થતો હોવા છતાં એવો અર્થ કરવો કે ગૃપ નો અર્થ મૂવ માં ન જાય અને કે ભૂપ નો અર્થ ગૃપ માં ન જાય તે અસંક્રમ કહેવાય છે. મનુષ્યોનું રક્ષણ કરે તે નૃપ અને પૃથ્વીનું રક્ષણ કરે તે ભૂપ. આમ અસંક્રમભૂત અર્થને જે નય માને તે સમભિરૂઢ નય. એવી જ રીતે ઘટ” આવા પ્રકારના શબ્દનો અર્થ ચેષ્ટાત્મક વિદ્યમાન ઘટને ત્યજીને તેના વિના
અન્યત્ર કુટાદિના અર્થમાં આ ઘટ શબ્દનું વાચક તરીકે સામર્થ્ય સંભવતું નથી. તે કારણથી ઘટ શબ્દથી કુટાદિ અભિધેય બનતા નથી.
જો ઘટ શબ્દનો અભિધેય અર્થ જેમ ચેષ્ટાત્મક ઘટ છે તેમ જો અન્ય એવા કુટાદિ પદાર્થો પણ જો ઘટ શબ્દથી વાચ્ય માનીએ તો ઉપરોક્ત નીતિરીતિથી ગમે તે શબ્દ ગમે તે અર્થના વાચક તરીકે વપરાય અને જો આમ થાય તો સર્વ શબ્દોમાં સર્વ અર્થ કહેવાથી સંકરત્વ વગેરે દોષો આવે. માટે પ્રત્યેક શબ્દો પોતપોતાના પ્રતિનિયત અર્થમાં જ પ્રવર્તે છે. દરેક શબ્દોના પોત-પોતાના અર્થ નિયત (નિશ્ચિત) હોવાથી કોઈપણ શબ્દાન્તરથી (બીજા શબ્દથી) વાચ્ય એવો અર્થ બીજા શબ્દથી વાચ્ય બનતો નથી.
આ રીતે કોઈપણ શબ્દનો વાચ્ય અર્થ બીજા કોઈપણ શબ્દમાં પ્રવેશ પામતો નથી. આમ અસંક્રમણની જ ગવેષણામાં તત્પર અધ્યવસાયવાળો આ સમભિરૂઢ નય છે. एवम्भूतस्वरूपमाह-व्यञ्जनं शब्दस्तस्यार्थोऽभिधेयो वाच्यं, तयोर्व्यञ्जनार्थयोरेव सङ्घटनं करोति “घट" इति यदिदमभिधानम्, तच्चेष्टाप्रवृत्तस्यैव, जलधारणाहरणसमर्थस्य वाचकं चेष्टां च जलाद्यानयनरूपां कुर्वाणो घटो मतः, न पुनः क्रियातो निवृत्तः । इत्थं यथार्थतां प्रतिपद्यमानोऽध्यवसायः एवम्भूतोऽभिधीयते ।
''
Page #32
--------------------------------------------------------------------------
________________
૪૯૨
માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
ननु नया इति कः पदार्थः ? "नीयन्ते प्रदर्श्यन्ते इति नयाः" सामान्यादिरूपेण अर्थं प्रकाशयन्ति स्वार्थप्रापणेन प्रापकाः, कुर्वन्ति तत्तद् विज्ञानमात्मनः इति कारकाः, अपूर्वं साधयन्ति शोभनामन्योन्यव्यावृत्त्यात्मिकां विज्ञप्तिं जनयन्ति अतः साधकाः, एवं निर्वर्तकोपलम्भकादिपर्यायाः तत्त्वार्थतः ज्ञेयाः । अत्र कर्तृ-क्रिययोरभेदोऽस्ति, यतः स एव पदार्थः कर्ता इत्येवं व्यपदिश्यते स्वतन्त्रत्वात् । तथा स एव च साध्यात्मना वर्तमानक्रिया इत्याख्यायते । अतोऽनयो त्यन्तिको भेदः । ।
હવે એવંભૂતનયનું સ્વરૂપ કહે છે. આ નય વ્યંજન (એટલે શબ્દો અને અર્થનો (પદાર્થનો) પરસ્પર સંબંધ કરે છે. જે શબ્દથી વાચ્ય (અભિધેય) જે અર્થ થતો હોય તેનો જ પરસ્પર સંબંધ જોડે છે. જેમકે “આ ઘટ છે” આવા પ્રકારનો જે શબ્દ પ્રવર્તે છે તે ઘટશબ્દ ઘટમાં ત્યારે જ વપરાય છે જ્યારે ઘટપદાર્થ ઘટસંબંધી ચેષ્ટામાં પ્રવૃત્ત હોય, અર્થાત્ જલને ધારણ કરવું, જલને લાવવું-લઈ જવું ઈત્યાદિ ચેષ્ટા કરવામાં સમર્થ એવો જ પદાર્થ
જ્યારે જલાદિને ધારણ કરવાની કે લાવવા-લઈ જવાની ક્રિયાને કરતો હોય ત્યારે જ ઘટ શબ્દનો વાચક તરીકે અને ઘટપદાર્થનો વાચ્ય તરીકે ઉપયોગ કરે છે. પરંતુ જલાધારાદિ ક્રિયા કરીને નિવૃત્તિમાન ઘટને આ નય ઘટ કહેતો નથી, ખાલી પડેલા ઘટ, ઉંધા વાળેલા ઘટ, કાણા ઘટ, તિરાડવાળા ઘટને આ નય ઘટ કહેતો નથી. આ પ્રમાણે જે પદાર્થનું જેવું નામ છે તેવું જ કામ હોય અને તેવું જ કામ તે પદાર્થ કરતો હોય ત્યારે જ યથાર્થતાને જોઈને વસ્તુ તરીકે સ્વીકારનારો જે અભિપ્રાય તે એવંભૂત નય કહેવાય છે. પ્રત્યેક શબ્દો પોત-પોતાની વાચ્ય ક્રિયામાં પ્રવર્તતા હોય ત્યારે જ તે તે શબ્દથી વાચ્ય તરીકે તે તે વસ્તુને જે નય સ્વીકારે છે તે એવંભૂતનય કહેવાય છે.
પ્રશ્ન :- આ નયો એ શું પદાર્થ છે? કોઈ તેવા માણસો છે? કે માણસોના મનના અભિપ્રાયો છે? કે ભિન્ન ભિન્ન દૃષ્ટિઓ છે? આ નવો છે શું?
ઉત્તર :- જેના વડે પદાર્થો જણાવાય, પદાર્થોનું સાચું સ્વરૂપ દેખાડાય, પદાર્થોના સ્વરૂપને જણાવનારા આ વિચારવિશેષો છે, માનસિક અભિપ્રાયો છે. આ નયો એ માણસો નથી પણ માણસોના વિચારો, અભિપ્રાયો, આશયો છે.
(૧) આ નયો સામાન્ય અને વિશેષ, ભેદ અને અભેદ, સૈકાલિક અને વર્તમાનકાલીન ઈત્યાદિ રૂપે પદાર્થને પ્રકાશિત કરે છે. પોત-પોતાના નિયત અર્થને જણાવે છે માટે પ્રાપક કહેવાય છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬
૪૯૩ (૨) આત્મામાં તેવા તેવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, જ્ઞાનનો પ્રાદુર્ભાવ કરે છે તે માટે કારક કહેવાય છે.
(૩) જે જ્ઞાનદેષ્ટિ અપૂર્વ અર્થ સાધી આપે છે, પરસ્પર વ્યાવૃત્તિ સ્વરૂપ સુંદર જ્ઞાનદશાને જન્મ આપે છે - તે કારણથી આ નયોને સાધક પણ કહેવાય છે.
(૪) આ જ રીતે નવા નવા અર્થની બુદ્ધિમાં રચના કરે છે. માટે નિર્વર્તક કહેવાય છે. તથા વિશિષ્ટ વિશિષ્ટ જ્ઞાન આપે છે. માટે ઉપલંભક પણ કહેવાય છે. આ રીતે આ નયોના જ કારક-પ્રાપકસાધક-નિર્વર્તક અને ઉપલંભક વગેરે પર્યાયવાચી શબ્દો પણ તત્ત્વભૂત અર્થથી ભરેલા જાણવા.
ઉપરોક્ત સર્વે વ્યુત્પત્તિસિદ્ધ અર્થમાં કર્તા અને ક્રિયાનો પરસ્પર અભેદ જાણવો. કારણ કે તે જ પદાર્થ જ્ઞાન કરાવનાર તરીકે સ્વતંત્ર હોવાથી કર્તા કહેવાય છે. તથા તે જ પદાર્થ સાધ્યમાન સ્વરૂપે - કરાતી ક્રિયાની અપેક્ષાએ વર્તમાનક્રિયા સ્વરૂપ છે આમ પણ કહેવાય છે. આ કારણથી આ બન્નેમાં (કર્તા અને ક્રિયામાં) આત્મત્તિક ભેદ નથી.
अथैते नयाः तन्त्रान्तरीयाः मतान्तरीया, अथ च स्वतन्त्राः सप्त वा जिनवचनविभजनशीलाः पक्षग्राहिणः मतिभेदा वा । एवं सर्वत्र मिथ्यात्वादपि प्रतिपत्तिं प्राप्नोति तेन पुनः सूरिराह-इति अत्रोच्यते, नैते तन्त्रातरीयाः, नापि स्वतन्त्राः । किं तर्हि ? तदाह-विज्ञानगम्यस्य जीवादेः स्वसंवेद्यस्य वाच्यस्यार्थस्य घटपटादेरध्यवसायान्तराणि विज्ञानभेदाः, वस्त्वेवानेकधर्मात्मकमनेकाकृतिना ज्ञानेन निरूप्यते । एकवस्तुविषया ज्ञानविशेषाः ते चोदाहरन्ति ।
પ્રશ્ન :- આ સર્વે નયો શું અન્ય અન્ય શાસ્ત્રકારો છે? કે નવા નવા મતો છે? કે સ્વતંત્ર સાત પ્રકારના વિચારવિશેષો છે કે જિનેશ્વર પરમાત્માના વચનનો વિભાગ કરવાના સ્વભાવવાળા પોતપોતાના પક્ષને જ પકડી રાખનારા સ્વતંત્ર એવા બુદ્ધિભેદો છે ? આ નયો એ છે શું? આવા એકાન્તવાદવાળા અથવા ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા મિથ્યાત્વથી ભરેલા એવા નયોથી પણ શું સમ્યગ્બોધ પ્રાપ્તિ થાય? આવો પ્રશ્ન થવાથી સૂરિમહારાજ ઉત્તર આપે છે.
ઉત્તર :- આ સાત નયો એ અન્ય અન્ય નવા નવા શાસ્ત્રકારો પણ નથી અને નવા નવા મતભેદો પણ નથી. તથા સ્વતંત્ર અભિપ્રાયો પણ નથી. ત્યારે છે શું? એ તો કહો.
વિશિષ્ટ એવા જ્ઞાનથી જાણી શકાય તેવા જીવ-અજીવ વગેરે તાત્ત્વિક પદાર્થો કે જે
Page #34
--------------------------------------------------------------------------
________________
૪૯૪
માધ્યસ્થાષ્ટક-૧૬
જ્ઞાનસાર
પોતાના પારમાર્થિક અનુભવથી સમજી શકાય છે, તેવા પ્રકારના વાચ્ય પદાર્થોને ભિન્ન ભિન્ન રીતે જાણવાના અને સમજવાના ઉપાયાત્મક વિચારવિશેષ સ્વરૂપ વિજ્ઞાનના ભેદો છે. કોઈપણ એકવસ્તુને ભિન્ન ભિન્ન વિવક્ષાથી જાણીએ તો એક વસ્તુ પણ અનેક સ્વરૂપાત્મક સમજાય છે. જેમકે “અમદાવાદ શહેર છે” તે કઈ દિશામાં આવ્યું છે ? આવો કોઈ પ્રશ્ન કરે તો સુરતની અપેક્ષાએ ઉત્તરમાં, પાલનપુરની અપેક્ષાએ દક્ષિણમાં, રાજકોટની અપેક્ષાએ પૂર્વમાં અને કલકત્તાની અપેક્ષાએ પશ્ચિમમાં છે. આમ અનેક ઉત્તર મળશે અને તે સર્વે ઉત્તર સાચા હોઈ શકે છે.
આ રીતે કોઈપણ એક વસ્તુ, જે અનેક ધર્માત્મક છે તેને અનેક પ્રકારના જ્ઞાન વડે - ભિન્ન ભિન્ન વિવક્ષાએ વિચારતાં જે અનેક પ્રકારે નિરૂપણ કરાય છે. તે નય છે. કોઈપણ એક જ વસ્તુના વિષયવાળા જ્ઞાનવિશેષો છે. ભિન્ન ભિન્ન અભિપ્રાયો છે. જુદી જુદી વિવક્ષાથી વિચારાયેલ શેયના ધર્મોને જણાવનારા જ્ઞાનના પ્રકારો છે. તે ઉદાહરણ સાથે આ પ્રમાણે છે.
“घटः” इत्युक्ते नैगमः लोकप्रसिद्धकुम्भकारचेष्टानिर्वृत्तः पृथुबुध्नोदराकारः जलघृतक्षीरादीनामाहरणे देशान्तरसञ्चरणे समर्थः पाकजादिक्रियानिष्पन्नः द्रव्यविशेष:, कनकोपलजादिसमग्रसामान्यविशेषव्यक्तिभेदग्राहकः सङ्कल्पयोग्यतत्सत्तादिदेशग्राहकविज्ञानविशेषेण घट : ( इति मन्यते ) ।
एवं जीवोऽपि लोकप्रसिद्धचेतनायोगव्यापारः चेष्टानिवृत्तः शरीराकारासङ्ख्येयप्रदेशानेकसंस्थानरूपः आहारविहारक्रियासमर्थः नरनारकामरादिरूपः अंशतः ज्ञशरीराद्यपर्याप्तादिसमग्रतः पर्यायादिद्रव्यविशेषो जीवः ।
ઘટ” આવો શબ્દ બોલાયે છતે નૈગમનય આવા પ્રકારના પદાર્થને ઘટ કહેવાય એમ સમજે છે કે (૧) જે પદાર્થ સામાન્યથી લોકમાં પ્રસિદ્ધ એવા કુંભકારની ઘટ બનાવવાની ચેષ્ટાથી (ક્રિયાવિશેષથી) બનેલો હોય, (૨) ઉદરભાગથી નીચેના ભાગમાં પહોળો પહોળો અને ઉદરના ભાગથી ઉપર સાંકડો સાંકડો છે આકાર જેનો એવો પદાર્થ, (૩) પાણી, ઘી અને દૂધ જેવી અનેક વસ્તુઓ ભરવા માટેના આધારકાર્યમાં સમર્થ, (૪) પાણી, ઘી, દૂધ વગેરે વસ્તુઓ ભરીને એક દેશથી બીજા દેશમાં લઈ જવામાં સમર્થ, (૫) અગ્નિના ભટ્ટામાં પકવવાથી પાકજાદિ ક્રિયાથી (પાકો) બનેલો, આવા પ્રકારનો જે પદાર્થવિશેષ તે ઘટ કહેવાય છે.
તથા સુવર્ણનો બનેલો, પત્થરનો બનેલો, આદિ શબ્દથી માટીનો અને રૂપાનો બનેલો, આમ સમગ્ર એવા સામાન્ય ધર્મથી અને વિશેષ ધર્મથી વ્યક્તિગત અનેક ભેદવાળો અર્થાત્
Page #35
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થ્યાષ્ટક - ૧૬
૪૯૫
અનેક-ઘટવ્યક્તિસ્વરૂપ આ ઘટ હોય છે. આવા અર્થને ગ્રહણ કરનારો આ નય છે. વળી આ નય ઉપચારગ્રાહી પણ છે. તેથી ચિત્રમાં ચિતરેલા ઘટને, કાણા ઘટને તથા ખાલી ઘટને પણ ઘટ તરીકે સ્વીકારે છે. આમ વિશાળ દૃષ્ટિવાળો આ નય છે. તથા આ નૈગમનય આવા સ્વરૂપવાળા જીવને જીવ સમજે છે તે આ પ્રમાણે
લોકમાં પ્રસિદ્ધ એવી ચેતનાના (જ્ઞાનશક્તિના) વ્યાપારવાળો, મન-વચન-કાયાના યોગવ્યાપારવાળો, ગમનાગમનની ક્રિયાથી યુક્ત, શરીર પ્રમાણેના આકારવાળો, અસંખ્યપ્રદેશવાળો, ભિન્ન ભિન્ન અનેક સંસ્થાનવાળો, વિવિધ પ્રકારના રૂપવાળો, આહાર, નિહાર અને વિહારાદિ ક્રિયા કરવામાં સમર્થ, તથા નર, નારક અને અમરાદિ રૂપ ભિન્ન ભિન્ન પર્યાય પામનારો, અંશથી જ્ઞશરીર, ભવ્યશરીર વગેરે પર્યાયવાળો તથા અપર્યાપ્ત અને પર્યાપ્તાદિ પર્યાયવાળો આમ સમગ્રપણે અનંત-અનંત પર્યાયાદિ (પર્યાય અને ગુણો) વાળો જે પદાર્થવિશેષ તે જીવ કહેવાય છે. આ નૈગમનય આવા સ્વરૂપવાળા જીવને જીવ
માને છે. હવે સંગ્રહનયની માન્યતા કેવી હોય છે ? તે સમજાવે છે.
सङ्ग्रह एकस्मिन् घटे बहुषु वा घटेषु नामस्थापनाद्रव्यलक्षणेषु अतीतानागतवर्तमानेषु पर्यायेषु सामान्यघटसम्प्रत्ययः घटज्ञानम् । तथा जीवे जीवेषु वा नामादिनिक्षेपरूपेषु त्रिकालपर्यायेषु सामान्यजीवसत्ताग्राहकज्ञानविशेषः, सूक्ष्मनिगोदात् सिद्धत्वपर्यन्तेषु तच्छरीरेषु च ज्ञशरीरभव्यशरीररूपेषु च तुल्यजीवज्ञानविशेष - सङ्ग्रहाध्यवसायः, आधिक्येनावसीयन्ते परिच्छिद्यन्ते ( पदार्था: ) ततो येन सोऽध्यवसायः ।
ઘટ પદાર્થને વિષે અને જીવ નામના પદાર્થને વિષે સંગ્રહનય આ પ્રમાણે માને છે. એક ઘટ હોય કે બહુ ઘટ હોય પણ સર્વ ઘટને આ નય “ઘટ” સામાન્યપણે સ્વીકારે છે. તથા નામઘટ, સ્થાપનાઘટ અને દ્રવ્યઘટને વિષે પણ આ નય “ઘટ’’ સામાન્યને સ્વીકારે છે. તથા અતીતઘટ, અનાગતઘટ અને વર્તમાનઘટ એમ અનેક પર્યાયને પામેલા સકલ ઘટને “ઘટ’” સામાન્યપણે આ નય સ્વીકારે છે તથા સોનાના, રૂપાના, તાંબાના, માટીના કે અન્ય કોઈ જાતિના ઘટને પણ સામાન્ય ઘટપણે આ નય સ્વીકારે છે. ટુંકાણમાં આ નયની દૃષ્ટિ સંગ્રહ કરવા તરફ-એકીકરણ કરવા તરફ વધારે દોડે છે. પૃથક્કરણ તરફ આ નય ઉપેક્ષા સેવે છે.
એવી જ રીતે જીવને વિષે પણ જાણવું. એક જીવ હોય કે અનેક જીવ હોય, તેવી જ રીતે નામાદિ કોઈપણ નિક્ષેપાવાળો જીવ હોય, ત્રણે કાલના ભિન્ન ભિન્ન અનેક પર્યાય
Page #36
--------------------------------------------------------------------------
________________
૪૯૬
માધ્યચ્યાષ્ટક- ૧૬
જ્ઞાનસાર પામવા છતાં તે સર્વપર્યાયોમાં જીવદ્રવ્ય તેનું તે જ હોય છે. આમ જીવના અભેદને ગ્રહણ કરનારો, સામાન્યપણે જીવના અસ્તિત્વમાત્ર રૂપે સત્તાને ગ્રહણ કરવાના સ્વરૂપવાળું જે જ્ઞાનવિશેષ તે જીવ નામનું દ્રવ્ય છે. સૂક્ષ્મનિગોદથી પ્રારંભીને સિદ્ધત્વ-અવસ્થા પ્રાપ્ત થાય
ત્યાં સુધીના ચડ-ઉતારરૂપે અનેક અનેક પર્યાયો આવે અને જાય તેમાં જીવ એકનો એક તુલ્ય જ રહે છે. આમ જીવરૂપે તુલ્યપણે ગ્રહણ કરનારા જ્ઞાનવિશેષના સંગ્રહાત્મક જે અધ્યવસાય વિશેષ તે જીવદ્રવ્ય છે તથા સંસારી અનેક પ્રકારના ઔદારિક, વૈક્રિય, આહારકાદિ શરીરોમાં વર્તનાર હોય કે જ્ઞશરીરરૂપ જીવ હોય કે ભવ્યશરીરરૂપ જીવ હોય ઈત્યાદિ સર્વ પ્રકારના પર્યાયોમાં વર્તમારા જીવને “આ સર્વે જીવ માત્ર છે, તુલ્ય જીવ છે.” આમ તુલ્યપણેઅભેદપણે જીવને ગ્રહણ કરનાર જ્ઞાનવિશેષના સંગ્રહસ્વરૂપ જે અધ્યવસાય છે આવી જે વિચારધારા તેને સંગ્રહનય કહેવાય છે.
તે કારણથી ફલિતાર્થ એવો નીકળે છે કે “જે અધ્યવસાય દ્વારા પદાર્થોમાં અભેદપણું અધિકતાએ જણાય, અભેદરૂપે વધારે બોધ કરાવે તે અધ્યવસાયને સંગ્રહનય કહેવાય છે.
व्यवहारस्तु जलाद्याहरणादिव्यवहारयुक्तो घटो घटः, सुखदुःखवेत्तृत्वादिव्यवहारपरो जीवो जीवः ।।
વ્યવહારનયની અપેક્ષાએ જલાદિ પદાર્થોને લાવવા-લઈ જવાના વ્યવહારથી યુક્ત એવો જે ઘટ તે ઘટ કહેવાય છે. અર્થાત્ ઘટાકારતા જેમાં વિદ્યમાન છે અને પોતાનું જલાદિ લાવવા-લઈ જવાનું કામ કરી શકે તેમ છે તેવા ઘટ ઘટ કહેવાય છે. તથા સુખ-દુઃખાદિ ભાવોને જાણવા-અનુભવવા આદિના વ્યવહાયુક્ત જે જીવ તે જીવ કહેવાય છે. આ નયની દૃષ્ટિ સંજ્ઞી પંચેન્દ્રિય તથા વિકસેન્દ્રિયાદિ જીવો કે જે સુખ-દુઃખનો અનુભવ કરવા સમર્થ છે તેવા જીવને જીવ માને છે.
ऋजुसूत्रस्तु वर्तमाननामस्थापनाद्रव्यभावघटानां चेष्टादिपर्यायाणां वाचको घटः, एवं चतुर्निक्षेपमयो जीवः द्रव्यभावप्राणाधारत्वजीवत्ववस्तुतया वर्तमानो ग्राह्यः ।
ઋજુસૂત્રનય વર્તમાનકાલે વિદ્યમાન એવા નામઘટ, સ્થાપના ઘટ, દ્રવ્યઘટ અને ભાવઘટ આમ ચારે નિક્ષેપવર્તી ઘટને ઘટ કહે છે કે જે ઘટ ઘટસંબંધી ચેષ્ટાદિ પર્યાયોનો વાચક બની શકે છે એવી જ રીતે ચારે નિક્ષેપોમાં વર્તતા જીવને જીવ માને છે કે જે જીવ ઈન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણોને તથા જ્ઞાનાદિ ભાવપ્રાણોને ધારણ કરે છે. આમ પ્રાણધારણ કરવાપણું અને જીવન જીવવાપણું જેનામાં વર્તે છે. તે ધર્મે કરીને જીવને જીવ કહે છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬
૪૯૭ साम्प्रतस्तु घटत्वशब्दवर्तमानसर्वपर्यायग्राही जीवत्वादिनामपर्यायव्यक्तवृत्तिः ઝીવ રૂતિ !
સામ્રત નામનો શબ્દનય “ઘટપણે” જેને કહી શકાય તેવા ઘટ શબ્દથી વાચ્યપણે હાલ વર્તતા ઘટ ઘટ કહે છે અથવા ઘટસંબંધી સર્વ પર્યાયોને ગ્રહણ કરવાવાળો આ નય છે. ઘટનાં કાર્યો જેમાં થાય છે ઘટ-કલશ-કુંભાદિ સમાન લિંગવાચી શબ્દો દ્વારા જેને બોલાવાય છે તે પદાર્થને આ નય ઘટ માને છે. એવી જ રીતે જીવન જીવવું ઈત્યાદિ જીવ નામના પર્યાયમાં વ્યક્તપણે જેની વૃત્તિ છે તેને જીવ કહે છે. જેની જીવનપ્રક્રિયા વર્તે છે, જીવન જીવે છે, જીવન જીવવા સમર્થ છે તેને જીવ કહેવાય છે. આમ આ નય કહે છે.
समभिरूढस्तु घटे कुटत्वादिपर्यायासङ्क्रमरूपः यत्पर्यायवृत्तितत्समुदितपर्यायाभिधायिजीवान्यतरपर्यायोऽसङ्क्रमस्वपर्यायवाचको जीवः
સમભિરૂઢ નય ઘટ-કુટ-કલશ-કુંભ ઈત્યાદિ પર્યાયવાચી શબ્દોના એવા અર્થ કરે છે કે પરસ્પર સંક્રમ ન થાય. અર્થાત્ પર્યાયવાચી શબ્દોના ભિન્ન ભિન્ન અર્થો કરે છે. એવી જ રીતે જીવ, આત્મા, ચેતન, દેહી ઈત્યાદિ પર્યાયવાચી શબ્દોના પણ અસંક્રમ સ્વરૂપ અર્થ સ્વીકારે છે. એક શબ્દનો અર્થ પર્યાયવાચી બીજા શબ્દમાં જવો ન જોઈએ. આ રીતે જે શબ્દ જે પર્યાયભૂત અર્થનો વાચક હોય તે પર્યાયમાં વર્તનારા જીવને જીવ કહે છે. જીવદ્રવ્યના સર્વે પણ જે પર્યાયવાચી શબ્દો છે તેમાં જીવન જીવવારૂપ પર્યાય જેમાં હોય તે જીવ, જ્ઞાનાદિ ગુણો છે તે આત્મા, ચૈતન્યધર્મયુક્ત છે તે ચેતન અને શરીરધારી છે તે દેહી આમ જીવના કોઈપણ પર્યાયવાચી શબ્દોમાં પરસ્પર સંક્રમ ન થઈ જાય તેવો અર્થ કરીને પોતાની પ્રતિનિયત ક્રિયાવાળા પર્યાયનો વાચક જીવ છે આમ આ નય માને છે. સારાંશ કે પર્યાયવાચી શબ્દોમાં વ્યુત્પત્તિ પ્રમાણે અલગ અલગ અર્થ કરે છે. કોઈપણ એક પદાર્થ માટે વપરાતા એકાર્થક શબ્દોનો આ નય એક અર્થ સ્વીકારતો નથી, ભિન્ન ભિન્ન અર્થ કરે છે.
एवम्भूतस्तु ज्ञानदर्शनसम्पूर्णपर्यायप्रवृत्तिवर्ती जीवः इत्यभिधायकः-उक्तं च तत्त्वार्थवृत्तौ -
એવંભૂત નામનો નય જલાધારાદિ અર્થક્રિયા કરતા ઘટને જ ઘટ કહે છે. જે ઘટ ઘટની અર્થક્રિયા કરતો નથી તેને એટલે કે ચેષ્ટાશૂન્યને ઘટ કેમ કહેવાય? અને જો ચેષ્ટાશૂન્યને પણ ઘટ કહીએ તો પછી ગમે તે પદાર્થને પણ ઘટ કેમ ન કહેવાય ? સર્વને પણ ઘટા
Page #38
--------------------------------------------------------------------------
________________
૪૯૮
માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
કહેવાનો પ્રસંગ આવે. આમ અતિવ્યાપ્તિ થાય એવી જ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ શુદ્ધ એવા પોતાના સઘળાએ પણ પર્યાયોની પ્રવૃત્તિમાં વર્તતા જીવને જ જીવ કહેવાય. આમ આ નય ક્રિયાપરિણત અર્થને માને છે. તત્ત્વાર્થસૂત્રની ટીકામાં કહ્યું છે કે -
नैगमेन देशग्राहिणा, सङ्ग्रहेण सामान्यग्राहिणा, व्यवहारेण विशेषग्राहिणा, ऋजुसूत्रेण वर्तमानवस्तुग्राहिणा, शब्देन वर्तमानभावग्राहिणा, समभिरूढेन प्रतिशब्द भिन्नार्थग्राहिणा, एवम्भूतेन स्वस्वपर्यायग्राहिणा, इत्याद्यनेकजीवाजीवेषु नयचालना तत्त्वार्थवृत्तितः ज्ञातव्या । तत्र ज्ञाने किञ्चिद् भाव्यते -
દેશગ્રાહી અર્થાત્ અંશગ્રાહી એવા નૈગમનય વડે, સામાન્ય માત્રગ્રાહી એવા સંગ્રહનય વડે, વિશેષ વિશેષને ગ્રહણ કરનારા એવા વ્યવહારનય વડે, વર્તમાનકાલીન વસ્તુને ગ્રહણ કરનારા એવા ઋજુસૂત્રનય વડે, વર્તમાનકાલીન એવા ભાવનિક્ષેપાને જ ગ્રહણ કરનારા શબ્દનય વડે, પ્રત્યેક શબ્દનો ભિન્ન ભિન્ન અર્થ કરનારા એવા સમભિરૂઢનય વડે અને પોતપોતાના પર્યાયને અનુસાર ક્રિયામય અર્થને ગ્રહણ કરનારા એવા એવંભૂતનય વડે, ઈત્યાદિ અનેક પ્રકારે નયોની ચાલના (વિચારણા) જીવ-અજીવાદિ સર્વે પદાર્થોમાં તત્ત્વાર્થસૂત્રની ટીકાના આધારે જાણવી જોઈએ. જેથી બુદ્ધિ વિશાલ થાય, પરમાર્થતત્ત્વ ગ્રહણ થાય, દૃષ્ટિ ખુલે. ત્યાં જ્ઞાન ઉપર આ નયોની ચાલના કંઈક અંશે વિચારાય છે.
तत्र नैगमः अक्षरानन्तभागरूपश्चेतनांश एकेन्द्रियावस्थः ज्ञानम् । सङ्ग्रहः सामान्यसत्तास्थो ज्ञानपरिणामो ज्ञानम् । व्यवहारः अष्टप्रकारमपि ज्ञानं वस्तुपरिच्छेदकत्वात् । ऋजुसूत्रः सम्यग्दृष्टेरर्हदभिहिततत्त्वश्रद्धायिनः यदिन्द्रियजमनिन्द्रियजं च तत्सर्वं ज्ञानम् । मिथ्यादृष्टेः सर्वमेव विपर्यासः । शब्दस्तु श्रुतज्ञानकेवलज्ञाने ज्ञानम् । तत्र साम्प्रतः श्रुतादिज्ञानचतुष्टयं ज्ञानम् । समभिरूढः श्रुतज्ञानकेवलज्ञाने ज्ञानम् । एवम्भूतः केवलज्ञानं ज्ञानम् । इत्येवं स्वपक्षस्थापनपरैः नयैः स्वाभिमतप्रकाशकैः अनेके वक्तारः प्रतिवदन्ते-विवादास्पदीभवन्ति । तत्र येषां मनः समशीलं ते मध्यस्था उच्यन्ते, इत्येवं माध्यस्थ्यं समाश्रयणीयम् ॥३॥
ત્યાં નૈગમનય અંશગ્રાહી છે તેથી અક્ષરનો અનંતમો ભાગ એવો ચેતનાનો અંશ જેને જેને અનાવૃત છે. અર્થાત્ અક્ષરના અનંતમા ભાગ જેટલી ચેતના જેની જેની ખુલી છે તેવા તેવા જીવોમાં રહેલો, એકેન્દ્રિયની અવસ્થાની તુલ્ય જે બોધ તે જ્ઞાન કહેવાય છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક - ૧૬
૪૯૯
સંગ્રહનયની અપેક્ષાએ સામાન્યપણે સત્તામાં રહેલો આત્માના ગુણરૂપ જે જ્ઞાનપરિણામ તે જ્ઞાન કહેવાય છે.
વ્યવહારનયથી મતિ આદિ ભેદવાળું આઠે પ્રકારનું જે જ્ઞાન તે જ્ઞાન કહેવાય છે. કારણ કે તે આઠે પ્રકારનું જ્ઞાન વસ્તુનો બોધ કરાવે જ છે.
ઋજુસૂત્રનયથી અરિહંતપરમાત્માએ કહેલાં તત્ત્વો ઉપર શ્રદ્ધા કરનારા સમ્યગ્દષ્ટિ આત્માનું ઈન્દ્રિયજન્ય અને અનિન્દ્રિય જન્ય-મનોજન્ય જે જ્ઞાન છે તે સર્વે જ્ઞાન કહેવાય છે અને મિથ્યાર્દષ્ટિનું સઘળુંય જ્ઞાન વિપરીત જ્ઞાન એટલે કે અજ્ઞાન કહેવાય છે.
શબ્દનયથી (ઉત્તરભેદ ત્રણે સાથે લઈએ તો સામાન્યથી) શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાન એમ બે જ્ઞાન જ જ્ઞાન કહેવાય છે. કારણ કે વાસ્તવિકપણે તે બે જ્ઞાન જ સ્વ-પરનો ઉપકાર કરનારાં છે. પણ વિશેષ વિચાર કરીએ તો સામ્પ્રતશબ્દનયથી શ્રુતાદિથી કેવલજ્ઞાન સુધીનાં ચારજ્ઞાન એ જ્ઞાન છે. કારણ કે શ્રુતજ્ઞાન સ્વ-પર-ઉપકારક છે માટે. અને અવધિ આદિ જ્ઞાનો ઈન્દ્રિય આદિ પરને આધીન ન હોવાથી તે જ પરમાર્થથી જ્ઞાન છે. મતિજ્ઞાન ભાષાત્મક ન હોવાથી પરનું ઉપકારક નથી તથા ઈન્દ્રિયોને આધીન હોવાથી પરોક્ષ છે માટે તે જ્ઞાન આ નયથી જ્ઞાન કહેવાતું નથી.
સમભિરૂઢનયથી શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાન એ જ પારમાર્થિકપણે જ્ઞાન છે. આ બેથી જ સ્વ-પરનો ઉપકાર થાય છે.
એવંભૂતનયથી એક કેવલજ્ઞાન એ જ સાચું પારમાર્થિક જ્ઞાન છે. કારણ કે તે પરિપૂર્ણ છે. પરની અપેક્ષા વિનાનું અને અનંતકાલ સાથે રહેનારું છે.
આ પ્રમાણે પોત-પોતાના પક્ષની સ્થાપના કરનારા અને પોત-પોતાની માન્યતા પ્રમાણે તત્ત્વનો પ્રકાશ કરનારા એવા નયો વડે બોલનારા અનેક વક્તાઓ પરસ્પર વાદ-વિવાદ કરે છે. સર્વે નયો ભિન્ન ભિન્ન દૃષ્ટિથી ભિન્ન ભિન્ન અભિપ્રાય જણાવે છે. આવા અવસરે જે મહાત્મા પુરુષોનું મન સમશીલ છે (સમભાવવાળું છે, તટસ્થ છે). કોઈપણ એક બાજુની ખેંચતાણવાળું નથી તે મહાત્માઓ મધ્યસ્થ કહેવાય છે. આવા પ્રકારના માધ્યસ્થ્યનો આશ્રય કરવો જોઈએ. નયો ભિન્ન ભિન્ન દૃષ્ટિ કહે અને તે નયથી તે સાચું પણ હોય છે. માટે ઉંચાનીચા ન થતાં કાષાયિકપરિણામ ન લાવતાં સર્વને તે તે દૃષ્ટિથી સમજવા પ્રયત્ન કરવો. આ જ સાચી મધ્યસ્થતા છે. ગા
स्वस्वकर्मकृतावेशाः, स्वस्वकर्मभुजो नराः ।
न रागं नापि च द्वेषं, मध्यस्थस्तेषु गच्छति ॥४॥
Page #40
--------------------------------------------------------------------------
________________
પ00
માધ્યચ્યાષ્ટક- ૧૬
જ્ઞાનસાર
ગાથાર્થ :- સંસારમાં રહેનારા સર્વે પણ જીવો પોત-પોતાના કાર્યમાં જ કર્યો છે આવેશ (ગાઢ પરિણામ) જેણે એવા છે તથા પોતપોતાના પૂર્વે બાંધેલા કર્મોના ઉદયવાળા છે. તેથી તેવા જીવો ઉપર જે આત્મા રાગ પણ નથી કરતો અને દ્વેષ પણ નથી કરતો તે આત્મા મધ્યસ્થ કહેવાય છે. જો
ટીકા :- “સ્વાર્થ વૃતિ"-તેવુ વ યેષુ મધ્યસ્થ:-સમરિત્ત:, ર રા ર पुनः न द्वेषं गच्छति । कथम्भूताः नराः ? स्वस्वकर्मकृतावेशा:-स्वे स्वे कर्मणिआत्मीयात्मीये कर्मणि कृतः आवेशो यैस्ते स्वकीयकर्मवशा इत्यर्थः । सर्वे स्वस्य कर्मणः भोक्तारः इत्यनेन स्वकृतकर्मविपाकोदये शुभे च अशुभे च विपाकप्राप्ते सति समानचेतोवृत्तिः सुरेन्द्रवृन्दवन्दितचरणोऽपि, तथा दीनजनैः लुब्धकधीवरैः विडम्ब्यमानोऽपि न रागं च न द्वेषं च गच्छति सः मध्यस्थः समचित्तः उच्यते । उक्तञ्चावश्यकनिर्युक्तौ
વિવેચન :- નગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત ઈત્યાદિ નયો પોતપોતાના અભિપ્રાય પ્રમાણે કોઈપણ વિવક્ષિત એક વસ્તુ ઉપર ભિન્નભિન્ન વિચારસરણી ધારણ કરે છે તે સર્વે અભિપ્રાયોમાં તથા પૂર્વકાલમાં બાંધેલા શુભઅશુભ કર્મોના ઉદયકાલે આવેલી સુખ-દુઃખાત્મક પરિસ્થિતિમાં જેનું ચિત્ત સમ-સ્વભાવવાળું છે. કોઈપણ નયના અભિપ્રાય તરફ કે કોઈપણ કર્મના ઉદયજન્ય ફળ તરફ જેને રાગ પણ નથી અને દ્વેષ પણ નથી, સુખાદિ ભાવવાળી પુણ્યોદય-યુક્ત સ્થિતિમાં જેને રાગ નથી તથા દુઃખાદિ ભાવવાળી પાપોદય-યુક્ત સ્થિતિમાં જેને દ્વેષ નથી તે મધ્યસ્થ કહેવાય છે.
આ મધ્યસ્થ મહાત્માઓ કેવા હોય છે? પૂર્વકાલમાં પોત પોતે બાંધેલાં અને હાલ ઉદયમાં આવેલાં કર્મોના કારણે પ્રાપ્ત કરાઈ છે ચડતી-પડતીવાળી સુખી-દુઃખી અવસ્થા જેઓ વડે એવા તે મહાત્માઓ પોતપોતાના કર્મોને ભોગવનારા હોય છે. શુભ કર્મોનો વિપાકોદય હોય કે અશુભ કર્મોનો વિપાકોદય હોય એમ બન્ને પ્રકારના કર્મોદયકાલે સમાન ચિત્તવૃત્તિવાળા આ મહાત્માઓ છે.
ક્યારેક ઘણો પુણ્યોદય વિપાકમાં આવે અને દેવ-દેવેન્દ્રોના વૃન્દ વડે ચરણો વંદન કરાતાં હોય તો પણ રાગદશાને પામતા નથી અને ક્યારેક ઘણો પાપોદય વિપાકમાં આવે અને તેનાથી હલકા, તુચ્છ માણસો વડે વિડંબના કરાતા હોય, અથવા શિકારી અને મચ્છીમાર આદિ જેવા ઘાતકી માણસો વડે દુઃખ પમાડાતા હોય તો પણ દ્વેષભાવને પામતા નથી. સુખદુઃખની પરિસ્થિતિમાં જે સમભાવવાળા રહે છે તે મહાત્માઓ મધ્યસ્થ કહેવાય છે. આવશ્યકનિયુક્તિ નામના ગ્રંથમાં કહ્યું છે કે –
Page #41
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક - ૧૬
वंदिज्जमाणा न समुक्कसंति, हेलिज्जमाणा न समुज्जलंति । दंतेण चित्तेण चलति धीरा, मुणी सया समुग्धाइयरागदोसा ||८६६ ॥
૫૦૧
આ મહાત્મા મુનિઓ વંદન કરાતા છતા ઉત્કર્ષ પામતા નથી તથા હીલના કરાતા છતા દ્વેષ પામતા નથી, પરંતુ નાશ કર્યો છે રાગ અને દ્વેષ જેઓએ એવા આ મુનિ મહાત્માઓ ધીર થયા છતા હંમેશાં દમન કરાયેલા ચિત્ત દ્વારા પ્રવર્તે છે. ૮૬૬॥ ૪॥
मनः स्याद् व्यापृतं यावत्, परदोषगुणग्रहे । कार्यं व्यग्रं वरं तावन्मध्यस्थेनात्मभावने ॥५॥
ગાથાર્થ :- જ્યાં સુધી મન પારકાના દોષ અને ગુણો ગ્રહણ કરવામાં વપરાયેલું રહે છે તે કામમાં જ વ્યાપ્ત રહે છે ત્યાં સુધી આત્મતત્ત્વના ચિંતનમાં મનને વ્યગ્ર કરવું એ જ પરમ કાર્ય છે. પા
टी$ :- “मन: स्याद् व्यापृतमिति" - परदोषगुणग्रहणे यावद् मनः व्यापृतं -व्यापारवत् स्यात्, तावत् आत्मभावने - आत्मस्वरूपचिन्तने व्यग्रं तदायत्तं वरं प्रधानं कार्यम् । केन मध्यस्थेन पुरुषेण समभावास्वादनरसिकेन । इत्यनेनात्मस्वरूपस्यामूर्तस्यागुरुलघुषड्गुणहानिवृद्धिपरिणमनोत्पादव्ययध्रौव्यतालक्षणस्वरूपचिन्तनगुणप्रवृत्तिः गुणान्तरसहकारप्रवृत्तिस्वरूपचिन्तनादिकं तत्र चिन्तने व्यग्रस्य सांसारिकगुणदोषचिन्तनावकाश एव न भवति ।
अत एव निर्ग्रन्थाश्चिन्तयन्ति भावनाचक्रम्, घोषयन्ति द्रव्यानुयोगग्रन्थम्, प्रश्रयन्ति परस्परस्वभावविभावपरिणामम्, विलोकयन्ति आत्मस्वरूपं सावरणं निरावरणम्, विभजयन्ति हेतुगणपरिणामम् त्यजन्ति अशुद्धनिमित्तानि, विचारयन्ति निक्षेपाक्षेपम्, सम्मीलयन्ति नयानुयोगम्, तन्मयीभवन्ति ध्यानादिषु यतोऽनादिविभावानुगतचेतनावीर्यप्रवर्तनगृहीतपरस्वरूपोपादेयतया परदोषगुणावलोकनाशुद्धचिन्तननिवारणार्थं मनः स्याद्वादानन्तपञ्चास्तिकायस्वरूपावलोकनाजीवहेयजीवोपादेयज्ञानं कार्यमिति ॥५॥
વિવેચન :- આ આત્માનું મન જ્યાં સુધી પારકાના દોષો અને ગુણો જોવામાં જ લયલીન છે. અર્થાત્ બહિરાત્મ-ભાવમાં છે. પરના જ ભાવો જાણવામાં-જોવામાં વ્યાપારવાળું છે. ત્યાં સુધી પોતાના આત્માના સ્વરૂપનું ચિંતન કરવામાં વ્યગ્ર રહેવું એ જ શ્રેષ્ઠ કર્તવ્ય છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
પ૦૨
માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર
જ્યાં સુધી પરભાવદશામાં મન જતું હોય ત્યાં સુધી તેના નિવારણ અર્થે સ્વભાવદશાનું ચિંતન-મનન અત્યન્ત જરૂરી છે.
પ્રશ્ન - કયા પુરુષે આત્મચિંતન-મનન કરવું જોઈએ?
ઉત્તર :- જે જે આત્મા મુમુક્ષુ હોય, સ્વરૂપ-પ્રાપ્તિના અભિલાષી હોય, આત્મહિતચિંતક હોય તે તે સર્વે આત્માએ આત્મચિંતન-મનન કરવું આવશ્યક છે. તો પણ જે આત્મા મધ્યસ્થ હૃદયવાળા છે. સમતાભાવના આસ્વાદમાં રસિક છે. સર્વ પ્રકારના નયોની વાતોમાં મધ્યસ્થ રહે છે. કોઈ પણ બાબતમાં આકર્ષાતા નથી કે ખીજાતા નથી તથા સુખીદુઃખી પરિસ્થિતિમાં સમભાવ દશાવાળા અને ગંભીર છે તેવા મહાત્મા પુરુષોએ તો અવશ્ય આત્મતત્ત્વનું ચિંતન-મનન કરવું જોઈએ. આમ ગ્રન્થકારશ્રી સમજાવે છે તેનાથી એમ કહેવા માગે છે કે -
(૧) આત્માનું જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણમય જે સ્વરૂપ, (૨) આત્માનું જે અમૂર્ત (વર્ણ-ગંધ-રસ-સ્પર્શ રહિત) સ્વરૂપ, (૩) આત્માનું જે અગુરુલઘુ સ્વરૂપ, (૪) પ્રતિસમયે આત્માનું આત્મગુણોમાં પદ્ગણ હાનિ-વૃદ્ધિસ્વરૂપે જે પરિણમન થાય છે તે સ્વરૂપ તથા (૫) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ધર્મવાળું ત્રિપદીના લક્ષણવાળું જે સ્વરૂપ ઈત્યાદિ ચિંતન-મનન કરવા યોગ્ય સ્વરૂપમાં જ પ્રવૃત્તિવાળા બનવું જોઈએ.
ઉપર કહેલા ગુણો સિવાયના બીજા પણ જે જે ગુણો આત્માના હોય તેના સહકારવાળી પ્રવૃત્તિયુક્ત સ્વરૂપનું પણ ચિંતન-મનન વગેરે કાર્ય પણ મધ્યસ્થ આત્માએ કરવું જોઈએ. આ આત્માનું મન ઉપરોક્ત વિષયોના ચિંતન-મનનમાં જેમ જેમ વધારે લીન બને છે. તેમ તેમ મનને સાંસારિક ગુણ-દોષોના ચિંતન-મનનનો અવકાશ જ રહેતો નથી. સ્વભાવદશામાં જેટલી તન્મયતા તેટલી વિભાવદશાથી વિરક્તતા આપોઆપ પ્રગટે છે.
આ કારણથી જ નિર્ચન્દમુનિઓ (૧) અનિત્ય, અશરણ ઈત્યાદિ બાર ભાવનાઓ ચિંતવે છે. બાર ભાવનાઓની વિચારણા કરે છે. તથા મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવના ભાવે છે. (૨) દ્રવ્યાનુયોગના ગ્રન્થોનો અભ્યાસ કરે છે. (૩) પરસ્પર સ્વભાવપરિણામ અને વિભાવ-પરિણામનો ઉપાદેય અને હેયભાવે આશ્રય કરે છે. સ્વભાવપરિણામોને સ્વીકારે છે અને વિભાવ-પરિણામોને ત્યજે છે. (૪) આવરણવાળું અને આવરણ વિનાનું આત્માનું સ્વરૂપ કેવું છે અને કેટલું છે તેનું અવલોકન કરે છે. ક્ષાયોપથમિક ભાવમાં કેટલુંક સ્વરૂપ સાવરણ હોય છે અને કેટલુંક સ્વરૂપ નિરાવરણ હોય છે. માટે ઉદય વધારે છે કે ક્ષયોપશમ વધારે છે? તે ચિંતવે છે. (૫) શુદ્ધભાવના કારણોનો ગણ અને અશુદ્ધ
Page #43
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક - ૧૬
૫૦૩ ભાવનાં કારણોનો ગણ જે છે તેના પરિણામનો વિભાગ કરે છે. બન્નેને છુટા પાડીને ગ્રહણમોચન કરે છે. (૬) અશુદ્ધનિમિત્તોનો ત્યાગ કરે છે. અને શુદ્ધ નિમિત્તોનો સ્વીકાર કરે છે. (૭) આત્મતત્ત્વના સ્વરૂપને વિષે થતા પ્રશ્નો તથા તેના ઉત્તરો વિચારે છે. (૮) કોઈપણ વિષય ઉપર નયોના અનુયોગનું મુંજન કરે છે. (૯) અવસરે અવસરે ધ્યાનાદિ ઉપાદેયતત્ત્વોમાં તન્મય થાય છે. આવા આવા પ્રકારના ઉપાદેય ભાવોમાં મધ્યસ્થ નિગ્રંથ મુનિઓ જોડાય છે.
આમ સ્વરૂપ-ચિંતનમાં લયલીન બનવાનું કારણ એ છે કે અનાદિકાલથી વિભાવદશાને જ અનુસરનારી ચેતના અને વિભાવદશાને જ અનુસરનારી વીર્યની પ્રવૃત્તિ, આ બન્ને વડે પરદ્રવ્યના સ્વરૂપને ઉપાદેયપણે જ આ જીવે ગ્રહણ કરેલું છે. પરના સ્વરૂપને જ પોતાનું માની લીધું છે. નિરંતર આ જીવ તેમાં જ લીન બનેલો છે. તેના કારણે પારકાના દોષો અને ગુણો જોવાની જ ટેવ પડેલી છે. તેના દ્વારા રાગ-દ્વેષ થવાથી અશુદ્ધ ચિંતન-મનનના વિચારો થયા જ કરે છે તે રોકવા માટે આત્માર્થી જીવોએ પોતાનું મન સ્યાદ્વાદની વિચારણામાં, પંચાસ્તિકાય-દ્રવ્યોના અનંત સ્વરૂપની વિચારણા કરવામાં તથા અજીવનું તમામ સ્વરૂપ હેય છે અને જીવનું શુદ્ધ ગુણાત્મક સ્વરૂપ ઉપાદેય છે. આવું જ્ઞાન આત્માથી જીવે અવશ્ય મેળવવું જોઈએ. તે માટે મધ્યસ્થ હૃદયી બનીને આત્મહત્ત્વના સ્વરૂપસંબંધી ચિંતન-મનનમાં એકમેક બનવું જોઈએ.
विभिन्ना अपि पन्थानः, समुद्रं सरितामिव । मध्यस्थानां परं ब्रह्म, प्राप्नुवन्त्येकमक्षयम् ॥६॥
ગાથાર્થ - જેમ જુદા જુદા સ્થાનેથી વહેતી નદીઓના માર્ગો એક જ સમુદ્રમાં મળે છે તેવી જ રીતે મધ્યસ્થ દૃષ્ટિવાળા મહાત્મા પુરુષોના ભિન્ન ભિન્ન એવા પણ માર્ગો અક્ષય એવા એક પરમ બ્રહ્મને (શુદ્ધ-આત્મસ્વરૂપને) પ્રાપ્ત કરે છે. all
વિવેચન :- “વિમની મપિ ત” વિમિની: મને એમની મપ પ્રસ્થાનઃ पञ्चध्यानमार्गसाधनपद्धतयः साधनोपायाः अनेके द्रव्याचरणतः शुक्लध्यानं यावत् सम्यग्दृष्टि-अपुनर्बन्धकादयः, जिनकल्पाः स्थविरकल्पादयः मध्यस्थानां -मध्यस्थभाववर्तिनामेकमक्षयं परं ब्रह्म प्राप्नुवन्ति । इत्यनेन सर्वे साधनोपायाः एकं शुद्धं आत्मस्वरूपं समवतरन्ति । सर्वेषां मोक्षसाधकानां साध्यैकत्वात् । कमिव ? समुद्रं सरितामिव, यथा नद्यः समुद्रं गच्छन्ति, एवं तत्त्वैकत्वपरिणामानां सर्वं साधनं शुद्धात्मभावे अवतरन्ति । अतः रागद्वेषाभावो हितम् ॥६॥
Page #44
--------------------------------------------------------------------------
________________
૫૦૪
માધ્યચ્યાષ્ટક- ૧૬
જ્ઞાનસાર
વિવેચન :- આત્મતત્ત્વની સાધનાના ભલે ભિન્ન ભિન્ન માર્ગો હોય, કોઈ આત્મા સવિશેષ તપ આરાધે, કોઈ આત્મા સવિશેષ જ્ઞાન આરાધે, કોઈ આત્મા સવિશેષ ચારિત્રગુણ આરાધે, કોઈ આત્મા તત્ત્વચિંતન આરાધે. આમ ભિન્ન ભિન્ન પ્રકારે અનેક ભેદોથી ભેટવાળા સાધનાના માર્ગો પણ અનેક છે. પંચ પરમેષ્ઠિના ગુણોનું ધ્યાન કરવાના માર્ગ રૂપ સાધનાની પદ્ધતિવાળા સાધનાના ઉપાયો અનેક છે. જ્યારથી આ જીવ દ્રવ્યથી પણ ધર્મની આચરણમાં જોડાય છે ત્યારથી ધર્મમાર્ગમાં પ્રવેશ પામે છે.
આવા પ્રકારના દ્રવ્યાચરણથી આરંભીને યાવતુ શુક્લધ્યાનની દશા આવે ત્યાં સુધી, અપુનર્બન્ધક, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર, સર્વવિરતિધર પ્રમત્ત-અપ્રમત્ત મુનિ, જિનકલ્પિક મુનિ, સ્થવિરકલ્પિકાદિ મુનિઓ વગેરે જે કોઈ આરાધનાના માર્ગમાં પ્રવેશે છે, એટલે કે મોહના ક્ષયોપશમની વૃદ્ધિ કરતાં કરતાં આગળ વિકાસ સાધે છે તે સર્વે પણ આત્મતત્ત્વના આરાધક આત્માઓ મધ્યસ્થ સ્વભાવવાળા હોય છે, એટલે કે રાગ-દ્વેષ રહિત ઉચિત માર્ગ ઉપર ચાલવા સ્વરૂપ મધ્યસ્થ-ભાવવર્તી હોય તો તેવા મહાત્મા પુરુષો મધ્યસ્થમાર્ગે ચાલવા દ્વારા અખંડિત એવા પરમ બ્રહ્મમય શુદ્ધ આત્મ-સ્વરૂપને પ્રાપ્ત કરનારા બને છે.
- ઉપરોક્ત કથનથી આ વાત સ્પષ્ટ સમજાય છે કે સાધનના સર્વે પણ ઉપાયો શુદ્ધ એવા એક આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં જ સમાપ્ત થઈ જાય છે. કારણ કે મોક્ષ માટેની સાધનાના ઉપાયો ભલે ભિન્ન ભિન્ન હોય પરંતુ સર્વેનું સાધ્ય મુક્તિની પ્રાપ્તિ રૂપ એક છે. કોની જેમ ? અનેક નદીઓ જેમ એક સમુદ્રમાં જ મળે છે તેમ અહીં સમજી લેવું.
જેમ ભિન્ન ભિન્ન નદીઓ ભિન્ન ભિન્ન માર્ગોથી આવતી હોવા છતાં પણ અંતે એક સમુદ્રમાં જ સમાપ્ત થઈ જાય છે અથવા અમદાવાદ-સુરત-મુંબઈ જેવા કોઈપણ એક નગરમાં પ્રવેશ પામવાના માર્ગો અનેક હોય છે છતાં પણ ભિન્ન ભિન્ન માર્ગો દ્વારા પ્રવેશ એક ગામમાં જ થાય છે. તેમ આત્મતત્ત્વની સાધનામાં જ એકમેક પરિણામ પામેલા મહાત્મા પુરુષોના સર્વે સાધનો (ઉપાયો) શુદ્ધ આત્મ-સ્વભાવમાં જ સમવતાર પામે છે. તે માટે શક્ય બને તેટલો રાગ-દ્વેષનો અભાવ થાય તેવો પ્રયત્ન કરવો. llll
स्वागमं रागमात्रेण, द्वेषमात्रात्परागमम् । न श्रयामस्त्यजामो वा, किन्तु मध्यस्थया दृशा ॥७॥
ગાથાર્થ - રાગમાત્રથી અમે (જેનોએ) પોતાના આગમને સ્વીકાર્યું નથી અને દ્વેષમાત્રથી પરના શાસ્ત્રને અમે ત્યર્યું નથી, પરંતુ મધ્યસ્થ દૃષ્ટિ માત્ર વડે અમે સ્વાગમને સ્વીકાર્યું છે અને પરાગમને ત્યજ્યું છે. ll
Page #45
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થ્યાષ્ટક - ૧૬
૫૦૫
ટીકા :" स्वागममिति" स्वागमं गणधरोक्तमागमम्, वयं न रागमात्रेण श्रयामः, यच्च अस्मत्परम्परानुगतैः इदमेवाभिमतम्, अस्माकं कल्पमिदं इति रागारत्वेन न जिनागमे रागः । वा अथवा परागमं कापिलादिशास्त्रम् न केवलद्वेषमात्रेण परकीयत्वाद् द्वेषः, तेन न त्यजामः, किन्तु परीक्षया यथार्थवस्तुस्वरूपनिरूपणेन सम्यग्ज्ञानहेतुत्वाद् नित्यानित्याद्यनन्तस्वभावकथनेऽप्यविरोधित्वाद् मध्यस्थया दृशा जिनागमं श्रयामः विपर्यासोपेतवस्तुस्वरूपपरीक्षणाऽक्षमत्वेन त्यजामः । न द्वेषमात्रेण, त्यागयोग्यत्वाद् त्यजामः । उक्तञ्च
વિવેચન :- ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રી કહે છે કે અમે ગણધરભગવંતોએ રચેલા જૈન આગમનો જે આશ્રય કર્યો છે. અર્થાત્ “પ્રમાણભૂત” તરીકે અમે અમારા જીવનમાં તે આગમોને જે સ્વીકાર્યાં છે તે કંઈ આગમ પ્રત્યેના રાગથી નથી સ્વીકાર્યાં, એટલે કે “અમારી પરંપરામાં પૂર્વકાલમાં થયેલા અમારા ધર્મગુરુઓએ “આ જૈન આગમ જ સ્વીકાર્યું હતું તે માટે, અથવા અમારો આવો કુલાચાર છે કે આ જૈનાગમને જ માનવું” ઈત્યાદિ રીતે રાગને પરવશ થઈને અમે જૈન આગમ પ્રત્યે સ્વીકાર કર્યો હોય એમ નથી, ગુરુપરંપરાથી કુલાચારથી કે તેના પ્રત્યેના પ્રેમમાત્રથી અમે જૈન આગમ સ્વીકાર્યું હોય એમ નથી. પરંતુ જિનેશ્વર પરમાત્માના કહેલા અને ગણધરભગવંતોએ રચેલા આ આગમશાસ્ત્રોમાં “યુક્તિયુક્તતા” છે માટે અમે જૈન આગમને સ્વીકાર્યું છે.
તથા પરદર્શનનાં આગમશાસ્ત્રો એટલે કે સાંખ્યદર્શનનાં કપિલઋષિકૃત આગમો, બૌદ્ધદર્શનનાં બુદ્ધકૃત આગમો, ન્યાય-વૈશેષિકદર્શનનાં અક્ષપાદ-કણાદ ઋષિકૃત શાસ્ત્રો, ચાર્વાકદર્શનનાં બૃહસ્પતિઋષિકૃત શાસ્ત્રો અને મીમાંસકદર્શનનાં કુમારિલ્લભટ્ટ તથા પ્રભાકરકૃત શાસ્ત્રોનો અમે જે ત્યાગ કર્યો છે. નથી સ્વીકાર્યાં, તે કેવલ દ્વેષમાત્રથી અથવા પારકાનાં છે માટે આપણે ન સ્વીકારાય આવા દ્વેષભાવથી ત્યાગ કર્યો નથી. પરંતુ તે શાસ્ત્રોમાં કહેલા ભાવોમાં યુક્તિયુક્તતા દેખાતી નથી માટે ત્યાગ કર્યો છે. જૈન આગમમાં અને ઈતર આગમમાં ક્યાં યુક્તિસિદ્ધતા છે ? અને ક્યાં યુક્તિસિદ્ધતા નથી ? આવી પરીક્ષા કરવા પૂર્વક મધ્યસ્થ દૃષ્ટિ રાખીને યોગ્યતા જોઈને જ જૈન આગમનો અમે સ્વીકાર કર્યો છે અને પર-આગમનો અમે ત્યાગ કર્યો છે.
“જે વસ્તુ આ સંસારમાં જેમ છે તે વસ્તુનું નિરૂપણ બરાબર તેમજ છે” આમ યથાર્થપણે વસ્તુના સ્વરૂપનું નિરૂપણ જૈન આગમમાં જ છે. માટે તે આગમનો અભ્યાસ સમ્યજ્ઞાનનું કારણ બને છે. તેથી યથાર્થવાદ હોવાથી અમે તે આગમનો આશ્રય કર્યો છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
પ૦૬ માધ્યચ્યાષ્ટક - ૧૬
જ્ઞાનસાર અમે જેન છીએ એટલે અમારા આગમની પ્રશંસા કરીએ છીએ આમ નથી. પરંતુ પ્રત્યેક વસ્તુ “નિત્ય-અનિત્ય છે” “ભિન્ન-અભિન્ન છે” “સામાન્ય-વિશેષાત્મક છે” આમ પરસ્પર વિરોધી દેખાતા પણ નયભેદથી વિવક્ષા કરીએ તો પરિપૂર્ણ અવિરોધીભાવે રહેલા અનંત અનંત ધર્મોની જોડીથી યુક્ત આ પદાર્થો છે અને તેવા જ પદાર્થો જૈનાગમોમાં વર્ણવ્યા છે. આમ જેનાગમ જ આશ્રય કરવા જેવું ઉત્તમ, નિર્દોષ અને યુક્તિયુક્ત છે માટે અમે તેને સ્વીકાર્યું છે.
કોઈપણ ઋષિ-મુનિ ઉપર કે તેમનાં શાસ્ત્રો ઉપર રાગ અને દ્વેષ કર્યા વિના માત્ર મધ્યસ્થ દૃષ્ટિ રાખીને યથાર્થ નિરૂપણ હોવાથી અમે જૈન આગમનો સ્વીકાર કર્યો છે અને વિપરીત નિરૂપણથી ભરેલું વસ્તુનું સ્વરૂપ દેખવાના કારણે પરીક્ષાની વિધિમાં સત્ય તરીકે સિદ્ધ થવામાં અસમર્થ હોવાના કારણે અયથાર્થ હોવાથી અમે પરના આગમોનો ત્યાગ કર્યો છે. પરના આગમ પ્રત્યેના દ્વેષથી ત્યાગ કર્યો નથી. પરંતુ અયથાર્થ-નિરૂપણ હોવાથી ત્યાગયોગ્ય છે. માટે અમે તેનો ત્યાગ કરેલ છે. લોકતત્ત્વનિર્ણય નામના ગ્રંથમાં કહ્યું છે કે –
“પક્ષપાતો ન જે વીરે, ન ફ્રેષ: પત્નવિપુ ! युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥३८॥
અમને (જેનોને) મહાવીર પરમાત્મા ઉપર રાગ નથી અને કપિલ ઋષિ આદિ અન્ય દર્શનકારો પ્રત્યે દ્વેષ નથી, પરંતુ જેઓનું વચન યુક્તિયુક્ત હોય છે. તેઓના જ વચનનો સ્વીકાર કરવો જોઈએ. માટે અમે જૈન આગમ સ્વીકાર્યું છે તથા આ જ શ્લોક પૂજ્ય ઉપાધ્યાયજી કૃત કાન્નિશ લવિંશિકામાં પણ ૪૩ માં છે. તથા વળી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત અયોગવ્યવચ્છેદિકામાં ર૯મા શ્લોકમાં પણ આમ જ કહ્યું છે. તે આ પ્રમાણે -
न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु, त्वामेव वीरप्रभुमाश्रयामः ॥२९॥
અમે જૈનોએ હે પ્રભુ! અંધશ્રદ્ધામાત્રથી તમારા ઉપર પક્ષપાત (રાગ) કર્યો નથી અને દ્વેષમાત્રથી પર-દર્શનકારો ઉપર દ્વેષ કર્યો નથી, પરંતુ યથાર્થ આપ્તપણાની પરીક્ષા કરીને જ આપશ્રીને-વીરપ્રભુને અમે સ્વીકાર્યા છે. રા.
રાગથી સ્વીકાર્યું હોય અને દ્વેષભાવથી ત્યજ્યું હોય તે સારું નથી, પ્રશંસનીય નથી. કારણ કે દૃષ્ટિ જ દોષ ભરેલી છે, પરંતુ મધ્યસ્થ દૃષ્ટિથી પરીક્ષા કરતાં જે યથાર્થ લાગ્યું તે સ્વીકાર્યું અને જે અયથાર્થ લાગ્યું તે ત્યજી દીધું છે તેથી ઉચિત જ કર્યું કહેવાય. liા
Page #47
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યસ્થાષ્ટક - ૧૬
मध्यस्थया दृशा सर्वेष्वपुनर्बन्धकादिषु ।
चारिसञ्जीवनीचारन्यायादाशास्महे हितम् ॥८॥
૫૦૭
ગાથાર્થ :- અપુનર્બન્ધક આદિ સર્વે જીવોમાં મધ્યસ્થ દૃષ્ટિ વડે અમે ચારિસંજીવની ચરાવવાના ન્યાયથી કલ્યાણ થવાની આશા રાખીએ છીએ. ॥૮॥
ટીકા :- “મધ્યસ્થવા કૃતિ” વયં મધ્યથવા વૃશા સર્વેષુ મૈત્રીપ્રમોવળાવિયુ हितं-कल्याणम्, आशास्महे - इच्छामः । सर्वत्र रागद्वेषपरित्यागानुकूलभावनयाहितं सिध्यति । कस्मात् ? चारिसञ्जीवनीचारन्यायात् तत्रोदाहरणं यथा कश्चित्पुरुषः अजानन्नपि पशुं सञ्चारयन् पशुत्वपरित्यागचक्षुर्धोतकहेतुः जातः । सञ्जीवनीचारणरूपो दृष्टान्तस्तन्यायात् तथा चरणादिषु मन्दप्रयत्नोऽपि अध्यात्मानुगसमभावपरिणतः आत्मानमनादिपशुत्वभावगतमपहाय स्वरूपोपलब्धिरूपं दक्षत्वभेदज्ञानरूपं चाक्षुषत्वं करोति । अत एव सर्वं साध्यसापेक्षस्य साधनं हितम् । साध्यशून्यस्य बालक्रीडारूपम् । उक्तञ्च वीतरागस्तोत्रे
વિવેચન :- સંસારી સર્વે જીવો ઉપર મધ્યસ્થ દૃષ્ટિ દ્વારા અમે હિતની (કલ્યાણની) આશા રાખીએ છીએ, કોઈ-કોઈ જીવો મૈત્રી ભાવનાને યોગ્ય હોય છે. કોઈ કોઈ જીવો પ્રમોદભાવનાને યોગ્ય હોય છે. કોઈ કોઈ જીવો કરુણાભાવનાને યોગ્ય હોય છે અને કોઈ કોઈ જીવો મધ્યસ્થભાવનાને યોગ્ય હોય છે. આમ જે જીવો જેવી કક્ષાના હોય છે તે જીવો ઉપર તેવી તેવી ભાવના રાખવા વડે મધ્યસ્થ દૃષ્ટિ દ્વારા તેઓનું હિત-કલ્યાણ કેમ થાય ? એ રીતે અમે સર્વત્ર હિત થવાની-કલ્યાણ થવાની આશા રાખીએ છીએ-કલ્યાણ થાય એમ ઈચ્છીએ છીએ.
સર્વસ્થાનોમાં રાગ અને દ્વેષના ત્યાગને અનુકૂલ અર્થાત્ રાગ-દ્વેષ રહિતપણે મધ્યસ્થ ભાવના દ્વારા પ્રવૃત્તિ કરવાથી હિતની-કલ્યાણની સિદ્ધિ થાય છે. શાસ્ત્રોમાં આવા પ્રકારની મધ્યસ્થ દૃષ્ટિ દ્વારા જે કલ્યાણની સિદ્ધિ કહી છે તે ચારિસંજીવની ચારના ન્યાયથી કહી છે. તેનું સુંદર ઉદાહરણ આ પ્રમાણે છે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી કૃત યોગના ગ્રન્થોમાં આવું એક ઉદાહરણ આવે છે કે
-
કોઈ એક ગામમાં, બે બાલિકાઓ હતી. પરસ્પર અતિશય ઘણા સ્નેહવાળી હતી. ઉંમરલાયક થતાં બન્નેનાં લગ્ન થયાં. લગ્ન થવાથી બન્ને પોત-પોતાના સસરાના ઘરે ગઈ. શ્વસુરગૃહે જવાથી બન્નેના ગામ દૂર દૂર થયાં. મળવાનું દુષ્કર બન્યું. તેમાં એક સ્ત્રીને
Page #48
--------------------------------------------------------------------------
________________
૫૦૮
માધ્યસ્થાષ્ટક-૧૬
જ્ઞાનસાર
કામણ ટુમણની વિદ્યા આવડતી હતી. બીજી સ્ત્રીને આવી કલા આવડતી ન હતી. એક વખત કલાની જાણકાર સ્ત્રી કલાની અજાણ સ્ત્રીના ઘરે મળવા માટે આવી ત્યારે કલાની અજાણ સ્ત્રીએ કહ્યું કે “તું કામણ ટુમણની કલા જાણે છે તો કંઈક એવું કર કે જેથી મારો પતિ હું ચલાવું તેમ ચાલે, બીજીએ કહ્યું કે સારું, હું તને એક ઔષધ આપું છું, તે ઔષધ તું તારા પતિને ખવરાવજે, જેથી તારો પતિ તું કહીશ તેમ કરશે અને ચલાવીશ તેમ ચાલશે.”
આટલું કહીને ઔષધ આપીને કલાની જાણકાર તે સ્ત્રી પોતાના ઘરે ગઈ, થોડાક દિવસો બાદ ઔષધવાળી સ્ત્રીએ પોતાના પતિને ઔષધ ખવડાવ્યું. આ ઔષધ પેટમાં જતાં જ આ પુરુષ પુરુષ મટીને બળદ થયો. ઔષધ ખવડાવનાર સ્ત્રીના દુઃખનો પાર ન રહ્યો. પરંતુ હવે શું થાય ? બળદમાંથી પાછો પુરુષ કેમ કરવો તે કલા તેની પાસે નથી અને પેલી સ્ત્રી તો તેના ઘરે ચાલી ગઈ છે. એટલે આ સ્ત્રી પોતાના પતિ બળદને દરરોજ ઘાસચારો ચરાવવા જંગલમાં લઈ જાય છે અને ચરાવીને સાંજે ઘરે પાછી આવે છે. તે જેમ ચલાવે તેમ બળદ ચાલે છે. આમ તેના ઈચ્છા પ્રમાણે કાર્ય તો થયું પણ તેને આ રૂચ્યું નહીં. હવે બળદમાંથી ફરી પાછો પુરુષ કેમ થાય તેની રાહ જોતી દરરોજ ચરાવે છે.
એક વખત તે સ્ત્રી પોતાના પતિ-બળદને ઘાસચારો ચરાવીને એક મોટા વૃક્ષની નીચે સૂતી છે. બળદ ઘાસચારો વાગોળે છે. સ્ત્રી સૂઈ ગઈ નથી, પરંતુ પરિશ્રમના કારણે આડી પડીને આરામ કરે છે. ત્યાં કોઈ એક વિદ્યાધર યુગલ (પતિ-પત્ની) જાત્રા અર્થે નીકળેલું તે યુગલ વિરામ માટે આવીને આ જ વૃક્ષ ઉપર બેઠું. તેમાંના પુરુષે વિદ્યાધર હોવાથી વિદ્યાના બળે જાણ્યું કે નીચે બેઠેલો બળદ વાસ્તવિક બળદ નથી, પણ કૃત્રિમ બળદ છે. જો તેને આ જ ખેતરમાં રહેલી સંજીવની ઔષધિ ખવડાવવામાં આવે તો તે બળદ ફરીથી પુરુષ થઈ શકે છે. આમ આ સમસ્ત વાર્તા તે વિદ્યાધર પુરુષે પોતાની પત્નીને કહી. આ બન્ને વાર્તાલાપ કરીને ઉડી ગયાં. પરંતુ તે વાર્તાલાપ નીચે સુતેલી તે સ્ત્રીએ સાંભળ્યો.
તે સ્ત્રી મનમાં વિચારે છે કે આ બળદને પુનઃ પુરુષ કરવાનો ઉપાય છે અને તે એ છે કે આ બળદને સંજીવની ઔષધિનો ચારો ચરાવવો અને તે ઔષિધ આ જ ખેતરમાં છે, પરંતુ મને ખબર પડતી નથી કે સંજીવની ઔષધિ કઈ ? અને ઈતર ઘાસચારો કયો ? તો હવે હું શું કરું ? આવા પ્રકારના વિચારમાંથી તેણે એક નિર્ણય કર્યો કે આ ખેતરમાં જે કોઈ ઘાસચારો છે તે તમામ ઘાસચારો ક્રમે ક્રમે હું આ બળદને ચરાવું કે જેથી સંજીવની ઔષધિ જ્યારે તેના ઉદરમાં જશે ત્યારે તે મનુષ્ય બની જશે. આવો નિર્ણય કરીને ખેતરના એક છેડેથી દરોજ આ બળદને ધ્યાન રાખીને ઘાસચારાનો ચારો ચરાવે છે. આમ કરતાં કેટલાક દિવસે તે સંજીવની ઔષિધ તેના ચરવામાં આવી. તે જ દિવસે તે બળદ બળદ મટીને
Page #49
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
માધ્યચ્યાષ્ટક- ૧૬
૫૦૯
પુરુષ થયો. વાર્તા આટલી જ છે. પરંતુ સંજીવની ઔષધિ દ્વારા પશુમાંથી આ જીવ પુરુષ થયો આટલી વાત મહત્ત્વની છે.
પૂજ્ય દેવચંદ્રજી મહારાજશ્રીની રચેલી આ જ્ઞાનમંજરી ટીકામાં યથા શપુરુષ: આમ લખ્યું છે. કોઈક પુરુષ (ગોવાળ) સંજીવનીને નહીં જાણતો હોવા છતાં પણ પશુને ઘાસચારો ચરાવતો ચરાવતો સંજીવની ઔષધિ આવી જવાથી પશુપણાનો ત્યાગ કરીને ચક્ષુથી ઉદ્યોત કરનારો પુરુષ થયો. તે “સંજીવનીચાર” (સંજીવની ઔષધ ચરાવવા) સ્વરૂપ ઉદાહરણ જાણવું. તેવી જ રીતે આ ન્યાયને અનુસાર જે આત્મા ચારિત્રપાલનાદિમાં ઘણો મંદ છે. તેથી જ તેમાં અતિશય મંદપ્રયત્નવાળો છે. જેથી પશુતુલ્ય છે. પરંતુ અધ્યાત્મશાસ્ત્રો નિરંતર સાંભળવાથી અને અધ્યાત્મી પુરુષોના સંસર્ગથી અધ્યાત્મશાસ્ત્રોનું જ્ઞાન અને તજ્જન્ય સંવેગ-વૈરાગ્યયુક્ત ભેદજ્ઞાનરૂપી સંજીવની ઔષધિ ઉદરમાં જવાથી અધ્યાત્મભાવનાથી યુક્ત એવા સમભાવે પરિણત થયો છતો પોતાના આત્મામાં અનાદિકાલથી તત્ત્વના અજાણરૂપ જે પશુપણું હતું. તેને છોડીને પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિ થવી તે રૂપ “ચતુરપણું અને ભેદજ્ઞાન પ્રગટ થવા સ્વરૂપ” જ્ઞાનરૂપી ચક્ષુથી જોવાપણું = અર્થાત્ વાસ્તવિક મનુષ્યપણું પામ્યો.
આ આત્મા તત્ત્વજ્ઞાન વિનાનો હોવાથી અનાદિકાલથી પશુપણાને પામેલો હતો. અધ્યાત્મી પુરુષોના સમાગમથી અને અધ્યાત્મ શાસ્ત્રોના અભ્યાસથી ભેદજ્ઞાન-સમ્યજ્ઞાન રૂપી સંજીવનીનું પાન કરવાથી પશુપણું (અજ્ઞાનીપણું) ત્યજીને સમ્યજ્ઞાની મનુષ્ય બન્યો. આમ ઉપમા ઘટાડવી. આ રીતે વિચારતાં જે કોઈ ધર્મ-અનુષ્ઠાનનું આચરણ કરવા રૂપે સાધનનું સેવન કરાય પણ જો તે સાધ્યની અપેક્ષાવાળું હોય તો તે સાધન હિતકારી છે અને સાધ્યથી શૂન્ય હોય તો બાલચેષ્ટા તુલ્ય છે, અર્થાત્ નિષ્ફળ છે. માટે કાષાયિક પરિણામ ત્યજીને મધ્યસ્થવૃત્તિ ધારણ કરીને સાધનાનો વ્યવહાર કરવો ઉચિત છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ શ્રી વીતરાગસ્તોત્રમાં કહ્યું છે કે -
तथापि श्रद्धामुग्धोऽहं, नोपालभ्यः स्खलन्नपि । विशृङ्खलापि वाग्वृत्तिः, श्रद्दधानस्य शोभते ॥८॥
(વીતરાગસ્તોત્ર પ્રકાશ-૧/૮) હે પ્રભુ ! તો પણ શ્રદ્ધાથી અંજાયેલો એવો હું આપની સ્તુતિ કરતાં કરતાં કદાચ ખલના પામું તો પણ ઉપાલંભને યોગ્ય નથી. કારણ કે વાત્સલ્યમૂર્તિ એવા બાળકની ત્રુટકત્રુટક પણ વાણી તેના પ્રત્યેની પ્રીતિવાળાને શોભા આપે છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
૫૧૦ માધ્યચ્યાષ્ટક- ૧૬
જ્ઞાનસાર पुनःकेषु ? अपुनर्बन्धकादिषु, अपुनर्बन्धकस्वरूपं श्रीहरिभद्रसूरिवचनाद् ज्ञेयम्, आदिशब्दात् मार्गाभिमुख-मार्गपतित-मार्गानुसार्यविरतसम्यग्दृष्टि-देशविरतसर्वविरतादिषु सर्वत्र परभावरागद्वेषविनिर्मुक्तात्मस्वभावानुकूलता एव साधनम् । उक्तञ्च योगशास्त्रे
आत्मैव दर्शनज्ञान-चारित्राण्यथवा यतेः । યહાત્મા વૈષ શરીરસ્થિતિષ્ઠતિ Iઝા (યોગશાસ્ત્ર) आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद्यदात्मनः । તવ તસ્થ વારિત્ર, તત્વજ્ઞાનં તવ્ય દર્શનમ્ IIઝારા (યોગશાસ્ત્ર) आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते । તપસTSધ્યાત્મવિજ્ઞાન-હીનૈચ્છનું ન શવરાતે ઝારા (યોગશાસ્ત્ર) सोऽयं समरसीभावस्तदेकीकरणं मतम् । માત્મા ય પૃથક્વેન, નીયતે પરમાત્મનિ ૨૦૧૪ (યોગશાસ્ત્ર)
કયા આત્માઓએ માધ્યચ્યવૃત્તિ પ્રાપ્ત કરવી જોઈએ. તો કહે છે કે અપુનર્બન્ધકાદિ જીવોએ શક્ય બને તેટલી માધ્યચ્યવૃત્તિ રાખવા જેવી છે. અપુનર્બન્ધક જીવથી પ્રારંભીને યોગદશાની શરૂઆત થાય છે. કંઈક અંશે યોગદશા આ ભૂમિકાથી આવે છે. માટે અપુનર્બન્ધકનો ઉલ્લેખ કર્યો છે.
અપુનર્બન્ધક જીવો તથા આદિ શબ્દથી માર્ગાભિમુખ જીવો, માર્ગપતિત (માર્ગ પામેલા) જીવો, માર્ગાનુસારિ (માર્ગે ચાલનારા) જીવો, અવિરત સમ્યગ્દષ્ટિ જીવો, દેશવિરતિધર જીવો અને સર્વવિરતિધર જીવો ઈત્યાદિ સ્થાનોમાં સર્વ ઠેકાણે પરભાવનો ત્યાગ, રાગ-દ્વેષવાળી મનોવૃત્તિનો ત્યાગ અને આત્મસ્વભાવને અનુકૂલ ચિંતન-મનન-ભાષણવર્તન આ જ આત્મકલ્યાણનું સાધન છે. અપુનર્બન્ધકનું સ્વરૂપ શ્રી હરિભદ્રસૂરિજી કૃત પંચાશક ત્રીજાની ચોથી ગાથાથી જાણવું તથા યોગશતક ગાથા-૧૩ થી જાણવું.
જે પાપ કરતાં તીવ્ર ભાવ ન રાખે, ભવને ઘણું માન ન આપે અને ઉચિત સ્થિતિને જે આચરે તે અપુનર્બન્ધક આત્મા જાણવો. (યોગશતક ગાથા-૧૩)
સર્વે પણ આરાધક આત્માએ પરભાવનો ત્યાગ, રાગ-દ્વેષનો ત્યાગ, માધ્યથ્યવૃત્તિનો સ્વીકાર અને આત્મસ્વભાવને અનુકૂળ પ્રવર્તનાદિ પ્રાપ્ત કરવાં જોઈએ.
Page #51
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી માધ્યચ્યાષ્ટક- ૧૬
૫૧૧ આ જ મોક્ષનાં સાધનો છે. કલિકાલસર્વજ્ઞ કૃત શ્રી યોગશાસ્ત્રમાં પ્રકાશ ચારમાં ૧-૨-૩ શ્લોકમાં કહ્યું છે કે -
આ આત્મા જ દર્શન-જ્ઞાન-ચારિત્રમય છે. અથવા મુનિનો આ આત્મા જ તદાત્મક (દર્શનાદિ ગુણમય થયો છતો) શરીરમાં રહે છે. અર્થાત્ ગુણો એ જ જીવનું સાચું સ્વરૂપ છે. I૪/૧/l.
જે મહાત્મા મોહના ત્યાગથી પોતાના આત્મા વડે પોતાના આત્માને જાણે છે તે જ તે આત્માનું ચારિત્ર છે તે જ જ્ઞાન છે અને તે જ દર્શન છે. //૪/રા/
આત્મતત્ત્વના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મતત્ત્વના જ્ઞાન વડે જ હણાય છે. આત્મતત્ત્વના વિજ્ઞાન વિનાના જીવો વડે તે દુઃખ, તપ દ્વારા પણ છેદી શકાતું નથી. ૪/all
આ આત્મા પરમાત્મતત્ત્વમાં અભેદભાવે જે લયલીન બને છે તે જ આ શમરસભાવ (સમતાસ્વરૂ૫) કહેવાય છે. સમગુણની સાથે આત્માનું એકીકરણ થવું તે જ સમભાવ એટલે કે માધ્યચ્યતા જાણવી. ૧૦/૪
આ અષ્ટકનો સાર એ છે કે પદ્ગલિક સર્વે વસ્તુઓ તથા અન્ય જીવદ્રવ્યો આ આત્માથી ભિન્ન દ્રવ્યો છે તે ક્યારેક સારાભાવે પણ પરિણામ પામે અને ક્યારેક અશુભ ભાવે પણ પરિણામ પામે, પરંતુ જે દ્રવ્ય આ આત્માનાં નથી. તેના શુભ-અશુભ પરિણમનને જોઈને આપણે શા માટે રાગ-દ્વેષ કરવો? આ સંસારમાં ગમે તે વસ્તુ ગમે તેટલી સુંદર હોય તો પણ આપણા આત્માની છે જ નહીં તો પછી પ્રીતિ કેમ કરાય ? એ જ પ્રમાણે કોઈ દ્રવ્ય અશુભભાવે પરિણામ પામે તો આપણે અપ્રીતિ શા માટે કરવી ? તે દ્રવ્ય આપણું છે જ નહીં.
જગતના પદાર્થો પારિણામિક સ્વભાવવાળા છે, તેથી ભિન્ન ભિન્ન શુભાશુભ ભાવે પરિણામ પામ્યા છે અને પરિણામ પામશે તેમાં આ આત્માને ચક્ષપાત કેમ કરાય ? પરિણમન પામવું તે દ્રવ્યોનો સ્વભાવ છે. માટે હે જીવ! તું રાગ-દ્વેષ કરવાનું છોડી દે. પ્રીતિ-અપ્રીતિ બંધ કર અને સર્વત્ર મધ્યસ્થ ભાવવાળો બન. પરદ્રવ્યને પોતાનું માનવું અને તેને જોઈને પ્રીતિ-અપ્રીતિ કરવી આ જ બહિરાત્મભાવ છે, વિભાવદશા છે. હે જીવ! તું તેનો ત્યાગ કરીને મધ્યસ્થ સ્વભાવવાળો બની જા. Iટા
સોળમું માધ્યસ્થાષ્ટક સમાપ્ત
.
Page #52
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
૫૦૯
નિર્ભયાષ્ટક-૧૭ | | પથ સપ્તશ નિર્માષ્ટભ્રમ્ | |
माध्यस्थ्ये स्थिरत्वं निर्भयस्य भवति, भयमोहोदयात् परिणामचापल्यं भवति, अतो भयपरिहारः कार्यः । आत्मा हि शुद्धचिद्रूपोऽविनश्वरः, तेन निर्भय एव ।
अत्र नामस्थापनानिर्भयौ सुगमौ, द्रव्यनिर्भयः सप्तभयरहितः, भावनिर्भयः कर्मबन्धहेतुविभावपरिणतिरहितः, कर्मबन्धहेतुपरिणामः आत्मसत्तारोधकाभिनवकर्मबन्धकत्वाद महाभयम, तच्च संवरपरिणामपरिणतानां बन्धहेतपरिणामाव्यापकानां ન મવતિ |
नैगमेन सर्वद्रव्याणाम्, सङ्ग्रहेण वस्तुसत्तायाम्, वस्तुवृत्त्याऽविनश्वरत्वात्, व्यवहारेण कर्मोदयाव्यापकस्य धीरस्य, ऋजुसूत्रेण निर्ग्रन्थस्य, शब्दनयेन ध्यानस्थस्य, समभिरूढनयेन केवलिनः, एवम्भूतनयेन सिद्धस्य निर्भयत्वम्, अविनश्वरसर्वगुणप्राग्भावात् । अत्र च यथार्थात्मस्वरूपविज्ञातुरौदयिकभावनिर्ममस्य साधने निर्भयता भवति, अतो निर्भयाष्टकं व्याख्यायते ।
હવે સત્તરમું નિર્ભયાષ્ટક કહેવાય છે. સોળમા મધ્યસ્થતા અષ્ટકમાં કહેલી સ્થિરતા નિર્ભય જીવને જ આવે છે. અર્થાત જે જીવ ભયોથી ભીત (ડરપોક) હોતો નથી, એટલે કે ભય આવે ત્યારે હિંમતપૂર્વક સહનશીલ થઈને ભયની સામે હોડ કરે છે. તેવો નિર્ભય આત્મા જ મધ્યસ્થભાવમાં ટકી શકે છે. રાગ કે દ્વેષમાં અંજાતો નથી. આ કારણથી ભયોનો ત્યાગ કરવા જેવો છે. ભયની સામે પણ નિર્ભય થવા જેવું છે. તેથી હવે નિર્ભયાષ્ટકનું વર્ણન કરાય છે. કારણ કે આ આત્મા શુદ્ધ છે. ચિરૂપ (જ્ઞાનરૂપી છે અને અવિનાશી દ્રવ્ય છે. તેને કોઈ ભય મલિન કરી શકતો નથી કે કોઈ ભય જડાત્મક કરી શકતો નથી કે કોઈ ભય તેનો નાશ કરી શકતો નથી. પછી શા માટે ડરપોક થવું જોઈએ? નિર્ભય જ રહેવું જોઈએ. આમ નિર્ભય થવા માટે સમજાવાય છે.
નિર્ભયતા ઉપર ચાર નિક્ષેપ કહે છે. ત્યાં નામ અને સ્થાપના સુગમ છે. કોઈ પુરુષનું નિર્ભય-અભય એવું નામાભિધાન કરવું તે નામનિર્ભય તથા નિર્ભયતાને વરેલા મહામુનિનું ચિત્ર દોરવું-પ્રતિમા બનાવવી તે સ્થાપનાનિર્ભય કહેવાય છે. સ્વ-
રાજ્યનો ભય, પર-રાજ્યનો ભય, અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિનો ભય, આજીવિકાનો ભય, રોગનો ભય અને મરણનો ભય એમ સાત ભયોને જીતનાર-સાત ભયરહિત જે થાય તે દ્રવ્યનિર્ભય જાણવો.
Page #53
--------------------------------------------------------------------------
________________
૫૧૦
નિર્ભયાષ્ટક - ૧૭
જ્ઞાનસાર
આ નિર્ભયતા શરીર-ધન-વૈભવ અને પરિવારાદિની સુરક્ષાનો હેતુ છે. માટે દ્રવ્યનિર્ભયતા અને કર્મોનો બંધ થવામાં કારણભૂત એવી વિભાવપરિણતિ વિનાનો જે જીવ તે ભાવનિર્ભય જાણવો. કારણ કે તેનાથી આત્માની અને આત્માના ગુણોની (ભાવધનની) સુરક્ષા થાય છે.
નવાં નવાં અને ચીકણાં કર્મો બંધાય એવો જે સંક્લિષ્ટ આત્મપરિણામ આવે છે તે પરિણામ આત્માના અનંત ગુણોની સત્તાને રોકી નાખે એવાં નવાં નવાં કર્મોને બંધાવનાર હોવાથી અને તે તે કર્મોનો ઉદયકાલ થાય ત્યારે આત્માના ગુણો વધારે વધારે આચ્છાદિત થતા હોવાથી આ સંક્લિષ્ટપરિણામ જ મહા-ભયસ્વરૂપ છે. જે મહાત્મા પુરુષો સંવરભાવના પરિણામમાં પરિણત થયેલા છે અને નવાં નવાં કર્મો વધારે બંધાય તેના હેતુભૂત કાષાયિક પરિણામોમાં જે વ્યાપ્ત બન્યા નથી, તેમાં જે રંગાયા નથી આવા મહાત્મા પુરુષોને ઉપરોક્ત તે સંક્લિષ્ટ પરિણામો સંભવતા નથી. તેથી તે ભાવથી નિર્ભય કહેવાય છે. હવે સાત નયોથી નિર્ભયતા સમજાવાય છે.
(૧) નૈગમનય :- આ નયની અપેક્ષાએ સર્વે દ્રવ્યો નિર્ભય છે. કારણ કે સર્વે પણ દ્રવ્યો સદાકાલ પોતાના રૂપે જ રહે છે. ક્યારેય કોઈ દ્રવ્ય પોતાના સ્વરૂપને છોડીને પરદ્રવ્ય સ્વરૂપે થતું નથી તેથી તે તે દ્રવ્યોને કોઈ ભય નથી. જીવ ક્યારેય અજીવ થતો નથી અને અજીવ ક્યારેય જીવ થતો નથી, પછી ભય શા માટે ? માટે ઓધે ઓથે (સામાન્યથી) સર્વે દ્રવ્યો નિર્ભય છે.
(૨) સંગ્રહનય :- સર્વે પણ વસ્તુઓની જે સત્તા છે (સદ્અંશ છે) તે સત્તા સદા
હોવાથી સર્વે દ્રવ્યો નિર્ભય છે. કારણ કે વાસ્તવિક રીતિએ સર્વે પણ પદાર્થોની સત્તા ત્રૈકાલિક ધ્રુવ છે. સર્વકાલે અવિનાશી છે. તે સત્તાનો ક્યારેય વિનાશ થવાનો નથી. પછી ભય શા માટે ?
(૩) વ્યવહારનય :- પૂર્વકાલમાં બાંધેલાં કર્મો જ્યારે જ્યારે ઉદયમાં આવે છે ત્યારે ત્યારે તેના સ્વભાવ પ્રમાણે સુખ-દુઃખ આદિ ભાવો તે તે કર્મો આપે છે. તેમાં ન લેપાનારા અને ધીર રહેનારા જીવને નિર્ભય કહેવાય છે. આ નિર્ભયતા લોકભોગ્ય છે માટે વ્યવહારનય, જેમકે શ્રેણિક મહારાજા પુણ્યોદયજન્ય રાજ્યવૈભવ ભોગવવાના કાલે અને કોશિક દ્વારા કરાયેલા પાપોદયજન્ય કારાવાસના દુ:ખકાલે પણ ક્ષાયિકસમ્યક્ત્વી હોવાથી નિર્ભય હતા.
(૪) ઋજુસૂત્રનય :- જે જીવોએ નવવિધ બાહ્ય-પરિગ્રહ ત્યજ્યો છે અને તેના સંબંધી રાગ-દ્વેષની ગાંઠ ત્યજીને નિર્પ્રન્થ બન્યા છે તેવા નિર્પ્રન્થ મુનિઓ બાહ્ય ઉપાધિઓમાં રંગાયેલા ન હોવાથી નિર્ભય છે. અહીં વર્તમાનકાલીન જીવનની પ્રધાનતા છે માટે આ ઋજુસૂત્ર નય જાણવો.
Page #54
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્ભયાષ્ટક - ૧૭
૫૧૧ (૫) શબ્દનય :- સાધનાકાલમાં વર્તતા ધ્યાનસ્થ મુનિમહાત્માઓ ભય ઉપજાવે તેવા મોહનો ક્ષય કરતા હોવાથી આંતરિક પરિણામથી નિર્ભય છે. અહીં ભાવની પ્રધાનતા છે માટે શબ્દનય જાણવો.
(૬) સમભિરૂઢનય :- કેવલી પરમાત્મા વીતરાગ હોવાથી સર્વથા મોહનો ક્ષય કર્યો છે માટે મોહજન્ય ભયરહિત છે. તથા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો પણ નાશ કર્યો છે માટે અજ્ઞાનતાજન્ય એવા ભયથી પણ રહિત છે. માટે આ આત્માઓમાં યથાર્થ નિર્ભયતા ઘટે છે.
(૭) એવંભૂતનય :- સિદ્ધ-પરમાત્મામાં જે નિર્ભયતા છે તે જ વધારે સાચી છે. કારણ કે ત્યાં અઘાતી કર્મોના ઉદયજન્ય શરીર, રોગ, મૃત્યુ આદિના પણ ભયો નથી. એટલે કે આઠે કર્મથી રહિત છે તેથી આઠે કર્મોના ઉદયજન્ય ભયથી રહિત છે માટે એવંભૂતનય. તે સિદ્ધ-પરમાત્મામાં આઠે કર્મોના ક્ષયથી જે આઠ ગણોનો પ્રભાવ (આવિર્ભાવ) થયો છે તે સદાકાલ રહેનાર છે, ક્યારેય નાશ પામનાર નથી, માટે આ જ યથાર્થ નિર્ભયતા છે.
અહીં જે આત્માઓ યથાર્થ-આત્મસ્વરૂપને જાણવાની અને પ્રાપ્ત કરવાની તમન્નાવાળા છે અને તેના જ કારણે પુણ્યકર્મ અને પાપકર્મના ઉદયથી મળેલી સાનુકૂળતા અને પ્રતિકુળતામાં જેઓ મમતા વિનાના છે એટલે કે તેમાં જેઓ અલિપ્ત છે એવા મહાત્માઓને જ આત્મતત્ત્વ સાધવામાં નિર્ભયતા પ્રગટે છે. આવા જીવો જ નિર્ભય રહીને આત્મહત્ત્વની સાધના કરીને કેવલી થઈને શુદ્ધ-બુદ્ધ થયા છતા સિદ્ધિપદને પામે છે. માટે અમે તે નિર્ભયતાનું વ્યાખ્યાન કરીએ છીએ.
यस्य नास्ति परापेक्षा, स्वभावाद्वैतगामिनः । तस्य किं नु भयभ्रान्ति-क्लान्तिसन्तानतानवम् ॥१॥
ગાથાર્થ - કેવળ સ્વભાવદશામાં જ રહેનારા એવા જે મહાત્માને પરપદાર્થની અપેક્ષા જ નથી તે મહાત્માને ભય (ત્રાસ), ભ્રાન્તિ (ભ્રમ) અને ફલાન્તિ (ખેદ)ની પરંપરાનો વિસ્તાર શું હોય? અર્થાતુ ન હોય. //
ટીકા :- “ય નાસ્તીતિ”—યસ્થ પરાપેક્ષા-પરાશ્રયતા-પરાધીનતા-પરાશા વા नास्ति, तस्य स्वभावाद्वैतगामिनः-स्वभावस्य यद् अद्वैतमेकत्वं-स्वभावाद्वैतं, तत्र ગમનનળ મય:-ત્રણ, પ્રાન્તિઃ-શ્રમ:, વસ્ત્રાન્તિઃ-ર, તજ તનવં વિસ્તાર किं नु भवति ? काक्वर्थः । इत्यनेन परवस्तुसंरक्षणे पराशादिना भयं भवति । यः परभावनिःस्पृहस्तस्य परभावाभावे भयखेदौ (भयभ्रमखेदाः) कुतः ? नैवेति ॥१॥
Page #55
--------------------------------------------------------------------------
________________
નિર્ભયાષ્ટક – ૧૭
જ્ઞાનસાર
વિવેચન :- જે જે મહાત્મા-પુરુષોને પર-પદાર્થની અપેક્ષા નથી, પરદ્રવ્યની આશ્રયતા નથી, પરાધીનતા નથી, પર-પદાર્થોની આશા-ઈચ્છા નથી. મનથી પણ જે કોઈ પર પદાર્થની અપેક્ષા-આશા રાખતા નથી, ખાણી-પીણી, રહેણી-કરણીની કોઈ વસ્તુ મળી તો પણ શું ? અને ન મળી તો પણ શું ? કોઈ વ્યક્તિઓ મળવા આવ્યા તો પણ શું ? અને તે મળવા ન આવ્યા તો પણ શું ? કોઈએ આવકાર, માન-સન્માન કર્યું પણ શું ? અને આવકાર માન-સન્માન ન કર્યું તો પણ શું ? આમ જે મહાત્માને પર-તરફ આશા કે અપેક્ષા જ નથી, સર્વથા પરથી નિર્લેપ અને નિઃસ્પૃહ છે. તેવા મહાત્મા પુરુષ કે જેઓ આત્માની કેવલ એક સ્વભાવદશામાં જ રમણતા કરનારા છે. કેવલ એકલી સ્વભાવદશાની જે અદ્વૈતતા (એકતા) તે સ્વભાવાદ્વૈતતા, તેમાં જ વર્તનારા છે. આત્માના શુદ્ધસ્વરૂપમાં જ લયલીન રહેનારા છે. આ મહાત્મા પુરુષોને ભય, ભ્રમ અને ખેદનો વિસ્તાર એટલે કે આ ત્રણેનું સામ્રાજ્ય, આ ત્રણે દોષો તરફથી થતો પરાભવ કેમ હોય ? અર્થાત્ ન જ હોય.
૫૧૨
અહીં ભય એટલે ભયભીતતા-ત્રાસ-ડરપોકતા-ભયજન્ય કંપનતા કેમ હોય ? જો પરની અપેક્ષા જ નથી તો પછી ભય-ત્રાસ કેમ હોય ? અર્થાત્ ન જ હોય, એવી રીતે ભ્રાન્તિ એટલે ભ્રમ પણ કેમ હોય ? ન જ હોય, જેમકે કોઈ પુરુષને કોઈ સ્ત્રીનો અને કોઈ સ્રીને કોઈ પુરુષનો અતિશય પ્રેમ હોય, તેના જ સુખે સુખી અને તેના જ દુ:ખે દુ:ખી, આવો દૃઢ રાગ હોય તેવા પરાધીન આત્માઓને જ તે તે પાત્રોના વિયોગકાલે જ્યાં ત્યાં તે જ પાત્ર છે આમ ભ્રમ થાય છે અને ગાંડા માણસની જેમ મોહાન્ય એવા તે જીવ ભટકે છે. પણ આ મહાત્માઓને આવા પ્રકારની કોઈ પણ પરદ્રવ્યની અપેક્ષા જ નથી તેથી ક્યાંય આવો ભ્રમ પણ થતો નથી. તથા જેને જેને પરદ્રવ્યની અપેક્ષા હોય છે તેને તેને તે તે પદાર્થોની રાહ જોતાં જોતાં ઘણો સમય વીતી જાય ત્યારે ક્લાન્તિ-ખેદ થાય છે, થાકી જાય છે, ઉદાસીન બની જાય છે. મનમાં ક્લેશ કરે છે, પણ પરથી નિઃસ્પૃહ આત્માને આવું કંઈ થતું નથી. આ રીતે નિઃસ્પૃહ આત્માઓ ભય-ભ્રમ અને ક્લાન્તિ વિનાના હોય છે. નિઃસ્પૃહ આત્માને ભય-ભ્રમ અને ક્વાન્તિ સંભવતાં નથી. તેથી તજ્જન્ય પીડા પણ સંભવતી નથી.
આ પ્રસંગે કાકુન્યાયથી અર્થ સમજાવ્યો છે. આપણે જે અર્થ સમજાવવો હોય તે અર્થ (સીધે સીધો ન સમજાવતાં) પ્રશ્ન દ્વારા જણાવીએ તેને કાકુન્યાય કહેવાય છે. આવા મુનિઓને શું ભય-ભ્રમ અને ખેદ હોય ? અર્થાત્ ન જ હોય. આમ પ્રશ્ન પૂછવા દ્વારા ઉત્તર આપ્યો છે તેથી તેને કાકુન્યાય કહેવાય.
ઉપરોક્ત ચર્ચાથી સમજાશે કે જેણે જેણે પ૨વસ્તુનું ગ્રહણ અને સંરક્ષણ કર્યું છે, કરે છે અને કરવાની ઈચ્છા રાખે છે તેને તેને પરની આશા આદિના કારણે ભય-ભ્રમ અને ખેદ
Page #56
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્ભયાષ્ટક- ૧૭
૫૧૩
અવશ્ય થાય છે. પરંતુ જે મહાત્મા પુરુષો પરભાવથી સર્વથા નિઃસ્પૃહ છેતે મહાત્માઓને પરપદાર્થ પ્રત્યેનો ગ્રહણ-સંરક્ષણનો પરિણામ જ ન હોવાથી ભય, ભ્રમ કે ખેદ કેમ હોય ? અર્થાત્ ન જ હોય. તેથી આ આત્માએ જેટલું વધારે નિઃસ્પૃહ રહેવાય, પરની આશા તજાય, તેટલું તેટલું વધારે નિઃસ્પૃહ થવું અને પરની આશા ત્યજી દેવી એવો ઉપદેશ છે. કવિઓએ કહ્યું છે કે
-
પરકી આશા સદા નિરાશા, એ હે જગજન પાશા ।
તે કાટનકું કરો અભ્યાસા, લહો સદા સુખવાસા ॥૧॥ આપ૦ पुनर्निर्भयमूलभावनां दर्शयन्नाह
-
નિર્ભયદશાની પ્રાપ્તિમાં હેતુભૂત મૂલ ભાવનાને જણાવતાં કહે છે
भवसौख्येन किं भूरि- भयज्वलनभस्मना ।
सदा भयोज्झितं ज्ञान - सुखमेव विशिष्यते ॥२॥
ગાથાર્થ :- ઘણા ભયોરૂપી અગ્નિથી દગ્ધ બનેલા (રાખતુલ્ય) એવા સાંસારિક સુખ વડે શું ફાયદો ? સદાકાલ ભયોથી રહિત એવું જ્ઞાન સુખ જ અધિક છે. ૨ા
ટીકા :- ‘“મવસૌબ્રેનેતિ'' મૂરિ-વધુ, મયસ્ય-ફ્લોપાતોમિયસ્ય ખ્વતનું તસ્ય ( મયં-ફદ્દલો-પરભોળાવિ, તહેવ જ્વલનસ્તસ્ય) મમ્મના-ક્ષારભૂતેન चौरदायादराजभयज्वलनदग्धेन भवसौख्येन इन्द्रियजेन मन्यमानसौख्येन जात्या दुःखरूपेण किं ? न किमपि नैवेत्यर्थः । ज्ञानं तत्त्वपरिच्छेदानुभवरूपं, तस्य सुखं निर्भयमेव विशिष्यते-सर्वाधिकत्वेनाङ्गीक्रियते, सुखस्वरूपं च ज्ञाने एव, पौद्गलिके सुखे सुखारोप भ्रम एव । उक्तञ्च
-
जं पुग्गलजं सुहं (सुक्खं), दुक्खं चेवत्ति जह य तत्तस्स । गिम्हे मट्टिअलेवो, विडंबणाखिंसणामूलं ॥१॥
अतः पुद्गलग्रहणं न सुखमकार्यमेव ॥२॥
વિવેચન :- સંસારનું એકે એક સુખ ઘણા ઘણા ભયો અને ઉપદ્રવોથી ભરેલું છે. કોઈપણ સુખની પાછળ અનેક જાતની ઉપાધિઓ રહેલી હોય છે. દાખલા તરીકે ધનની વૃદ્ધિ થાય તેને લોકમાં સુખ માનવામાં આવે છે. પરંતુ જેને જેને ધનની વૃદ્ધિ થાય તેને તેને
રાજાનો ભય, ટેક્ષનો . ભય, ચોર-લૂંટારાનો ભય, ભાગીદારોનો ભય, કુટુંબીઓ માગશે એવો
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૧૪
નિર્ભયાષ્ટક- ૧૭
શાનસાર
ભય, અંતે પોતાના જ કુટુંબમાં ધનની ખાતર ક્લેશ-કડવાશ અને મારામારી થાય તેના ભય, આમ એક સુખની પાછળ અનેક દુઃખોની પરંપરા લાગેલી હોય છે. એવી જ રીતે લગ્નનું ઘડીભરનું સુખ પણ અનેક બાળકોનો જન્મ, તેનો ઉછેર, તેનું ભરણપોષણ, તેનો અભ્યાસ અને તેને પરણાવવા આદિની ચિંતા, આમ આ જીવ ઘણાં જ દુઃખોની પરંપરાથી દુઃખી દુઃખી થાય છે. તેથી સંસારનું કોઈપણ એક સુખ અનેક અનેક દુઃખો રૂપી અગ્નિથી દાઝેલું છે. તેથી રાખતુલ્ય છે. હે જીવ ! આવા પ્રકારના ઘણા ઘણા ભયો અને ઉપદ્રવો રૂપી અગ્નિથી દાઝેલા રખ્યાતુલ્ય એવા સાંસારિક સુખ વડે સર્યું. આવા ભયોથી ભરેલા સુખથી હે જીવ ! તને શું લાભ ?
ચોર, ભાગીદાર અને રાજભય આદિ ભયો રૂપી અગ્નિથી દાઝેલા એવા ભવસુખ વડે એટલે કે પાંચ ઈન્દ્રિયજન્ય સુખ વડે અર્થાત્ માત્ર મનથી માની લીધેલા સાંસારિક સુખ વડે સર્યું. કારણ કે અસલી જાતિ વડે તે સુખ દુઃખરૂપ જ છે. તેથી “સો રૂપિયા કમાવાના અને એક હજાર રૂપિયા ખોવાના” એવા ન્યાયે ઘણા દુ:ખોવાળા ક્ષણિક ભવસુખ વડે શું કામ છે ? અર્થાત્ તેનાથી કંઈ જ ફાયદો નથી, દુઃખોની જ પરંપરા વધવાની છે. પ્રશ્ન -- જો સંસારનું સુખ ઘણા દુઃખો અને ભયો રૂપી અગ્નિથી દાઝેલું છે. તે સુખથી જો કંઈ ફાયદો નથી તો એવું કયું સુખ છે કે જે સુખમાં ભય ન હોય, દુ:ખ ન હોય અને કેવલ સુખનો જ અનુભવ થતો હોય.
ઉત્તર ઃ- આત્મદ્રવ્યનો ગુણ જ્ઞાનમાત્ર જ છે અને તેના દ્વારા આત્મતત્ત્વને યથાર્થ રીતે જાણવું, જાણીને માણવું, તેનો યથાર્થ રીતે અનુભવ કરવો, એ રૂપ જે સુખ છે તે જ સુખ નિર્ભય છે. એટલે કે જ્ઞાનનું જે સુખ છે તે અત્યન્ત નિર્ભય છે. માટે અન્ય બીજાં સુખો કરતાં આ જ્ઞાનસંબંધી સુખ સર્વથી અધિક છે. સાંસારિક સુખ પરાધીન છે, સોપાધિક છે, અન્ન પામનાર છે અને અનેક વિડંબનાઓ આપનાર છે. જ્યારે જ્ઞાનગુણનું સુખ સ્વાધીન છે, નિરુપાધિક છે, અનન્તકાલ સુધી રહેનાર છે અને વિડંબનાઓથી રહિત છે. તેથી સાચા સુખનું સ્વરૂપ જ્ઞાનગુણમાં જ વર્તે છે. પૌદ્ગલિક જે સુખ છે તેમાં તો સુખાભાસમાત્ર જ છે, સુખ નથી, પણ સુખનો ભ્રમમાત્ર જ છે. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે
“પુદ્ગલજન્ય જે સુખ છે તે દુઃખ જ છે, પણ સુખ નથી. જેમ ઉનાળામાં તાપથી તપેલા માણસને માટીનો લેપ શરીરને મલીન કરનાર હોવા છતાં, માટીનો ભાર ઉંચકવાનો હોવા છતાં તે જીવને ક્ષણ માત્ર તે સુખ લાગે છે તેમ ઈન્દ્રિયજન્ય સુખ પણ વિડંબનાઓનું, જુગુપ્સાનું મૂલ છે. “અર્થાત્ સુખ નથી પણ દુઃખમાત્ર જ છે.”
Page #58
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્ભયાષ્ટક- ૧૭.
૫૧૫ આ કારણથી સુખ આપે એવાં પુગલોનો સંગ્રહ કરવો, કે તેમાં સુખબુદ્ધિ કરવી તે મિથ્યા છે. કારણ કે તે દુઃખોના સમૂહથી ભરેલાં છે. તેથી વાસ્તવિક સુખ જ નથી. માટે તેવા પુદ્ગલોમાં સુખબુદ્ધિ ન કરવી જોઈએ. રા
न गोप्यं क्वापि नारोप्यं, हेयं देयं च न क्वचित् । क्व भयेन मुनेः स्थेयं, ज्ञेयं ज्ञानेन पश्यतः ॥३॥
ગાથાર્થ - જ્ઞાનગુણ દ્વારા શેયને જાણતા એવા મુનિને ભયપૂર્વક ક્યાં રહેવાનું હોય? અર્થાત્ ક્યાંય ભયપૂર્વક રહેવાનું હોતું નથી, નિર્ભયપણે રહે છે. કારણ કે તે મહાત્માનું જે જ્ઞાનધન છે તે છૂપાવવા યોગ્ય પણ નથી, આરોપિત પણ નથી, હેય પણ નથી અને ક્યાંય દેય પણ નથી. II
ટીકા :- “R Mતિ” મુઃ-પરમાત્મભાવસાધ્યોપાયરતસ્થ સ્વતત્ત્વज्ञानानुभवस्वसंवेदनपटोः गोप्यं-गोपनमाच्छादनं, तद्योग्यं गोप्यं न किमपि, स्वधर्मस्य परैर्ग्रहीतुमशक्यत्वात् गोप्यं कथं भवति ? च-पुनः नारोप्यम्-आरोपोऽसद्गुणस्य स्थापनं तदपि न, यतः स्वरूपेणैवानन्तगुणमयत्वात् परगुणेन न गुणित्वप्रसङ्गः, अतः आरोप्यमपि क्वापि नास्ति ।
વિવેચન - સંસારી જીવોનું ધન-વૈભવસંબંધી ઈન્દ્રિયજન્ય જે સુખ છે તે સંતાડવા જેવું છે. ચોર, લુંટારા, રાજા અને કુટુંબીઓ દેખે તો માગે તેવું છે વળી અસસુખ છે, કાલ્પનિક સુખ છે અર્થાત્ આરોપિત સુખ છે. ધન-વૈભવાદિ ત્યજી પણ શકાય છે અને અન્યને આપી પણ શકાય છે. એટલે ઈન્દ્રિયજન્ય ધનસંબંધી સુખ ગોપ્ય આરોપ્ય-હેય અને દેય છે. જ્યારે મુનિ મહાત્માને જ્ઞાનસંબંધી અતીન્દ્રિય જે સુખ છે તે નથી ગોપ્ય, નથી આરોગ્ય, નથી હેય અને નથી દેય. તેથી તે વાસ્તવિક સુખ છે. પારમાર્થિક સુખ છે.
પરમ એવો જે આત્મભાવ (સ્વભાવદશા), તેને જ સાધવાના ઉપાયમાં લીન બનેલા એવા મુનિ મહાત્માને અર્થાત્ આત્મતત્ત્વનું જે જ્ઞાન છે તેનો જ અનુભવ કરવામાં સ્વસંવેદનમાં જ અતિશય લીન બનેલા એવા મુનિમહાત્માને જે જ્ઞાનના અનુભવરૂપ સુખ છે તે ગોપ્ય નથી, ગોપન કરવું એટલે કે આચ્છાદિત કરવું, ઢાંકવું, તેને યોગ્ય નથી. કારણ કે આત્મામાં રહેલો જે આત્મધર્મ છે તે આત્માથી ક્યારેય વિખુટો પડતો ન હોવાથી પરવડે (અન્ય વ્યક્તિઓ વડે) ગ્રહણ કરાવાને, ચોરાવાને કે લુટાવાને માટે અશક્ય હોવાથી તે ધનને કોઈ લઈ શકતું નથી, માટે સંતાડવા જેવું નથી, આત્મામાં પ્રગટ થયેલા જ્ઞાનાદિ ગુણો સ્વધર્મ હોવાથી ચોર, લુંટારા, રાજા કે કટુંબીઓ લઈ શકતા નથી. માટે ગોખ પણ નથી.
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૧૬ નિર્ભયાષ્ટક - ૧૭
જ્ઞાનસાર તથા આ જ્ઞાનગુણ રૂપી ધન પરમાર્થથી આત્માનો ગુણ છે, આત્માનું સ્વરૂપ છે, માટે આરોપિત નથી, કલ્પિત નથી, ગુણ ન હોય અને કલ્પનામાત્ર કરાતી હોય એવા અસગુણોની જે કલ્પના (સ્થાપના), તે પણ નથી. કારણ કે આ આત્મા પોતાના સ્વરૂપે જ અનંત ગુણમય છે. જેમ પુષ્પ સ્વયં પોતે પોતાના ગુણથી જ સુગંધી છે. સુવર્ણ પોતે જ સ્વયં પીતવર્ણવાળું છે તેમ આત્મા પોતે સ્વયં જ જ્ઞાનગુણવાળો છે. પરંતુ સ્ફટિકમાં લાલલીલા-પીળા ફુલના પ્રતિબિંબથી લાલ-લીલા-પીળાપણું જેમ આરોપિત થાય છે તેવું પરદ્રવ્યોના ગુણો વડે આરોપિત ગુણવાળાપણું અહીં આત્મામાં નથી. આત્મા પોતે જ સ્વયં અનંત જ્ઞાનાદિ ગુણમય છે. માટે આરોગ્ય પણ નથી.
क्वचिद् हेयं न, सर्वहेयस्य हेयत्वेन कृतत्वात् । तथा देयमपि न, स्वधर्मव्यूहस्य परत्रागमनात् । अतो मुनेः भयेन सन्त्राणाभिलाषवत्तः क्व स्थेयं ? न क्वापि । स्वयमेव स्वस्य त्रातुं समर्थत्वात् । कथम्भूतस्य मुनेः ? ज्ञेयं-स्वपरपदार्थसमूहं ज्ञानेन૩વવાઘેન, પશ્યત:-નાનતઃ રૂા.
તથા મુનિમહાત્માનું જે જ્ઞાનધન છે તે ક્યાંય ત્યાજ્ય નથી. એટલે કે હેય નથી. કારણ કે અન્ય સર્વ પદાર્થો હેય હતા તે સર્વ પદાર્થોને હેય તરીકે કરી લીધા છે. તજવા. લાયક સર્વ પરપદાર્થોને ત્યજી દીધા છે. જ્ઞાનધન પરપદાર્થ ન હોવાથી અને આત્મધર્મ હોવાથી અલ્પમાત્રાએ પણ ત્યાજ્ય=હેય નથી.
તથા આ જ્ઞાન ન કોઈને આપી શકાતું પણ નથી. કારણ જ્ઞાનધન એ આત્મધર્મ હોવાથી પરદ્રવ્યમાં તેનું ગમન થવું શક્ય નથી. પોતાના ધર્મોનો સર્વ પણ સમૂહ અન્ય દ્રવ્યમાં જઈ શકતો નથી. જ્ઞાની પાસેથી કોઈ જ્ઞાન પામે તો જ્ઞાનીનું નિમિત્ત પામીને તે જ્ઞાતા પોતાના જ જ્ઞાનને પ્રગટ કરે છે.
પ્રશ્ન - કોઈ મુનિ-મહાત્મા શિષ્યોને ભણાવે ત્યારે આ જ્ઞાન ગુરુજીએ આપ્યું આમ તો કહેવાય જ છે. તો પછી જ્ઞાનધન દેય નથી – આપી શકાતું નથી આમ કેમ કહો છો?
ઉત્તર :- તે ઉપચારમાત્ર છે. જે ગુરુજી ભણાવે છે તે ગુરુજીનું જ્ઞાન શિષ્યોમાં જતું નથી, જો ભણાવનાર ગુરુજીનું જ્ઞાન શિષ્યોમાં જતું હોય તો ગુરુજી જેમ જેમ વધારે ભણાવે તેમ તેમ જ્ઞાન શિષ્યોમાં ચાલી જવાના કારણે ગુરુજી તો મૂર્ખ અને અજ્ઞાની બની જાય, પરંતુ આવું ક્યારેય બનતું નથી. તેથી ગુરુજીનું જ્ઞાન શિષ્યોમાં જતું નથી. પણ ગુરુજીના બોલવાના નિમિત્તે શિષ્યોનું પોતાનું જ્ઞાનાવરણીયકર્મથી આચ્છાદિત થયેલું જ્ઞાન જ્ઞાનાવરણીયકર્મનો ઉચ્છેદ થવાથી આવિર્ભત થાય છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્ભયાષ્ટક – ૧૭
૫૧૭
આ રીતે મુનિનું જ્ઞાન-ધન લુંટાવાનું નથી તેથી પોતાના જ્ઞાન-ધનનું સંરક્ષણ કરવાની અભિલાષાવાળા મુનિએ ભયપૂર્વક ક્યાં રહેવાનું રહે છે ? ભયપૂર્વક ક્યાંય રહેવાનું રહેતું નથી. કારણ કે આત્મધન લુંટાવાનું જ નથી. પોતે જ પોતાના જ્ઞાનધનનું સંરક્ષણ કરવાને સમર્થ છે. કેવા પ્રકારના મુનિએ નિર્ભયપણે રહેવાનું હોય છે ? તો કહે છે કે શેય એવા સ્વ અને ૫૨૫દાર્થના સમૂહને જ્ઞાન દ્વારા જાણતા એવા મુનિને ક્યાંય ભયપૂર્વક વર્તવાનું હોતું નથી. કારણ કે તેનું ધન લુંટાવાનું નથી માટે આ જગતમાં નિર્ભયપણે તે મહાત્મા પુરુષો વિચરી શકે છે. બે-પાંચ-દશ લાખની નોટો લઈને નગરના રાજમાર્ગો ઉપર ચાલવું હોય ભય લાગે. પરંતુ ચૌદપૂર્વ જેટલું વિશાળ જ્ઞાન હૃદયમાં ધારણ કરીને રાજમાર્ગો ઉપર નીકળવું હોય તો કોઈ ભય ન હોય; ઉલટું પ્રભાવકતા હોવાના કારણે ઉત્સાહપૂર્વક પ્રસન્ન મુખે નીકળી શકે – ચાલી શકે આવું શાનસુખ છે. IIII
-
एकं ब्रह्मास्त्रमादाय निघ्नन्मोहचमूं मुनिः ।
बिभेति नैव सङ्ग्राम- शीर्षस्थ इव नागराट् ॥४॥
ગાથાર્થ :- આત્મતત્ત્વના સ્વરૂપના જ્ઞાનરૂપી એક બ્રહ્માસ માત્રને ધારણ કરીને મુનિ મહારાજા મોહરાજાની સેનાને હણતા છતા યુદ્ધના મોખરે રહેલા ગજરાજની જેમ કોઈથી ડરતા નથી. III
ટીકા :- “પ બ્રહ્માસ્ત્રમિતિ'' મુનિ:-સ્વરૂપરત: પરમાવિત: ન વિષેતિ -न भयवान् भवति । किं कुर्वन् ? मोहचमूं निघ्नन् - मोहसैन्यध्वंसं कुर्वन्, किं વા? બ્રહ્માસ્ત્ર-વહ્મજ્ઞાનમાત્મસ્વરૂપાવવોધ:, તવેવાશ્ત્ર-શસ્ત્રમાાય-ગૃહીત્વા । इव ? सङ्ग्रामस्य शीर्षं, तत्र तिष्ठतीति सङ्ग्रामशीर्षस्थः नागराट्-नागराजो गजश्रेष्ठ इव । यथा गजश्रेष्ठः सङ्ग्रामे न बिभेति, तथा मुनि: कर्मपराजये प्रवृत्तो न भयवान् भवति । यो हि स्वरूपासक्तः, तस्य परभावध्वंसनोद्यतस्य भयं न भयं हि परसंयोगविनाशे ( वियोगे) भवति, तद्विनाशश्चास्य क्रियमाण एव, अतो न भयं वाचंयमस्य, शरीरादिसर्वपरभावविरतत्वात् ॥४॥
વિવેચન :- જે મુનિમહારાજા આત્માના શુદ્ધ સ્વરૂપમાં રક્ત છે અને અન્ય એવા પુદ્ગલદ્રવ્યોથી અને અન્ય એવા જીવદ્રવ્યોથી રાગ-દ્વેષ વિનાના બન્યા છે. અર્થાત્ પરભાવથી રહિત થયા છે તે મુનિમહારાજા ક્યાંય ભય પામતા નથી. સર્વત્ર નિર્ભયપણે પ્રવર્તે છે. આ મુનિમહારાજા એવું તે શું કાર્ય કરતા છતા વિચરે છે કે જેથી નિર્ભય છે ? મોહરાજાની
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૧૮ નિર્ભયાષ્ટક- ૧૭
જ્ઞાનસાર સેનાને હણતા છતા વિચરે છે અર્થાત્ ગમે તેવા અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગો આવે પણ ક્યાંય પ્રીતિ-અપ્રીતિ ન કરનારા, અલ્પમાત્રાએ પણ કષાયને ન કરનારા એવા આ મુનિ વિચારે છે માટે નિર્ભય છે. જ્યાં મોહની માત્રા હોય છે ત્યાં જ ભયભીતતા હોય છે. જ્યાં નિર્મોહતા હોય છે ત્યાં અવશ્ય નિર્ભયતા જ હોય છે.
પ્રશ્ન :- તેમની પાસે એવું શું બળ છે? તેઓની પાસે એવા પ્રકારની શું સહાય છે? કે જેની સહાયથી તેઓ મોહની સેનાને હણે છે અને નિર્ભય રહે છે.
ઉત્તર : - તેઓની પાસે “બ્રહ્માસ્ત્ર” છે. માટે કોઈથી ડરતા નથી. બ્રહ્માએ આપેલું જે શસ્ત્ર તે બ્રહ્માસ્ત્ર આવી લોકોક્તિ છે. તથા બ્રહ્મ એટલે આત્મજ્ઞાન-આત્માના સ્વરૂપનો બોધ. અનંતગુણી એવા આત્માની શુદ્ધ દશાના બોધમાં જ લયલીનતા, તેને પણ બ્રહ્મ કહેવાય. આવા શસ્ત્રને ધારણ કરીને મુનિ કોઈથી ડરતા નથી. આ મુનિ કોની જેમ ભય પામતા નથી? તો ઉદાહરણ કહે છે કે યુદ્ધના મોખરે ગર્જના કરતો જેમ ગજરાજ-શ્રેષ્ઠ હાથી ડરતો નથી તેમ મુનિ મોહની સાથે યુદ્ધમાં ડરતા નથી.
જે હાથી ઉપર બેસનારા રાજા પાસે બ્રહ્માએ આપેલું બ્રહ્માસ હોય તે રાજાને લઈને સામેના શત્રુ રાજાની સાથે યુદ્ધ ખેલવામાં જેમ ગજરાજ ભય પામતો નથી તેમ જ મુનિ મહારાજા પાસે આત્મતત્ત્વના સ્વરૂપનું ભાન - એટલે કે આત્મતત્ત્વની રમણતા રૂપ બ્રહ્માસ્ત્રનું અસ્તિત્વ છે તે મુનિમહારાજાના આત્માને ધારણ કરનારું તેમનું શરીર મોહની સાથે યુદ્ધમાં અલ્પમાત્રાએ પણ ભય પામતું નથી.
(૧) મુનિ મહારાજાનો દેહ તે નાગરાજ, (૨) મુનિ મહારાજાનો આત્મા તે હાથી ઉપર બેઠેલો રાજા, (૩) મોહરાજા તે સામેનો શત્રુરાજા, (૪) આત્મસ્વરૂપનું ભાન તે બ્રહ્માસ્ત્ર, આમ ઉપમા જાણવી.
જે મહાત્મા, આત્માના સ્વરૂપમાં જ લયલીન છે, પરદ્રવ્ય પ્રત્યે નજર પણ નાખતા નથી, પરદ્રવ્યની અપેક્ષા કે આશા પણ ક્યારેય કરતા નથી, પરંતુ પરભાવદશા જે અનાદિકાળથી ભૂતની જેમ વળગેલી છે તેનો ધ્વંસ કરવામાં જ જે ઉદ્યમશીલ છે તેવા મુનિ મહારાજાને ભય સંભવતો નથી તેઓ નીડર હોય છે.
પર-જીવદ્રવ્ય (પતિ-પત્ની, બાળકો, મિત્રો વગેરે) અને પર-પુગલદ્રવ્ય (ઘર-શરીરધન-સોનું રૂપુ વગેરે) આ પદાર્થોનો જ્યારે જયારે સંયોગ થાય છે ત્યારે ત્યારે આ જીવ રાજી રાજી થાય છે અને જ્યારે જ્યારે આ પરદ્રવ્યોના સંયોગનો વિનાશ (વિયોગ) થાય છે
Page #62
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્ભયાષ્ટક-૧૭
૫૧૯ ત્યારે ત્યારે હવે એકલો હું શું કરીશ? એમ સમજીને રડે છે અને ભયવાળો બને છે. મારું જીવન પત્ની આદિ વિના અને ધન-ઘર આદિ વિના કેમ ચાલશે? આવા આવા મોહમય વિચારોના કારણે પરદ્રવ્યોના સંયોગના વિયોગકાલે આ જીવ દુઃખી દુઃખી અને ભયભીત થાય છે.
પરંતુ મહાત્મા પુરુષ પરદ્રવ્યના સંયોગને જ અસાર-તુચ્છ અને દુઃખદાયી સમજીને તે પરદ્રવ્યના સંયોગનો જ બુદ્ધિપૂર્વક સમજી-શોચીને જ ત્યાગ કરી રહ્યા છે. તેનો અને તેના મોહનો ત્યાગ કરી રહ્યા છે. તેથી આ વાચંયમ (મુનિ)ને ભય હોતો નથી. કારણ કે ધનપરિવાર-સુવર્ણાદિ તો છોડ્યું જ છે, પરંતુ શરીર અને શરીરના મોહનો પણ ત્યાગ કર્યો છે. આમ શરીરાદિ (શરીર-પરિવાર-ધન-સુવર્ણાદિ) સર્વ પરભાવથી વિરક્ત બન્યા છે, માટે સંપૂર્ણપણે નિર્ભય છે. IIકા
मयूरी ज्ञानदृष्टिश्चेत्, प्रसर्पति मनोवने । वेष्टनं भयसर्पाणां, न तदानन्दचन्दने ॥५॥
ગાથાર્થ - જો મનરૂપી ઉદ્યાનમાં જ્ઞાનદૃષ્ટિ રૂપી મોર વિચરે છે તો આત્માના આનંદરૂપી ચંદનના વૃક્ષ ઉપર ભયો રૂપી સર્પોનું વીંટળાવાપણું સંભવતું નથી. //પા
ટીકા :- “અધૂરતિ” મનોવને-ત્તિોદને, વે-દ્ધિ જ્ઞાનg -સ્વભાવપરभावविवेचनदृष्टिः, मयूरी प्रसर्पति स्वेच्छया विचरति, तदा आनन्दचन्दनेस्वरूपानुभवानन्दचन्दने, भयसर्पाणां वेष्टनं न भवतीत्यर्थः इदमुक्तं भवति-यदा ज्ञानेन स्वपरयोर्विभेदे कृते स्वस्यामूर्तचिद्घनत्वनिर्धारे परसंयोगस्य परत्वनिर्धारे जाते भयस्योदयो न भवति ॥५॥
વિવેચન - આ ચિત્ત (મન) રૂપી ઉદ્યાનમાં સ્વભાવદશા અને પરભાવદશાનો ભેદ કરનારી એવી જ્ઞાનદષ્ટિ રૂપી મોર સ્વેચ્છાએ ચારે બાજુ જો વિચરે છે. આમથી તેમ સર્વત્ર ફરે છે તો આત્મસ્વરૂપના આનંદનો અનુભવ કરવા સ્વરૂપ ચંદનના વૃક્ષ ઉપર ભયો રૂપી સર્પોનું વીંટળાવાપણું સંભવતું નથી. ઉપર કહેલી વાતનો સાર એ છે કે જો સમ્યજ્ઞાન દ્વારા સ્વ અને પરનો વિવેક કરાયો છે એટલે કે મારા આત્માનું સ્વરૂપ અમૂર્ત છે, જ્ઞાનઘનમય છે. ચૈતન્યસ્વરૂપ છે, શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર છે, આવો પાકો નિર્ધાર (નિશ્ચય) થયે છત અને પરદ્રવ્યના સર્વ સંયોગો પર છે, વિનાશી છે, જડ છે, મૂર્ત છે. આવા પ્રકારનું ભેદજ્ઞાન પ્રગટ થયે છતે મુમુક્ષુ એવા આત્માર્થી જીવને ભયનો ઉદય થતો નથી. સ્વ-પરના વિવેકવાળાને ભય સંભવતો નથી.
Page #63
--------------------------------------------------------------------------
________________
પ૨૦ નિર્ભયાષ્ટક-૧૭
જ્ઞાનસાર સર્પોનું શરીર અતિશય કોમળ હોવાથી અને અંદર વિષની ઉષ્ણતા હોવાથી શીતળતાની પ્રીતિવાળું છે. એટલે જ બહુધા દરમાં રહે છે. જ્યાં માટીની શીતળતા જ અનુભવાય છે. તેના જ કારણે જે અરણ્યમાં ચંદનનાં વૃક્ષો હોય છે ત્યાં ચંદન અતિશય શીતળ હોવાથી સર્પો સહેજે સહેજે તે વૃક્ષોને વીંટળાઈને રહે છે. સર્પો શીતળતાપ્રિય હોય છે તે માટે જ્યાં ચંદનનાં વૃક્ષો ઘણાં હોય છે ત્યાં સર્પો વધારે હોય છે. પરંતુ જો ત્યાં મોર ફરતો હોય તો મોરને દેખીને બધા જ સર્પો ભાગી જાય છે. કારણ કે નોળીયા અને સર્પને જેમ જાતિબદ્ધ વૈર હોય છે તેમ મોર અને સર્પને પણ જાતિ-બદ્ધ વૈર હોય છે. તેથી સર્પ હંમેશાં મોરથી ડરતો જ હોય છે. તેવી જ રીતે મહાત્મા પુરુષોના મનમાં આત્મદશાનો જે આનંદ છે તેમાં જ્ઞાનદશાની જે જાગૃતિ છે તેનાથી ભયો રૂપી સર્પો ભાગી જાય છે, ટકતા નથી. અહીં મન તે ઉદ્યાન, આત્મસ્વરૂપનો આનંદ તે ચંદનનું વૃક્ષ, જ્ઞાનદૃષ્ટિ તે મોર અને ભયો તે સર્પ આમ ઉપમા જાણવી. પાા
कृतमोहास्त्रवैफल्यं, ज्ञानवर्म बिभर्ति यः । क्व भीस्तस्य क्व वा भङ्गः, कर्मसङ्गरकेलिषु ॥६॥
ગાથાર્થ - કરી છે મોહના શસ્ત્રોની નિષ્ફળતા જેણે એવું જ્ઞાનરૂપી બખ્તર જે મુનિ ધારણ કરે છે, તે મુનિને કર્મરાજાની સાથે યુદ્ધ ખેલવામાં ભય ક્યાંથી હોય? અને તેની હાર પણ ક્યાંથી હોય? અર્થાત્ ન જ હોય. llll
ટીકા :- “વૃતિમોદાતિ” તસ્વ-સ્વરૂપાનન્દમોવતુ: વર્ષત્રિપુ-વર્મક્ષયરીસામે મી:-ચં વ ? એ વવ ? નૈવેતિ ા તથ-વસ્થ ? : વૃતમોઢાસ્ત્રवैफल्यं कृतं मोहास्त्रस्य वैफल्यं निष्फलत्वं येन एवंविधं ज्ञानवर्म ज्ञानसन्नाहं बिभर्त्तिधत्ते, तस्य सर्वमोहविदारणदारुणज्ञानसन्नाहधरस्य कर्मकृतस्वगुणघातभीः क्व ? इदमुक्तं भवति-येन नयविभजनपरीक्षितः स्वपरपदार्थसार्थः, तस्य मोहादीनां भयं ન દ્દા
વિવેચન :- જે કોઈ એક દેશનો રાજા બીજા દેશના રાજાની સાથે જ્યારે જ્યારે યુદ્ધ ખેલે છે ત્યારે ત્યારે જો પોતાના શરીર ઉપર બખ્તર ધારણ કરીને યુદ્ધ કરે તો તે સામેના રાજા દ્વારા છોડાયેલાં શસ્ત્રોને નિષ્ફળ કરનાર બને છે. તેથી તે રાજાને સામેના રાજા સાથે યુદ્ધ કરતાં ભય હોતો નથી તથા હાર પણ થતી નથી. તે રાજાને નિર્ભય કરવામાં અને જિત મેળવવામાં બખ્તરની મોટી સહાય છે. તેમ મોહરાજાનાં શસ્ત્રોને નિષ્ફળ કરે,
Page #64
--------------------------------------------------------------------------
________________
E: / DHIRUBHAI / GYANSAR ASTAK / GYANSAR ASTAK-17.PM7 (BUTTER) (3RD PROOF - DT. 20-12-2010)
જ્ઞાનમંજરી નિર્ભયાષ્ટક-૧૭
૫૨૧ તેનાં શસ્ત્રોને ભાંગીને ભુક્કો કરી નાખે એવું જ્ઞાનોપયોગ રૂપી બખ્તર જે આત્માએ ધારણ કર્યું છે તે આત્માને મોહની સાથે લડાઈ કરતાં ભય કેમ હોય ? તથા તે આત્માની હાર પણ કેમ થાય ? અર્થાત્ ન જ થાય. કારણ કે તે આત્માને જ્ઞાનોપયોગ રૂપી બખ્તરની મોટી સહાય છે.
આત્મસ્વરૂપના આનંદનો અનુભવ કરનારા મહાત્મા પુરુષને કર્મોની સાથે યુદ્ધ ખેલવાની ક્રીડા કરવામાં એટલે કે કર્મોનો ક્ષય કરવા રૂપ યુદ્ધક્રીડામાં ભય ક્યાંથી હોય? અને પરાજય (હાર) પણ ક્યાંથી હોય? અર્થાત્ ભય અને પરાજય ક્યારેય પણ સંભવતા નથી. એવા કયા તે મુનિ છે કે કર્મ સાથે યુદ્ધ ખેલવામાં જેને હાર અને ભય થતાં નથી તો કહે છે કે - જે જ્ઞાનોપયોગ રૂપ બખ્તરથી મોહરાજાએ છોડેલાં (પ્રીતિ-અપ્રીતિકામવાસના-ક્રોધ-લોભ-ભય-માન-માયા ઈત્યાદિ રૂ૫) શસ્ત્રોની નિષ્ફળતા કરાઈ છે, એવું જ્ઞાનદશાના ઉપયોગાત્મક બખ્તર જે મહાત્માએ ધારણ કર્યું છે તેને હાર (પરાજય) અને ભય ક્યાંથી હોય?
મોહનો સર્વથા નાશ કરવામાં અતિશય મજબૂત (કમે કરી શસ્ત્ર અંદર પ્રવેશે જ. નહીં) એવું આત્મદશાના ઉપયોગાત્મક જ્ઞાનરૂપી બખ્તર ધારણ કરનારા આત્માને કર્મો દ્વારા કરાતા આત્મગુણોના નાશનો ભય ક્યાંથી હોય ? જેણે જ્ઞાનરૂપી બખ્તર ધારણ કર્યું છે તેને મોહરાજાનાં શસ્ત્રો સ્વગુણોનો ઘાત કરી શકતાં નથી માટે ભય નથી અને હાર પણ નથી.
જે મહાત્માઓએ વ્યવહારનય, નિશ્ચયનય ઈત્યાદિ નયોનો વિભાગ કરવાપૂર્વક પરીક્ષા કરીને સ્વપદાર્થનો સમૂહ અને પરપદાર્થનો સમૂહ જાણી લીધો છે. પરીક્ષા કરવાપૂર્વક આદરવા જેવાને આદરી લીધો છે અને ત્યજવા જેવાને ત્યજી દીધો છે. આવા વિવેકી મહાત્માને મોહરાજા દ્વારા કરાયેલા ઉપદ્રવોથી ભય કેમ હોય ? અને પરાજય પણ કેમ હોય? અર્થાત ન જ હોય. ll ll
तूलवल्लघवो मूढा, भ्रमन्त्यभ्रे भयानिलैः । नैकं रोमापि तैनिगरिष्ठानां तु कम्पते ॥७॥
ગાથાર્થ - ભયો રૂપી પવન દ્વારા સ્કૂલ (રૂ)ની જેમ લઘુ થયા છતા મૂઢ મનુષ્યો આકાશમાં ભટકે છે. પરંતુ જ્ઞાન વડે ગૌરવશાલી મનુષ્યોનું એક રોમ પણ (રૂંવાટું પણ) તે ભયોરૂપી પવન વડે કંપતું નથી. કા.
Page #65
--------------------------------------------------------------------------
________________
નિર્ભયાષ્ટક – ૧૭
જ્ઞાનસાર
ટીકા :- “તૂતવનયવ કૃતિ'' મૂઢા:-તત્ત્વજ્ઞાનવિતા: તૂલવવું લયવ:अर्कतूलवद् लघवः, अभ्रे-आकाशे भयानिलैः - भयपवनैः प्रेरिता भ्रमन्ति । ज्ञानगरिष्ठानामेकं रोमापि तैः पवनैर्न कम्पते । इत्यनेन सप्तभयसन्निधाने मूढाःपरभावात्मत्वज्ञानमुग्धाः तद्द्द्वियोगभयेन कम्पमाना इतस्ततो भ्रमन्ति । ये चासङ्ख्यातप्रदेशानन्तज्ञानमयस्यात्मनः स्वरूपावलोकिनो ज्ञानगरिष्ठाः अविनाशिचैतन्यभावरक्ताः तेषामध्यवसायरूपं रोमापि न कम्पते । किञ्च गत्वरैः गतैरिति अध्यात्माभ्यासैकत्वानन्दानन्दिताः सदा निर्भयाः स्वरूपे स्थिराः तिष्ठन्ति ॥७॥
૫૨૨
વિવેચન સંસારમાં સામાન્યથી એવો નિયમ છે કે વજનમાં હળવી-ફો૨ી તુચ્છ વસ્તુ વાયુ વડે આકાશમાં ભમાવાય છે. જેમકે નાના નાના કાગળના કકડા, ધૂળ-રેતીના કણ ઈત્યાદિ વસ્તુઓ વજનમાં હળવી-ફોરી અર્થાત્ લઘુ હોય છે. તેના કારણે પવન દ્વારા આ વસ્તુઓ આકાશમાં ઉડાડાય છે, ભમાવાય છે. પરંતુ પત્થરની શિલા, લોખંડનો ગોળો કે જાડાં થડ જેવાં મજબૂત લાકડાં પવન વડે ઉડાડાતાં નથી. વજનમાં ભારે હોવાથી - ગુરુ હોવાથી ઉડાડાતાં નથી. તેથી લઘુવસ્તુ પવન વડે આકાશમાં ભમાવાય અને ગૌરવવાળી વસ્તુનો એક ટુકડો પણ પવન વડે આકાશમાં ન ભમાવાય આવો સામાન્ય નિયમ સંસારમાં દેખાય છે. તેવી જ રીતે તત્ત્વજ્ઞાન વિનાના જીવો એટલે કે પરપદાર્થને પોતાનો છે એમ માનીને ૫૨૫દાર્થમાં મોહાન્ધ થયેલા મૂઢ આત્માઓ આકડાના રૂની જેમ ભાર વિનાના હલકા-લઘુ થયા છતા ભયોરૂપી પવન વડે આકાશમાં અહીં-તહીં ભમાડાય છે.
પરવસ્તુમાં મોહાન્ધ જીવો પરવસ્તુને મેળવવા માટે જ્યાં ત્યાં ભટકે છે. નાના માણસને પણ પગે પડે છે. ભાઈ–બાપા કરે છે, લાચારી સેવે છે. કોઈને ન નમનારો માણસ પણ ત્યાં નમે છે. પાવરવાળો માણસ પણ પરવસ્તુની પ્રાપ્તિ માટે નરમ થઈને રહે છે. એક સ્થાને ભય દેખાય તો બીજે સ્થાને અને ત્યાં ભય દેખાય તો ત્રીજા સ્થાને આ જીવ ભટકે છે. જેમ ટીકીટ વિના મુસાફરી કરનારો મુસાફર ટી.ટી.ને જોઈને જ્યાં ત્યાં સંતાય છે. સંડાસ જેવા દુર્ગન્ધમય સ્થાનમાં પણ ભયથી છૂપાય છે. ગુન્હો કરનાર મનુષ્ય પોલીસના ભયથી અહીં તહીં છૂપાતો ભટકે છે. તેમ પરપદાર્થના મોહમાં મૂઢ બનેલો મનુષ્ય પણ તેની પ્રાપ્તિ માટે વલખાં મારે છે. પ્રાપ્ત કર્યા પછી તેને સંતાડવા-સાચવવા માટે જ્યાં ત્યાં ભટકે છે અને છતાં જ્યારે તે વસ્તુ નાશ પામે છે ત્યારે ઉદાસીન થયો છતો રડે છે, આઘાત પામે છે અને ફરી મેળવવા ગમે તેવા માણસની પણ સેવા કરે છે. આ રીતે આત્મતત્ત્વના જ્ઞાન વિનાના જીવો ૫૨૫દાર્થોની પ્રાપ્તિ આદિ માટે ભયરૂપી પવન વડે આકડાના રૂની જેમ હલકા-ફોરા(લાઘવતાને પ્રાપ્ત) થયા છતા જ્યાં ત્યાં આકાશમાં ભમાડાય છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી નિર્ભયાષ્ટક- ૧૭
૫૨૩ પરંતુ જ્ઞાન વડે ગૌરવશાલી અધ્યાત્મી-વૈરાગી આત્માઓ પરપદાર્થથી નિઃસ્પૃહ છે, માટે આવા પ્રકારના ભયો રૂપી પવન વડે તેઓનું એક રોમ પણ (રૂંવાટું પણ) કંપતું નથી. કોઈનાથી ડરતા નથી. કારણ કે તેઓને કોઈ પ્રકારના પરપદાર્થની અપેક્ષા જ નથી.
ઉપરની ચર્ચાથી સમજાશે કે સાત પ્રકારના ભયના પ્રસંગો જ્યારે જ્યારે નિકટ આવે ત્યારે ત્યારે મૂઢ જીવો એટલે કે પરભાવદશા શું? અને (આત્મત્વ) સ્વભાવદશા શું? એવા ભેદજ્ઞાન વિનાના જીવો, તે તે પરપદાર્થનો વિયોગ થશે તો હું શું કરીશ? એમ પરપદાર્થના વિયોગથી ભયભીત થયા છતા, શરીરથી કંપતા, તેમાંથી બચવા માટે અહીં તહીં ભટકે છે. પરંતુ અસંખ્યાત પ્રદેશોના બનેલા અને અનંત જ્ઞાનાદિ ગુણમયપણે રહેલા એવા આત્માના શુદ્ધ-બુદ્ધ મૂલસ્વરૂપને જોનારા જે મહાત્માઓ છે. તથા આવા પ્રકારના આત્મજ્ઞાનથી જે ગૌરવશાલી છે. વળી આ આત્મા અવિનાશી દ્રવ્ય છે, ચૈતન્યમય દ્રવ્ય છે.” આવા પ્રકારના આત્મજ્ઞાનથી જેઓ રંગાયેલા છે તે મહાત્મા પુરુષોનું અધ્યવસાયાત્મક એક રોમ - નિર્મળ ચિત્ત પરિણતિ સ્વરૂપ એક રૂંવાટું પણ કંપતું નથી. શરીર, ધન, વૈભવ, પરિવારાદિ આવે તો પણ શું? અને જાય તો પણ શું? તેની કદાચ વૃદ્ધિ થાય તો તેથી આત્મતત્ત્વના ગુણોની કંઈ વૃદ્ધિ થતી નથી અને કદાચ તે પદાર્થોની હાનિ થાય તો આત્મગુણોની હાનિ થતી નથી. માટે તેમાં હર્ષ કે ખેદ પામવા જેવું શું છે? કંઈ જ નથી.
એવી જ રીતે પૌદ્ગલિક કોઈ પણ સામગ્રી કે પરિવારાદિ જીવો કે મિત્રવર્ગ કાળાન્તરે (ત્વિ:) ગ_રસ્વભાવવાળો (જવાના સ્વભાવવાળો) છે અને તેનો સમય થતાં (તૈ:) ગયો, તેમાં આત્માને શું લાભ? કે શું નુકશાન ? આમાં રડવાનું કે ઉદાસ થવાનું શું કામ છે? આવા પ્રકારના ગલ્વર સ્વભાવવાળા તે પદાર્થો વડે આત્માને શું લાભ ? નોકરી કરવા આવેલો સેવક સમય થતાં આવે છે અને સમય થતાં જાય છે તેવી સંસારની આ લીલા છે. આવા પ્રકારના અધ્યાત્મના અભ્યાસમાં જ એકરસ બનેલા એટલે કે તેની જ લયલીનતાતન્મયતાના આનંદથી આનંદિત થયેલા જીવો સદાકાલ નિર્ભય થયા છતા પરપદાર્થથી નિરપેક્ષપણે આત્મસ્વરૂપમાં જ સ્થિર થઈને રહે છે. liણી.
चित्ते परिणतं यस्य, चारित्रमकुतोभयम् । अखण्डज्ञानराज्यस्य, तस्य साधोः कुतो भयम् ॥८॥
ગાથાર્થ - કોઈ તરફથી નથી ભય જેમાં એવું ચારિત્ર જે મહાત્માના ચિત્તમાં પરિણામ પામ્યું છે, તેવા અખંડ જ્ઞાનરૂપી રાજ્યવાળા મુનિમહાત્માને ભય કોના તરફથી હોય? Iટા
Page #67
--------------------------------------------------------------------------
________________
પ૨૪ નિર્ભયાષ્ટક- ૧૭
જ્ઞાનસાર st :- “चित्ते इति" यस्य-निर्ग्रन्थस्य अकुतोभयं-न विद्यते कुतः-कस्माद् भयं यस्य तत् चारित्रं-स्वरूपस्थिरत्व-रम्यरमणत्वलक्षणं परिणतं-चेतनावीर्यादिसर्वगुणेषु तन्मयीभूतम्, तस्य साधोः कुतः भयं ? न कस्मादपि ।
कथम्भूतस्य मुनेः ? अखण्डज्ञानराज्यस्य-अचूर्णितज्ञानराज्यस्य इत्यनेन वचनधर्मक्षमामार्दवार्जवपरिणतस्य शुद्धज्ञानरम्यरमणस्य साधोः द्रव्यभावमुक्तियुक्तस्य परमाकिञ्चनस्य न भयम् । यथा श्रीकेशिगौतमाध्ययने
एगप्पा अजिए सत्तू, कसाया इंदियाणि य । ते जिणित्तु जहानायं, विहरामि अहं मुणी ॥३८॥ रागद्दोसादओ तिव्वा, णेहपासा भयङ्करा । ते छिंदित्तु जहानायं, विहरामि जहक्कमं ॥४३॥ (उत्त२५. २3, Puथा-3८-४3) तथा च नमिराजर्षिवचनम्बहु खु मुणिणो भई, अणगारस्स भिक्खुणो । सव्वओ विप्पमुक्कस्स, एगंतमणुपस्सओ ॥१६॥ (उत्त२N. &, Puथा-१६) इत्यादि । परपुद्गलसंयोगे यथार्थज्ञानवतो न भयम् ॥८॥
॥ इति व्याख्यातं निर्भयाष्टकम् ॥ વિવેચન :- જે મુનિ નિર્ગસ્થ છે, રાગ-દ્વેષની ગાંઠને છેદીને જેણે કષાયો હળવા કર્યા છે. કષાયોની તીવ્રતા છેદીને અતિશય અલ્પરસીભૂત કર્યા છે તેવા નિર્ઝન્ય મુનિને ભય ક્યાંથી હોય? અર્થાત્ તેવા મુનિને કોઈથી ભય સંભવતો નથી. જ્યાં પરદ્રવ્યની આશા નથી. કોઈપણ જાતના પરપદાર્થની જ્યાં અપેક્ષા નથી. આવા નિઃસ્પૃહ અને નિરીહ મુનિનું ચારિત્ર જ અકતોભયવાળું છે. નથી કોઈ તરફથી ભય જેમાં આવું ચારિત્ર જેના ચિત્તમાં પરિણામ પામ્યું છે એટલે કે આત્માના સ્વરૂપમાં જ સ્થિરતા-સ્વભાવદશાની જ લગની લાગવી, રમ્યભાવોમાં જ (જ્ઞાનાદિ આત્મગુણોમાં જ) રમણતા કરવી, ચેતનાગુણ, વીર્યગુણ, સુખગુણ, દર્શનગુણ ઈત્યાદિ સર્વ આત્મગુણોમાં જ એકાકારતા-લીનતા સ્વરૂપ ચારિત્ર જેના ચિત્તમાં પરિણામ પામ્યું છે તેવા મહાત્મા–પુરુષરૂપ સાધુને ભય ક્યાંથી હોય? આવા મુનિને કોઈપણ તરફથી ભય હોતો નથી.
Page #68
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
નિર્ભયાષ્ટક-૧૭
૫૨૫ તથા આ મહાત્મા-મુનિ કેવા છે? જે મહાત્મા પાસે જ્ઞાનગુણનું રાજય અખંડ છે, સતત ધારાવાહી જ્ઞાનગુણના રાજ્યમાં જ એકાગ્ર રહેનારા, વચનક્ષમા, ધર્મક્ષમા, માર્દવતા, આર્જવતા ઈત્યાદિ દશવિધ યતિના ગુણોની જ પરિણતિવાળા તથા શુદ્ધ એવો જે રમણીય જ્ઞાનગુણ છે તેમાં જ રમનારા, મોહના ભાવોમાં ન જોડાનારા, દ્રવ્ય (નવવિધ પરિગ્રહાદિ)થી મુક્તિયુક્ત અને ભાવ (કષાય-મિથ્યાત્વાદિ)થી પણ મુક્તિયુક્ત એટલે કે દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારના આશ્રવોના હેતુભૂત એવા પરભાવોથી સર્વથા મુક્ત, પરમ-અકિંચનસ્વરૂપી અર્થાત્ અત્યન્ત અકિંચન ધર્મવાળા એવા આ મુનિ-મહાત્માને કોઈપણ તરફથી કોઈપણ પ્રકારનો ભય સંભવતો નથી. જે આત્માએ કોઈ ચોરી કરી નથી, ગુન્હો કર્યો નથી, સરકારી કે લૌકિક કોઈ દોષ સેવ્યો નથી તે આત્મા જેમ નિર્ભયપણે બજારમાં ફરી-હરી શકે છે. તેમ આ મુનિ પરપદાર્થોથી દૂર હોવાના કારણે નિર્ભયપણે સર્વત્ર વિચરે છે.
જેમ શ્રી કેશિગણધર અને ગૌતમસ્વામીના અધ્યયન પ્રસંગે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે –
આત્મા એકલો છે” શરીરાદિ સર્વ વસ્તુઓ પરપદાર્થ છે. તેમાંનો કોઈ પદાર્થ આત્માનો નથી, તે પરપદાર્થોના કારણે થતા કષાયો અને કષાયોના કારણે અનર્થના હેતુભૂત એવી ઈન્દ્રિયોને જો આ આત્મા ન જીતે તો તે શત્રતુલ્ય બને છે. જો તેનો વિજય કરવામાં ન આવે તો આ કષાયો અને ઈન્દ્રિયો આત્માનું ઘણું જ અહિત કરનાર થાય છે. તેથી શાસ્ત્રોક્ત નીતિ-રીતિ મુજબ તે કષાયોને અને ઈન્દ્રિયોને જીતીને હું મુનિપણે વિચરું છું. l૩૮
તીવ્ર એવા રાગ અને દ્વેષ વગેરે દોષો તથા કુટુંબના પાત્રો ઉપરનો સ્નેહ આ સર્વે ભયંકર પાશ (જાળતુલ્ય) છે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞા પ્રમાણે તે સર્વને છેદીને હું સાધુઓ માટે વિહિત આચારોનું ઉલ્લંઘન કર્યા વિના યથાવિધિ સાધુપણામાં વિચરું છું.
“શો નલ્થિ વોટ્ટ" હું એકલો આવ્યો છું અને એકલો જ જવાનો છું આવી એકત્વભાવનાને ભાવતા, તથા બાહ્ય-અભ્યત્તર સર્વ પરપદાર્થથી વિશેષે મુકાયેલા ઘર-હાટ વિનાના ભિક્ષુને એટલે કે મુનિને વિપુલ કલ્યાણ (સુખ) હોય છે.
ઉપરની ચર્ચાથી સમજાશે કે પરદ્રવ્યનો સંયોગ કદાચ હોય તો પણ યથાર્થ જ્ઞાનવાળા મુનિને કોઈ જાતનો ભય સંભવતો નથી. નિર્ભયપણે પૃથ્વી ઉપર વિચરે છે. આ પ્રમાણે નિર્ભયાષ્ટકનું વર્ણન સમાપ્ત થયું. llઢા
રીત
સત્તરમું નિર્ભયાષ્ટકસમાપ્ત 9
ટ
Printed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380 001 Guj(ind). Ph. : 079-22134176, Mob, 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૨૬
અનાત્મશંસાષ્ટક- ૧૮
જ્ઞાનસાર
|॥ अथ अष्टादशं अनात्मशंसाष्टकम् ॥
निर्भयत्वं सर्वपरभावत्यागे भवति, परभावत्यागश्च तेषु परभावेषु अनात्मज्ञानेन भवति । तदर्थं यदात्म-व्यतिरिक्तं तदनात्म, तस्य शंसनं-कथनं तत्स्वरूपमनात्मशंसाष्टकं व्याख्यायते । तत्र नामस्थापने सुगमे । द्रव्यतः अनात्मशंसनं द्विविधम्, बाह्यमन्तरङ्गञ्च । तत्र बाह्यं-लौकिकं यत्स्वभोगादिप्रयोजनाभावे परधनगृहकलत्रादौ न ममेदमित्यारेकारूपं ज्ञानम् । तथा अन्तरङ्ग-लोकोत्तरं यद् धनस्वजनतनुप्रमुखं विनाशित्वेन परभवे असहायत्वेन दुःखोत्पत्तिस्वरूपेषु स्वार्थप्रतिबद्धस्वजनेषु यत् परत्वारेकाचिन्तनरूपं, तस्य ज्ञानम् ।
भावतः पुनः कुप्रावचनिकमशुद्धं मोक्षाभिलाषपूर्वकं यत् तामिलस्य (तामलितापसस्य) परित्यागतुल्यम् । शुद्धं तु सम्यग्दर्शनपूर्वकतत्त्वातत्त्वविवेकेनोपयुक्तम्, सम्यग्ज्ञानेन आत्मनः स्वद्रव्य-स्वक्षेत्र-स्वकाल-स्वभावाद् भिन्नमौपाधिकत्वम्, तत्सर्वमपि पररूपं न मदीयमिति वास्तवं भेदज्ञानं तदनात्मशंसनम्, तत्करणे तत्त्वज्ञानं भवति ।
વિવેચન :- સત્તરમા અષ્ટકમાં નિર્ભયતા સમજાવવામાં આવી છે. આવા પ્રકારની નિર્ભયતા સર્વ પરભાવોનો ત્યાગ કરાયે છતે જ આવે છે. જ્યાં સુધી પરભાવોની ઈચ્છાઆશા-સંગ્રહ-સંરક્ષણ અને સંગોપનાદિ છે ત્યાં સુધી તે પરપદાર્થ કોઈ લઈ ન જાય, ભાંગીકુટીતુટી ન જાય તે માટે તેના સંબંધી ભયભીતતા રહેવાની જ છે. એટલે સર્વ પરભાવોથી મુક્તિ મેળવવામાં આવે તો જ નિર્ભયતા પ્રગટ થાય અને દીર્ઘ કાળ ટકે. હવે જો પરભાવનો ત્યાગ કેળવવો જ હોય તો જેટલા જેટલા પરભાવો છે તે સર્વમાં અનાત્મજ્ઞાન (આ પદાર્થો મારા નથી - હું તેનો નથી આવા પ્રકારનું અનાત્મજ્ઞાન) મેળવવા દ્વારા જ આ દશા જીવને આવે છે. પરભાવ પ્રત્યેની મમતા ત્યજ્યા વિના પરભાવનો ત્યાગ આવતો નથી, તે માટે આત્માથી જે કોઈપણ વસ્તુ વ્યતિરિક્ત છે (ભિન્ન છે) તે સર્વે પણ વસ્તુઓ “અનાત્મ” કહેવાય છે. તેનું કથન કરવું, તેનું નિરૂપણ કરવું, તેના સ્વરૂપને સમજાવવું, તેનું નામ અનાત્મશંસાષ્ટક કહેવાય છે.
આત્મશંસા એટલે પોતાની પ્રશંસા કરવી, પોતાનાં વખાણ કરવાં તે. આવી આત્મશંસા કરવાનું કારણ એ છે કે “પરપદાર્થમાં મારાપણાની બુદ્ધિ” છે, મેં આ કર્યું, મેં આ કર્યું,
Page #70
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮
૫૨૭ આવાં ગાણાં ગાવાનું મન જે જે કાર્યો કર્યા હોય તેમાં મમત્વબુદ્ધિ હોય તો જ થાય છે. આ મમત્વવાળી બુદ્ધિ કર્મબંધનું કારણ છે. માટે તેવા પ્રકારની આત્મશંસાથી ભિન્ન જે કથન તે અનાત્મશંસા, તેનું નિરૂપણ કરવા સ્વરૂપે આ અષ્ટક કહેવાય છે.
ત્યાં પ્રથમ ચાર નિક્ષેપ સમજાવાય છે. નામનિક્ષેપ અને સ્થાપનાનક્ષેપ સુગમ છે. અનાત્મશંસન દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારનું છે જે અનાત્મશંસન દ્રવ્યથી છે તેના બાહ્ય-લૌકિક અને અંતરંગ લોકોત્તર એમ બે ભેદ છે અને ભાવથી જે અનાત્મશંસન છે તેના શુદ્ધ અને અશુદ્ધ એમ બે ભેદ છે. તેથી ચિત્ર આ પ્રમાણે થાય છે.
નિક્ષેપ
નામ
સ્થાપના
સ્થાપના
દ્રવ્ય
ભાવ
બાહ્ય
અંતરંગ અશુદ્ધ
શુદ્ધ
લૌકિક લોકોત્તર
ત્યાં લૌકિક બાહ્ય અનાત્મશંસન કોને કહેવાય? તે સમજાવે છે. પારકાનાં ધન, પારકાનાં ઘર અને પરની સ્ત્રી આદિ જે કોઈ પરપદાર્થો છે તે પોતાના ભોગને યોગ્ય નથી. તે પદાર્થોને આ જીવ મનથી, વચનથી અને કાયાથી પર માને છે. તેથી પોતાના ભોગાદિના પ્રયોજનનો જેમાં જેમાં અભાવ છે એવાં પરસ્ત્રી-ધન-ગૃહાદિને “આ મારાં નથી” આવા પ્રકારની ચિંતવણા-વિચારણા કરવી, આવું બોલવું અને વર્તવું તે લૌકિકબાહ્ય અનાત્મશંસન કહેવાય છે.
જે ધન, ઘર, શરીર અને સ્વજનો વગેરે પોતાનાં છે, પોતાના ભોગને યોગ્ય છે અને આ જીવ ભોગ-ઉપભોગમાં જેનો વ્યવહાર પણ કરે છે અને કરી શકે છે. છતાં તે સઘળા પદાર્થો વિનાશી હોવાથી, (૧) આ ભવમાં પણ આપણે જવાનો સમય આવે તે પહેલાં પણ ક્યારેક ક્યારેક ચાલ્યા જાય છે, (૨) પરભવમાં જતાં કોઈપણ જાતની સહાય કરનારા નથી, (૩) કેવળ દુઃખની જ ઉત્પત્તિમય છે, તથા (૪) સ્વજનો પણ ખાસ કરીને પોતપોતાના સ્વાર્થમાં જ પ્રતિબદ્ધ છે માટે “આ બધા પદાર્થો પર છે મારા નથી.” આવા
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૨૮
અનાત્મશંસાષ્ટક – ૧૮
શાનસાર
પ્રકારની સ્વદ્રવ્યાદિમાં પરત્વપણાની આશંકાપૂર્વક ચિંતન-વિચારણા કરવી તે લોકોત્તર એટલે અંતરંગ અનાત્મશંસન કહેવાય છે.
સંસારી ભાવોને આત્મદ્રવ્યથી પર જાણીને મોક્ષની અભિલાષાપૂર્વક તેનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ કુપ્રાવચનિકતાના અનુસારે એટલે કે જૈનેતર શાસ્ત્રોના આધારે જે ભોગોને પર જાણીને ત્યાગ કરાય, જેમકે તામિલ તાપસે ભોગોને અસાર-તુચ્છ જાણીને ત્યજ્યા, એકવીસ વારના ધોવણથી નિસ્સાર બનેલા આહારનો જ ઉપયોગ કર્યો, પરંતુ કુપ્રવચનોના આશ્રયે ચાલ્યા માટે તે અશુદ્ધ ભાવ અનાત્મશંસન જાણવું.
વીતરાગપરમાત્માથી પ્રરૂપિત જૈન આગમને અનુસારે સમ્યગ્દર્શનપૂર્વક યથાર્થ તત્ત્વ શું ? અને અતત્ત્વ શું ? તેનો બરાબર વિવેક કરવા દ્વારા ઉપયોગ કરાયેલ, તથા સભ્યજ્ઞાન દ્વારા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવ એ જ મારું સ્વરૂપ છે. તેનાથી જે કોઈ ભિન્ન સ્વરૂપ છે તે સઘળું પણ સ્વરૂપ ઉપાધિજન્ય છે, કર્મકૃત છે, પરભાવ રૂપ છે, વિભાવદશા માત્ર જ છે. આમ સમજીને “તે સઘળું પણ પરરૂપ છે મારું સ્વરૂપ નથી.” આવા પ્રકારનું વાસ્તવિક જે ભેદજ્ઞાન થાય છે. આત્મતત્ત્વથી અન્ય તમામ તત્ત્વને પરતત્ત્વ માનીને તેનાથી દૂર રહેવાની જે બુદ્ધિ તે શુદ્ધ ભાવ અનાત્મશંસન કહેવાય છે. આવા પ્રકારનું ભેદશાન કરાયે છતે પરદ્રવ્યને પરદ્રવ્ય સમજી તેના મોહનો ત્યાગ કરવો અને શક્ય બને તેટલો પરના સંયોગનો પણ ત્યાગ કરવો તે શુદ્ધ ભાવ અનાત્મશંસન છે, અને તેને તત્ત્વજ્ઞાન કહેવાય છે. આ પ્રમાણે ચાર નિક્ષેપ સમજાવીને હવે સાત નય સમજાવે છે
-
तदपि अनिष्टेषु अजीवेषु, जीवाश्रितकर्मपुद्गलेषु तद्विपाकेषु, तन्निमित्तोत्पन्नाशुद्धविभावपरिणामेषु अनात्मत्वं यावद् व्यवहारः । तथाऽसन्निमित्तपरायत्तचेतनावीर्यपरिणत्या भावयोगचेतनाविकल्पेषु परत्वमृजुसूत्रः । द्रव्यौदयिकसदाचारसत्यभाषासत्यमनोयोगादिषु साधनसंवराध्यवसायेषु सन्निमित्तावलम्बिस्वात्मपरिणामेषु परत्वं शब्दः । रूपातीतशुक्लध्यानशैलेशीकरणादिषु परत्वं समभिरूढः । स्वात्मपारिणामिकभावानन्तज्ञानदर्शनाद् अन्यत्सर्वमपि परमिति વભૂત:।
एवमनात्मत्वं सर्वत्र श्रद्धया सम्यग्दर्शनिनाम्, भिन्नीकरणेन मुनीनाम्, भिन्नीभावेन जिनानाम्, सर्वथा अभावेन सिद्धानाम्, विरतिश्रद्धया स्थाप्यं तत्करणीयम्, न हि परभावकर्त्तृत्वभोक्तृत्वाश्रयत्वसंयोगित्वं चेतनस्य कार्यमिति
Page #72
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮
૫૨૯ સાથલાવશ: I “મામૈવ સામાયિÉ સામયિર્થમ્' (માવતીસૂત્ર, શતા ૨, उद्देश ९, सूत्र ७६) इत्यादि अर्हद्वाक्यानुसारि भवितव्यम् । उक्तञ्च योगशास्त्रे -
આ અનાત્મશંસન નૈગમાદિ સાતનયથી ટીકાકાર શ્રી સમજાવે છે. ત્યાં નૈગમાદિ પૂર્વ પૂર્વ નો વિશાલદૃષ્ટિવાળા છે અને પછી પછીના નયો સંક્ષિપ્ત દૃષ્ટિવાળા છે.
(૧) નૈગમનય - આત્માને ન ઈચ્છવા લાયક અર્થાત્ પુદ્ગલ આદિ પરપદાર્થો પર દ્રવ્ય હોવાથી ન ઈચ્છવા લાયક એવા સર્વ અજીવ દ્રવ્યોને “મારાં નથી, હું એનો નથી” આવી પાકી પર તરીકેની મનની માન્યતા તપ = તે નૈગમનયથી અનાત્મશંસન જાણવું.
(૨) સંગ્રહનય - જીવની સાથે એકમેક થયેલાં કર્મપુદ્ગલોમાં અને તેના ઉદયથી પ્રાપ્ત થયેલાં ઈષ્ટાનિપુદ્ગલ દ્રવ્યોમાં “આ કર્મો અને તજન્ય સુખ-દુઃખો મારાં નથી અને હું તેનો નથી” આવી પાકી મનની માન્યતા તે સંગ્રહનયથી અનાત્મશંસન જાણવું.
(૩) વ્યવહારનય - પૂર્વે બાંધેલાં અને હાલ ઉદયમાં આવેલાં એવાં તે ઉદિત કર્મોના કારણે પ્રાપ્ત થયેલાં ઈષ્ટાનિષ્ટ સુખ-દુઃખોનાં નિમિત્તોથી ઉત્પન્ન થયેલા અશુદ્ધ એવા વિભાવદશાના પરિણામોમાં “આ અશુદ્ધ પરિણામો મારા નથી, કર્મમાત્રજન્ય છે” અશુદ્ધ પરિણામોમાં આવા પ્રકારની જે અનાત્મતા તે વ્યવહારનયથી અનાત્મશંસન સમજવું. આમ પ્રથમના ત્રણ નયને આશ્રયી અનાત્મશંસન કહ્યું અર્થાત્ વ્યવહાર સુધી આ સમજાવ્યું.
(૪) ઋજુસુત્રનય :- વર્તમાનકાળે અવિદ્યમાન એવાં નિમિત્તોને આધીન થયેલી ચેતનાની પરિણતિ અને વીર્યની પરિણતિ દ્વારા (અવિદ્યમાન આલંબનોને આધીન થયેલી બુદ્ધિ અને પ્રવૃત્તિ દ્વારા) ઉત્પન્ન થયેલા ભાવયોગસ્વરૂપ ચેતનના માનસિક વિકલ્પોમાં “પરપણું” માનવું અર્થાતુ આવા અશુભ માનસિક વિકલ્પો “મારા નથી, મોહનીય કર્મની પરાધીનતાથી થાય છે, હું તેનાથી ભિન્ન છું, મારું સ્વરૂપ ભિન્ન છે. આવું માનવું અને વિચારવું તે ઋજુસૂત્રનયથી અનાત્મશંસનત્વ સમજવું.
(૫) શબ્દનય :- કર્મોના ઉદયમાં જે આત્મા તન્મય થયો નથી તે દ્રવ્યૌદયિક ભાવમાં અનાત્મશંસનતા, તથા સદાચારવાળી જીવનપ્રવૃત્તિમાં, સત્યભાષા અને સત્યમનોયોગાદિ સેવવામાં, આત્મતત્ત્વની સાધનાના હેતુભૂત સંવરસંબંધી અધ્યવસાય સ્થાનો સેવવામાં અને શુભનિમિત્તોના આલંબને પ્રગટેલા શ્રેષ્ઠ એવા આત્મપરિણામોમાં પણ “પરપણું માનવુંઅનાત્મતા માનવી, એટલે કે આ શુભ વ્યવસાયો પણ મારા નથી, ઉપર ચઢવા માટે જેમ નિસરણીનું આલંબન લેવાય તેમ આ સઘળા શુભ વ્યવસાયો આલંબનભૂત માત્ર છે, મારા નથી અને હું તેનો નથી” આવી જે પરત્વપણાની બુદ્ધિ તે શબ્દનયથી અનાત્મશંસન.
Page #73
--------------------------------------------------------------------------
________________
અનાત્મશંસાષ્ટક – ૧૮
જ્ઞાનસાર
(૬) સમભિરૂઢનય :- રૂપાતીત એવી આત્માવસ્થા, શુક્લધ્યાન અને શૈલેશીકરણ આદિ સાધનાનાં સર્વોત્તમ શિખરોમાં પણ “પરપણાની જે બુદ્ધિ” તે સમભિરૂઢનયથી અનાત્મશંસન, કર્મોની સાથે આત્મા લપેટાયેલો છે, મલિન થયેલો છે. તેથી તેને સાધનાનાં શિખરોની આવશ્યકતા રહે છે, પરંતુ તે સાધનામય સ્વરૂપ આત્માનું પોતાનું વાસ્તવિક નથી. મલિનતા ટાળવા પૂરતું જ છે. મૂલસ્વરૂપે તો આત્મા મલીન જ નથી તેથી તેને સાધનાનાં શિખરોની જરૂર જ રહેતી નથી તેથી તે સાધનાનાં અંગો પણ પર છે તે સાધનાના અંગોમાં પરત્વની બુદ્ધિ તે સમભિરૂઢનય.
૫૩૦
(૭) એવંભૂતનય ઃ- પારિણામિકભાવે અર્થાત્ સહજ સ્વરૂપે પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક જે અનંતજ્ઞાન અને અનંતદર્શનાદિ ક્ષાયિકભાવના ગુણો છે. તેનાથી અન્ય સર્વે પણ ભાવો પર છે (મારા નથી) આવી વિચારણા તે એવંભૂતનયથી અનાત્મશંસન સમજવું. તેરમા ગુણસ્થાનકે દેશના આપવાપણું કે વિહારાદિ કરવાપણું કે યોગનિરોધનો પ્રયત્ન વગેરે જે છે તે પણ અઘાતી કર્મોનો ઔયિકભાવ છે. મારું સ્વરૂપ નથી. ચૌદમા ગુણઠાણે અઘાતીના ઉદયજન્ય સાતા-અસાતા આદિ પણ મારું સ્વરૂપ નથી આ એવંભૂતનય.
આવા પ્રકારનું આ અનાત્મશંસન (અન્ય દ્રવ્યો મારાં નથી અને હું તેનો નથી આવો દૃઢ સંકલ્પ) સમ્યગ્દર્શની એવા ચોથા, પાંચમા ગુણઠાણાવાળા આત્માઓને વીતરાગ પરમાત્માની વાણી સતત સાંભળવાથી, શ્રદ્ધા પ્રગટ થવા દ્વારા મનમાં સર્વત્ર “૫૨૫ણાનો” પરિણામ જન્મે છે. ૬ થી ૧૨ ગુણઠાણાવાળા મુનિમહાત્માઓને પરદ્રવ્યનો ત્યાગ કરવાથી (નવવિધપરિગ્રહાદિના પચ્ચક્ખાણ કરવાથી) મનમાં અને વર્તનમાં પરપણાનો પરિણામ થાય છે. તેરમા ચૌદમા ગુણઠાણાવાળા કેવલજ્ઞાની એવા આત્માઓને પોતાનો આત્મા પરદ્રવ્યો થકી ભિન્ન ભાવે પરિણામ પામેલ હોવાથી પરત્વ આવે છે અને સિદ્ધ પરમાત્માને અઘાતી કર્મોનો પણ ક્ષય થયેલ હોવાથી તજ્જન્ય પરદ્રવ્યના સંયોગનો કે તેની સાથેના તાદાત્મ્યનો અભાવ થવાથી પરત્વ પ્રગટ થાય છે.
આ પ્રમાણે પરપદાર્થોનું વિરમણ કરવાની, તેનાથી આત્માને દૂર રાખવાની પરમશ્રદ્ધાપૂર્વક આ પરત્વબુદ્ધિ મનમાં સ્થાપન કરવા જેવી છે. તેને જ જીવનમાં લાવવા જેવી છે. પરદ્રવ્યોથી ભિન્ન થવું તે જ મુક્તિ છે. કારણ કે જેમ પરની સ્ત્રી, પરનું ઘર અને પારકાનું ધન વગેરેનો ઉપયોગ કરવો તે ઉચિત નથી, દોષ છે. સંસારમાં પણ દંડાવાનું જ આવે છે તેમ આ ચેતનદ્રવ્યને પરભાવનું કર્તૃત્વ, પરભાવનું ભોક્તૃત્વ, પરદ્રવ્યનું આશ્રયત્વ (આધારત્વ) કે પરદ્રવ્યોની સાથે સંયોગિત્વ એ જીવનું કર્તવ્ય નથી. વ્યભિચારની જેમ દોષરૂપ
Page #74
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮
૫૩૧ છે. આવી જ્ઞાનદશા મેળવવી તે સાધક અવસ્થા છે. સાધકે આવા ભાવમાં આરૂઢ થવું જોઈએ.
ભગવતી સૂત્ર શતક ૧, ઉદેશ ત્રીજાના ૭૬ મા સૂત્રમાં કહ્યું છે કે “આ આત્મા એ જ સામાયિક છે. આ આત્મા એ જ સામાયિકનો અર્થ છે.” આત્મા એ જ સમભાવાત્મક છે. પરદ્રવ્યના યોગથી જ જે વિભાવદશા પ્રગટી છે તે આત્માનું સ્વરૂપ નથી, તેને દૂરથી જ ત્યજી દેવી જોઈએ.” આવા પ્રકારનાં અરિહંત પરમાત્માનાં વાક્યોને અનુસરવાવાળા થવું. સ્વચ્છંદમતિવાળા ન થવું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્ર નામના ગ્રંથમાં કહ્યું છે કે –
अमूर्तस्य चिदानन्द-रूपस्य परमात्मनः । निरञ्जनस्य सिद्धस्य, ध्यानं स्याद् रूपवर्जितम् ॥१॥ इत्यजत्रं स्मरन् योगी, तत्स्वरूपावलम्बनः । तन्मयत्वमवाप्नोति, ग्राह्यग्राहकवर्जितम् ॥२॥ अनन्यशरणीभूय, स तस्मिन् लीयते तथा । ध्यातृध्यानोभयाभावे, ध्येयेनैकं यथा व्रजेत् ॥३॥ सोऽयं समरसीभावस्तदेकीकरणं मतम् । आत्मा यदपृथक्त्वेन, लीयते परमात्मनि ॥४॥ अलक्ष्यं लक्ष्यसम्बन्धात्, स्थूलात्सूक्ष्मं विचिन्तयेत् । सालम्बाच्च निरालम्बं, विशुद्धं तत्त्वमञ्जसा ॥५॥
(યોગશાસ્ત્ર, પ્રાશ ૨૦, સ્નોવા -૧) इत्यात्मस्वरूपध्यानी सर्वं परमनात्मत्वेन जानाति, स आत्मविद् प्रशंसां न करोति, તવાદ -
અમૂર્ત, જ્ઞાનના આનંદસ્વરૂપ અને નિરંજન એવા સિદ્ધ પરમાત્મા સંબંધી ધ્યાન રૂપવર્જિત એટલે કે રૂપાતીત એવું ધ્યાન હોય છે. આ સ્વરૂપ ઈન્દ્રિયોથી ગમ્ય નથી. IIના
સિદ્ધપરમાત્માના સ્વરૂપનું અવલંબન લેનારા આ યોગી પુરુષ નિરંતર રૂપાતીત એવું આત્મસ્વરૂપનું સ્મરણ કરતા હતા તન્મયતાને પામે છે. ગ્રાહ્ય-ગ્રાહકભાવથી રહિત એટલે કે કોણ ધ્યાતા? અને શું ધ્યેય? એમ ધ્યેય અને ધ્યાતાભાવથી રહિત એવી તન્મયતાએકાકારતા તે મુનિ પામે છે. રા.
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૩૨ અનાત્મશંસાષ્ટક- ૧૮
જ્ઞાનસાર સિદ્ધપરમાત્માનું ધ્યાન કરવા સિવાય બીજા કોઈનું પણ શરણ નહીં સ્વીકારીને સિદ્ધપરમાત્માના રૂપાતીત ધ્યાનમાં એવા પ્રકારે તે યોગીપુરુષ લયલીન થઈ જાય છે કે એકાકારતા વધતાં ધ્યાતા અને ધ્યાન એમ બન્નેનો અભાવ થયે છતે ધ્યેયની સાથે એકાકારતા જે રીતે થાય તેવા ધ્યાનમાં લીન થાય છે. ll
આ પ્રમાણે ધ્યાતાપુરુષનો આત્મા પરમાત્મામાં અભેદભાવે એકરસ બને, તેને પરમાત્માની સાથે એકતા થવા રૂપે “સમરસભાવ” કહેલો છે. પરમાત્માની સાથે આત્માની લીનતા તેને જ સમરસભાવ કહેવાય છે. જો
તત્ત્વજ્ઞાની મહાત્મા પુરુષ લક્ષ્યના સંબંધથી અલક્ષ્યનું, સ્કૂલના સંબંધથી સૂક્ષ્મનું અને સાલંબનતાથી નિરાલંબનતાનું જલ્દી જલ્દી તત્ત્વચિંતન કરે છે. //પા.
આ પ્રમાણે આત્મતત્ત્વના શુદ્ધ, નિર્મળ અને પારદ્રવ્યથી અમિશ્રિત એવા સ્વરૂપનું ધ્યાન કરનાર આત્મા પર એવા સર્વપદાર્થને “અનાત્મા” તરીકે (મારા નથી, હું તેનો નથી, તે પદાર્થો મારાથી ભિન્ન દ્રવ્યો છે આવું) જાણે છે. આવું ભેદજ્ઞાન ધરાવનારો તે આત્મજ્ઞા પુરુષ પોતાની પ્રશંસા કરતો નથી. પરપદાર્થ તરફ દૃષ્ટિપાત જ કરતો નથી તેથી પરદ્રવ્યના સંયોગજન્ય પોતાની પરિસ્થિતિની તેને પ્રશંસા કરવાની રહેતી જ નથી. આ જ વાત હવે પછીના શ્લોકમાં કહે છે -
गुणैर्यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया ।
गुणैरेवासि पूर्णश्चेत्, कृतमात्मप्रशंसया ॥१॥ ગાથાર્થ - હે આત્મા ! જો તું ગુણોથી પરિપૂર્ણ=ભરેલો નથી તો આત્માની પ્રશંસા કરવા વડે સર્યું. અને જો તું ગુણોથી પરિપૂર્ણ ભરેલો જ છે તો પણ કંઈ મેળવવાનું બાકી ન હોવાથી) પોતાના આત્માની પ્રશંસા કરવા વડે સર્યું. બન્ને રીતે આત્મપ્રશંસા નિરર્થક છે, નિષ્ફળ છે.
ટીકા - “પુરિતિ” યઃ :-વત્નજ્ઞાનામિ:, પૂ. ર સિ, ર્દિ आत्मप्रशंसया-व्यर्थात्मस्तुत्या, कृतं-नाम सृतम् । निर्गुणात्मनः का प्रशंसा ? पौद्गलिकोपाधिजा गुणा इति मूढा वदन्ति, तैर्न प्रशंसा । चेद्-यदि सम्यग्दर्शनज्ञानचारित्रतपोरूपैः साधनगुणैः, क्षायिकज्ञानदर्शनचारित्ररूपैः सिद्धगुणैः पूर्णः, तर्हि वाचिकात्मप्रशंसया कृतं-सृतमित्यर्थः । प्राग्भाविताः गुणाः स्वत एव प्रकटीभवन्ति, नेक्षुयष्टिः पलालावृता चिरकालं तिष्ठतीति का स्वमुखात्स्वगुणशंसना ? ॥१॥
Page #76
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮
૫૩૩ વિવેચન : - હે આત્મા! જો તું કેવલજ્ઞાન, કેવલદર્શન, અવ્યાબાધસુખ, અનંતચારિત્ર ઈત્યાદિ આત્મગુણો વડે પરિપૂર્ણ નથી, જો તારામાં આવા ગુણો પ્રગટ થયા નથી તો પછી આત્માની પ્રશંસા કરવા વડે સર્યું. નિરર્થક એવી પોતાની પ્રશંસા કરવાથી શું લાભ થાય ? અર્થાત્ કંઈ જ લાભ ન થાય. કારણ કે જો આત્મા નિર્ગુણ છે તો પછી તેની પ્રશંસા કેમ હોય? નિર્ગુણ એવા આત્માની પ્રશંસા કેમ કરાય ?
પ્રશ્ન :- આત્માના પરિણામિકભાવે (સહજ સ્વભાવે) જે કેવલજ્ઞાન-કેવલદર્શનાદિ ગુણો છે તે તો હાલ મારામાં પ્રગટ નથી, પરંતુ પુણ્યકર્મના ઉદયજન્ય શરીરનું રૂપાળાપણું, ધનવાનપણું, સૌભાગ્યપણું, લોકોમાં પ્રભાવકપણું, દાનાદિ આપવાપણું આવા આવા ઘણા ગુણો મારામાં છે. તો તે ગુણો મારામાં હોવાથી મારે મારી પ્રશંસા કરવી તે સફળ જ છે, ઉચિત જ છે. ગુણો છે અને ગાવા છે તેમાં ખોટું શું? માટે આવી આત્મપ્રશંસા નિષ્ફળ નથી.
ઉત્તર :- ઉપર રૂપાળાપણું વગેરે જે ગુણો કહ્યા તે આત્માના ગુણો જ નથી. પુણ્યોદય રૂપ જે પુદ્ગલ દ્રવ્ય છે. તેની ઉપાધિથી જન્મેલા છે “તેને ગુણો કહેવાય” એમ મૂઢ મનુષ્યો સમજે છે. કારણ કે પુગલદ્રવ્ય એ આત્મદ્રવ્ય છે જ નહીં, પુગલના ગુણો તે આત્માના ગુણો કેમ કહેવાય? દૂધમાં નાખેલી સાકરથી દૂધ ગળ્યું લાગે પણ ગળપણ એ દૂધનો ગુણ કેમ કહેવાય? કારણ કે ગળપણ એ તો સાકરનો ગુણ છે, દૂધનો નથી. તત્ત્વ ન સમજનારા મૂઢ પુરુષો જ પરદ્રવ્યના ગુણોને પોતાના ગુણો કહે છે. પરંતુ પાડોશી ધનવાન થાય તેમાં આપણને શું લાભ? તેનું ધન તેને જ કામ આવે, આપણને નહીં, તેમ પુદ્ગલદ્રવ્યના ગુણો પુદ્ગલની શોભા વધારે, તેમાં આત્માને શું લાભ? માટે તે પરદ્રવ્યના ગુણો વડે પ્રશંસા કરવી તે વ્યાજબી નથી. ઉચિત નથી. તે આત્મા ! તું કંઈક સમજ. પુણ્યોદય એ તારું સ્વરૂપ નથી ઉપાધિ માત્ર જ છે.
હવે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર અને સમ્યક્તપ રૂપ આત્મતત્ત્વ સાધવાની સાધનાભૂત એવા આત્મગુણો વડે જો તું પરિપૂર્ણ ભરેલો છે. ગુણો ઉપરનાં આવરણોનો સર્વથા ક્ષય થવાથી ક્ષાયિકભાવના સિદ્ધપરમાત્માના કેવલજ્ઞાનાદિ શુદ્ધ નિર્મળ નિરાવરણ એવા ગુણો વડે જો તું પરિપૂર્ણ ભરેલો છે તો પછી વચન દ્વારા (ભાષામાત્ર વડે) બોલી બોલીને જાહેર કરવા રૂપ આત્મપ્રશંસા વડે શું કામ છે ? આવી આત્મપ્રશંસા વડે સર્યું. ઉત્પન્ન થયેલા આ ગુણો તેનો કાલ આવશે ત્યારે અવશ્ય સ્વયં જ જગતને પ્રગટ દેખાશે, ભાષા વડે બોલીને પ્રસિદ્ધ કરવાની શું જરૂર છે?
Page #77
--------------------------------------------------------------------------
________________
પ૩૪ અનાત્મશંસાષ્ટક- ૧૮
જ્ઞાનસાર જેમ જે શેરડીનો સાંઠો છે, તે સ્વયં મધુરતા ગુણવાળો છે. તેને ગમે તેટલા ઘાસથી ઢાંકો તો પણ તે પોતાની મધુરતાના ગુણ વડે વિસ્તાર પામશે જ. તે સાંઠો કંઈ ઢાંકેલો રહેતો નથી, તેમ ઉત્પન્ન થઈ ચુકેલા ગુણોને પોતાના મુખથી વારંવાર ગાવા વડે શું લાભ? અર્થાત્ કંઈ જ લાભ નથી. આ જ વાતની સાક્ષી પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ.સાહેબે શ્રી સુમતિનાથ પ્રભુના એક સ્તવનની ગાથામાં કહી છે -
સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ, તેલબિંદુ જેમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ. All ઢાંકી ઈલુ પરાળશું છે, ન રહે લડી વિસ્તાર, વાચકયશ કહે પ્રભુતણોજી, તિમ મુજ પ્રેમપ્રકાર. //પા. પુનર્થવદ્યારે વર્ષથતિ – ફરી વ્યવહારથી પણ અનાત્મશંસન સમજાવે છે - श्रेयोद्रुमस्य मूलानि, स्वोत्कर्षाम्भप्रवाहतः । पुण्यानि प्रकटीकुर्वन्, फलं किं समवाप्स्यसि ॥२॥
ગાથાર્થ - કલ્યાણ રૂપી વૃક્ષનાં પવિત્ર મૂળીયાને પોતાના ઉત્કર્ષરૂપી પાણીના પૂરથી પ્રગટ કરતો એવો તું શું ફલ પ્રાપ્ત કરીશ? અર્થાત્ કંઈ ફળ પ્રાપ્ત થશે નહીં. //રા
ટીકા - “શ્રેયોકુમ તિ” નો મદ્ ! પુનિ-વિત્રાળ શ્રેયોક્મસ્ય મૂનિંकल्याणवृक्षस्य मूलानि स्वोत्कर्षाम्भप्रवाहतः, स्वस्योत्कर्षः औत्सुक्यं, तदेव अम्भःप्रवाहः तस्मात् प्रकटीकुर्वन्-व्यक्तं कुर्वन् किं फलं समवाप्स्यसि ? अपि तु नैव, यस्य द्रुमस्य मूलमुत्खातं तेन फलापत्तिर्न भवति ॥२॥
| વિવેચન - કોઈપણ એક વૃક્ષ વાવ્યું હોય તેના ઉપર માટી આદિ નાખીને બીજાને ઢાંક્યું હોય તો કાલાન્તરે અંકુર ફુટે, છોડ ઉગે, મોટું વૃક્ષ થાય અને ફળ મેળવવાનો લાભ થાય, પરંતુ વૃક્ષ વાવ્યા પછી પાણીનું જોરદાર પૂર આવવાથી તેના ઉપર નાખેલી માટી વગેરેનો જો નાશ થઈ જાય, માટી ખેંચાઈ જાય અને વાવેલું બીજ ખુલ્લું થઈ જાય તો પછી તેમાંથી અંકુરા પ્રગટ થતા નથી, છોડ ઉગતો નથી. મોટું વૃક્ષ થતું નથી અને ફળની પ્રાપ્તિ થતી નથી તેમ અહીં સમજવું.
હે ભદ્રજીવ (ભોળા જીવ) ! કલ્યાણની પ્રાપ્તિ રૂપી ફળ આપે એવાં વાવેલાં ઉત્તમ વૃક્ષનાં પવિત્ર મૂળીયાને પોતાની જ આત્મપ્રશંસા કરવા રૂપી પાણીનું પૂર છોડવાથી તે મૂળીયાંને ખુલ્લા કરતો એટલે કે વાવેલાં મૂળીયાંને ઉઘાડાં કરતો એવો તું શું ફળ પ્રાપ્ત
Page #78
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક-૧૮
૫૩૫ કરીશ? અર્થાત જો મૂળીયાં ઉઘાડાં થઈ ગયાં તો વૃક્ષ ઉગશે જ નહીં, ફળ આવશે જ નહીં, તેથી તું શું ફળ મેળવીશ? કંઈ જ ફળ નહીં મેળવે, માટે કંઈક સમજ. મૂળીયાં ઉઘાડાં ન થાય માટે આત્મપ્રશંસા ન કર.
જો વૃક્ષનાં મૂળીયાં ઉઘાડાં થઈ જાય તો તેનાથી ફળની પ્રાપ્તિ થતી નથી. માટે તું “પાણીનું પૂર છોડ નહીં” પોતાની આત્મપ્રશંસા કરવી, મેં આ કર્યું, મેં તે કર્યું એવી ઘણી પ્રશંસા કરવી તે પાણીનું પૂર છે. તેનાથી કલ્યાણરૂપી વૃક્ષનાં મૂળીયાં ખુલ્લાં થઈ જાય છે, વૃક્ષ ઉગતું નથી. માટે આત્મપ્રશંસા કરવી છોડી દે. આ કામ સારું નથી. રા.
आलम्बिता हिताय स्युः, परैः स्वगुणरश्मयः । अहो ! स्वयंगृहीतास्तु, पातयन्ति भवोदधौ ॥३॥
ગાથાર્થ - આત્માના ગુણો રૂપી દોરડાં જો પર વડે (બીજા માણસ દ્વારા) આલંબન રૂપે લેવાય તો કલ્યાણ માટે થાય છે, પરંતુ આશ્ચર્યની વાત છે કે જો પોતાના વડે જ (પ્રશંસા માટે) આલંબન રૂપે લેવાય તો સંસાર રૂપી સમુદ્રમાં પાડે છે. II
ટીકા - “માત્નશ્વિત તિ” સ્વરમઃ -આત્મીયTTUTRm:, પં:-મ:, आलम्बिताः-स्मरणचिन्तनेन गृहीता हिताय-कल्याणाय स्युः-स्वसुखाय भवन्ति । "अहो' इत्याश्चर्ये । स्वगुणाः स्वयंगृहीता भवोदधौ पातयन्ति स्वमुखेन स्वगुणोत्कर्षः ન ઋાર્ય: રૂા.
| વિવેચન - રજુ એટલે દોરડું, દોરડાનો સ્વભાવ એવો હોય છે કે જે જે મનુષ્યો દોરડાનું આલંબન લે છે, દોરડાને મજબૂત રીતે પકડે છે તે બધા જ મનુષ્યોને દોરડું અવશ્ય તારે છે, બહાર લાવે છે. જેમકે કૂવામાં લટકાવાયેલું દોરડું જે કોઈ મનુષ્ય પકડે તો તેને તે દોરડું કુવાની બહાર લાવે છે. નિસરણી રૂપે બાંધેલું દોરડું જે કોઈ પકડે છે તેને તે દોરડું ઉપર લઈ જાય છે. પરંતુ આશ્ચર્યની વાત છે કે અહીં કંઈક જુદું છે.
“પોતે જ પોતાના ગુણો ગાવા” તે તારનાર બનતું નથી, પણ સંસાર સમુદ્રમાં ડુબાડનાર બને છે. પોતાના ગુણો એ દોરડું છે. જો આપણા ગુણો બીજા લોકો ગાય, બીજા લોકો જો તેનું આલંબન લે અર્થાત્ આપણા ગુણોનું બીજા લોકો સ્મરણ-ચિંતન-મનન કરવા દ્વારા આલંબન રૂપે લે તો તેના હિત માટે - કલ્યાણ માટે થાય છે. તેના પોતાના ગુણોની વૃદ્ધિ માટે થાય છે. આપણા ગુણોનું આલંબન લેનારો તે અન્ય વ્યક્તિ સંસાર તરી જાય છે, પરંતુ જો આપણા ગુણોનું આલંબન પ્રશંસા માટે આપણે પોતે જ સ્વયં ગ્રહણ કરીએ એટલે કે પોતે જ જો પોતાના ગુણો ગાય તો અહંકારાદિ મોહના ભાવો આવવાથી તે ગુણો રૂપી
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૩૬ અનાત્મશંસાષ્ટક- ૧૮
જ્ઞાનસાર દોરડાનું આલંબન સંસારસમુદ્રમાં આપણને ડુબાડે છે. માટે પોતે જાતે ક્યારેય પોતાની આત્મપ્રશંસા કરવી નહીં. પોતાનું નામમાત્ર પણ સ્વમુખે લેવું સર્જનને શોભતું નથી. તો પછી ગુણ ગાવાની વાત તો થાય જ કેમ?
ઉત્તમ પુરુષો પોતાના મુખે પોતાનું નામ-ઠામ પણ કહેતા નથી. અહીં ધવલશેઠે હલકા ચંડાળો દ્વારા શ્રીપાળ મહારાજાને ડુંબનું કલંક આપ્યું. તે કાળે રાજાએ અનેકવાર પુછવા છતાં શ્રીપાળે પોતાનું નામ-ઠામ ન આપ્યું તે પ્રસંગને ધ્યાનમાં લઈને શ્રીપાલ મહારાજાનું દષ્ટાંત સમજી લેવું. તો પછી આત્મપ્રશંસા તો કરાય જ કેમ? માટે પોતે પોતાના ગુણ ગાવા-આત્મપ્રશંસા કરવી તે હિતકારી નથી. lal
उच्चत्वदृष्टिदोषोत्थ-स्वोत्कर्षज्वरशान्तिकम् । पूर्वपुरुषसिंहेभ्यो, भृशं नीचत्वभावनम् ॥४॥
ગાથાર્થ - “હું કંઈક ઉંચો છું” આવા પ્રકારની મનમાં માની લીધેલ (મોટાઈના) દોષથી ઉત્પન્ન થયેલી આત્મપ્રશંસા કરવા રૂપી જ્વરને તાવને) શાન્ત કરી નાખે એવી પૂર્વપુરુષો રૂપી સિંહોથી હું ઘણો નીચો છું - નાનો છું આવી ભાવના ભાવવી.
ટીકા - “ષ્યોતિ” ૩ખ્યામાપ્રાપ્તજ્ઞાનવનયપોરૂપપુરૉર્વત્રિતमहामोहोदयेन आत्मनि उच्चत्वम्, “अहं गुणी, मया प्राप्तमिदं ज्ञानम्, विनयगुणवानहमिति" उच्चत्वदृष्टिदोषेण उत्थो यः स्वोत्कर्षः, स एव ज्वरः, तस्य शान्तिकमुपशमकारणं पूर्वपुरुषा:-अर्हदादयः, ते एव सिंहाः, तेभ्यः आत्मन्यूनत्वभावनं मानोदयतापनिर्वापणं ज्ञेयम्
વિવેચન - જ્યારે જ્યારે આપણને આપણી મોટાઈ દેખાય ત્યારે ત્યારે તરત જ આપણાથી જે જે મોટા પુરુષો ભૂતકાલમાં થયા છે તેને નજરમાં લેવા, તેનાથી હું ઘણો નાનો છું આવું વિચારવું. કોઈપણ બે લીટીમાં એક નાની હોય અને બીજી મોટી હોય ત્યારે તે મોટી લીટીને કાપકૂપ કર્યા વિના નાની કરવી હોય તો તેની પાસે તેનાથી મોટી ત્રીજી લીટી દોરવી. તેની જેમ આ વાત છે.
ક્યારેક ક્યારેક સુંદર શાસ્ત્રાભ્યાસ કરવાથી અને વારંવાર મનન-ચિંતન-અધ્યયન અને અધ્યાપન કરવાથી ધારો કે આપણને સારું એવું જ્ઞાન પ્રાપ્ત થયું હોય અથવા સારો એવો વિનયગુણ-તપગુણ-ક્રિયાગુણ-દાનગુણ ઈત્યાદિ કોઈ કોઈ વિશિષ્ટ ગુણો આપણા જીવનમાં આવ્યા હોય, ત્યારે તે તે ગુણો દ્વારા હૃદયની અંદર પ્રગટેલો માનકષાય રૂપ મહાન
Page #80
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮
૫૩૭ મોહોદય થાય છે અને તેનાથી હું કંઈક ઉંચો છું, મોટો છું, મહાન છું એવી માનની ભાવના પ્રગટે છે. “હું ઘણા ગુણોવાળો છું, મેં આટલાં આટલાં શાસ્ત્રો તો ભણી લીધાં, મને બધું જ કંઠસ્થ છે. હું બધું જ ભણાવી શકું છું, વળી હું વિનયગુણવાળો છું, હું ક્રિયાગુણવાળો છું, મેં આટલી આટલી જગ્યાએ આટલા આટલા રૂપિયાનું દાન આપ્યું છે. મેં તે તે ધર્મનાં કાર્યો કર્યા છે” ઈત્યાદિ પ્રાપ્ત ગુણોને વારંવાર યાદ કરી કરીને “હું કંઈક ઉંચો છું – મોટો છું - મારા જેવું મોટું કોઈ નથી” ઈત્યાદિ રૂપે ઉચ્ચપણાની બુદ્ધિ રૂપી જે દોષ થાય છે તેનાથી જ ઉત્પન્ન થયેલો સ્વોત્કર્ષ રૂપી જે જવર (તાવ) ચઢ્યો છે. પોતે જ પોતાના ગુણો ગાવા, બડાઈ મારવી, મોટાપણું દેખાડવું અને ગાવું, વારંવાર જયાં ત્યાં પોતાની જ પ્રશંસા કરવી આ એક પ્રકારનો જવર (તાવ) છે. તેને શાન્ત કરવાનો, તે તાવને ઉપશમાવવા માટેનો નીચેનો ઉપાય છે.
જ્યારે જ્યારે આ જીવને પોતાની મોટાઈ દેખાય ત્યારે ત્યારે “પૂર્વપુરુષો રૂપી સિંહોથી નાનાપણું વિચારવું” પૂર્વે થઈ ગયેલા અરિહંતભગવંતો, ગણધરભગવંતો, જંબૂસ્વામી, પ્રભવસ્વામી, ભદ્રબાહુસ્વામી, સ્થૂલિભદ્રજી, હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ અને યશોવિજયજી ઉપાધ્યાય આદિ મહાન પુરુષોથી હું ઘણો ઘણો (લાખોમા ભાગે) નાનો છું, અતિશય લઘુ છું આવું વિચારવું. આવી નાનાપણાની વિચારણા જ આ માનને મારનાર છે. પોતાની ન્યૂનતા વિચારવી એ જ માનના ઉદયના તાપને બુઝવનાર છે. આવી લઘુતા દેખવાથી મોટાઈ દૂર થાય છે તેનું અભિમાન ચાલ્યું જાય છે અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે -
धन्नो धन्नो वयरो, सालिभद्दो य थूलभद्दो य । जेहिं विसयकसाया, चत्ता रत्ता गुणे नियए ॥१॥
धन्याः पूर्वपुरुषाः ये वान्ताश्रवा अनादिभुक्तपरभावास्वादनरामणीयकं त्यजन्ति, सदुपदेशज्ञातसत्तासुखेप्सया आत्मधर्मश्रवणसुखमनुभूयमानाः चक्रिसम्पदः विपद इव मन्यन्ते, रमन्ते स्वगुणेषु । धन्यः स्थूलभद्रः यो हि अत्यातुररक्तकोश्याप्रार्थनाऽकम्पितपरिणामः अहं तु निरर्थककुविकल्पैः चिन्तयामि विषयविषोपायान् । उक्तञ्च -
संते वि कोवि उज्झइ, कोवि असंतेवि अहिलसइ भोए । चयइ परपच्चयेण वि, पभवो दटुं जहा जम्बूम् ॥३७॥
| ૩પશમાના માથા રૂા. इत्यादिभावनया स्वदोषचिन्तनेन आत्मोत्कर्षपरिणामो निवार्यः ॥४॥
Page #81
--------------------------------------------------------------------------
________________
પ૩૮ અનાત્મશંસાષ્ટક- ૧૮
જ્ઞાનસાર શ્રી વજસ્વામી, શાલિભદ્રજી, સ્થૂલિભદ્રજી વગેરે મહામુનિઓને ધન્ય છે ધન્ય છે કે જેઓ વડે પાંચ ઈન્દ્રિયોના વિષયો અને કષાયો જિતાયા છે અને પોતાના ગુણોમાં લયલીન બનાયું છે.
પૂર્વકાલમાં થઈ ગયેલા મહાપુરુષો કે જેઓ પુરુષોમાં સિંહની તુલ્ય પરાક્રમી બન્યા છે. આશ્રયોને વમી દેનારા બન્યા છે તેઓ જ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અનાદિકાલથી ભોગવેલી પરભાવદશાના આસ્વાદનની રમણીયતાનો જેઓ ત્યાગ કરે છે તથા મહાત્માપુરુષોના ઉત્તમ ઉપદેશથી જાણેલા અને આત્મામાં રહેલી અનંત અનંત ગુણોની જે સત્તા છે. તે સત્તાના સુખને મેળવવાની લિસા દ્વારા આત્માના શુદ્ધધર્મતત્ત્વને સાંભળવાના સુખનો સાક્ષાત્ અનુભવ કરતા છતા ચક્રવર્તીની સંપત્તિને પણ વિપત્તિની તુલ્ય માને છે. અર્થાત્ સ્વભાવસુખમાં એવા મગ્ન બની જાય છે કે જેઓને વિભાવદશાનું ચક્રવર્તીનું સુખ પણ દુઃખ લાગે છે. માત્ર આત્માના ગુણોની રમણતામાં જ આનંદ માણે છે. જે સ્થૂલિભદ્ર મુનિ અતિશય રાગિણી અને કામવાસનામાં અત્યન્ત રક્ત એવી કોશ્યાવેશ્યાની પ્રાર્થનાથી અકંપિત પરિણામવાળા રહ્યા તે સ્થૂલિભદ્રમુનિ ધન્ય છે. જેમની સામે અનેક પ્રકારના રંગરાગથી ભરેલી કોશ્યા વેશ્યા ઉભી છે. કામ માટે પ્રાર્થના કરે છે છતાં પણ જેમના આત્મપરિણામ અચલિત છે તે પુરુષને ધન્ય છે. હું તો નિરર્થક ખોટા ખોટા મોહના કુવિકલ્પો કરી કરીને વિષની ઉપમાવાળા પાંચ ઈન્દ્રિયોના વિષયોના જ વિચારો કરતો હોઉં છું. વિષયો પ્રાપ્ત થયા ન હોય તો પણ શેખચલ્લીના વિચારોની જેમ મનથી અનેક પ્રકારની વિષયોની ચિંતવના કરું છું. ક્યાં તે મહાત્મા પુરુષો અને ક્યાં હું?
આ સંસારમાં કોઈ કોઈ મહાત્મા પુરુષો પાંચ ઈન્દ્રિયોના વિષયો હોય છતાં તેનો ત્યાગ કરે છે અને કોઈ કોઈ પુરુષો વિષયો ન હોય છતાં તેની તીવ્ર અભિલાષા રાખતા હોય છે. નિરંતર તેની ઝંખનામાં જ પીડાતા પીડાતા સમય પસાર કરે છે. આવા જીવોમાંથી કોઈ કોઈ જીવ બીજા જીવનો વિશેષ ત્યાગ દેખીને તેવા પ્રકારના પરના નિમિત્તે પણ (પરનું નિમિત્ત પામીને પણ) ભોગોનો ત્યાગ કરે છે જેમકે જેબૂસ્વામીને જોઈને પ્રભાવ નામનો ચોર પણ ત્યાગી બન્યો.
આવી આવી ઉંચી ઉંચી ભાવના વડે પોતાના દોષો વિચારવાથી “પોતાની બડાઈ મારવાનો (મોટાઈ દેખાડવાનો) પરિણામ અટકી જાય છે તે માટે આવા ઉપાયો અપનાવવા જેવા છે. ઉત્કર્ષપણાનો પરિણામ ત્યજી દેવો જોઈએ. જો
Page #82
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮
૫૩૯ शरीररूपलावण्य-ग्रामारामधनादिभिः । उत्कर्षः परपर्यायैश्चिदानन्दघनस्य कः ? ॥५॥
ગાથાર્થ - શરીર, રૂપ, લાવણ્ય, ગામ, આરામ અને ધનદોલત ઈત્યાદિ પરપર્યાય રૂપ છે (પર એવા પુદ્ગલદ્રવ્યના પર્યાય સ્વરૂપ છે). તેથી આ વસ્તુઓ વડે જ્ઞાનના આનંદના સમૂહસ્વરૂપ એવા આ આત્માને શું લાભ? અર્થાત્ કંઈ જ નહીં. //પા
ટીકા - “શરીતિ” રિલાયનચ-ચિત્ જ્ઞાન”, માનઃ સુવમ્, તામ્યાં घनस्य आत्मनः परपर्यायैः-संयोगसम्भवैः पुद्गलसन्निकर्षोद्भवैः, क उत्कर्षः૩ન્મદિ ? િિત ? શરીર-મરાવીને વિનાશિવમવન, રૂપसंस्थाननिर्माणवर्णनामकर्मोद्भवम्, लावण्यं-चातुर्यं सौभाग्यनामोदयनिष्पन्नम् वेदादिमोहसन्निकर्षसम्भवम्, ग्रामः जननिवासलक्षणः, आरामा:-वनोद्यानभूमयः, धनंगणिमधरिमादि, तेषां द्वन्द्वः, तैः क उत्कर्षः ? परत्वात् कर्मबन्धनिबन्धनात् स्वस्वरूपरोधकाच्च । तत्संयोगो निन्द्य एव । तर्हि क उत्कर्षः ? उक्तञ्चोत्तराध्ययने -
વિવેચન :- શરીર, રૂપ, લાવણ્ય, ગામ, આરામ અને ધનાદિ આ સઘળી વસ્તુઓ આત્માનું સ્વરૂપ નથી, આત્માથી પરદ્રવ્ય છે અર્થાતુ પુદ્ગલદ્રવ્ય છે. જેમ વાદળ સૂર્યને ઢાંકે તેમ આ સર્વે પણ પુદ્ગલદ્રવ્યો આત્મતત્ત્વથી પરપદાર્થ હોવાથી આત્માના ગુણને ઢાંકનારનિરોધ કરનાર-અટકાવનાર છે. તો જે આત્મગુણોનો અવરોધ કરે, શત્રુતુલ્ય હોય, તેને પામીને શું અહંકાર કરાય? ઉન્માદ કરાય? અર્થાત્ ન કરાય. કારણ કે તે તો વાદળની જેમ આત્મગુણના શત્રુ થયા. માટે હે જીવ આવા પ્રકારના પરદ્રવ્યોથી ઉત્કર્ષ કરવો તને કેમ શોભે? હે જીવ! તું તો ચિદાનંદઘન સ્વરૂપ છો. ચિત્ એટલે જ્ઞાન અને આનંદ એટલે સુખ, તે બન્ને ગુણો વડે ઘનીભૂત બનેલા એવા આ આત્માને પરપર્યાયોથી અર્થાત્ પરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલા એટલે કે પુદ્ગલદ્રવ્યના સનિકર્ષથી પ્રગટ થયેલા એવા શરીરાદિ પરપર્યાયો દ્વારા શો ઉત્કર્ષ ? ઉન્માદ કેમ કરાય? અર્થાત્ જેમ પારકા પૈસે અભિમાન કરાતું નથી (જો કે પોતાના પૈસાથી પણ અભિમાન કરવું સારું નથી, પણ પારકાનું જમા ધન હોય તેનાથી તો અભિમાન કરવું બીલકલ છાજે નહીં.) તેમ પરદ્રવ્યની વૃદ્ધિથી તો ઉપાધિની જ વૃદ્ધિ થાય છે. આત્મસ્વરૂપ તો ઢંકાતું જ જાય છે. માટે તેનાથી આનંદ-હર્ષઉન્માદ-અભિમાન કેમ કરાય? શું ઘરમાં શત્રુઓ આવે તેનું માન-સન્માન કરાય? ન જ કરાય.
Page #83
--------------------------------------------------------------------------
________________
૫૪૦ અનાત્મશંસાષ્ટ્રક-૧૮
જ્ઞાનસાર આત્માના ગુણોનું આચ્છાદન કરનાર શત્રતુલ્ય તત્ત્વો કયાં કયાં છે ? શરીff - ઔદારિકાદિ શરીર કે જે શરીર કાલાન્તરે અવશ્ય વિનાશ પામવાના સ્વભાવવાળાં છે. તેમાં પણ ઔદારિક શરીર તો લોહી-માંસ-ચરબી આદિ ગંદી ગંદી સાત ધાતુઓથી બનેલું છે. જેના છિદ્રોમાંથી નીકળતી કોઈપણ વસ્તુ જોવી કે સુંઘવી ગમતી નથી એવા પુદ્ગલ માત્રનાં બનેલાં શરીર છે અને અહીં જ રહેવાનાં છે. તેથી વિનાશી સ્વભાવવાળાં છે તેનાથી મોહપ્રીતિ-હર્ષ કેમ કરાય?
રૂપ-શારીરિક વર્ણ, સંસ્થાનનામકર્મ, નિર્માણનામકર્મ અને વર્ણનામકર્મથી બનેલું શરીરનું રૂપ તથા આકૃતિ વગેરે છે. આ પણ પરદ્રવ્યનો જ પર્યાય છે, વિનાશી છે, ભવાન્તરાનુયાયી નથી. તથા લાવણ્ય એટલે કાન્તિ, તેજ, ઓજસ, બુદ્ધિસંબંધી સૌન્દર્યચતુરાઈ. આ પણ સૌભાગ્ય નામકર્મના ઉદયથી થયેલો પર્યાય છે. અથવા પુરુષવેદ, સ્ત્રીવેદાદિ રૂપે શરીરની આકૃતિ મોહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી શરીરની વ્યવસ્થિત દેખાવડી સુંદર અંગ-ઉપાંગની રચના રૂપ પરદ્રવ્યનો જ પર્યાય છે. ગ્રામ એટલે કે લોકો જેમાં નિવાસ કરે એવું ગામ, દેશ, નગર વગેરે પણ અન્ય દ્રવ્યના જ પર્યાય છે. આરામ એટલે ઉદ્યાન, જંગલ, બગીચા વગેરેની ભૂમિ. આ પણ પુદ્ગલાસ્તિકાય અને વનસ્પતિકાયના જીવો રૂપ પરદ્રવ્ય જ છે. ધન એટલે ગણી શકાય તેવું રૂપિયા વગેરે, તોળી શકાય તેવું ઘી-તેલ-ગોળ-ખાંડ વગેરે, આદિ શબ્દથી માપી શકાય તેવું કાપડ, લાકડું, પતરાં વગેરે આ સર્વે પણ પરવસ્તુ જ છે. મૂલગાથામાં શરીર, રૂપ, લાવણ્ય, ગ્રામ, આરામ અને ધન શબ્દનો દ્વન્દ સમાસ થયો છે. આવી આવી પૌગલિક પરવસ્તુઓ વધવાથી આત્માના સ્વરૂપનો કયો વધારો થયો ? આત્માને ઉત્કર્ષ-હર્ષ-ઉન્માદ કેમ થાય ? આત્મતત્ત્વનો કંઈ વધારો થતો નથી.
ઉપર કહેલી સર્વે પણ વસ્તુઓ પૌદ્ગલિક છે. ચેતન સ્વરૂપ નથી માટે પરદ્રવ્ય છે. તેના ઉપર મોહ થવાથી પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં રાગ-દ્વેષ કરાવવા દ્વારા તે વસ્તુઓ કર્મબંધનું કારણ થાય છે અને આત્માના શુદ્ધ ક્ષાયોપથમિક અને ક્ષાયિક ભાવના ગુણોનું અવરોધક બને છે. તેથી તેની સાથેનો સંગ પણ નિંદનીય છે. તેના સાથે જોડાવું આ પણ આત્માના પતનનું જ કારણ છે. માટે કેવલ નિંદ્ય જ છે તો પછી તેની પ્રાપ્તિ વડે ઉત્કર્ષ ગાવો અને અભિમાન કરવું તે સજજનોને શોભા કેમ આપે ? ઉત્તરાધ્યયન નામના સૂત્રમાં જ કહ્યું છે કે –
धणेण किं धम्मधुराहिगारे, सयणेण वा कामगुणेहिं चेव । समणा भविस्सामो गुणोहधारी, बहिं विहारा अभिगम्म भिक्खं ॥
(૩ત્તર૦ ૨૪, માથા-૨૭)
Page #84
--------------------------------------------------------------------------
________________
૫૪૧
જ્ઞાનમંજરી
અનાત્મશંસાષ્ટક- ૧૮ न तस्स दुक्खं विभयंति णाईओ, ण मित्तवग्गा ण सुआ ण बंधवा । इक्को सयं पच्चणुहोइ दुक्खं, कत्तारमेव अणुजाइ कम्मं ॥
(૩૪૨To , માથા-૨૩) अतः आत्मगुणानन्दपरिणतानां कर्मोपाधिसम्भवे उत्कर्षो न भवति ॥५॥
ધર્મની ધુરાને વહન કરવામાં અર્થાત્ ધર્મનું આચરણ કરવામાં ધન-સ્વજનો અને કામભોગો એ પ્રતિબંધક તત્ત્વ છે. તેથી તેના વડે આત્માને શું ફાયદો? અમે તો ગુણોના સમૂહને ધારણ કરનારા શ્રમણ થઈશું અને ભિક્ષુક (મુનિ)પણું સ્વીકારીને અપ્રતિબદ્ધભાવે વિચરનારા બનીશું.
પાપકર્મ કરનારા જીવને જ્યારે જ્યારે દુઃખ આવે છે ત્યારે ત્યારે જ્ઞાતિજનો તેના દુઃખનો ભાગ લેતા નથી. મિત્રવર્ગ પણ દુઃખનો ભાગ લેતા નથી, પુત્રો અને બંધુઓ પણ દુઃખનો ભાગ લેતા નથી. એકલો જીવ પોતે જ દુઃખ અનુભવે છે. આ પ્રમાણે કર્મ કેવળ એકલા કર્તાને જ અનુસરે છે. //પી
शुद्धाः प्रत्यात्मसाम्येन, पर्यायाः परिभाविताः । अशुद्धाश्चापकृष्टत्वान्नोत्कर्षाय महामुनेः ॥६॥
ગાથાર્થ - આત્માના પોતાના ક્ષાયિકભાવના જે પર્યાયો છે તે જ શુદ્ધ પર્યાયો છે. પરંતુ તે પર્યાયો પ્રત્યેક આત્મામાં સભાનપણે હોવાથી ઉત્કર્ષ માટે નથી અને પૌદ્ગલિક પર્યાયો પરદ્રવ્યકૃત હોવાથી અપકર્ષ રૂપ છે, માટે અશુદ્ધ પર્યાયો છે. તે મહામુનિને ઉત્કર્ષ માટે કામના નથી. llll
ટીકા :- “શુદ્ધ: પ્રત્યાતિ' મહામુનેઃ નિ9ી પાવોનાલ્યવર્તસ્વરવત્ गृहीतात्मस्वरूपस्य शुद्धाः पर्यायाः-सम्यग्ज्ञानचरणध्यानप्राग्भावरूपा आत्मपर्यायाः न उत्कर्षाय भवन्ति । कथं न भवन्तीत्याह-प्रत्यात्मसाम्येन परिभाविताः आत्मानमात्मानं प्रति प्रत्यात्म, तत्र साम्येन तुल्यत्वेन भाविताः । भावना चकिमाधिक्यं मम जातं ? यतः एते ज्ञानादयो गुणाः सर्वात्मनि सन्त्येव, सर्वसाधारणे क उत्कर्ष ? इति भाविताशयो नोत्कर्षति, सर्वजीवानां ज्ञानाद्यनन्तपर्यायत्वं तुल्यं सिद्धसंसारस्थयोः न सत्ताभेदः । उक्तञ्च संवेगरङ्गशालायाम् -
વિવેચન :- આત્મામાં પર્યાયો બે જાતના હોય છે એક શુદ્ધ અને બીજા અશુદ્ધ. જે એક દ્રવ્યના પોતાના પર્યાયો હોય છે તે શુદ્ધ અને જે કોઈ એકદ્રવ્યમાં બીજા દ્રવ્યની મિશ્રતાના
Page #85
--------------------------------------------------------------------------
________________
૫૪૨
અનાત્મશંસાષ્ટક – ૧૮
શાનસાર
કારણે પર્યાયો બને છે તે અશુદ્ધ. જેમકે પાણીમાં પોતાનો જે સ્વાદ છે, જે વર્ણ છે તે શુદ્ધપર્યાય, સર્વ જલમાં એક સરખા જે હોય છે તે શુદ્ધ પર્યાય કહેવાય છે. અને આ જ પાણીમાં કાદવ-માટી-વિષ્ટા અથવા સાકર દ્રાક્ષ આદિ મિશ્ર કરવાથી મલિનતા અને સ્વાદિષ્ટતા આદિ જે પર્યાયો બને છે તે અશુદ્ધપર્યાય કહેવાય છે. એવી જ રીતે સુવર્ણમાં પીતત્વ, સુવર્ણત્વ ઈત્યાદિ જે ધર્મ છે તે શુદ્ધપર્યાય અને રૂપું-ત્રાંબું વગેરે અન્ય દ્રવ્ય મિશ્ર કરવાથી જે મલીનતા થાય છે તે અશુદ્ધ પર્યાય, જે જે અશુદ્ધ પર્યાય છે તે તે પરદ્રવ્યની મિશ્રતાથી થયા છે માટે અશુદ્ધ છે, મલીન છે અને તે પોતાના સ્વરૂપના અવરોધક છે. તે અશુદ્ધ પર્યાયો દ્રવ્યના અસલી મૂલ સ્વરૂપના ઘાતક છે. તેથી તેના વડે ઉત્કર્ષ કરાય નહીં અને જે જે શુદ્ધ પર્યાયો છે તે તો સ્વજાતીય સર્વદ્રવ્યમાં સમાન જ હોય છે. હીનાધિક હોતા જ નથી. તેથી તેનાથી પણ ઉત્કર્ષ ગાવો યોગ્ય નથી. આ વાતને ધ્યાનમાં રાખીને આત્માના વિષે સમજાવે છે કે -
અગ્નિમાં અતિશય ગરમ કરેલા અને તેના જ કારણે મેલ સર્વથા બળી ગયો છે જેનો એવા સર્વથા શુદ્ધ બનેલા સુવર્ણની જેમ જે મહાત્મા નિર્રન્થમુનિએ પરદ્રવ્ય પ્રત્યેનો સંગ કરવો, પ્રીતિ-અપ્રીતિ કરવી ઈત્યાદિ મલીન ભાવો-અશુદ્ધ પર્યાયો સર્વથા ત્યજી દીધા છે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ ગ્રહણ કર્યું છે. સ્વભાવદશામાત્રમાં જ લીન બન્યા છે. તેવા મહાત્મા પુરુષમાં સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમ્યક્ચારિત્ર-સમ્યધ્યાન વગેરે જે જે શુદ્ધ આત્મપર્યાયો પ્રાભાવને પામ્યા છે અર્થાત્ પ્રગટ થયા છે તે ક્યારે ય પણ ઉત્કર્ષ માટે (મોટાઈ માટે) થતા નથી.
પ્રશ્ન :- આ સમ્યગ્નાનાદિ જે શુદ્ધપર્યાયો પ્રગટ થયા છે તે મોટાઈ માટે પોતાનો ઉત્કર્ષ ગાવા કેમ કામ લાગતા નથી ?
ઉત્તર ઃ- પ્રત્યેક આત્મામાં એક સરખા સમાનપણે જ તે ગુણો રહેલા છે. આત્માએ આત્માએ કેવલજ્ઞાનાદિ અનંતગુણો સત્તાથી એકસરખા સમાનપણે જ વર્તે છે. અલ્પમાત્રાએ પણ હીનાધિક નથી. તેથી તેની અપેક્ષાએ ઉત્કર્ષ કેમ ગવાય ? આ આત્મા મનમાં આવી ભાવના ભાવે છે કે મારામાં ગુણોની એવી કઈ અધિકતા પ્રગટ થઈ છે કે જેનાથી હું મારી મોટાઈ કરું ? કેવલજ્ઞાનાદિ જે કોઈ ગુણો મારામાં સત્તાગત રીતે છે તે સર્વે પણ ગુણો અન્ય્નાધિકપણે સર્વસંસારી જીવોમાં અને સર્વસિદ્ધ પરમાત્મામાં છે જ. કોઈમાં આવિર્ભાવ રૂપે અને કોઈમાં તિરોભાવરૂપે પણ આ સર્વે ગુણો સર્વે પણ જીવોમાં છે જ. જ્યારે બધામાં સરખા સમાન સાધારણપણે ગુણો હોય ત્યાં ઉત્કર્ષ કેમ કરાય ? આવા પ્રકારની પવિત્ર ભાવનાથી ભાવિત આશયવાળા આ મુનિ ઉત્કર્ષ–અહંકાર કરતા નથી. કારણ કે સર્વે પણ
Page #86
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮
૫૪૩ જીવોમાં જ્ઞાનાદિ ગુણોનું અનંતપણું તુલ્ય જ છે. સિદ્ધપરમાત્મા હોય કે સંસારી આત્મા હોય પણ સત્તાથી કંઈ ભેદ છે જ નહીં. સંવેગરંગશાલા નામના ગ્રંથમાં કહ્યું છે કે –
नाणाइणंतगुणोववेयं अरूवमणहं च लोगपरिमाणं । कत्ता भोत्ता जीवं मन्नहु सिद्धाण तुल्लमिणं ॥१॥ श्रीपूज्यैश्चोक्तं विशेषावश्यकभाष्येजीवो गुणपडिवन्नो नयस्स दव्वट्ठियस्स सामइयं । सो चेव पज्जवट्ठियनयस्स जीवस्स एस गुणो ॥२६४३॥
तथा ठाणांगे “एगे आया" इत्यादि पाठात् सर्वत्र तुल्यत्वे आत्मनः सद्गुणप्राकट्ये क उत्कर्षः ? अशुद्धाः पर्याया-औदयिकाः शक्रचक्रित्वादयः अपकृष्टत्वात्-तुच्छत्वात् दोषत्वात् गुणघातकतत्त्वज्ञानरमणतोपघातकत्वात् शोफरोगपुष्टत्ववद् न उत्कर्षाय भवन्ति । किमेभिः ? पुद्गलोपचयरूपैः परोपाधिजैः संसर्गेश्च ? मे कदा निवृत्तिः एभ्य इति संवेगनिर्वेदपरिणतानां नोन्माद इति ॥६॥
જ્ઞાનાદિ અનંતગુણોથી યુક્ત, રૂપ-રસાદિ ગુણોથી રહિત, ચૌદરાજલોકના પરિમાણવાળો સ્વ-ગુણોનો કર્તા અને સ્વ-ગુણોનો ભોક્તા સર્વ-સિદ્ધ ભગવંતોની તુલ્ય એવો આ જીવ છે એમ તમે જાણો. આ પ્રમાણે સંવેગરંગશાળામાં કહ્યું છે.
તથા પૂજનીય એવા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકભાષ્ય ગાથા૨૬૪૩ માં કહ્યું છે કે -
દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ ગુણોથી ભરેલો એવો આ જીવ એ જ સામાયિક છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ સામાયિક એ જીવનો ગુણ છે. એક નય અભેદગ્રાહી છે, બીજો નય ભેદગ્રાહી છે તથા ઠાણાંગ સૂત્રમાં પણ “જીને સયા' ઈત્યાદિ પાઠ હોવાથી સર્વે આત્માઓ પરસ્પર તુલ્ય હોતે છતે આ આત્મામાં સત્તાગત ગુણો કદાચ પ્રગટ થાય તો તેનાથી ઉત્કર્ષ શું ગાવાનો હોય? તે ગુણો પ્રગટપણે કે અપ્રગટપણે પણ સર્વત્ર તુલ્યપણે જ રહેલા છે. જ્યાં સમાનતા હોય ત્યાં ઉત્કર્ષ-મોટાઈ કેમ કરાય? માટે આત્મપ્રશંસા વડે સર્યું.
તથા જે પુણ્ય-પાપકર્મના ઉદયથી પ્રગટ થયેલા સુખી-દુઃખી કે રાજા-રંકપણાના પર્યાયો છે. વળી ઈન્દ્રચક્રવર્તિપણાના જે પર્યાયો છે તે સઘળા પણ પર્યાયો નીચેના ચાર કારણોને લીધે શરીરમાં સોજાના રોગથી થયેલા પુષ્ટપણાની જેમ દોષાત્મક છે, માટે ઉત્કર્ષ કરવા યોગ્ય નથી. ઔદયિક ભાવના આ તમામ પર્યાયો પરદ્રવ્યકત હોવાના કારણે આત્મતત્ત્વના
Page #87
--------------------------------------------------------------------------
________________
૫૪૪ અનાત્મશંસાષ્ટક- ૧૮
જ્ઞાનસાર અપકર્ષરૂપ હોવાથી એટલે કે તુચ્છ હોવાથી, દોષાત્મક હોવાથી અને આત્માના શુદ્ધ ગુણોના ઘાતક અને તત્ત્વજ્ઞાનની રમણતામાં ઉપઘાતક હોવાથી અતિશય અશુદ્ધ છે. તેથી ઉત્કર્ષ કરવા માટે યોગ્ય નથી. જેમ શરીરમાં સોજા આવવાથી જાડાપણું થઈ જાય, પણ તે જાડાપણાથી મારું શરીર સારું બન્યું એમ ગવાતું નથી તેમ અહીં સમજવું.
રાજાપણું, ઈન્દ્રપણું, ચક્રવર્તીપણું આ સર્વે પર્યાયો ધનાદિ પરદ્રવ્ય-પુદ્ગલદ્રવ્યની વૃદ્ધિસ્વરૂપ છે. પરદ્રવ્યની પરાધીનતાના કારણે ઉપાધિરૂપ છે, અન્ય દ્રવ્યના સંસર્ગાત્મક છે. માટે આવા અશુદ્ધ પર્યાયો વડે શું લાભ ? ઘરમાં કચરાના ઘણા ઢગલા થાય તેથી શું ઘરની શોભા વધે? તેમ આ આત્મામાં પરદ્રવ્યના (રાજત્રઋદ્ધિ આદિ પુદ્ગલ દ્રવ્યના) ઢગલા થાય તેથી શું આત્માની શોભા વધે? ઉલટો એવો મનમાં ભાવ થવો જોઈએ કે ઘરમાંથી કચરાના આ ઢગલા ક્યારે દૂર કરાવું? મારા આત્માની આ અશુદ્ધ પર્યાયોથી ક્યારે નિવૃત્તિ કરાવું? મારા આત્મામાંથી આ ભૂત-બલા ક્યારે દૂર થાય? આવા પ્રકારના સંવેગ અને નિર્વેદપરિણામથી પરિણત થયેલા આત્માઓને પરદ્રવ્યજન્ય (પુણ્યોદયજન્ય) ચક્રવર્તી આદિ પર્યાયોથી ક્યારેય પણ ઉન્માદ થતો નથી. ઉત્કર્ષ થતો નથી. બડાઈ મારતા નથી. હૃદયમાં પસ્તાય છે કે હું આવાં આવાં બંધનોથી બંધાઈ ગયો છું, ફસાઈ ગયો છું, ક્યારે છૂટીશ? Ill
પુનઃ માત્માનપવિતિ = ફરીથી આ આત્માને શાસ્ત્રકાર-ભગવંત ઉપદેશ આપે છે કે -
क्षोभं गच्छन् समुद्रोऽपि, स्वोत्कर्षपवनेरितः । गुणौघान् बुद्बुदीकृत्य, विनाशयसि किं मुधा ? ॥७॥
ગાથાર્થ - હે જીવ! સાધુપણાની મુદ્રાથી સહિત એવો પણ તું પોતાનો ઉત્કર્ષ ગાવારૂપી પવનથી પ્રેરાયો છતો મલીન મલીન અધ્યવસાયો દ્વારા આકુળ-વ્યાકુલતાને પામતો છતો તારા ગુણોના સમૂહને પાણીના પરપોટારૂપે કરીને નિરર્થક નાશ શા માટે કરે છે?
ટીકા - ક્ષેમં છનિતિ- હં ! સ્વતત્ત્વનત્વપૂUસ્વરૂપમાનનિવસર્વિ समुद्रोऽपि=मुद्रा-साधुलिङ्गरूपा, तया युक्तोऽपि स्वोत्कर्षपवनेरितः-साहङ्कारपवनप्रेरितः क्षोभं गच्छन्-अध्यवसायैः एवमेवं भवन्, गुणौघान्-अभ्यासोत्पन्नान् श्रुतधरव्रतधरलक्षणान् आमदैषधिरूपान् बुद्बुदीकृत्य मुधा-व्यर्थम्, किं विनाशयसि ? प्राप्तगणगम्भीरो भव । स्वगणाः स्वस्यैव हितहेतवः, तत्र किं परदर्शनेन ? मानोपहताः गुणाः तुच्छीभवन्ति, अतो न मानो विधेयः ॥७॥
Page #88
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
અનાત્મશંસાષ્ટક – ૧૮
૫૪૫
વિવેચન :- હે હંસ ! જીવને હંસ કહીને કોમલ આમંત્રણ આપીને ટીકાકારશ્રી સમજાવે છે કે હે જીવ ! તું તો હંસની તુલ્ય છે. જેમ હંસ માન સરોવરમાં રહેવાનો રસિક હોય છે. તેમ હે જીવ ! તું પણ “આત્મતત્ત્વ” રૂપી જલથી ભરેલા માન સરોવરમાં નિવાસ કરવામાં જ રસિક છે. તેથી હંસની તુલ્ય છે. સ્વભાવદશામાં જ રમવાને ટેવાયેલો એવો તું ‘‘સ-મુદ્દોષિ’’ સાધુપણાના વેશરૂપી મુદ્રાને ધારણ કરવાવાળો થઈને અર્થાત્ સ્વભાવદશામાં જ રહેનારો અને સાધુવેશમાં વર્તનારો થઈને પણ મોહદશાને આધીન થયો છતો “હું કંઈક છું” આવા પ્રકારના અહંકાર-મોટાઈ રૂપી પવનથી પ્રેરાયો છતો ક્ષોભને પામતો-આકૂળવ્યાકૂળતાને પામતો છતો મોહના વિકારાત્મક અનેક પ્રકારના આવા આવા વિકલ્પોને કરતો છતો નિરંતર ધર્મના અભ્યાસથી પ્રાપ્ત કરેલા શ્રુતધરપણાને, વ્રતારિપણાને અને આમધૈષધિ આદિ લબ્ધિરૂપ વિશિષ્ટ વિશિષ્ટ ગુણોના સમૂહને પાણીના ફુગ્ગાની જેમ અથવા પાણીના પરપોટાની જેમ વ્યર્થ નાશ કેમ કરે છે ? મહામુશ્કેલીએ મેળવેલા ગુણો પ્રાપ્ત કરીને ગંભીર પ્રકૃતિવાળો બન. ગુણોને પચાવતાં શીખ. દુર્લભ ગુણોનો નિરર્થક વિનાશ ન કર, તેં મેળવેલા ગુણો તારા જ હિત માટે-કલ્યાણ માટે છે. પોતાના ગુણો પોતાના કલ્યાણના જ હેતુભૂત હોય છે. તે ગુણો બીજાને દેખાડવાથી શું લાભ ?
અભિમાનાદિ કરવા વડે કલંકિત થયેલા ગુણો તુચ્છરૂપ-મૂલ્યહીન થઈ જાય છે. તેથી મેળવેલા ગુણોનો માન-ઉત્કર્ષ કરવો નહીં, આત્મશ્લાઘા ન કરવી. અનંત અનંત પુન્યાઈએ મેળવેલું શ્રુતધરપણું-વ્રતધરપણું, આકાશગામિની આદિ લબ્ધિઓવાળાપણું વગેરે કર્મોના ક્ષયોપશમથી અને આત્મગુણોના વિકાસથી મળે છે. સંઘાદિના વિશિષ્ટ કાર્ય વિના તેનો ઉપયોગ વર્જ્ય છે. તેથી જ લબ્ધિઓ મળે ત્યારે જીવ અપ્રમત્ત હોય છે પણ લબ્ધિઓ ફોરવે ત્યારે પ્રમત્ત કહેવાય છે. માટે હે હંસતુલ્ય જીવ ! તું ગુણ-ગંભીર થા. ગુણોને પચાવતાં શીખ. મોહના વિકારોને જીતતાં શીખ, ઉછાંછળાપણું અને ઉડાઉપણું તને જ નુકશાન કરનારું છે. ધીર, વીર અને ગંભીર થા. Iણા
निरपेक्षानवच्छिन्नानन्तचिन्मात्रमूर्तयः ।
योगिनो गलितोत्कर्षापकर्षानल्पकल्पनाः ॥८ ॥
=
ગાથાર્થ ઃ- પરપદાર્થની અપેક્ષા વિનાના, નિરંતર (સતત), અનન્ત એવા જ્ઞાનમાત્રની જ મૂર્તિ (શરીર)વાળા યોગિ પુરુષો ઉત્કર્ષ અને અપકર્ષની અપરિમિત એવી અનેક કલ્પનાઓ વિનાના નિર્વિકલ્પક દશાવાળા હોય છે. IIII
Page #89
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસાર
૫૪૬
અનાત્મશંસાષ્ટક- ૧૮ ટીકા :- “નિરપેક્ષ રૂતિ” યોનિ યમનિયમદ્યષ્ટોપITખ્યાલોત્પન્નरत्नत्रयीलक्षणस्वयोगसिद्धाः ईदृशा भवन्ति । निरपेक्षाः-निर्गता अपेक्षा-अपेक्षणं येभ्यस्ते निरपेक्षाः-अपेक्षारहिता इत्यर्थः । अनवच्छिन्नाः-विच्छेदरहिताः । अनन्तचिन्मात्रमूर्तयः-अनन्तं-प्रान्तरहितम्, चित्-ज्ञानं, तन्मात्रा-ज्ञानमात्रा मूर्तिः येषां ते अनन्तचिन्मात्रमूर्तयः । इत्यनेन परभावानुगतचेतनाविकलाः । स्वच्छस्वरूपानुगतचेतनपरिणताः गलितोत्कर्षापकर्षाः-गलितः उत्कर्षः-उन्मादः, अपकर्षः-दीनता, तयोः अनल्पाः कल्पना:-विकल्पजालपटलाः येषाम्, एवंविधा योगिनो ज्ञानपरिणताःज्ञानैकरसाः तिष्ठन्ति । ते एव तत्त्वसाधनचिन्मया इत्यतो मानोन्मादजनकः स्वोत्कर्षो निवार्यः ॥८॥
॥ इति व्याख्यातमनात्मशंसाष्टकम् ॥
વિવેચન :- પાંચે ઈન્દ્રિયોના વિષયસુખના સાધનભૂત એવા પૌદ્ગલિક ભાવોની અલ્પમાત્રાએ પણ અપેક્ષા ન રાખનારા મુનિઓ આવા પ્રકારના હોય છે. કારણ કે પાંચ યમ, પાંચ નિયમ વગેરે યોગપ્રાપ્તિનાં જે આઠ અંગ છે (યમ-નિયમ-આસન-પ્રાણાયામપ્રત્યાહાર-ધારણા-ધ્યાન અને સમાધિ) તેના અભ્યાસ દ્વારા ઉત્પન્ન થઈ છે સમ્યજ્ઞાનદર્શન અને ચારિત્રાત્મક રત્નત્રયી મય પોતાની યોગદશાની સિદ્ધિ જેને એવા યોગિપુરુષો કેવા હોય છે? તે હવે જણાવાય છે. ઉત્તમ પુરુષો આવા ગુણનિધિ હોય છે.
(૧) નિરપેક્ષ :- જે મહાત્માઓના હૃદયમાંથી પરદ્રવ્યની પ્રીતિ-પરદ્રવ્યપ્રાપ્તિનું લક્ષ્ય, પરદ્રવ્યની અપેક્ષા સંપૂર્ણપણે ચાલી ગઈ છે. રજમાત્ર પણ પરની અપેક્ષા રહી નથી. આવા નિરપેક્ષ મુનિઓ હોય છે. કોઈપણ વસ્તુની અપેક્ષા ન હોવાથી દીન-ઉદાસ કે લાચારીવાળા હોતા નથી, પોતાની સાધનામાં મશગૂલ અને પાવરવાળા તેજસ્વી હોય છે.
(૨) મનચ્છના :- રત્નત્રયીની સાધનામાં સતત-નિરંતર વર્તનારા હોય છે. ક્યાંય પણ વિરામ પામતા નથી. અટકતા નથી. ક્યારેય છેદ પામતા નથી, વિશ્રાન્તિ લેતા નથી.
(૩) મનન્તરાત્રિમૂર્તયઃ :- ક્યારેય પણ અંત ન આવે એવું છેડા વિનાનું જે જ્ઞાન તે કેવલજ્ઞાન - કેવલદર્શન ઈત્યાદિ જ્ઞાન માત્ર રૂપે છે મૂર્તિ (આકાર) જેની અર્થાત્ સ્થૂલદેહ અને વર્ણાદિ પૌદ્ગલિક ગુણોથી રહિત કેવલ જ્ઞાનમય દેહવાળા મુનિઓ હોય છે અથવા યોગી દશામાં છાવસ્થિક જ્ઞાનમાં રમણતા કરનારા, પણ ક્યારેય જ્ઞાનદશાથી મુક્ત થઈને વિભાવદશામાં નહીં જનારા એવા આ યોગીઓ હોય છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી અનાત્મશંસાષ્ટક- ૧૮
૫૪૭ ઉપરનાં ત્રણ વિશેષણોથી સમજાય છે કે પરભાવદશાને અનુસરનારી ચેતના વિનાના અને નિર્મળ એવા આત્માના શુદ્ધ સ્વરૂપને જ અનુસરનારી એવી ચેતનાના પરિણામથી પરિણત થયેલા, તથા ચાલી ગઈ છે ઉત્કર્ષ (ઉન્માદ-મોટાઈનું તોફાન) અને અપકર્ષની (દીનતા-લાચારીની વિવિધ પ્રકારની અનેક કલ્પનાઓ જેમાંથી એવા મોહમય સંકલ્પવિકલ્પોની જાળના પોટલા વિનાના આવા પ્રકારના જ્ઞાનભાવમાં જ પરિણામ પામેલાજ્ઞાનગુણમાં જ એકરસિક આવા પ્રકારના આત્મપ્રશંસા વિનાના મુનિમહાત્માઓ હોય છે. તે જ મુનિઓ આત્મતત્ત્વની સાધના કરવામાં એકાગ્રતન્મય લયલીન બની શકે છે. આ કારણથી અભિમાનના ઉન્માદને ઉત્પન્ન કરનારી એવી આત્મપ્રશંસા ક્યારેય પણ કરવી નહીં. સ્વોત્કર્ષ ક્યારેય પણ ગાવો નહીં. પોતે જ પોતાના ગુણો ગાવાનું જીવનમાંથી સંપૂર્ણપણે દૂર કરવું.
આ પ્રમાણે અઢારમું અનાત્મશંસાષ્ટક સમાપ્ત થયું. ll
.
અઢારમું અનાત્મશંસાષ્ટકસમાપ્ત તે પહે
Printed at BHARAT GRAPHICS 7. New Market, Panjarapole, Relief Road, Ahmedabad380 001 Guj(ind). Ph. : 079-22134176, Mob, 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com
Page #91
--------------------------------------------------------------------------
________________
તત્ત્વદૃષ્ટિઅષ્ટક – ૧૯
॥ अथ एकोनविंशतितमं तत्त्वदृष्ट्यष्टकम् ॥
विशिष्टोदयेन पुण्यप्राग्भावभारभारितस्य क्षायोपशमिकमत्यादिप्राग्भारोत्पनैकान्तिकतात्त्विकविकल्पकल्पनागौरवगरिष्ठस्य तत्त्वज्ञानविकलसकलजगज्जन्तुकृतस्तवनापूरपूरितश्रवणस्य तत्त्वदृष्टिमृते स्वोत्कर्षपरिहारो न भवति, अतस्तत्त्वदृष्टिः कार्या । तस्य भावः तत्त्वं वस्तुस्वरूपम्, जीवे जीवत्वं तत्त्वमनन्तचैतन्यरूपम्, अजीवे अचैतन्यस्वरूपम् । तत्त्वं नाम अविपरीतस्याद्वादगोचरम् जीवादिपदार्थस्वरूपम् । तत्रापि स्वस्वस्थाने धर्माधर्माकाशपुद्गलजीवानां तत्त्वत्वम्, तथापि अस्य ममात्मनः स्वरूपं शुद्धचिद्रूपम्, अनन्तानन्दस्वरूपमसङ्ख्येयप्रदेशानन्तज्ञानादिपर्यायपारिणामिकोत्पादव्ययध्रौव्यत्वषड्गुणपरिणतागुरुलघुपार
૫૪૮
જ્ઞાનસાર
मार्थिकैकान्तिकात्यन्तिकनिरतिशयाबाधनिःश्रेयसरूपं स्वतत्त्वम् । तत्र दृष्टिः- दर्शनं श्रद्धानं प्रतिप्रेक्षणं तत्त्वावलोकनं वा यथार्थावबोधयुक्ता श्रद्धादृष्टिः तत्त्वदृष्टिः ।
તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત કર્યા વિના પોતાની પ્રશંસા કરવાનું કે સાંભળવાનું ત્યાજ્ય બનતું નથી, ઉલટું આ જીવ આત્મપ્રશંસાના વિકલ્પોમાં જ વધારે ડૂબી જાય છે. તેથી અનાત્મશંસન પ્રાપ્ત કરવા માટે તત્ત્વદૃષ્ટિ મેળવવી અતિશય આવશ્યક છે. આ વાત સમજાવે છે
-
વિશિષ્ટ એવો પુણ્યકર્મનો ઉદય થવાથી તેવા પ્રકારના પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી (બાહ્ય ઋદ્ધિ-સિદ્ધિ-ધનદોલત-માનપાન-પ્રતિષ્ઠા આદિ રૂપ) બાહ્ય સંપત્તિના ભારથી ભારે થયેલા આ જીવને તથા ક્ષાયોપશમિક ભાવનાં મતિ-શ્રુત આદિ જ્ઞાનોના (મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાનાદિ અજ્ઞાનાત્મક જ્ઞાનોના) સામર્થ્યથી મનમાં ઉત્પન્ન થયેલા એવા એકાન્તવાદપૂર્વકના તાત્ત્વિક વિકલ્પોની (આત્મા નિત્ય જ છે અથવા અનિત્ય જ
અથવા શરીરથી ભિન્ન જ છે કે અભિન્ન જ છે, અસ્તિરૂપ જ છે અથવા નાસ્તિરૂપ જ છે ઈત્યાદિ તત્ત્વસંબંધી એકાન્તવાદપૂર્વકની અનેક પ્રકારની માનસિક મનમાની) નવી નવી કલ્પનાઓના ભારથી ભારે થયેલા આ જીવને તથા તત્ત્વજ્ઞાન વિનાના સામાન્ય એવા સંસારી જીવો દ્વારા કરાયેલી પ્રશંસાના પૂરથી ભરપૂર ભરાયા છે કાન જેના એવા મોહાન્ય અને આત્મપ્રશંસા કરવાનું અને સાંભળવાનું ઘેલુ લાગ્યું છે જેને એવા જીવને તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત કર્યા વિના સ્વોત્કર્ષનો નશો ઉતરતો નથી. આત્મપ્રશંસાના પરિહારની (ત્યાગની) બુદ્ધિ આવતી નથી. આ કારણથી તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત કરવી અતિશય જરૂરી છે તે સમજાવાય છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૪૯ તત્ત્વ શબ્દનો અર્થ વિચારીએ તો “ત–સ્ત્ર તેનો ભાવ, તે તે પદાર્થનું યથાર્થ જે સ્વરૂપ” તેને તત્ત્વ કહેવાય છે. જેમકે જીવદ્રવ્યમાં રહેલું જીવત્વ અર્થાત્ અનન્તચૈતન્યાત્મક સ્વસ્વરૂપ તે જીવનું તત્ત્વ, અજીવદ્રવ્યમાં રહેલું અજીવત્વ અર્થાત્ ચૈતન્યરહિતત્વ, જડત્વ એ અજીવનું તત્ત્વ, આમ સર્વે પણ દ્રવ્યોનું અવિપરીતપણે યથાર્થપણે જે સ્વરૂપ છે તે તત્ત્વ કહેવાય છે. એટલે કે જે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપથી યુક્ત સ્યાદ્વાદના વિષયવાળું જીવ-અજીવ પદાર્થોનું જે જે વાસ્તવિક સ્વરૂપ છે તેને તત્ત્વ કહેવાય છે. તેમાં પણ ધર્માસ્તિકાય. અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આમ પાંચે પણ દ્રવ્યોનું પોતપોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે તેને જો કે તત્ત્વ જ કહેવાય છે તો પણ આપણા આત્માને આશ્રય આપણા આત્માનું જે યથાર્થસ્વરૂપ છે તે સ્વતત્ત્વ સમજવું તે જ ઉપાદેય છે. બાકીનું બધું તો શેય માત્ર જ છે. તેથી મારા આત્માનું શું તત્ત્વ છે તે ખાસ જાણવા જેવું છે અને મેળવવા જેવું છે.
એકાન્તમાં બેસીને શાસ્ત્રોના અભ્યાસને અનુસાર આત્માર્થી જીવે આવા આવા વિચારો કરવા કે “આ મારા આત્માનું જે સાચું યથાર્થ સ્વરૂપ છે તે જ મસ્વરૂપ છે” (૧) હું શુદ્ધચિસ્વરૂપ છું અર્થાત્ અનંત-અપરિમિત જ્ઞાનમય મારો આત્મા છે. (૨) અનંત (સ્વાભાવિક) આનન્દમય મારું સ્વરૂપ છે. (૩) લોકાકાશના પ્રદેશો પ્રમાણ અસંખ્યાત પ્રદેશીપણું એ મારું સ્વરૂપ છે (૪) અનંત અનંત જ્ઞાનાદિપર્યાય (જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્યસુખાદિ પર્યાય) રૂપે પરિણમન પામવાપણું એ મારું સ્વરૂપ છે. (૫) તથા પારિણામિક ભાવે (એટલે કે સહજ સ્વભાવે) ઉત્પાદ-વ્યય અને પ્રૌવ્યભાવે પરિણામ પામવાપણું એ મારું સ્વરૂપ છે. (૬) અનંતભાગાધિક-અસંખ્યાતભાગાધિક ઈત્યાદિ ષડ્રગુણપણે પરિણામ પામવાપણું એ મારું સ્વરૂપ છે. (૭) અગુરુલઘુ ગુણમાં વર્તવું એ મારું સ્વરૂપ છે. (૮) તથા પારમાર્થિક, એકાન્ત સુખવાળું, અત્યન્ત સુખાત્મક, નિરતિશય, અને કોઈ પણ જાતની બાધા-પીડા જ્યાં ન હોય એવું મોક્ષાત્મક જે સ્વરૂપ છે તે મારું સ્વરૂપ છે અને તે જ યથાર્થ એવું મારું પોતાનું સ્વતત્ત્વ છે. બાકીના સર્વે પણ બાહ્ય ભાવો માત્ર જ છે. સર્વે પણ ભાવો પૌદ્ગલિક છે, પર છે. સંયોગ સંબંધવાળા છે. કોઈ તાદાભ્ય સંબંધવાળા નથી. તેથી શેષ સર્વે પણ ભાવો મારા માટે હેય છે. મારે માટે તો સ્વતત્ત્વ જ ઉપાદેય છે.
તે સ્વતત્ત્વ તરફની જે દષ્ટિ, સ્વતત્ત્વ તરફનો જે પ્રેમ, સ્વતત્ત્વ તરફની શ્રદ્ધા, આત્મતત્ત્વ તરફનો જે પક્ષપાત, વારંવાર તેનો જ પક્ષ કરવો, પોતાના આત્મતત્ત્વનું અવલોકન કરવું. આ રીતે યથાર્થ અવબોધથી યુક્ત જે સ્વતત્ત્વ તરફના પક્ષપાતવાળી શ્રદ્ધાપૂર્વકની
Page #93
--------------------------------------------------------------------------
________________
૫૫૦
તત્ત્વદષ્ટિઅષ્ટક – ૧૯
શાનસાર
દૃષ્ટિ તે તત્ત્વદૃષ્ટિ કહેવાય છે. જો આ દૃષ્ટિ પ્રાપ્ત કરવામાં આવે તો આત્મપ્રશંસા કરવાનું કે સાંભળવાનું મન જ ન થાય. કાન આડા હાથ આપવાનું જ મન થાય. મોહદશા ઘણી નબળી પડે અને આત્માનો વિજય થાય.
सा च नामतः उल्लापः अनेकानाम् । स्थापनातः तद्विचारणास्थिरचित्तानां मुद्रान्यासाद्यवलम्बिनाम् । द्रव्यतः संवेदनज्ञानं विविक्ततत्त्वानाम् । भावतः अनुभवात्मस्पर्शज्ञाननिमग्नचित्तानाम् । संवेदनज्ञानं यावद् नयचतुष्टयम् । अन्त्यनयत्रये स्पर्शज्ञानात्मकसम्यग्दर्शनसम्यक्चारित्रैकत्वध्यानैकतानिष्पन्नकेवलज्ञानिनाम् उत्सर्गतः तत्त्वदृष्टिर्बोद्धव्या, सर्वोपायसमूहतः स्वतत्त्वे दृष्टिः कार्या, तदर्थमुपदेशः
-
હવે આ તત્ત્વદૃષ્ટિ ઉપર નામાદિ ચાર નિક્ષેપા સમજાવે છે. જુદી જુદી અનેક વસ્તુઓનું જ્યારે જ્યારે તેવા તેવા ક્ષેત્રને આશ્રયી અને તેવા તેવા કાળને આશ્રયી “તત્ત્વદૃષ્ટિ” આવા પ્રકારના નામરૂપે ઉલ્લાપ-ઉલ્લેખ કરાય તે નામમાત્રથી તત્ત્વદૃષ્ટિ કહેવાય છે. તત્ત્વદૃષ્ટિની જ વિચારણા કરવામાં સ્થિર બન્યું છે ચિત્ત જેનું તેવા તથા સ્થિર આસને બેઠેલા અર્થાત્ પદ્માસન-પર્યંકાસનાદિ કોઈ વિશિષ્ટ આસન વિશેષવાળી મુદ્રાનો ન્યાસ કરીને તેવી મુદ્રાના આલંબનવાળા આત્માઓ સ્થાપનાતત્ત્વદૃષ્ટિ કહેવાય છે. ભિન્ન ભિન્ન તત્ત્વોનું અભ્યાસાત્મક જે સંવેદનશાન થાય છે તે દ્રવ્યથી તત્ત્વદૃષ્ટિ કહેવાય છે અને પોતાના આત્માની સાથે અનુભવાત્મકપણે આત્માને સ્પર્શતા જ્ઞાનમાં તન્મય થયેલું છે ચિત્ત જેનું એવા મહાત્માઓની જે તત્ત્વદૃષ્ટિ છે તે ભાવથી તત્ત્વદૃષ્ટિ જાણવી. આ પ્રમાણે આ ચાર નિક્ષેપા કહ્યા. હવે સાત નય સમજાવાય છે.
સંવેદનશાન જ્યાં સુધી પ્રવર્તે ત્યાં સુધી પ્રથમના ચાર નય જાણવા અને અનુભવાત્મક અર્થાત્ સ્પર્ધાત્મકજ્ઞાન પ્રવર્તે ત્યારે પાછલા ત્રણ નયો જાણવા. આમ ટીકામાં અતિશય સંક્ષેપ રૂપે આ નયો સમજાવ્યા છે. આગમશાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, અધ્યાત્મશાસ્ત્રો તથા વિવિધ પ્રકારના વિષયોનું શાસ્ત્રો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેનાથી જ્ઞેયતત્ત્વ બરાબર સમજાઈ ચુક્યું હોય તેને સંવેદનશાન કહેવાય છે. પ્રથમના ચાર નયો સ્થૂલદૃષ્ટિવાળા હોવાથી તત્ત્વોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તેને જ તત્ત્વદૃષ્ટિ કહે છે. પાછલા ત્રણે નયો સૂક્ષ્મષ્ટિવાળા છે તેથી ભિન્ન ભિન્ન અનેક વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, પરંતુ તેમાં શેયને જ્ઞેયભાવે જાણીને ઉપેક્ષાભાવ પ્રાપ્ત કર્યો હોય, હેયતત્ત્વને હેયભાવે જાણીને તેનો ત્યાગ કર્યો હોય અને ઉપાદેયતત્ત્વને ઉપાદેયભાવે જાણીને સ્વીકાર કર્યો હોય. આમ આત્માની સાથે સ્પર્શવાળું
Page #94
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૫૧ અનુભવાત્મકપણે પરિણામ પામેલું જે તત્ત્વજ્ઞાન છે તેને પાછલા નયોથી તત્ત્વદૃષ્ટિ કહેવાય છે. આવા પ્રકારનું આત્માની સાથે તન્મયપણે સ્પર્શનાત્મક બનેલું સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્ર એમ રત્નત્રયીની એકતાની સાથે ધ્યાનની એકાગ્રતાથી પ્રગટ થયેલા કેવલજ્ઞાન, કેવલદર્શનવાળા મહાત્મા પુરુષોને સામાન્યથી પાછલા ત્રણ નયની અપેક્ષાએ તત્ત્વદષ્ટિ હોય છે એમ સમજવું. છઠ્ઠા સાતમા આદિ ગુણસ્થાનક-વર્તી મહાત્માઓને વ્યવહાર અને ઋજુસૂત્રનયથી તત્ત્વદૃષ્ટિ હોય છે અને અવિરતસમ્યગ્દષ્ટિ તથા દેશવિરતિધરને નૈગમ અને સંગ્રહનયથી તત્ત્વદૃષ્ટિ હોય છે આમ સમજી લેવું.
તત્ત્વ તરફની દૃષ્ટિ આવ્યા વિના આત્મપ્રશંસા આદિ મોહના દોષો દૂર થતા નથી, મોહનો નશો ઉતરતો નથી. તેથી શક્ય બની શકે તેટલા સર્વ પ્રકારના ઉપાયો અપનાવીને પણ આત્મતત્ત્વ તરફ દૃષ્ટિ મેળવવા અવશ્ય પ્રયત્ન કરવો. તેના માટે જ આ ઉપદેશ અપાય છે.
रूपे रूपवती दृष्टिदृष्ट्वा रूपं विमुह्यति । मज्जत्यात्मनि नीरूपे, तत्त्वदृष्टिस्त्वरूपिणी ॥१॥
ગાથાર્થ - રૂપમાત્રને જોનારી બાહ્યદૃષ્ટિ પુદ્ગલદ્રવ્યમાં રહેલા રૂપને જોઈને રૂપવાળા તે પુદ્ગલ દ્રવ્ય ઉપર મોહબ્ધ બને છે. જ્યારે અરૂપી એવી તત્ત્વદષ્ટિ અરૂપી એવા આત્મદ્રવ્યમાં જ મસ્ત થાય છે. તેમાં જ લીન બને છે. ટીકા :- “રૂપે રૂત્તિ” રૂપવતી દૃષ્ટિઃ-
પત્નિ -
પુનાત્મિ પુત્ર સ્વરૂપ પ્રાફિrો, દૃષ્ટિ:-ચક્ષુ, પં-તાવિવું , રૂપે-વUT वर्णगन्धरसस्पर्शलक्षणे, विमुह्यति-मोहसाद्भवति । तुः-पुनः अरूपिणी-रूपरहिता दृग् ज्ञानरूपा आत्मचैतन्यशक्तिलक्षणा तत्त्वदृष्टिः नीरूपे-निर्गतमूर्तधर्मिणि वर्णादिरहिते, आत्मनि-शुद्धचैतन्यलक्षणे मज्जति-मग्नतां प्राप्नोति स्वरूपलीना भवति । अतो बाह्यदृष्टित्वमनादीनं विहाय स्वरूपोपयोगे दृष्टिः कार्या ॥१॥
| વિવેચન - રૂપવાળી એવી જે દૃષ્ટિ છે એટલે કે પુદ્ગલાત્મક જે દૃષ્ટિ છે, પુદ્ગલ દ્રવ્ય સંબંધી રૂપને ગ્રહણ કરનારી જે ચક્ષુસંબંધી દૃષ્ટિ છે, તે દૃષ્ટિ પુદ્ગલદ્રવ્યમાં રહેલા શ્વેતાદિ ભેટવાળા (જેત-કૃષ્ણ-નીલ-પીત અને રક્ત) પાંચ પ્રકારના રૂપને જોઈને તે રૂપવાળા પુદ્ગલ દ્રવ્યમાં જ મોહબ્ધ બને છે, આ દ્રવ્ય મને ગમે છે, આ દ્રવ્ય મને ગમતું નથી. આમ ઈ-નિઝ બુદ્ધિવાળી બની છતી રાગ-દ્વેષ કરવા દ્વારા ચીકણાં કર્મો બંધાવનારી બને છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૫૫૨ તત્ત્વદષ્ટિઅષ્ટક- ૧૯
જ્ઞાનસાર તેનાથી આ જીવ સંસારમાં ભટકે છે. નરક-નિગોદના ભવોમાં દુઃખી દુઃખી થાય છે. પરદ્રવ્ય પ્રત્યેની દૃષ્ટિ એ જ મહાદોષ છે.
પરંતુ અરૂપી એવી એટલે રૂપ-રસ-ગંધ સ્પર્શ વિનાની આત્મામાં રહેલી ચૈતન્યશક્તિ સ્વરૂપ જ્ઞાનાત્મક જે તત્ત્વદષ્ટિ છે તે દૃષ્ટિ, ચાલ્યા ગયા છે મૂર્તપદાર્થના ધર્મો જેમાંથી એવા અર્થાત વર્ણ-ગંધ-રસ-સ્પર્શાદિથી રહિત એવા શુદ્ધચૈતન્ય લક્ષણવાળા આત્મતત્ત્વના સ્વરૂપમાં જ ડૂબેલી હોય છે. આત્મસ્વરૂપમાં જ લયલીન થાય છે. પૌગલિક ભાવોની ઉપેક્ષા કરીને આત્માના ગુણમય તત્ત્વચિંતનમાં વધારે લીન બને છે.
આ કારણથી અનાદિકાલથી ચાલી આવતી બાહ્યદૃષ્ટિનો ત્યાગ કરીને આત્માના સ્વરૂપના જ ઉપયોગમાં દૃષ્ટિ કરવી જોઈએ. પરદ્રવ્ય પ્રત્યેની દૃષ્ટિ મોહોત્પાદક છે, વિભાવદશા છે. કર્મબંધનું કારણ છે. સંસારપરિભ્રમણનો હેતુ છે. માટે તેને ત્યજીને સ્વરૂપમગ્ન થવું જોઈએ. તેના
भ्रमवाटी बहिर्दृष्टिभ्रंमच्छाया तदीक्षणम् । अभ्रान्तस्तत्त्वदृष्टिस्तु, नास्यां शेते सुखाशया ॥२॥
ગાથાર્થ :- બાહ્યદૃષ્ટિ એ ભ્રમનું રક્ષણ કરનારી વાડ છે. તે બાહ્યદષ્ટિથી કરાતું નિરીક્ષણ-જ્ઞાનપ્રકાશ તે ભમાત્મક છાયા છે અને તત્ત્વદૃષ્ટિવાળો પુરુષ અભ્રાન્ત છે. તે જીવ આવી ભમાત્મક એવી છાયામાં સુખબુદ્ધિએ આનંદ માણતો નથી. સુખબુદ્ધિપૂર્વક નિશ્ચિત્તપણે શયન કરતો નથી. રા
ટીકા - “બ્રમવાર તિ” વદિષ્ટિ-ભ્રમોના અમહેરિતિ નિવારવા, भवहेतुत्वात् । तत्त्वदृष्टिः श्रेयोऽभ्रमवाटी । इति भो भव्य ! बहिर्दृष्टिः -बाह्यभावावलोकनम् - "इदं शोभनम्, इदमशोभनम्, इदं कृतम्, इदं करोमि, इदं कार्यमित्याद्यवलोकनरूपा दृष्टिः, भ्रमवाटी-भ्रमस्य वाटी-रक्षिका वृत्तिः भ्रमविकल्पवर्द्धनी । बाह्यावलोकनेन तदिष्टानिष्टतादिचिन्तनेन विकल्पकल्पना जायते । चेतना च परावलोकनव्याकूलता स्वतत्त्वविमुखा तत्रैव रमते । उक्तञ्च -
વિવેચન :- બાહ્યદૃષ્ટિ એ ભ્રમથી ઉત્પન્ન થયેલી છે અને ભાવિમાં વધારેને વધારે ભ્રમને ઉત્પન્ન કરનાર પણ છે. આ રીતે આ બાહ્યદૃષ્ટિ એ ભ્રમસ્વરૂપ છે માટે ત્યાજ્ય છે, દૂર કરવા યોગ્ય છે. આ બાહ્યદૃષ્ટિથી જન્મ-મરણની પરંપરારૂપ ભવોની વૃદ્ધિ થાય છે. જે ૧. રૂપગુણના અને ચક્ષુરિન્દ્રિયના ઉપલક્ષણથી પુગલના શેષ ગુણો અને તેમાં મોહબ્ધ થતી પાંચે
ઈન્દ્રિયો સમજી લેવી.
Page #96
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૫૩
પરદ્રવ્ય છે, પોતાનું દ્રવ્ય નથી છતાં મારું મારું માનવું તેને જ બાહ્યદૃષ્ટિ કહેવાય છે. વાસ્તવિકપણે જે દ્રવ્ય પોતાનું નથી તેને પોતાનું માનવું તે એક પ્રકારનો ભ્રમમાત્ર જ છે, મિથ્યાકલ્પના માત્ર છે, અજ્ઞાન દશા છે. જ્યારે તત્ત્વદૃષ્ટિ એ કલ્યાણકારી છે. ભ્રમ વિનાની સાચી યથાર્થદૃષ્ટિ છે. જે પોતાનું દ્રવ્ય છે. પોતાનું સ્વરૂપ છે તેને જ પોતાનું માનવું, પરદ્રવ્યને પર માનવું તે સાચી તત્ત્વદૃષ્ટિ છે. આ પ્રમાણે હોવાથી હે ભવ્ય જીવ ! જે બાહ્યદૃષ્ટિ છે, બાહ્ય એવા પૌદ્ગલિક પદાર્થોને દેખવા રૂપ જે દૃષ્ટિ છે. જેમકે આ પુદ્ગલદ્રવ્ય સારું છે અને આ પુદ્ગલદ્રવ્ય સારું નથી. આ મને ગમે છે. આ મને નથી ગમતું. આ ઘટ-પટાદિ કાર્ય મારા વડે કરાયાં, આ કાર્ય મારા વડે નથી કરાયાં ઈત્યાદિ પરદ્રવ્યને મારાપણે દેખવા રૂપ જે દૃષ્ટિ છે. તે સઘળી બાહ્યદૃષ્ટિ છે અને તે ભ્રમવાટી છે.
“પરને પોતાનું માનવું” આ જ એક મોટો ભ્રમ છે. વળી આ સૃષ્ટિ આવા પ્રકારના ભ્રમનું રક્ષણ કરનારી વાડ છે. આ ભ્રમ ચાલ્યો ન જાય તેની કાળજી રાખનારી આ બાહ્ય દૃષ્ટિ ભ્રમને માટે વાડતુલ્ય છે. દિન-પ્રતિદિન આ ભ્રમને-મોહને વધારનારી આ બાહ્યદૃષ્ટિ છે. બાહ્ય એવા પૌદ્ગલિક પદાર્થોને મારાપણે દેખવાથી તેમાં ઈષ્ટતા અને અનિષ્ટતાની બુદ્ધિ ઉત્પન્ન કરવાના વિચારો દ્વારા અનેક વિકલ્પો (માનસિક મોહના તરંગો) ઉત્પન્ન થાય છે. આત્માની આ ચેતના જેમ જેમ પરદ્રવ્યને મારાપણે જોવા-જાણવામાં આકૂળ-વ્યાકૂળ થાય છે, લીન બને છે તેમ તેમ સ્વતત્ત્વ શું છે ? મારું આત્માનું સ્વરૂપ શું છે ? એ ભૂલી જાય છે તેનાથી વિમુખ બની જાય છે અને પરમાં જ આનંદ માને છે (આ દૃષ્ટિ જ ભવ-પરંપરાનું કારણ બને છે). પુદ્ગલ અને અન્ય જીવદ્રવ્યને મારા માનવા અને તેના રૂપ-૨સાદિ ગુણોમાં મોહાન્ય બનવું તે બાહ્યદૃષ્ટિ છે, ભ્રમાત્મક છે. ભ્રમ માત્રથી ઉત્પન્ન થયેલી છે અને ભાવિમાં પણ ભ્રમની જ પરંપરાનું કારણ બને છે. માટે ભ્રમમાત્રનું રક્ષણ કરનારી અને તેને જ વધારનારી વાડ તુલ્ય આ બાહ્યદૃષ્ટિ છે. જે અત્યન્તપણે ત્યાજ્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -
रागे दोसे रत्तो, इट्ठाणिट्ठेहिं भमसुहं पत्तो । कप्पेड़ कप्पणाओ, मज्झेयं अहंपि एयस्स ॥ १ ॥
तदीक्षणं-भ्रमप्रकाशः तादृग् एकान्तारोपजं ज्ञानं, शुभपुद्गलसंयोगे सुखारोपः, तदप्राप्तौ अशुभप्राप्तौ वा दुःखारोपरूपं ज्ञानं, भ्रमच्छाया-भ्रमस्य शीतलता, तत्र भ्रमालवः एव रमन्ते । तु-पुनः अभ्रान्तः- तत्त्वदृष्टिः, यथार्थतत्त्वे स्यादवादे स्वपरस्वभावदर्शने दृष्टिः यस्य सः तत्त्वज्ञः स्वरूपानुभवरक्तः, अस्यां भ्रमच्छायायां सुखाशया- सुखप्राप्तीच्छया न शेते । किन्तु पूर्वकर्मोदयेन तत्र वर्तमानोऽपि
Page #97
--------------------------------------------------------------------------
________________
પપ૪ તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
જ્ઞાનસાર तप्तलोहशिलापादमोचनवत् सशङ्कः-ससङ्कोचः च दुःखमेवेदमिति जानन् निर्वेदवानेव ભવતિ | યુવતરું –
રાગ અને દ્વેષમાં રક્ત થયેલો મોહબ્ધ એવો જીવ આ મને ઈષ્ટ છે અને આ મને અનિષ્ટ છે-ઈત્યાદિ મનમાની અનેક પ્રકારની કલ્પનાઓ કહ્યું છે. આ વસ્તુ મારી છે અને હું પણ એનો છું આવી મમત્વપૂર્વકની કલ્પનાઓ પણ કરે છે. I/૧૫
આ રીતે પૌદ્ગલિકાદિ અન્ય પદાર્થોને મારાપણાની બુદ્ધિથી નિરખવા તે બ્રમાત્મક જ્ઞાન છે. તેવા પ્રકારના એકાન્ત ભ્રમાત્મક જ્ઞાનની કલ્પનાથી શુભ પુદ્ગલના સંયોગકાલે જે સુખનો ભ્રમ થાય છે અને શુભપુદ્ગલોની અપ્રાપ્તિ થાય ત્યારે અને અશુભ પુદ્ગલોની પ્રાપ્તિ થાય ત્યારે “મારે ઘણું દુઃખ છે” આવા પ્રકારની દુઃખની કલ્પનારૂપ જે જ્ઞાન થાય છે તે ભ્રમાત્મક છાયા છે. આવા પ્રકારની જે સુખ-દુઃખની મનમાની કલ્પના છે. તે સાચી શીતળતા નથી પણ ભ્રમપૂર્વકની શીતળતા છે. જેમ ઝાંઝવાના જલમાં જે જલબુદ્ધિ થાય છે તે ભ્રમાત્મક બુદ્ધિ છે, તેવી જ રીતે પરદ્રવ્યના સંયોગમાં જે આ સુખ-દુઃખની બુદ્ધિ થાય છે તે પણ ભ્રમ માત્ર છે. (પ્રમાનવ:=) ભ્રમના સ્વભાવવાળા જીવો જ તેમાં આનંદ માને છે. જેમ ભુંડ જેવાં કેટલાંક પ્રાણી વિષ્ટાદિ કાદવમાં જ આનંદ માને, માખી ગંદા પદાર્થમાં આનંદ માને, તેમ મોહાલ્વ જીવો આવા પ્રકારના પરદ્રવ્યના ઈનિષ્ટ ભાવમાં જ આનંદ માને છે, રમે છે. આવા પ્રકારનો ભ્રમ કરાવવો એ જ બાહ્યદષ્ટિનું કાર્ય છે.
પરંતુ જે તત્ત્વદષ્ટિ છે તે અધ્યાત્ત છે. ભ્રમ વિનાની દૃષ્ટિ છે. તત્ત્વદૃષ્ટિવાળો આત્મા જ તત્ત્વજ્ઞ કહેવાય છે. સ્વદ્રવ્યનો સ્વભાવ શું? અને પરદ્રવ્યનો સ્વભાવ શું? આમ બને પ્રકારના સ્વ-પરના યથાર્થ સ્વરૂપને યથાર્થ તત્ત્વને જાણવામાં, સ્યાદ્વાદપૂર્વક વસ્તુસ્થિતિ સમજવામાં દૃષ્ટિ છે જેની એવા તત્ત્વદૃષ્ટિવાળા જીવને તત્ત્વજ્ઞપુરુષ કહેવાય છે. આવા જ મહાત્મા પુરુષ આત્માના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં રક્ત હોય છે. આવા પ્રકારના આત્મસ્વરૂપના અનુભવમાં રક્ત મહાત્મા પુરુષ આવા પ્રકારની ભ્રમાત્મક છાયામાં-બનાવટી શીતલ છાયામાં “અહીં મને સુખ પ્રાપ્ત થશે” એવા પ્રકારની સુખ પ્રાપ્ત કરવાની અભિલાષાથી રમતા નથી, આનંદ માણતા નથી. આવી ભ્રમજાળમાં સુખ કલ્પતા નથી.
કદાચ પૂર્વે બાંધેલા મોહનીયાદિ કર્મોના ઉદયની પરવશતાના કારણે છ ખંડના રાજ્યમાં અને અનેક સ્ત્રી આદિ ભોગ્યભાવોની વચ્ચે વર્તતા હોય, છતાં પણ તપેલા લોઢા. ઉપર પગ મુકવાની તુલ્ય સશંકભાવે અને સંકોચ સહિત તે તે ભાવમાં તેઓ વર્તે છે. દુઃખાતા મનપૂર્વક પ્રવર્તે છે. “આ સંસારનું તમામ સુખ દુઃખમાત્ર જ છે” એમ જાણતા
Page #98
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૫૫ છતા સંસાર ઉપરના નિર્વેદભાવપૂર્વક અને મોક્ષની અભિલાષા રૂપ સંવેગભાવપૂર્વક પ્રવર્તે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે –
एए विसया इट्ठा, तत्ताऽविन्नूण मिच्छदिट्ठीणं । विन्नाइयतत्ताणं, दूहमूला दूहफला चेव ॥१॥ जह चम्मकरो चम्मस्स, गंधं नो णायइ य फले लुद्धो । तह विसयासी जीवा, विसये दुक्खं न जाणंति ॥२॥ सम्मट्ठिी जीवो, तत्तरुई आयभावरमणपरो । विसये भुजंतो वि हु, नो रज्जइ नो वि मज्जेइ ॥३॥ अतो बाह्यावलम्बिचेतना वार्या, कार्या च स्वरूपावलम्बिनी । ॥२॥
તે કારણથી તત્ત્વના અજાણ એવા મિથ્યાષ્ટિ જીવોને પાંચે ઈન્દ્રિયોના આ વિષયો ઈષ્ટ (પ્યારા) લાગે છે. પરંતુ જાણ્યું છે તત્ત્વ જેણે એવા સમ્યગ્દષ્ટિ આત્માઓને આ જ વિષયો દુઃખમૂલક અને દુઃખફળ આપનારા લાગે છે. III
જેમ ચામડાની કમાણીરૂપ ફળમાં લુબ્ધ બનેલો ચમાર ચામડાની ગંધને જાણતો નથી તેવી જ રીતે પાંચ વિષયોની અભિલાષાવાળા જીવો પણ વિષયભોગમાં રહેલા દુઃખને જાણતા નથી. રા
તત્ત્વની રુચિવાળો અને આત્મસ્વભાવમાં જ રમણતા કરનારો સમ્યગ્દષ્ટિ જીવ વિષયો ભોગવતો હોવા છતાં પણ તે વિષયોમાં રમતો નથી અને મગ્ન પણ બનતો નથી. II
આ કારણથી બાહ્યભાવના આલંબનવાળી ચેતના અટકાવવા જેવી છે. અને તે ચેતનાને સ્વરૂપના અવલંબનવાળી કરવા જેવી છે. રા.
ग्रामारामादि मोहाय, यद् दृष्टं बाह्यया दशा । तत्त्वदृष्ट्या तदेवान्तर्नीतं वैराग्यसम्पदे ॥३॥
ગાથાર્થ - ગ્રામ, આરામ વગેરે જે જે ભાવો બાહ્યદૃષ્ટિથી જોવામાં આવે તો મોહને માટે થાય છે તે જ ભાવો જ્યારે તત્ત્વ-દષ્ટિથી જોવામાં આવે તો અર્થાત્ આત્માની અંદરના કલ્યાણમાં જોડવામાં આવે તો વૈરાગ્યની સંપત્તિ માટે થાય છે. આવા
Page #99
--------------------------------------------------------------------------
________________
તત્ત્વદષ્ટિઅષ્ટક - ૧૯
જ્ઞાનસાર
ટીકા :- પ્રમાણમાવિ કૃતિ'' વાહ્યયા વૃશા-વાજીદ્રષ્ટચા થવું ગ્રામરામતિ પૂર્ણ मोहाय भवति-असंयमवृद्धये भवति, तदेव ग्रामादिकं तत्त्वदृष्ट्या स्वपरभेदकृताऽकृत्रिमया दृशा अन्तर् - आत्मोपयोगमध्ये नीतं प्रापितम्, वैराग्यसम्पदे - वैराग्यमौदासीन्यं तत्सम्पदावृद्धये भवति । उदाहरणम् -
-
૫૫૬
વિવેચન :- જ્યારે જ્યારે આ જીવ બાહ્યદૃષ્ટિવાળો અર્થાત્ પૌદ્ગલિક દૃષ્ટિવાળો બને છે ત્યારે ત્યારે બાહ્યદૃષ્ટિના પ્રતાપે જે જે ગ્રામ અને આરામ વગેરે સાંસારિક પદાર્થો જોવાયા હોય છે. તે સઘળા મોહ માટે થાય છે. અસંયમભાવની વૃદ્ધિ માટે થાય છે, બાહ્યદૃષ્ટિ વાળા જીવો નગરોની શોભા જોવા માટે નીકળે છે ત્યારે ઉંચી ઉંચી હવેલીઓ, રાજમાર્ગો, શોભાયમાન વૃક્ષો, ફુવારાઓ, લાઈટોની શોભા, વિશિષ્ઠ એવા પુલો ઈત્યાદિ નગરની શોભા જોઈને અચંબો પામે છે. તથા રંગબેરંગી પુષ્પો, ઉંચાં ઉંચાં અનેક જાતનાં વૃક્ષો, તેનાં ફળો ઈત્યાદિ ઉદ્યાનોની શોભા જોઈને આ જીવ અચંબો આશ્ચર્ય પામે છે. અહાહા ! કેવી નગરની અને આરામાદિ (ઉદ્યાનાદિ)ની શોભા છે ? કેટલું સુંદર અને રળીયામણું નગર અને ઉદ્યાનાદિ છે ? આમ આ જીવ તે તે શોભા જોઈને તેમાં મોહાન્ય બને છે જ્યારે સ્વતત્ત્વ શું અને પરતત્ત્વ શું ? તેનો યથાર્થ ભેદ કરનારી અને અકૃત્રિમ અર્થાત્ વાસ્તવિક એવી તત્ત્વદૃષ્ટિ વડે આત્માનું હિત થાય તેવી રીતે ઉપયોગપૂર્વક (જ્ઞાનદશામાં રહીને) જોવાયેલી આ જ નગરની અને ઉદ્યાનાદિની શોભા વૈરાગ્યની જે આત્મસંપત્તિ છે તેની વૃદ્ધિ માટે થાય છે. આવી નગરની શોભા જોઈને તત્ત્વદૃષ્ટિવાળા જીવને તેમાં અંજાયેલા મોહાન્ય જીવો ઉપર કરુણા ઉપજે છે કે આવા પ્રકારની પૌદ્ગલિક શોભામાં અંધ બનેલા આ નગરજનોનો ક્યારે ઉદ્ધાર થશે ? જેટલી શોભા વધારે તેટલી મોહાન્યતા-રાગદશા વધારે આવા વિચારો તત્ત્વદૃષ્ટિવાળાને આવે છે. તેનું સુંદર એક ઉદાહરણ આ પ્રમાણે છે
-
एगे आयरिआ नाणचरणप्पहाणा सुअरहस्सपारगा, भव्वजीवाणं तारगा, अणेगसमणगणपरिवुडा, गामाणुगामं दुइज्जंता, वायणाइहिं समणसंघं गायन्ता मग्गे, पंचसमिइतिगुत्तिगुत्ता अणिच्चाइ भावणाभावियसव्वसंजोगा, पत्ता एगं वणं अगलयाईणं नीलं, नीलाभासं सउणगणनिवासं, तओ वणस्स पुप्फपत्तफललच्छीं पासिउण निग्गंथाणं वयन्ति । इअ वणं भो भो निग्गंथा ! पासह, एए पत्ता पुप्फा गुला गुम्मा फला जे चेयणालक्खणाणंतसत्तिं आवरिऊण नाणावरण- दंसणावरणचरित्तमोह-मिच्छत्तमोहंतरायोदयेण दीणा हीणा दुहिया एगिंदियभावमावन्ना कंपंता महाबलहया दुहिया अत्ताणा असरणा जम्मणमरणावगाढा अहो अणुकंपाजुग्गए
Page #100
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૫૭
(को एसिं) एक्को एस अणुकंपं कुणइ मणसवणनयणविगलाणं ? । इअ भणिउ जणिअसंवेगा चलंति पुरओ । ते निग्गंथा वि नाणावरणाइबंधकारणे दुगच्छंत पंथओ चलिआ । अहह
आया आयं हाइ, आयगुणे संतए विधंसेइ । रमई विसए रम्मे, चयई नाणाइगुणभावे ॥१॥
इय चिंतंता गच्छंति, ताव पत्तं महानयरं, अणेगगीयवाइयरवेणं विवाहाईऊसवेण देवलोगरूवं रमणिज्जं मूढाणं । ता आयरिओ समणसंघं भणइ -
કોઈ એક આચાર્ય મહારાજશ્રી વિહાર કરતા કરતા કોઈ એક ઉદ્યાનમાં પધાર્યા. તે આચાર્ય મહારાજશ્રી કેવા હતા ? તો જણાવે છે કે જેના જીવનમાં જ્ઞાનારાધના અને દર્શનારાધના જ પ્રધાનતાએ પ્રવર્તે છે તેવા છે. તથા દ્વાદશાંગી આદિ જે જે શ્રુતજ્ઞાનમય શાસ્ત્રો છે તેના રહસ્યના પારને પામેલા છે. ગામાનુગામ વિચરતા વિચરતા ઉત્તમદેશના દ્વારા ભવ્ય જીવોને સંસારથી તારવાનું કામ કરનારા છે. અનેક મુનિગણોના સમુદાયથી જે પરિવરેલા છે. એક ગામથી બીજે ગામ શાસ્ત્રાનુસારી નવકલ્પી વિહાર કરનારા છે. વાચનાઓ વડે શ્રમણસંઘને માર્ગ સમજાવનારા છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આદિ આચારધર્મથી યુક્ત, અનિત્યાદિ ભાવનાઓ વડે ક્ષણભંગુર તરીકે જાણ્યા છે સર્વ સંયોગો જેણે એવા, આ આચાર્ય ભગવંત એક ઉદ્યાનમાં પધાર્યા.
તે ઉદ્યાન કેવું છે ? અનેક જાતની લતા (વેલડી)ઓના આશ્રયવાળું, ચારે તરફ નીલી નીલી વનરાજીવાળું, અનેક પક્ષીઓના સમૂહ માટે નિવાસનું સ્થાન, આવા પ્રકારની સુંદર શોભાવાળું મનોહર આ ઉદ્યાન છે. આવા સુંદર મનોહર ઉદ્યાનમાં આચાર્ય મહારાજશ્રી પધાર્યા. ત્યાર બાદ તે આચાર્ય મહારાજશ્રી આ વનની પુષ્પ, પત્ર અને ફળોની લક્ષ્મી (શોભા) જોઈને નિર્પ્રન્થ મુનિઓને આ પ્રમાણે ઉપદેશ આપે છે કે હે હે નિગ્રન્થમુનિઓ ! આ ઉદ્યાનને તમે જુઓ. જે ઉદ્યાનમાં બાહ્યદૃષ્ટિ જીવોને લીલાંછમ લાગતાં, વિકસ્વર બનેલાં અને તેથી જ મનોહર અને શોભાયમાન લાગતાં એવાં આ પત્રો (પાંદડાં), પુષ્પો (ફુલો), ગુલા (ઝુમખાઓ), ગુલ્મો (ગુચ્છાઓ) અને ફળો જે કંઈ દેખાય છે તે સર્વે એકેન્દ્રિય જીવો છે. તેમાં રહેલા જીવો પોતાની અંદર રહેલી અનંત અનંત ચેતના લક્ષણવાળી સ્વશક્તિનું જ્ઞાનાવરણીયકર્મ-દર્શનાવરણીયકર્મ-ચારિત્રમોહનીયકર્મ-મિથ્યાત્વમોહનીયકર્મ અને અંતરાયકર્મના ઉદયથી આચ્છાદન થવાના કારણે (એટલે કે આ આત્માની અનંત અનંત શક્તિ હોવા છતાં પણ ઘાતીકર્મોના ઉદયથી આ તમામ શક્તિ લગભગ દબાયેલી હોવાથી)
Page #101
--------------------------------------------------------------------------
________________
૫૫૮ તત્ત્વદૃષ્ટિઅષ્ટક- ૧૯
જ્ઞાનસાર દીન થયેલા (લાચાર-ગરીબડા બનેલા) હીન થયેલા (શક્તિ વગેરેથી શૂન્ય થયેલા) દુઃખી થયેલા જીવો એક જ માત્ર ઈન્દ્રિયવાળા (અલ્પચૈતન્યમાત્રના આવિર્ભાવવાળા) ભાવને પામેલા, હમણાં કોઈક અમારો ઘાત કરશે એમ સમજીને થર થર કંપતા, મોહરાજાના મહાન સૈન્ય વડે હણાયેલા, અતિશય દુઃખી દુઃખી થયેલા, કોઈપણ જાતનું સંરક્ષણ નથી જેઓને તેવા, કોઈપણ જાતનું શરણ નથી જેઓને તેવા, જન્મ-મરણાદિનાં દુઃખોની જ પરંપરાને પામેલા, અરે ખરેખર વાસ્તવિકપણે અનુકંપા કરવા યોગ્ય આ જીવો છે. તથા મન, શ્રવણેન્દ્રિય (કાન), નયનેન્દ્રિય (ચક્ષુ) આદિ ઈન્દ્રિયોની શક્તિ વિનાના દુઃખી એવા આ જીવો ઉપર કોણ કરુણા કરે ? લગભગ બધા જ જીવો તેનો ઉપભોગ કરે છે. માત્ર એક આ તત્ત્વદૃષ્ટિવાળો જીવ જ અનુકંપા કરે છે. અર્થાત્ લગભગ ભોગદૃષ્ટિવાળા સર્વે પણ સંસારી જીવો તેની હત્યા કરે છે. માત્ર એક જ વ્યક્તિ કે જે તત્ત્વદૃષ્ટિવાળો છે તે જ આવા દુઃખી જીવો ઉપર દયા કરે છે, જયણા પાળે છે. તેની હિંસાનો ત્યાગ કરે છે. આ ખીલેલી વનસ્પતિનો ઉપભોગ કરનારા ઘણા જીવો છે, તેની સુરક્ષા કરનારો કોઈ એક જીવ માત્ર જ છે. આ પ્રમાણે કહીને વધારે વધારે ઉત્પન્ન થયો છે સંવેગ-નિર્વેદ અને વૈરાગ્યનો પરિણામ જેમને એવા આ આચાર્યમહારાજા આગળ આગળ ચાલ્યા. ત્યાંથી વિહાર કર્યો, તેમની સાથેના તે નિર્ઝન્થમુનિઓ પણ જ્ઞાન, જ્ઞાની, જ્ઞાનનાં સાધનોની આશાતના આદિ જ્ઞાનાવરણીયાદિ કર્મના બંધનમાં જે જે કારણો છે તેને ચિંતવતા અને તે કારણોની દુર્ગછા કરતા છતા “આ એકેન્દ્રિય જીવોએ પૂર્વભવોમાં કેવી કેવી આશાતનાઓ કરી કરીને કર્મો બાંધ્યાં છે? જે હાલ ઉદયથી ભોગવી રહ્યા છે” તેના જ કારણે દીન, દુઃખી, અત્રાણ અને અશરણ બન્યા છે. આવી આવી વિચારણા કરતા અને જ્ઞાનાદિની આશાતના રૂપ બંધનાં કારણોની દુર્ગછા-નિંદા કરતા છતા તે મુનિઓ પણ આગળ આગળ વિહાર કરે છે.
તથા તે નિર્ચન્દમુનિઓ મનમાં આવા પણ વિચારો કરે છે કે અહાહા ! આ સંસારમાં કોઈ વિશિષ્ટ તત્ત્વજ્ઞ જેવો દેખાતા નથી, લગભગ બધા જ જીવો મોહાન્ધ થયા છતા દીન દુઃખી જ દેખાય છે. એક આત્મા બીજા આત્માને હણે છે. મોહ-મદિરામાં મસ્ત થઈને નિરંતર પોતાના આત્માના ગુણોનો નાશ કરે છે. રમણીય દેખાતા એવા પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં રમે છે અને મુક્તિ અપાવનારા, સંસારસાગરથી તારનારા એવા જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ આત્મગુણોનો ત્યાગ કરે છે. આ ઘણા જ દુઃખની વાત છે તથા દયાપાત્ર આ જીવો છે. આવા આવા વિચારો કરતા કરતા આગળ જાય છે. ત્યાં એક મહાનગર (મોટું શહેર) આવ્યું.
આ શહેરમાં આજે કોઈ લગ્નાદિના ઉત્સવનો પ્રસંગ છે. તેના કારણે સર્વત્ર સુંદર, મનોહર શોભા-શણગારથી નગરને શોભાવવામાં આવ્યું છે. અનેક પ્રકારનાં સંગીત ગવાઈ
Page #102
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તત્ત્વદૃષ્ટિઅષ્ટક – ૧૯
૫૫૯
રહ્યાં છે. વાજિંત્રો વગાડાઈ રહ્યાં છે. તેના અવાજથી આજે આ નગર મોહાન્ધ એવા મૂઢ જીવોને રમણીય-મનોહર લાગે તેવું બન્યું છે. લગ્ન આદિ વિશિષ્ટ પ્રસંગના કારણે ચારે તરફ એટલી બધી શોભા કરી છે કે જાણે આજે આ નગર એક દેવલોક સમાન બની ગયું હોય એવી દેવલોકની શોભાને ધારણ કરનારું આ શહેર મનોહર-૨મણીય હોય એવું રાગી જીવોને દેખાય છે. તે નગર તરફ આચાર્ય મહારાજ તથા અન્ય નિર્પ્રન્થ મુનિઓ આવ્યા. આ નગરની શોભા–સુંદરતા આદિ જોઈને તે આચાર્યશ્રી શ્રમણ-નિર્પ્રન્થ મુનિઓને આવા પ્રકારનો ઉપદેશ આપે છે
-
भो भो निग्गंथा ! अज्जं एयम्मि नयरे मोहधाडी निवडिया । तेण एए कहंति लोगा उच्छलंति भओविग्गा । ता अप्पाण न जुज्जई इत्थ पवेसो । मा घायविहलो हविज्जाहि । पासबद्धा लोगा अणुकंपणिज्जा, मोहसुरामत्ता नो उवएसजुग्गा । अग्गे निग्गच्छह । ता साहवो भांति चारु कहियं, मोहासयपुट्ठे विसयपत्ते खित्ते गम न जुज्जई । इय वेरागपरा विहरन्ति । तेणं आयसुहट्ठियाणं गामनगराई वेरग्गकारणं વકૃતિ રૂા
અરે અરે હે નિગ્રન્થમુનિઓ ! આજે આ નગરમાં (લોકોની લુંટફાટ કરવા માટે) મોહરાજાની ધાડ પડી છે. મોહરાજાનું સૈન્ય આજે આ ગામમાં તુટી પડ્યું છે. તે કારણથી જ આજે આ ગામના લોકો ભયથી થરથર કંપતા ઉદ્વેગ દશાને પામ્યા છતા ઘણા જ ઉછળે છે. ભાગાભાગ-કૂદાકૂદ કરે છે. (લગ્નમાં વરઘોડા આદિની અંદર જે નાચે છે તેને તત્ત્વજ્ઞ આચાર્યમહારાજશ્રી આ રીતે મોહની ધાડ પડી છે અને લોકો ભયથી કૂદાકૂદ કરે છે એમ ઘટાવે છે). ચારે તરફ મોહરાજા લોકોને ઘેરી વળ્યો છે. માટે આપણા લોકોને આ ગામમાં પ્રવેશ કરવો ઉચિત નથી. આપણામાંના કોઈ મુનિ મોહરાજાના ઘાતથી વિહ્નલ ન થઈ જાય તે માટે અર્થાત્ મોહરાજાના પંજામાં ફસાઈ ન જાય તેટલા માટે અહીં નગરપ્રવેશ કરવો ઉચિત નથી.
જેમ સરકારી કર્મચારીઓ (પોલીસો) ચોર-લૂંટારા-ખુની લોકોને હાથકડીથી બાંધીને લઈ જતા હોય અને મારતા હોય ત્યારે તે ગુન્હેગાર હોવાથી આપણે તેને છોડાવી શકતા પણ નથી અને માર ખાતા જોઈ શકતા પણ નથી. ફક્ત અનુકંપા માત્ર જ કરી શકીએ છીએ તે જ રીતે મોહરાજાની જાળથી બંધાયેલા અને આત્મતત્ત્વનું ભાન ભૂલી ગયેલા આ ગામના લોકો માત્ર અનુકંપા જ કરવા યોગ્ય છે. હાલ આ લોકો મોહરાજાએ પીવરાવેલી મદિરાના કેફથી મસ્ત છે. ભાન ભૂલેલા છે માટે ઉપદેશ પણ સાંભળે તેમ નથી તે કારણે ઉપદેશ આપવો પણ યોગ્ય નથી. આપણે આગળ ચાલીએ.
Page #103
--------------------------------------------------------------------------
________________
તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
શાનસાર
ગુરુજીએ જ્યારે ઉપર પ્રમાણે સમજાવ્યું ત્યારે હર્ષિત થયેલા સાધુમહાત્માઓ કહે છે કે - હે ગુરુજી ! બહુ જ સારું કર્યું, તમે બહુ જ સારું કર્યું, અમને ચેતવ્યા. જ્યાં મોહરાજાના આશયની પુષ્ટિ-વૃદ્ધિ થાય તેમ હોય તેવા ક્ષેત્રમાં તથા પાંચ ઈન્દ્રિયોના વિષયોથી અતિશય ભરેલું જે જે ક્ષેત્ર હોય તેવા ક્ષેત્રમાં સાધુ-સંતોએ ગમન કરવું ઉચિત નથી. આવું કહીને તે આચાર્યમહારાજશ્રી તથા નિર્પ્રન્થમુનિ પરિવાર વધારે વધારે વૈરાગ્યના રંગથી રંગાયા છતા પૃથ્વીતલ ઉપર વિહાર કરે છે. તે કારણથી સમજાશે કે આત્માના ગુણોના સુખમાં જે આત્માઓ સ્થિર થયા છે તે મહાત્માઓને ગામ, નગર, ઉદ્યાન આદિની શોભા પણ વૈરાગ્યનું જ કારણ બને છે.
૫૬૦
એકની એક વસ્તુ ઉપલક-દૃષ્ટિવાળાને સુખનું સાધન લાગે છે તે જ વસ્તુ તત્ત્વદૃષ્ટિવાળાને ઉપાધિમય અને દુઃખનું સાધન લાગે છે. જેમ સોનાનો હાર, હીરાની વીંટી કે રત્નજડિત મુગટ ઈત્યાદિ મોહકદ્રવ્યો ભોગી જીવને આનંદ અને સુખનું કારણ ભાસે છે એટલે જ તેનો સંગ્રહ કરે છે અને વધારે વધારે મેળવવા પ્રયત્નશીલ બને છે જ્યારે યોગી મહાત્માને આ સઘળું ય બંધન લાગે છે. કારણ કે તે વસ્તુઓ હોતે છતે સુખે સુવાય નહીં, નગરના રાજમાર્ગો ઉપર બેફીકરાઈથી નિર્ભયપણે નીકળાય નહીં, જ્યાં ત્યાં નિવાસ કરાય નહીં. મારી પાસે આટલી વસ્તુઓ છે એમ કોઈને કહેવાય નહીં, આટલી ભયભીતતા છતાં ચોર, લુંટારા, રાજા, સ્નેહીજનો લઈ જાય, પડાવી જાય ઈત્યાદિના કારણે આ વસ્તુઓ તત્ત્વદૃષ્ટિવાળા તે જીવને ઉપાધિરૂપે જ લાગે છે. દુઃખમાત્રનું જ સાધન લાગે છે. બાહ્યદૃષ્ટિમાં અને તત્ત્વદૃષ્ટિમાં આટલો મોટો આકાશ-પાતાલ જેટલો તફાવત છે. આ પ્રમાણે આત્મગુણોના સુખમાં લીન થયેલા આત્માને સાંસારિક સંપત્તિ રાગનું કારણ ન બનતાં વૈરાગ્યનું જ કારણ બને છે. ગા
बाह्यदृष्टेः सुधासार-घटिता भाति सुन्दरी । तत्त्वदृष्टेस्तु सा साक्षाद् - विण्मूत्रपिठरोदरा ॥४॥
ગાથાર્થ :- બાહ્યદૃષ્ટિવાળા જીવને જે સુંદરી અમૃતના સારથી ઘડાયેલી હોય તેવી મીઠી-સુખદાયી લાગે છે, પરંતુ તત્ત્વદૃષ્ટિવાળા જીવને તે જ સુંદરી સાક્ષાત્ વિષ્ટા-મૂત્ર અને હાડકાં (આદિ ગંદા-ગંદા પદાર્થો)નો ભંડારમાત્ર લાગે છે. II૪
ટીકા :- ‘“વાદ્યવૃિિત” વાદ્યછેઃ- સંસારવતસ્ય મુન્નરી-સ્ત્રી સુધામારઘટિતા भाति - अमृतमयी इव भाति । तदर्थमर्जयन्ति धनम् त्यजन्ति प्राणान्, मोहमत्ता मुञ्जादयोऽनेके। तु-पुनः तत्त्वदृष्टेः निर्मलानन्दात्मस्वरूपावलोकनदक्षस्य सा - सुन्दरी
Page #104
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક- ૧૯
૫૬૧ વિમૂત્રપિતરોરા મતિ | વિ-વિષ્ટ, મૂઢં-પ્રવVi, fપરસ્થિ, તેષામુવર - भाजनरूपा भाति । उक्तञ्च -
વિવેચન :- પહેલાંની ગાથામાં ગામ-ઉદ્યાનનું માધ્યમ બનાવીને બાહ્યદૃષ્ટિવાળા જીવમાં અને તત્ત્વદૃષ્ટિવાળા જીવમાં શું તફાવત હોય તે તફાવત સમજાવ્યો. હવે કોઈપણ એક રૂપાળી સ્ત્રીનું સ્ત્રીને આશ્રયી રૂપાળા કોઈ એક પુરુષનું) માધ્યમ કરીને બન્ને દૃષ્ટિવાળામાં શું તફાવત હોય છે, તે સમજાવે છે –
કોઈ એક સુંદર રૂપાળી રાજકુંવરીતુલ્ય અથવા દેવાંગના તુલ્ય સ્ત્રી છે (સ્ત્રીને આશ્રયી કોઈ રૂપવાન સુંદર પુરુષ છે). તેને બાહ્યદૃષ્ટિવાળા જીવો જાણે અમૃતની પુતળી હોય એમ ભોગસુખના સાધનરૂપે દેખે છે. તેને રાજી રાખવા, તેનું મન મનાવવા અનેક જાતની સેવા કરે છે. તેના માટે ધન-ઉપાર્જન વગેરે પણ કરે છે. તે સ્ત્રીસુખ માટે અનેક ઉપાયો અજમાવે છે. પ્રાણોનો પણ ત્યાગ કરે છે. અહીં ભોગસુખમાં આસક્ત બનીને મોહમાં ઘેલા બનેલા મુંજરાજા વગેરેનાં અનેક ઉદાહરણો પ્રસિદ્ધ છે. બાહ્યદૃષ્ટિવાળા જીવો શરીરની ચામડીનું ઉપર-ઉપરનું રૂપ માત્ર દેખીને ગાંડા-ઘેલા થઈ રાગી બને છે
પરંતુ તત્ત્વદષ્ટિવાળા જીવને આ જ સ્ત્રી (સ્ત્રીને આશ્રયી પુરુષ) વિણ, પ્રસ્ત્રવણ અને અસ્થિનો ભરેલો કોથળો જ છે આમ લાગે છે. વિ એટલે વિષ્ટા, મૂત્ર એટલે પ્રમ્રવણ (પેશાબ) અને પિટર એટલે અસ્થિ-હાડકાં આવી આવી અનેક અનેક ગંદી ગંદી વસ્તુઓથી ભરેલો આ ભંડાર છે, દુર્ગન્ધમય વસ્તુઓનો ઉકરડો જ છે, માત્ર ઉપર ઉપર મખમલ મઢેલું છે. તત્ત્વદષ્ટિવાળા જીવ આમ દેખે છે. આ તત્ત્વદૃષ્ટિવાળા જીવ કેવા છે? તેનું એક વિશેષણ લખીને કહે છે કે –
નિર્મળ અને આનંદદાયક અથવા નિર્મળ એવા આનંદને આપનાર એવું જે આત્મસ્વરૂપ છે તેનું જ માત્ર અવલોકન કરવામાં ચતુર અર્થાત્ નિરંતર નિર્મળ-આત્મસ્વરૂપના આનંદમાં જ રમણતા કરનારા આ તત્ત્વદષ્ટિ જીવો હોય છે. આ મહાત્માઓ સતત જ્ઞાનાદિ ગુણમય આત્મ-સ્વરૂપમાં જ લીનતાવાળા હોય છે. તે આત્માઓને ભોગો એ રોગો જ લાગે છે. ભોગનાં સાધનો તે બંધનમાત્ર લાગે છે. તેનાથી દૂર જ રહે છે. ભોગોની તુચ્છતા, અસારતા અને દુર્ગન્ધતા જ તેઓના મનમાં સદા રમતી હોય છે. અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે –
रसासृग्मांसमेदोऽस्थिमज्जाशुक्रान्त्रवर्चसाम् । अशुचीनां पदं कायः, शुचित्वं तस्य तत्कुतः ॥७२॥
(યોગશાસ્ત્ર પ્રાણ ૪, શ્નો ૭૨)
Page #105
--------------------------------------------------------------------------
________________
૫૬૨ તત્ત્વદૃષ્ટિઅષ્ટક- ૧૯
જ્ઞાનસાર वञ्चकत्वं नृशंसत्वं, चञ्चलत्वं कुशीलता । इति नैसर्गिका दोषा, यासां तासु रमेत कः ? ॥८४॥ भवस्य बीजं नरक-द्वारमार्गस्य दीपिका । शुचां कन्दः कलेर्मूलं, दुःखानां खानिरङ्गना ॥८७॥
(ગોપાશાસ્ત્ર પ્રાશ ૨, નોવ ૮૪-૮૭) अन्यशास्त्रेऽपि - कान्ताकनकसूत्रेण, वेष्टितं सकलं जगत् । तासु तेषु विरक्तो यो, द्विभुजः परमेश्वरः ॥१॥ इत्यादि तत्त्वज्ञस्य नारी मोहहेतुत्वाद् भवबीजरूपा भाति । ॥४॥
રસ (પ્રસવણ-પેશાબ), અચૂક રુધિર-લોહી), માંસ, મેદ (ચરબી), અસ્થિ (હાડકાં), મજ્જા, શુક્ર વીય) અન્ન (આંતરડાં) વર્ચસ્ (વિ) ઈત્યાદિ કેવળ અશુભ પદાર્થોનું જ સ્થાન કાયા છે. અર્થાત્ આ કાયા ઉપરોક્ત અશુભ પદાર્થોથી ભરેલી છે. તેથી તે કાયામાં પવિત્રતા ક્યાંથી હોય? અર્થાત્ ન જ હોય. (યોગશાસ્ત્ર પ્રકાશ ૪, શ્લોક ૭૨)
વંચકપણું (છેતરવાપણું) કુર-ઘાતકીપણું, ચંચલપણું, વ્યભિચારિપણું, આ દોષો જે સ્ત્રીઓમાં નૈસર્ગિક છે. (સ્વાભાવિક છે) તે સ્ત્રીઓમાં કોણ પ્રેમ કરે? અર્થાત્ કોઈ ન કરે.
અંગના (એટલે સ્ત્રી) એ સંસારનું બીજ છે. નરકના દરવાજાનો માર્ગ દેખાડનારી છે, શોક-અરતિ-ઉદ્વેગનું મૂલ છે, કજીયાનું પણ મૂલ છે અને દુઃખોની ખાણ છે.” (યોગશાસ્ત્ર પ્રકાશ ૨, શ્લોક ૮૪-૮૭)
અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે -
કાન્તા (સ્ત્રી) અને કનક (સુવર્ણ) આ બન્ને પદાર્થ રૂપી દોરા વડે સકલ જગતુ. વીંટાયેલું છે. તેથી તે સ્ત્રીઓમાં અને તે કનકમાં જે પુરુષ રંગાતો નથી તે જ દ્વિભુજ (મનુષ્ય) સાચો પરમેશ્વર છે.
ઈત્યાદિ અનેક શાસ્ત્રોના પાઠોના વિધાનથી સમજાય છે કે તત્ત્વજ્ઞ પુરુષને નારી મોહહેતુ હોવાથી સંસારની વૃદ્ધિનું બીજ લાગે છે (એ જ પ્રમાણે તત્ત્વજ્ઞાની સ્ત્રીને પુરુષ મોહહેતુ હોવાથી સંસારની વૃદ્ધિનું બીજ લાગે છે. ઉપરની સઘળી હકિકત સ્ત્રીને આશ્રયી પુરુષમાં પણ સમજવી.) જા.
Page #106
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૬૩ પુન: ૩પવાતિ - लावण्यलहरीपुण्यं, वपुः पश्यति बाह्यदृग् । तत्त्वदृष्टिः श्वकाकानां, भक्ष्यं कृमिकुलाकुलम् ॥५॥
ગાથાર્થ - બાહ્યદૃષ્ટિવાળો પુરુષ આ શરીરને લાવણ્યની (કાન્તિની) રેખાઓ વડે અતિશય પવિત્ર સમજે છે. પરંતુ તત્ત્વદૃષ્ટિવાળો પુરુષ કીડાઓના સમૂહથી ભરપૂર ભરેલું અને કુતરા તથા કાગડા (આદિ માંસાહારી પ્રાણીઓ)નું ભક્ષ્યમાત્ર છે આમ સમજે છે. I/પા.
ટીકા :- “ત્નાવતિ" વાઈ-સ્તોવાનુમતષ્ઠિ: વપુ:-શરીર તાવળ્યलहरीपुण्यं-सौन्दर्यलहरीपवित्रं पश्यति । तत्त्वदृष्टिः-सम्यग्ज्ञानी तत्तु श्वकाकानांश्वानकाकानां भक्ष्यं पश्यति, कृमिकुलाकुलं पश्यति-कृमिमयं पश्यति । उक्तञ्च -
नवस्त्रोतः स्रवद्विस्त्र-रसनिःस्यन्दपिच्छिले । देहेऽपि शौचसङ्कल्पो, महन्मोहविजृम्भितम् ॥७३॥
(યોગશાસ્ત્ર પ્રકાશ ૪, શ્લોક ૭૩) अतः कर्मोपाधिजं शरीरमहितं बन्धहेतुत्वात्, तत्र रागाभाव एव वरम् ॥५॥
વિવેચન - ત્રીજી ગાથામાં ગ્રામ-ઉદ્યાનાદિ બાહ્ય સંપત્તિ અને ચોથી ગાથામાં સ્ત્રી, અસાર છે, તુચ્છ છે, કર્મબંધહેતુ છે અને રાગાદિ મોહનો હેતુ છે એમ સમજાવીને બને દષ્ટિવાળામાં તે તે વસ્તુ નિરખવામાં કેવો ભેદ છે? તે સમજાવ્યું. હવે એ જ પ્રમાણે બને દષ્ટિવાળા પુરુષો શરીરને કેવા સ્વભાવવાળું દેખે છે તે સમજાવે છે.
બાહ્યદૃષ્ટિવાળા પુરુષ આ શરીરના લાવણ્ય-તેજ કાન્તિને જ વધારે દેખે છે. કારણ કે તે ચક્ષુરિન્દ્રિયથી ગ્રાહ્ય છે. એટલે તેને આ લાવણ્યની લહરીઓ જ દેખાય છે અને તેથી શરીર અતિશય પવિત્ર છે આમ લાગે છે. સુંદરતાની જે લહરીઓ, તેનાથી પવિત્ર આ શરીર છે એમ દેખાય છે, પરંતુ તત્ત્વદષ્ટિવાળા પુરુષને એટલે કે સમ્યજ્ઞાની આત્માને તે જ શરીર કુતરા અને કાગડાને ખાવા લાયક છે આમ દેખાય છે. કારણ કે માણસનો આત્મા મૃત્યુ પામ્યા પછી જો આ શરીરનો અગ્નિસંસ્કાર કરવામાં ન આવે તો કુતરા, કાગડા વગેરે પશુ-પક્ષીઓનું ભક્ષ્ય જ બને છે. તથા કરમીયા અને કીડાઓ વગેરે જીવાતના સમૂહથી ભરપૂર ભરેલું છે. શરીરના રુધિરાદિ એકે એક પદાર્થમાં જીવાત છે અને મૃત્યુ બાદ જો.
Page #107
--------------------------------------------------------------------------
________________
પ૬૪ તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
જ્ઞાનસાર શરીરને વધારે વખત રાખવામાં આવે તો અવશ્ય તેમાં કીડા આદિ જીવાત થાય જ છે. બાહ્યદૃષ્ટિવાળાને તે શરીરની બાહ્ય સુંદરતા જ માત્ર દેખાય છે. જ્યારે તત્ત્વદૃષ્ટિવાળાને શરીરનું વાસ્તવિક, વર્તમાન અને ભાવિ સ્વરૂપ દેખાય છે. દેખવા-દેખવામાં જ મોટો તફાવત છે. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે –
નવ છિદ્રોથી વહેતા દુર્ગન્ધી રસ (પ્રવાહી પદાર્થ) ના પ્રવાહથી વ્યાપ્ત એવા આ શરીરમાં પવિત્રતાની બુદ્ધિ રાખવી એ મહા-મોહનો વિલાસ છે. આ રીતે વિચારણા કરતાં કર્મની ઉપાધિથી પ્રાપ્ત થયેલું આ શરીર આત્માને નિયમો અહિતકારી છે, કર્મબંધનો હેતુ હોવાથી ત્યાં રાગ કરવો હિતાવહ નથી માટે રાગનો અભાવ જ કરવો, રાગનો ત્યાગ કરવો. પા.
गजाश्वैर्भूपभु( भ )वनं, विस्मयाय बहिर्देशः । तत्राश्वेभवनात्कोऽपि भेदस्तत्त्वदृशस्तु न ॥६॥
ગાથાર્થ :- બાહ્યદૃષ્ટિ આત્માને હાથી, ઘોડા વગેરે સંપત્તિ વડે રાજભવન આશ્ચર્ય ઉપજાવે તેવું લાગે છે જ્યારે તત્ત્વદષ્ટિ આત્માને આ જ રાજભવનમાં અને હાથી, ઘોડાવાળા જંગલમાં કંઈ ફરક દેખાતો નથી. અર્થાત્ રાજભવન પણ જંગલ તુલ્ય ભાસે છે. દા
ટીકા :- “નાઍનૂપ” રૂતિ વદિશ:-દિઃ નરી ભૂપમવનં-7પપૃદમ, गजाश्वैः-वारणाश्वगणैर्व्याप्तं विस्मयाय आश्चर्याय भवति । तत्त्वदृशः-तत्त्वज्ञानिनः तत्र राजमन्दिरे-अश्वेभवनात्-करितुरगवनात् कोऽपि भेदो न । अनन्तज्ञानानन्दाद्वैतात्मानुभवरक्ता (जीवा) वनं नगरतुल्यं जानन्ति ॥६॥
વિવેચન - ગ્રામ, આરામાદિ, સુંદરી અને શરીર ભોગી જીવને કેવાં લાગે? અને યોગી જીવને કેવાં લાગે ? તે સમજાવીને હવે “રાજભવન” ભોગીને અને યોગીને કેવું લાગે? તે સમજાવે છે. આ કાલે રાજભવનમાં રંગ-બેરંગી કિંમતી કારો કરતી હોય છે. તેનાથી રાજભવન દર્શનીય હોય છે. પ્રાચીનકાળમાં રાજાઓને ત્યાં હાથી-ઘોડા વધારે પ્રમાણમાં રહેતા એટલે બહિદૃષ્ટિવાળા જીવને રાજાનું ભવન-હાથી અને ઘોડા વગેરે બાહ્ય સામગ્રી વડે આશ્ચર્યકારી લાગતું, આ રાજાને કેટલા બધા હાથી છે? કેવા કેવા હાથી છે? કેટલા બધા ૧. અહીં પુસ્તકમાં અને પ્રતમાં વર્ન નકારતુત્ય નાના પાઠ દેખાય છે. તેથી તેની સંગતિ થાય તેવો
અર્થ કરેલ છે. પરંતુ ઉપરની ચર્ચા જોતાં નારં વનતુત્યં નાનન્તિ હોવું જોઈએ એમ મને લાગે છે. કારણ કે હાથી ઘોડા ઘણા હોવાથી આ નગર અને જંગલ તુલ્ય જ છે આમ તત્ત્વજ્ઞજીવને જણાય છે. આ અર્થ વધારે સંગત લાગે છે છતાં તત્ત્વ કેવલિગમ્ય છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તત્ત્વદૃષ્ટિઅષ્ટક – ૧૯
૫૬૫
ઘોડા છે ? કેવા કેવા દેશ-વિશેષના ઘોડા છે ? ઘડીવાર આ જીવ જોવા માટે પુતળાની જેમ સ્થિર થઈ જતો. એટલું બધું દર્શનીય રાજભવન બહિષ્ટિ જીવને લાગતું, મનમાં ઘણું આશ્ચર્ય થાય કે આ કેટલો મોટો રાજા છે કે જેના ભવનમાં ઘણા હાથી-ઘોડા છે અને દેશવિદેશના પ્રખ્યાત હાથી-ઘોડા છે.
પરંતુ જ્યારે તત્ત્વદૃષ્ટિવાળો આત્મા આ જ રાજભવનને દેખે છે, ત્યારે તે તત્ત્વજ્ઞાની મહાત્માને આ જ રાજભવનમાં હાથી-ઘોડાવાળા જંગલથી કોઈ વિશેષતા-ભિન્નતા દેખાતી નથી. અર્થાત્ આ રાજભવન પણ હાથી-ઘોડાવાળું જંગલ માત્ર જ છે, અરણ્ય જ છે, આમ દેખાય છે. કારણ કે ઘણા ઘણા અને જુદી જુદી જાતના હાથી-ઘોડા જંગલોમાં જ હોય છે. એક વ્યક્તિ જ્યારે રાજભવનમાં જાય છે ત્યારે જોતો જ રહે છે, જોતો જ રહે છે. ત્યાંની સંપત્તિ તેને આશ્ચર્ય ઉપજાવે છે. જોઈ જોઈને મનમાં મલકાય છે, જ્યારે બીજી વ્યક્તિ આ રાજભવનને એક ગાઢ અરણ્યતુલ્ય દેખે છે. આમ તુલના કરે છે. તેને આ સંપત્તિ જોઈને કંઈ આશ્ચર્ય થતું નથી. આવા પ્રકારના હાથી-ઘોડા તો જંગલમાં પણ ઘણા હોય છે. હાથીઘોડા કે પૌદ્ગલિક સજાવટ હોય તેથી શું વિશેષતા ? કંઈ જ નહીં. તે યોગીને આવી રાજભવનની વિશેષતા જોઈને કોઈ પણ જાતનું આશ્ચર્ય થતું નથી.
બહિર્દષ્ટિવાળા પૌદ્ગલિક અને બાહ્ય સંપત્તિ જોઈને આશ્ચર્યમુગ્ધ બને છે જ્યારે તત્ત્વદૃષ્ટિવાળા આત્માઓ આ બાહ્યસંપત્તિને જોઈને વૈરાગ્યવાળા બને છે અને ઉદાસીન ભાવમાં વર્તે છે. સામાન્યથી લોકો નગરમાં આનંદ માણે, ઉંચાં ઉંચાં મકાનો, વિશાળ રસ્તાઓ, જનમેદની, શોભાયમાન દુકાનો ઈત્યાદિ જોઈને બહિર્દ્રષ્ટિ જીવ આશ્ચર્ય અનુભવે છે. તેવી જ રીતે અનંત જ્ઞાનના આનંદમાં જ એક મસ્તીવાળા, આત્માના ગુણોના અનુભવમાં જ રક્ત એવા મહાત્માઓને વન એ જ નગરતુલ્ય લાગે છે. નગરમાં રહેવાનો જેટલો આનંદ પ્રવર્તે તેના કરતા અનેકગણો આનંદ આવા મહાત્માઓને અરણ્યમાં વસવામાં થાય છે. કારણ કે ત્યાં આત્મતત્ત્વના ચિંતન-મનનમાં કોઈ જ વ્યાઘાત નહીં, સ્વાનુભવના આનંદની ક્ષણો માણવવા માટે વન એ નગરતુલ્ય લાગે છે. IIII
भस्मना केशलोचेन, वपुर्धृतमलेन वा ।
महान्तं बाह्यदृग् वेत्ति, चित्साम्राज्येन तत्त्ववित् ॥७॥
ગાથાર્થ :- બાહ્યદૃષ્ટિવાળો આત્મા રાખ ચોપડવા વડે, માથાના કેશનો લોચ કરવા વડે અથવા શરીર ઉપર મેલ ધારણ કરવા વડે “(પોતાને) મહાન” સમજે છે અને તત્ત્વદૃષ્ટિવાળો આત્મા જ્ઞાનસંપત્તિ વડે “મહાનપણું” સમજે છે. IIના
Page #109
--------------------------------------------------------------------------
________________
૫૬૬ તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
જ્ઞાનસાર ટીકા :- મતિ-વીદિા–વીદષ્ટિ મના શત્નોન-શાબેન વપુષાशरीरेण धृतो मलो येन, तेन महत्त्वं-साधुत्वं आचार्यत्वं वेत्ति । महत्त्वस्वरूपापरिज्ञानी जानाति । तत्त्ववित्-तत्त्वज्ञानी अरूपात्मस्वरूपावबोधी चित्साम्राज्येन-ज्ञानसाम्राज्येन ज्ञानपूर्णत्वेन रत्नत्रयीपरिणमनेन शुद्धाखण्डानन्दसाधन- प्रवृत्त्या स्वगुणप्राग्भावेन महान्तं वेत्ति-जानाति । उक्तञ्च षोडशके -
વિવેચન :- બાહ્યદૃષ્ટિવાળો પુરુષ અને તત્ત્વદૃષ્ટિવાળો પુરુષ આ જગતને કઈ રીતે દેખે છે ? કેવા ભાવે તેનું મૂલ્યાંકન કરે છે આ વાત ગ્રંથકાર સમજાવી રહ્યા છે. ગ્રામઆરામાદિની વાત સમજાવીને હવે “આત્માની મહત્તા-મહાત્માપણું” બન્ને દૃષ્ટિવાળા ક્યાં સમજે છે? બન્નેને સમજવામાં કેટલું અંતર છે તે સમજાવે છે.
બાહ્યદૃષ્ટિવાળા આત્માઓ પોતાનામાં અથવા અન્ય જે જે વ્યક્તિમાં ભસ્મ-કેશલોચમલધારણતા દેખાય તેને જ “મહાન” છે આમ માની લે છે. ભસ્મ એટલે શરીરે રાખ લગાવવી, ભભૂતિ ચોપડવી, કેશલોચ કરવા એટલે માથા ઉપરના તથા દાઢી-મૂછના વાળ હાથથી ખેંચવા (અથવા દાઢી-મૂછ અને માથાના વાળ વધારવા), શરીરમાં સ્નાનાદિ ન કરવાના કારણે ઘણો મેલ ધારણ કરવો અથવા વધારે મેલાં કપડાં રાખવાં, પગપાળા ઉગ્ર વિહારાદિ કરવા, આવા આવા બાહ્ય આચારો વડે પોતાની જાતને અથવા અન્યમાં પણ જ્યાં
જ્યાં આવા બાહ્યભાવો દેખાય તેને જ “આ સાધુ છે”, “આ આચાર્ય છે”, “આ મહાત્મા પુરુષ છે” આમ માની લે છે. “મહાન” કોને કહેવાય? તેના સ્વરૂપને ન જાણતો અજ્ઞાની આ જીવ તેનો જ ભક્ત બની જાય છે. પરંતુ આ બધું બાહ્ય છે. ભસ્માદિ લગાવ્યા હોય પણ આત્મા જ્ઞાની, વિવેકી, સંયમી, ગુણીયલ જો ન હોય તો શું કામનું? માટે તત્ત્વદૃષ્ટિ આત્મા આવા બાહ્યભાવોથી અંજાતો નથી.
તત્ત્વદૃષ્ટિવાળો આત્મા તો અરૂપી એવું જે આત્માનું સ્વરૂપ છે. તેને જ જાણવામાં આનંદ-મસ્તીવાળો છે, તેથી તેમાં આનંદ માણે છે. પરંતુ આવા પ્રકારની બાહ્યસાધુતા માત્ર વડે “મહાત્મતા” માનતો નથી, પોતાનામાં અથવા અન્ય જે કોઈ આત્મામાં જ્ઞાનનું સામ્રાજ્ય વર્તતું હોય, વિશાળ એવું આત્મજ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે, જે જે આત્માઓ શાસ્ત્રીય જ્ઞાનાદિથી અત્યન્ત પૂર્ણ છે. જ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયીના પરિણમનવાળા છે. શુદ્ધ અને અખંડ એવા આત્મગુણોના આનંદને સાધવામાં પ્રવૃત્તિવાળા છે. પોતાના ગુણોનો પ્રાદુર્ભાવ જેણે કર્યો છે તેને જ “મહાત્મા” માને છે.
જે કાગળના ગુલાબમાં સુગંધ ન હોય, માત્ર કાગળની પાંખડીઓ જ હોય, તેને સુગંધી પુષ્પ કોણ માને ? તેમ જેના જીવનમાં વિશિષ્ટ જ્ઞાનદશા, જ્ઞાનની પૂર્ણતા, રત્નત્રયીની
Page #110
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૬૭
પરિણતિ, શુદ્ધ-અખંડ આત્મગુણોનો આનંદ, આત્મગુણોની સાધના અને આત્મગુણોનો આવિર્ભાવ ન હોય તે શરીરે રાખ લગાવે. કેશલોચ કરે કે શરીરે મેલ ધારણ કરે, તેનાથી તે મહાત્મા કેમ કહેવાય ? આવું તત્ત્વદૃષ્ટિ આત્મા સમજે છે. બાહ્ય-દૃષ્ટિવાળો બાહ્યસાધુતા માત્ર દેખીને આ સાધુ છે, આ મહાત્મા છે આમ માની લે છે. પણ તત્ત્વદૃષ્ટિવાળો આત્મા આમ માનતો નથી. તે તો ગુણોના પ્રાકટ્ય વડે જ ગુણીને મહાન માને છે. આ બાબતમાં શ્રી હરિભદ્રસૂરિજીએ ષોડશક નામના પ્રકરણમાં કહ્યું છે કે
-
बालः पश्यति लिङ्गं, मध्यमवृत्तिः विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः, परीक्षते सर्वयत्नेन ॥१-२॥ श्री उत्तराध्ययनेऽपि
ण वि मुंडिएण समणो, ण औंकारेण बंभणो । ण मुणी रण्णवासेणं, कुसचीरेण ण तावसो ॥२९॥ समयाए समणो होइ, बंभचेरेण बंभणो । नाणेण य मुणी होइ, तवेण होई तावसो ॥३०॥
( ઉત્તરાધ્યયન અધ્ય-૨, řો રૂ, ૩૨) ‘આત્મા સામાયિર્થ મવતિ' નૃત્યર્િ વ્યાવ્યાયામ્ । ( માવતી, શત-૨, उद्देश - ९, सूत्र - ७६ ) अतः आत्मज्ञानरमणविश्रामानुभवलीना अदीना मुनयो भवन्ति ॥७॥
બાલજીવો સાધુના બાહ્યલિંગને (સાધુના વેષમાત્રને) દેખે છે. સાધુનો વેષ ધારણ કરેલો જોઈને આ સાધુ છે એમ માની લે છે. મધ્યમ દૃષ્ટિવાળો પુરુષ સાધુના આચારને દેખે છે. સાધુના આચારો પાળનારાને સાધુ માને છે. પરંતુ પંડિતપુરુષ તો સર્વ પ્રકારના પ્રયત્નો કરવા દ્વારા જે આત્મામાં આગમતત્ત્વનું વિશાલ જ્ઞાન જણાય છે તેને જ સાધુ માને છે. અર્થાત્ તત્ત્વદૃષ્ટિવાળા જીવો ગુણો વડે ગુણીની મહત્તા આંકે છે. બાહ્ય ભપકા માત્ર વડે મહત્તા આંકતા નથી. આ પ્રમાણે પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી કૃત ષોડશક પ્રકરણની ૧-૨ ગાથામાં કહ્યું છે.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ કહ્યું છે કે (૧) માથાના મુંડનમાત્ર વડે શ્રમણ કહેવાતા નથી. (૨) ઔંકાર–આઁકારના જાપ માત્ર વડે બ્રાહ્મણ કહેવાતા નથી. (૩) અરણ્યમાં વસવાટ કરે તેટલા માત્રથી મુનિ કહેવાતા નથી અને (૪) ઘાસનાં વસ્ત્રો ધારણ કરે તેટલા માત્રથી કંઈ તાપસ કહેવાતા નથી.
Page #111
--------------------------------------------------------------------------
________________
તત્ત્વદષ્ટિઅષ્ટક – ૧૯
શાનસાર
પરંતુ (૧) સમતાગુણ પ્રાપ્ત કરવાથી શ્રમણ કહેવાય છે. (૨) બ્રહ્મચર્ય ગુણ વડે બ્રાહ્મણ કહેવાય છે. (૩) જ્ઞાનગુણની પ્રાપ્તિ વડે મુનિ કહેવાય છે અને (૪) તપગુણ વડે તાપસ કહેવાય છે. આમ બાહ્મષ્ટિ જીવ બાહ્ય આચાર માત્ર વડે મહત્તા માની લે છે, પણ તત્ત્વદૃષ્ટિવાળો આત્મા અંદરના ગુણો પ્રગટ થવાથી મહત્તા માને છે. આટલો બન્ને દૃષ્ટિવાળામાં તફાવત છે.
૫૬૮
વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી) સૂત્રમાં પણ આત્મા પોતે જ સમભાવવાળો હોય તેને સામાયિક કહેવાય છે. આમ કહ્યું છે.
ઉપરના શ્લોકોના મર્મ સમજવાથી સમજાશે કે આત્માના જ્ઞાનગુણની રમણતામાં જ વિશ્રાન્તિનો અનુભવ કરતા તથા તેમાં જ લયલીન બનેલા અને દીનતા વિનાના મુનિપુરુષો હોય છે. જેને પૌદ્ગલિક ભાવોની અપેક્ષા હોય છે તે જ દીનતાવાળા હોય છે. પોતાના ગુણોમાં રમણતાના આનંદી જીવો ક્યારેય કોઈની પાસે દીનતા રાખતા નથી. સદા તેજસ્વી અને ગૌરવશાળી હોય છે. III
न विकाराय विश्वस्योपकारायैव निर्मिताः ।
स्फुरत्कारुण्यपीयूष-वृष्टयस्तत्त्वदृष्टयः ॥८॥
ગાથાર્થ :- સ્ફુરાયમાન એવી કરુણા રૂપી અમૃતની વૃષ્ટિ જેમાંથી વરસી રહી છે તેવા તત્ત્વદૃષ્ટિવાળા જીવો વિશ્વનો ઉપકાર કરવા માટે જ નિર્માણ કરાયા છે પણ વિકાર માટે કરાયા નથી. ॥૮॥
ટીકા :– “ન વિજ્રારાય'' કૃતિ આચાર્યે:-ગુરુભિઃ પ્રદ્દળસેવનશિક્ષાવાનેન सूक्ष्मागमरहस्यशिक्षणेन यैः पाठकैः तत्त्वदृष्टयः पुरुषाः निर्मिताः - निष्पादिताः, विकाराय न- रागद्वेषोपाधिविवृद्धये न, किन्तु विश्वस्य- त्रिभुवनस्य उपकाराय= सदुपदेशदानशुद्धतत्त्वोपलम्भाद्युपकाराय निर्मिता इति भावना । यथाऽनादिमिथ्यात्वासंयमग्रस्तानां वयं निर्यामकाः तथाऽन्येऽपि यथार्थभावनदक्षा उपकाराय भविष्यन्ति तेन एभ्यः श्रुतरहस्यं दातव्यम् ।
વિવેચન :- બાહ્યદૃષ્ટિ મોહઘેલી છે. અનાદિકાલથી ભૂતપ્રેતની જેમ આ જીવને વળગેલી છે, જેમ શરીરમાં ભૂતનો પ્રવેશ હોય તો તે જીવ ગાંડું ઘેલું વિવેકશૂન્ય વર્તન કરે, તેમ આ આત્મામાં પણ પરપુદ્ગલદ્રવ્ય અને પરજીવદ્રવ્ય ઉપર રાગ-આસક્તિ કરવા રૂપ મોહનું ભૂત પ્રવેશેલું છે. તેથી આ આત્મા શુદ્ધ આત્મદશાનો વિવેક ભૂલી ગયો છે અને
Page #112
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૬૯
વિવેકશૂન્ય બનીને આત્માથી પર એવાં પુદ્ગલાદિ દ્રવ્યમાત્રને જોઈને ચમત્કાર પામે છે. આવા બાહ્યદૃષ્ટિ જીવોની બાહ્યદૃષ્ટિ દૂર કરીને તેને જ તત્ત્વદૃષ્ટિવાળા બનાવવાનું કામ ગુરુભગવંતો કરે છે, નિરંતર સંવેગ-નિર્વેદવર્ધક વૈરાગ્યવાહી દેશના આપવા દ્વારા નિશ્ચયદૃષ્ટિ ખોલવાનો ગુરુ ભગવંતો સતત પ્રયાસ કરે છે. તેનાથી જીવો તત્ત્વદૃષ્ટિવાળા બને છે.
ગુરુભગવંતો શિષ્યોને દીક્ષા આપ્યા પછી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આપે છે. અર્થ સાથે સૂત્રો કંઠસ્થ કરાવે તે ગ્રહણશિક્ષા અને તે સૂત્રોને અનુસારે આચરણ કરાવે તે આસેવનશિક્ષા. ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આપવા દ્વારા સુશિક્ષિત બનેલા તે શિષ્યોને સૂક્ષ્મ સૂક્ષ્મ એવાં આગમશાસ્રોનાં રહસ્યો ભણાવે. આવા પ્રકારનું વિધિપૂર્વકનું શાસ્ત્રીય જ્ઞાન આપવા દ્વારા પાઠકપુરુષો-ગુરુભગવંતો તત્ત્વદૃષ્ટિવાળા પુરુષોનું નિર્માણ કરે છે. ભોગદૃષ્ટિવાળા પુરુષોને યોગદૃષ્ટિવાળા બનાવે છે. બાહ્યદૃષ્ટિવાળાને તત્ત્વદૃષ્ટિવાળા બનાવે છે. ગુરુભગવંતો બાહ્યદૃષ્ટિવાળા જીવોની બાહ્યદૃષ્ટિતાનો નાશ કરીને તત્ત્વદૃષ્ટિવાળા જે બનાવે છે તેની પાછળ તેઓના હૃદયમાં મુખ્ય એક જ કારણ છે કે તેઓ ક્યારેય વિકાર ન પામે (મોહાન્ય થઈને સંસારમાં ન રખડે અને સમસ્ત વિશ્વનો ઉપકાર કરે).
વિશિષ્ટ ગુરુભગવંતો પાસે જે શિષ્યો તત્ત્વદૃષ્ટિવાળા બને છે તે રાગ અને દ્વેષ રૂપ ઉપાધિની વિશેષ વૃદ્ધિ માટે નહીં, પરંતુ સમસ્ત એવાં જે ત્રણે ભુવન છે તેમાં રહેનારા સર્વ જીવોનો ઉપકાર કેમ થાય ? એવા પ્રકારનો સદુપદેશ આપી શકે અને શુદ્ધ એવા આત્મતત્ત્વનો બોધ કરાવી શકે આવા પ્રકારનો ઉપકાર કરવા માટે જ આવા તત્ત્વષ્ટિવાળા જીવોને ગુરુભગવંતો તૈયાર કરે છે.
ગુરુભગવંતો મનમાં આવો વિચાર કરે છે કે અનાદિકાલથી મિથ્યાત્વ, અસંયમ અને કષાયાદિ રૂપ ભૂત-પ્રેતથી ગ્રસ્ત થયેલા અને તેનાથી પીડાતા જીવોને સાચું શાસ્ત્રજ્ઞાન આપીને ગ્રહણ-આસેવન શિક્ષારૂપ ઔષધ આપવા દ્વારા અમે તેઓના નિર્યામક બન્યા છીએ, તેથી અમારી પાછળ અન્ય શિષ્યો પણ યથાર્થ એવી તત્ત્વભાવનામાં દક્ષ બનીને ભવિષ્યમાં પરનો અને પોતાનો ઉપકાર કરનારા થાય તે માટે અમારે તે શિષ્યોને આવા પ્રકારનું સૂક્ષ્મ સૂક્ષ્મ આગમનું રહસ્ય આપવું જોઈએ. એમ સમજીને ગુરુભગવંતો શિષ્યોને શાસ્ત્ર વાચના દ્વારા, ગ્રહણ-આસેવન શિક્ષા દ્વારા અને આગમનાં સૂક્ષ્મ રહસ્યો સમજાવવા દ્વારા નિર્વિકારી બનાવવા માટે અને વિશ્વનો ઉપકાર કરનારા બને તે માટે આવા તત્ત્વદૃષ્ટિવાળા જીવોનું નિર્માણ કરે છે. શિષ્યાને નિરંતર ધર્મદેશનાની વાચના આપવી એ જ ગુરુ ભગવંતોનું કાર્ય છે. ઉપકાર કરવો એ જ જીવનનું શ્રેષ્ઠ સાધ્ય છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
પ૭૦
तत्वहष्ट
-१९
જ્ઞાનસાર
उक्तञ्च विधिप्रपायाम् -
निज्जामउ भवण्णवतारणसद्धम्मजाणवत्तंमि । मोक्खपहसत्थवाहो, अन्नाणंधाण चक्खू य ॥१॥ अत्ताणाणं ताणं, नाहो अणाहाण भव्वसत्ताणं । तेण तुमं सप्पुरिस, गुरुअगच्छभारे नियुत्तोऽसि ॥२॥
(आयरियपयट्ठावणविही २९, गाथा-१-२) भदं बहुस्सुयाणं, बहुजणसंदेहपुच्छणिज्जाणं । उज्जोइयभुवणाणं, खीणमि वि केवलमयंके ॥५०६॥
(भवभावनाप्रकरण गाथा ५०६) श्रीबहुश्रुताध्ययने - समुद्दगम्भीरसमा दुरासया, अचक्किया केणइ दुप्पहंसया । सुयस्स पुण्णा विउलस्स ताइणो, खवित्तु कम्मं गइमुत्तमं गया ।
(उत्तराध्ययन, अ०-११, गाथा-३१) इति तत्त्वदृष्टित्वं हितम्, न तु अनेकशास्त्रव्यायामे बहुश्रुतत्वम्, निश्चितसमयज्ञो बहुश्रुतः । उक्तञ्च सन्मतौ -
जो हेउवायपक्खम्मि, हेउओ आगमे य आगमिओ । ससमयपण्णवओ सो, सिद्धंतविराहओ अन्नो ॥४५॥
(सन्मतितर्क, काण्ड ३, गाथा ४५) વિધિપ્રપા નામના ગ્રન્થમાં કહ્યું છે કે – હે સન્દુરુષ ! તમે સંસારરૂપી સાગરમાંથી તારનારા એવા સધર્મ રૂપી યાનપાત્રના નિર્ધામક (નાવિક) તુલ્ય છો, મોક્ષમાર્ગના સાર્થવાહતુલ્ય, અજ્ઞાન વડે અંધ બનેલા પુરુષોને ચક્ષુતુલ્ય, રક્ષણ વિનાના જીવોને રક્ષણતુલ્ય, અનાથ એવા ભવ્ય જીવોના નાથ છો, તેથી જ ગુરુવર્ગ વડે મોટા એવા ગચ્છના ભાર ઉપર तभारी निभा (स्थापना) ४२ छ.
ભવભાવના પ્રકરણ ગાથા ૫૦૬ માં કહ્યું છે કે - કેવલ જ્ઞાનરૂપી મૃગાંક (ચંદ્રમા) આથમી ગયે છતે પ્રકાશિત કર્યા છે ત્રણે ભુવનને જેઓએ એવા, તથા ઘણા ઘણા મનુષ્યોને
Page #114
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૭૧ પ્રશ્નો પૂછવા યોગ્ય (જ્યાંથી અત્યન્ત સંતોષપૂર્વક ઉત્તર મળે છે) એવા બહુશ્રુત પુરુષોનું કલ્યાણ થજો. (જેઓ જગતનું કલ્યાણ કરનારા છે).
ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૧૧ની ગાથા ૩૧ માં કહ્યું છે કે – “સમુદ્રની ગંભીરતા સમાન ગંભીર, દુર્જય, કોઈથી ન દબાય તેવા (કોઈના સ્નેહમાં ન અંજાઈ જાય તેવા) વિપુલ શ્રુતજ્ઞાનથી પૂર્ણ ભરેલા અને છ જીવ-નિકાયની રક્ષા કરનારા, એવા આ મહાત્મા મનિઓ કર્મો ખપાવીને ઉત્તમ ગતિને (મોક્ષ ગતિને) પામનારા બને છે.
આ રીતે વિચારતાં તત્ત્વદૃષ્ટિપણું પ્રાપ્ત કરવું એ જ કલ્યાણકારી છે, હિતકારી છે. અનેક અનેક શાસ્ત્રો ભણવાનો વ્યાયામ કરવો (પ્રયત્ન કરવો), તેનાથી બહુશ્રુતપણું આવી જતું નથી, પરંતુ નિશ્ચિતપણે જૈનશાસ્ત્રોને જાણનાર જે પુરુષ થાય છે તે જ બહુશ્રુત કહેવાય છે. સન્મતિતર્ક નામના ગ્રંથમાં પૂજ્ય સિદ્ધસેનદિવાકરસૂરિજીએ કહ્યું છે કે –
તર્કવાદથી ગમ્ય વસ્તુઓને તર્કથી અને આગમગમ્ય ભાવોને આગમથી જાણનાર જે મહાત્મા છે તે સ્વશાસ્ત્રોના જ્ઞાની છે. બાકીના અન્ય તો સિદ્ધાન્તના વિરાધક જાણવા.
इति नयप्रमाणप्रमाणीकृतस्वपरसमयसाराः स्वरूपसाराभिरुद्धमोहप्रचाराः तत्त्वदृष्टयः । किम्भूता ? इत्याह-स्फुरन्ती कारुण्यं भवसमुद्रतारणोपकारित्वलक्षणं यत् पीयूषं तस्य वृष्टिः-वर्षा यत्र ते जगज्जनतारणकरुणामृतवृष्टिमयाः कथमेते लोकाः तत्त्वविमुखाः विषयरक्ताः आत्मानं ध्वंसयन्ति ?
अहह ! सति जैनागमे, सति च अनन्तगुणपर्यायसत्तात्मके आत्मनि स्वभ्रान्त्या रमन्ते भवाटव्याम्, अतः कथयामः धर्मरहस्यमित्युपकारपराः तत्त्वज्ञाः जगति महात्मानः स्तव्या (स्तोतव्याः) इति बाह्यदृष्टित्वं परित्यज्य आन्तरतत्त्वावभासनरसिका भवन्तु भव्याः ॥८॥
રૂતિ વ્યારા તત્ત્વચદમ્ | આ પ્રમાણે તત્ત્વભૂતદષ્ટિવાળા મહાત્મા પુરુષો કેવા હોય છે ? તે સમજાવે છે કે નયસંબંધી જ્ઞાન દ્વારા અને પ્રમાણના જ્ઞાન દ્વારા સ્વશાસા અને પરશાસ્ત્રોના સારાંશને જેઓએ પ્રમાણીભૂત કર્યો છે તેવા, એટલે કે સ્વશાસ્ત્રોનો સારાંશ શું છે? અને પરશાસ્ત્રોનો સારાંશ શું છે? આ વાત નય-પ્રમાણના જ્ઞાન દ્વારા જેણે યથાર્થ રીતે જાણી છે તેવા જ્ઞાનીપુરુષો જ તત્ત્વદૃષ્ટિ વાળા હોય છે. તથા આવી તત્ત્વદૃષ્ટિવાળા પુરુષો કેવા હોય છે ? તો બીજું વિશેષણ કહે છે કે -
Page #115
--------------------------------------------------------------------------
________________
તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
જ્ઞાનસાર
-
શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપનો જે સાર છે તેને પ્રાપ્ત કરવા વડે મોહના વિસ્તારને જેણે સર્વથા હણી નાખ્યો છે એવા આ મહાત્મા પુરુષો હોય છે. વળી આવા પ્રકારની તત્ત્વદૃષ્ટિવાળા મહાપુરુષો કેવા હોય છે ? તેનું ત્રીજું એક વિશેષણ કહે છે કે – ભવરૂપી જે આ સમુદ્ર છે તેનાથી જીવોને જલ્દી જલ્દી તારવા રૂપે ઉપકાર કરવામય સ્ફૂરાયમાન એવી કરુણા રૂપી અમૃતની વૃષ્ટિ થાય છે જેઓમાંથી એવા તે મહાત્મા પુરુષો હોય છે અર્થાત્ ભવસમુદ્રથી જીવોને તારવાની પરમ કરુણાનો વરસાદ વરસાવનારા આ તત્ત્વદૃષ્ટિયુક્ત મહાત્માઓ હોય છે.
૫૭૨
આ તત્ત્વદૃષ્ટિવાળા મહાત્માઓને નિરંતર મનમાં આવા વિચારો આવે છે કે આ સંસારી લોકો તત્ત્વવિમુખ થઈને પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત બનીને શા માટે પોતાના આત્માનો વિનાશ કરતા હશે ? અહાહા ! ઘણા જ દુઃખની વાત છે કે “જૈન આગમો હોવા છતાં, સર્વે પણ આત્મા અનંત અનંત ગુણ-પર્યાયોની સત્તાવાળા હોવા છતાં, પોતાનું સાચું આત્મતત્ત્વ શું ? એનો ભ્રમ થયેલ હોવાથી એટલે કે મિથ્યાત્વાદિ મોહનીયકર્મના ઉદયથી સ્વ-પર તત્ત્વની વિવેકબુદ્ધિ પ્રગટી ન હોવાથી, ભેદજ્ઞાનના અભાવે ભવ અટવીમાં ભટકે છે. આત્મતત્ત્વની સાચી ઓળખાણ વિનાના બિચારા આ જીવો સંસાર-અટવીમાં જ રખડે છે.
આ કારણથી ભાવકરુણાના પાત્ર એવા આ જીવોને અમે કંઈક ધર્મનું રહસ્ય સમજાવીએ આવી નિર્મળ બુદ્ધિવાળા તથા ઉપકાર કરવામાં જ પરાયણ અને તત્ત્વના સાચા જાણકાર એવા મહાત્મા પુરુષો જ આ જગતમાં સ્તુતિ કરવા યોગ્ય છે. આ પ્રમાણે હે ભવ્ય જીવો ! તમે બાહ્યદૃષ્ટિપણું તજીને આન્તરતત્ત્વનું (આન્તરિક આત્મતત્ત્વના શુદ્ધબુદ્ધ-નિર્મળ સ્વરૂપનું) જ અવલોકન કરવામાં રસિક થાઓ. આત્માનું શુદ્ધ, બુદ્ધ, નિર્મળ અને સ્વાભાવિક એવું જે ગુણોના આનંદનું સુખ છે તે જ પરમાર્થે સાચું છે. તે સુખ માટે જ હે ભવ્ય જીવો! તમે પ્રયત્ન કરો, તમે પ્રયત્ન કરો. આ પ્રમાણે ઓગણીસમું તત્ત્વદૃષ્ટિઅષ્ટકનું વર્ણન સમાપ્ત થયું. ॥૮॥
ઓગણીસમું તત્ત્વદૃષ્ટિઅષ્ટક સમાપ્ત
Printed at
BHARAT GRAPHICS
7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380001 Guj(ind).
Ph. : 079-22134176, Mob. 9925020106(Bharatbhai), Email: bharatgraphics1@gmail.com
Page #116
--------------------------------------------------------------------------
________________
૫૭૩
જ્ઞાનમંજરી
સર્વસમૃદ્ધયષ્ટક- ૨૦ | ॥ अथ विंशतितमं सर्वसमृद्धयष्टकम् ॥
सर्वा-समग्रा, समृद्धिः-सम्पदा = सर्वसमृद्धिः, तत्र नामसमृद्धिः उल्लापनरूपा जीवस्याजीवस्य, स्थापना समृद्धिः शक्तिरूपा, द्रव्यसमृद्धिः धनधान्यादिरूपा, शक्रचक्र्यादीनां लौकिका, लोकोत्तरा पुनः मुनीनां लब्धिसमृद्धिरूपा ।
आमोसहि विप्पोसहि, खेलोसहि जल्लमोसही चेव । संभिन्नसोय, उज्जुमई, सव्वोसहि चेव बोद्धव्वा ॥६९॥ चारणआसीविस-केवली य मणनाणिणो य पुव्वधरा । अरिहंतचक्कधरा, बलदेवा वासुदेवा य ॥७०॥
(ાવનિર્યુક્તિ માથા ૬૦-૭૦) इत्यादिलब्धयः-ऋद्धयः । तत्र केवलज्ञानादिशक्तिः लोकोत्तरा भावऋद्धिः । सम्-सम्यक्प्रकारेण ऋद्धिः-समृद्धिः सर्वा चासौ समृद्धिश्च सर्वसमृद्धिः । अत्र साधनानवच्छिन्नात्मतत्त्वसम्पद्मग्नानां या तादात्म्यानुभवयोग्या समृद्धिः, तस्याः અવસર: ..
સર્વ એટલે સમગ્ર સંપૂર્ણ, સમૃદ્ધિ એટલે સંપત્તિ, અર્થાત્ સર્વસંપત્તિને સર્વસમૃદ્ધિ કહેવાય છે. આ આત્માને પુણ્યોદયથી મળેલી ધન-ધાન્ય-રાજયાદિની સંપત્તિ તે પણ સર્વસમૃદ્ધિ કહેવાય. ઈન્દ્ર-ચક્રવર્તી આદિની ઋદ્ધિ એ પણ સર્વસમૃદ્ધિ કહેવાય. મુનિજીવનમાં ૧૬ લબ્ધિઓ પ્રાપ્ત થાય, એ પણ સર્વસમૃદ્ધિ કહેવાય અને કર્મક્ષયથી થનારી કેવલજ્ઞાનાદિ આત્મગુણોની પરિપૂર્ણ સંપત્તિ, તેને પણ સર્વસમૃદ્ધિ કહેવાય. કોઈક સમૃદ્ધિ ઔદયિકભાવની, કોઈક સમૃદ્ધિ ક્ષયોપશમ ભાવની અને કોઈક સમૃદ્ધિ ક્ષાયિકભાવની છે. આમ ભિન્ન ભિન્ન નયથી ભિન્ન ભિન્ન સમૃદ્ધિ કહેવાય છે.
તેના ઉપર નામાદિ ચાર નિક્ષેપા સમજાવે છે. ત્યાં જીવ અથવા અજીવ પદાર્થને વિષે “સર્વસમૃદ્ધિ” આવા પ્રકારના નામનો ઉલ્લેખ કરવો, આવા પ્રકારનું નામ બોલવું તે નામનિપાથી સર્વસમૃદ્ધિ કહેવાય છે, જીવ અથવા અજીવના પ્રતિબિંબમાં સર્વસમૃદ્ધિની શક્તિરૂપે કલ્પના કરવી, શક્તિ રૂપે સર્વસમૃદ્ધિનું આરોપણ કરવું તે સ્થાપના સર્વસમૃદ્ધિ જાણવી. ધન-ધાન્ય, રાજયદ્ધિ, ચક્રવર્તીપણાની ઋદ્ધિ વગેરે જે સમૃદ્ધિ છે તે દ્રવ્યસર્વસમૃદ્ધિ
Page #117
--------------------------------------------------------------------------
________________
૫૭૪ સર્વસમૃધ્યષ્ટક- ૨૦
જ્ઞાનસાર કહેવાય છે. તેના બે ભેદ છે લૌકિક અને લોકોત્તર. ત્યાં ધન-ધાન્ય, ઈન્દ્રત અને ચક્રવર્તિત્વ ઈત્યાદિ પુણ્યના ઉદયજન્ય ઔદયિકભાવની જે સમૃદ્ધિ તે લૌકિક સમૃદ્ધિ અને મોહનીયાદિ કર્મોના ક્ષયોપશમવિશેષથી પ્રગટ થનારી ૧૬ લબ્ધિઓ તે લોકોત્તરસમૃદ્ધિ કહેવાય છે. શ્રી આવશ્યકનિયુક્તિમાં પૂજ્ય શ્રી ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે કે – નીચે મુજબ ૧૬ લબ્ધિઓ આ જીવને પ્રાપ્ત થાય છે.
(૧) આમષષધિ :- હસ્તાદિ અવયવોનો સ્પર્શ ઔષધિરૂપ બને તે આમષષધિ લબ્ધિ. આત્મામાં એવી લબ્ધિ પ્રાપ્ત થાય કે પોતાના હાથથી, પગથી કે કોઈપણ અવયવથી પોતાને અથવા બીજાને સ્પર્શ માત્ર કરે તેનાથી સ્વની અથવા પરની વ્યાધિઓ દૂર થાય. આ લબ્ધિ કોઈને શરીરના એક ભાગમાં અને કોઈને શરીરના સર્વ અવયવમાં ઉત્પન્ન થાય છે જ્યારે રોગ દૂર કરવાની ઈચ્છાથી હાથ આદિ અંગ વડે સ્પર્શ કરે ત્યારે શારીરિક રોગો દૂર થાય તેવી લબ્ધિ તે આમર્ષોષધિ લબ્ધિ.
(૨) વિપુડીષધિ :- વિમુડ એટલે થુક-મુખમાંથી નીકળતું થૂક, જે મહાત્માનું ચૂક ઔષધિનું કામ કરે, તેના બિન્દુઓના સ્પર્શમાત્રથી રોગો દૂર થાય તે વિમુડીષધિ.
(૩) ખેલૌષધિ - ખેલ-શ્લેષ્મ-બળખો-કફ, જે મુનિના કફના બિન્દુના સ્પર્શથી વ્યાધિઓ દૂર થાય તેવી લબ્ધિ તે ખેલૌષધિ.
(૪) જલ્લૌષધિ - જલ્લ-મલ, જે મુનિ મહાત્માના મળના સ્પર્શ માત્રથી રોગો નાશ પામે તે જલ્લૌષધિ.
(૫) સંભિન્નશ્રોતલબ્ધિઃ - જે મહાત્માની એક એક ઈન્દ્રિય પાંચે ઈન્દ્રિયોના વિષયોને જાણે અથવા શરીરના સર્વ અવયવો વડે સાંભળી શકે તે સંભિન્નશ્રોતોપલબ્ધિ.
(E) - બીજા જીવોએ મનમાં ચિંતવેલા ઘટ-પટ આદિ પદાર્થોના વિચારોને જાણવા તે ઋજુમતિ.
(૭) સર્વોષધિ :- શરીરમાં રહેલાં વિષ્ટા, મૂત્ર, નખ, કેશ વગેરે બધા જ અંશો વ્યાધિને દૂર કરે એવા ઔષધરૂપે બની જાય તે સર્વોષધિ.
(૮) ચારણલબ્ધિ :- આકાશમાં અતિશય વેગથી ચાલવાની જે લબ્ધિ તે ચારણલબ્ધિ, તેના બે ભેદ-જંઘાચારણલબ્ધિ અને વિદ્યાચારણલબ્ધિ. ચારિત્ર અને તપના પ્રભાવે જંઘાથી અતિશય ગમનાગમન કરી શકે તે જંઘાચારણલબ્ધિ અને વિદ્યાના બળે અતિશય ગમનાગમન કરી શકે તે વિદ્યાચારણલબ્ધિ. આ લબ્ધિવાળા મહાત્માઓ સૂર્યના કિરણો આદિના આલંબને
"ઋજુમતિ
Page #118
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વસમૃદ્ધષ્ટક - ૨૦
૫૭૫
વેગપૂર્વક ગતિ કરી શકે છે. આ લબ્ધિવાળા કોઈ કાયોત્સર્ગમુદ્રાએ, કોઈ પર્યંકાસન મુદ્રાએ, એમ અનેક મુદ્રાએ આકાશમાં ગમનાગમન કરે છે. આ લબ્ધિવાળા મુનિઓ ભૂમિની ઉપર જેમ ચાલે-તેમ વાવડી, નદી કે સમુદ્રાદિ ઉપર પણ ચાલી શકે છે ઈત્યાદિ.
(૯) આશીવિષલબ્ધિ :- આશી એટલે દાઢ, તેમાં વિષ તે આશીવિષ. જેમ સર્પ વિંછી આદિની દાઢમાં વિષ હોય છે તેમ જેની દાઢમાં વિષના જેવી શક્તિ હોય અર્થાત્ શાપ આપવા આદિ વડે બીજાનો નાશ કરી શકે તે આશીવિષલબ્ધિ.
(૧૦) કેવલજ્ઞાનલબ્ધિ :- જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી સંપૂર્ણ જ્ઞાનશક્તિનો જે આવિર્ભાવ તે કેવલજ્ઞાનલબ્ધિ.
(૧૧) પટાદિ પદાર્થ સંબંધી વિચારોને અતિશય વિશેષપણે જાણવું તે.
-
સંશીપંચેન્દ્રિય જીવોએ મનમાં ચિંતવેલા ઘટ
(૧૨) :- ચૌદપૂર્વનો અભ્યાસ અથવા ઓછામાં ઓછો દશ પૂર્વનો અભ્યાસ જેનાથી મુનિમહાત્માને હોય તે પૂર્વધરલબ્ધિ.
(૧૩) અરિહંતલબ્ધિ :- તીર્થંકરપણાની પ્રાપ્તિ થવી તે અરિહંતલબ્ધિ. થવી તે ચક્રવર્તીલબ્ધિ. (૧૫) બલદેવલબ્ધિ :- બળદેવપણાની પ્રાપ્તિ થવી તે બલદેવલબ્ધિ. (૧૬) :- વાસુદેવપણાની પ્રાપ્તિ થવી તે વાસુદેવલબ્ધિ.
(૧૪) ચક્રવર્તીલબ્ધિ :- ચક્રવર્તિપણાની ની આધાર બના પૂર્વવલાન
આ ૧૬માં તીર્થંકરપણું, ચક્રવર્તીપણું અને વાસુદેવપણું એ ઋદ્ધિ કહેવાય છે અને આમઔષધિ વગેરે લબ્ધિઓ કહેવાય છે. તે સર્વમાં આમઔષધિ આદિ જે લબ્ધિઓ છે તે લોકોત્તર દ્રવ્યલબ્ધિ કહેવાય છે અને કેવલજ્ઞાનાદિ (વલદર્શન, ક્ષાયિકચારિત્ર, અનંતવીર્ય ઈત્યાદિ) ક્ષાયિકભાવની જે લબ્ધિઓ છે તે લોકોત્તર ભાવલબ્ધિ કહેવાય છે. આવો વિવેક કરવો. અહીં સત્ શબ્દનો અર્થ સમ્યપ્રકારે અને ઋદ્ધિનો અર્થ સમૃદ્ધિ કરવો. સર્વ એવી જે સમૃદ્ધિ તે સર્વસમૃદ્ધિ આ પ્રમાણે કર્મધારય સમાસ કરવો.
( સાધન) જે ભૌતિક બાહ્ય આલંબનો છે. તેનાથી ( અનવચ્છિન) નિરપેક્ષપણે અર્થાત્ કેવળ પોતાના આત્માના જ આલંબને અંદર રહેલી આત્મતત્ત્વની ગુણમય એવી જે સાચી અનંત સંપત્તિ છે તેમાં જ મગ્ન બનેલા મહાપુરુષોએ પોતાનામાં જ રહેલી તે સંપત્તિની સાથે તાદાત્મ્યપણે અનુભવ કરવો, તે સંપત્તિમાં જ રમવું. આત્મિક સંપત્તિમાં જ લયલીન બનવું.
Page #119
--------------------------------------------------------------------------
________________
૫૭૬
સર્વસમૃદ્ધચષ્ટક - ૨૦
જ્ઞાનસાર
આવી સર્વસમૃદ્ધિનું વર્ણન કરવાનો આ અવસર છે તે હવે સમજાવાય છે. તેમાં પ્રથમ સાત નયથી સર્વસમૃદ્ધિ કહેવાય છે.
नयाश्च प्रस्थकदृष्टान्तभावनया तत्कारणेषु, तद्योग्येषु, तदुद्यतेषु, तपोयोगिषु आद्याः, तद्गुणेषु सापेक्षेषु-नैसर्गिकोत्सर्गरूपेषु अन्त्याः इति । अत्र प्रथममात्मनि समृद्धेपूर्णत्वं भासते, तथा कथयति
-
સર્વસમૃદ્ધિ ઉપર નયો સમજાવે છે. પ્રસ્થકના દૃષ્ટાન્તની ભાવનાને અનુસારે અહીં નયો જાણવા. જેમ પ્રસ્થક (એક જાતનું માપીયું) બનાવવા માટે લાકડું લેવા જતા માણસને પણ ઉપચારે હું પ્રસ્થક લેવા જાઉં છું. આમ કારણમાં કાર્યનો ઉપચાર કરીને પણ કારણકાલે કાર્યનો વ્યવહાર થાય છે તેમ અહીં પણ જાણવું.
(૧) નૈગમનય :– તારનેવુ – આત્માની સર્વસમૃદ્ધિ પ્રાપ્ત થાય તેને અનુરૂપ કારણોને
સેવે, સાધુ-સંતોની સાથે રહે, વ્રતાદિ કરે, જ્ઞાનાભ્યાસ કરે, વિહારાદિમાં સાથે જોડાય. ઈત્યાદિ દૂર-દૂરવર્તી જે કારણો છે તે કારણમાં કાર્યનો ઉપચાર કરીને સર્વસમૃદ્ધિ કહેવાય. આ નય ઉપચારગ્રાહી છે માટે કારણમાં સર્વસમૃદ્ધિ કલ્પે છે.
(૨) સંગ્રહનય :- તદ્યોજ્યેષુ – જે મહાત્માઓમાં સર્વસમૃદ્ધિ પ્રાપ્ત કરવા-કરાવવાની યોગ્યતા રહેલી છે એવા યોગ્ય સાધુસંતનીસાથે વિહારાદિ કરે, તેઓની પાસે વ્રતાદિ કરે, તેઓની પાસે જ્ઞાનાભ્યાસાદિ કરે, તે આત્માઓમાં સંગ્રહનયથી સર્વસમૃદ્ધિ. આ નય સદંશગ્રાહી હોવાથી યોગ્યતા હોય તો વ્યવહાર કરે. (૩) વ્યવહારનય :- તનુદ્યતેષુ – જે મહાત્મા પુરુષો પોતાના આત્માની સર્વસમૃદ્ધિ પ્રગટ કરવા-કરાવવા ઉદ્યમશીલ છે, વિશિષ્ટ પ્રવૃત્તિવાળા છે તેવા મુનિમહાત્માઓની સાથે વિહારાદિ કરે, તેઓની પાસે વ્રતાદિ કરે, તેઓની પાસે જ્ઞાનાભ્યાસાદિ કરે, તે આત્માઓમાં વ્યવહારનયથી સર્વસમૃદ્ધિ, આ નય લોકભોગ્ય પ્રવૃત્તિશીલમાં વ્યવહાર કરનાર હોવાથી આમ માને છે.
-
(૪)
:- તપોયોશિષુ – અનશન આદિ બાહ્યતપ અને સ્વાધ્યાયાદિ અભ્યન્તરતપમાં જે સતત જાગૃત છે, પ્રવૃત્તિશીલ છે તેવા જાગૃતાવસ્થાવાળા તપોધનવાળા યોગિઓની સાથે વિચરવું, વ્રતાદિ કરવાં, જ્ઞાનાભ્યાસ કરવો તે ઋજુસૂત્રનયથી સર્વસમૃદ્ધિ કહેવાય છે. કારણ કે આ નય વર્તમાન-અવસ્થાને સવિશેષ માને છે. (૫) શબ્દનય :– તઘુળેણુ – પોતે જ સ્વયં જાગૃત થઈને મોહને જિતીને પ્રતિમા આદિ
Page #120
--------------------------------------------------------------------------
________________
૫૭૭
(E)
જ્ઞાનમંજરી
સર્વસમૃદ્ધયષ્ટક - ૨૦ બાહ્ય આલંબનોની અપેક્ષા રાખીને આત્માના ગુણોની સાધનામાં એકાગ્ર બનનાર આત્માઓમાં જે સમૃદ્ધિ તે શબ્દનયથી સર્વસમૃદ્ધિ - પોતાનો જ ભાવનિક્ષેપ સવિશેષ છે માટે.
- નૈસર્જાવા - પોતે જ સ્વયં જાગૃત થઈને મોહને જિતીને વીતરાગપ્રભુની પ્રતિમા આદિ બાહ્ય પર–આલંબનોની અપેક્ષા રાખ્યા વિના નૈસર્ગિક રીતે – સહજ સ્વભાવે જ નિરાલંબન સાધનામાં જોડાવાપણું. સાતથી બાર ગુણસ્થાનકમાં વર્તતા મહાત્મા પુરુષોની વિશિષ્ટ એવી જે સાધનાવસ્થા તે નિકટકાલે અને નિયમો સર્વસમૃદ્ધિ પ્રગટ કરનાર હોવાથી સમભિરૂઢનયથી સર્વસમૃદ્ધિ
:- સત્સરૂપેડુ - જ્યારે આ આત્મા ઘાતકર્મો ખપાવીને પોતાના આત્મામાં ઉત્સર્ગરૂપે-મૂલસ્વરૂપે જે સર્વસમૃદ્ધિ છે તેને પ્રગટ કરી ક્ષાયિકભાવમાં આવે ત્યારે ૧૩-૧૪ ગુણઠાણે અને સિદ્ધાવસ્થામાં જે પ્રગટ સમૃદ્ધિ છે. તે સર્વસમૃદ્ધિ. કારણ કે યથાર્થપણે અને પરિપૂર્ણપણે સર્વસમૃદ્ધિ પ્રગટ થઈ છે તે માટે, આ સમૃદ્ધિ એવંભૂતનયથી જાણવી.
આ પ્રમાણે સંક્ષેપમાં સાત નય જાણવા. અહીં સૌથી પ્રથમ પોતાના આત્મામાં જ સમૃદ્ધિનું પૂર્ણપણું છે આમ જાણવું જોઈએ. કારણ કે પોતાના ગુણોની સમૃદ્ધિ પોતાનામાં જ પૂર્ણપણે ભરેલી છે. પૌદ્ગલિકસંપત્તિ પરદ્રવ્ય હોવાથી એકે ઘરથી બીજા ઘરે જાય છે, પરંતુ આત્મિક ગુણોની સમૃદ્ધિ એક આત્મામાંથી બીજા આત્મામાં ક્યારેય જતી નથી, તે તો પોતાની સમૃદ્ધિ પોતાના આત્મામાં જ વર્તે છે આવું ગ્રંથકારશ્રી આપણને સમજાવે છે –
बाह्यदृष्टिप्रचारेषु, मुद्रितेषु महात्मनः । અન્તરે વાવમાસને, છુટા: સર્વા: સમૃદ્ધયઃ II
ગાથાર્થ - બાહ્યદષ્ટિના વિલાસોનો નિરોધ કરાયે છતે મહાત્મા પુરુષને પોતાની સર્વ સમૃદ્ધિઓ પોતાની અંદર જ ફુટપણે પ્રકાશિત થાય છે. [૧]
ટીકા :- “વાસ્થષ્ટિપ્રદ્યારેષ રૂતિ" - મહાત્મનઃ-સ્વરૂપરિરૂપમેરજ્ઞાનपूर्वकशुद्धात्मानुभवलीनस्य सर्वसमृद्धयः स्फुटा:-प्रकटाः, अन्तरेव-आत्मान्तः एव स्वरूपमध्ये एव अवभासन्ते । यतः स्वरूपानन्दमयोऽहम्, निर्मलाखण्डसर्वप्रकाशकज्ञानवानहम्, इन्द्रचक्रावृद्धयः औपचारिकाः, अक्षयानन्तपर्यायसम्पत्पात्रमहमिति, स्वसत्ताज्ञानोपयुक्तस्य स्वात्मनि भासन्ते । कीदृशेषु सत्सु ? बाह्यदृष्टिप्रचारेषु
- સાય
Page #121
--------------------------------------------------------------------------
________________
૫૭૮ સર્વસમૃત્યષ્ટક - ૨૦
જ્ઞાનસાર मुद्रितेषु सत्सु । बाह्यदृष्टि:-विषयसञ्चारात्मिका तस्याः प्रचाराः-विस्ताराः तेषु मुद्रितेषुरोधितेषु, न हि इन्द्रियप्रचारचलोपयोगैः आत्मनः अभ्यन्तरामूर्ता कर्मावृत्ता स्वसत्तासम्पद् ज्ञायते । रोधितेन्द्रियचापल्ये स्थिरप्रगुणचेतनोपयोगैः कर्ममलपटलावगुण्ठिताप्यात्मसम्पद् ज्ञायते इति । इत्यनेन बहिर्गमनमुपयोगस्य न कर्तव्यमिति ॥१॥
વિવેચન - પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ શું? અને પર એવા પુદ્ગલાદિ પદાર્થોનું સ્વરૂપ શું? આમ સ્વસ્વરૂપ અને પર-સ્વરૂપના ભેદને યથાર્થપણે જાણવાપૂર્વક પર-સ્વરૂપનો ત્યાગ કરીને શુદ્ધ એવા આત્મસ્વરૂપના અનુભવમાં જ લયલીન-એકાગ્ર બનેલા મહાત્મા પુરુષને કેવલજ્ઞાન, કેવલદર્શન, અવ્યાબાધ સુખ અને અનંતચારિત્ર ઈત્યાદિ સર્વે પણ આત્મસમૃદ્ધિઓ આત્માની અંદર જ પોતાના શુદ્ધસ્વરૂપની મધ્યમાં જ દેખાય છે. આત્માના ગુણોની સમૃદ્ધિઓ ક્યાંય બહાર પૌલિકાદિ પદાર્થોમાં સંભવતી નથી. મારું સ્વરૂપ મારા આત્મામાં જ છે એમ જણાય છે.
ખરેખર હું તો મારા પોતાના સ્વરૂપના જ આનંદમય છું. હું મારા જ્ઞાનાદિમય શુદ્ધ સ્વરૂપનો જ ભોક્તા છું. નિર્મળ, અખંડ અને સર્વ પદાર્થોના પ્રકાશક એવા જ્ઞાનગુણવાળો હું છું. મારો આત્મા કંઈ સામાન્ય દ્રવ્ય નથી. પરંતુ સૂર્ય જેમ પ્રકાશયુક્ત છે, તેમ હું પણ અખંડ, અનંત, નિર્મળ, જ્ઞાનગુણ યુક્ત છું. સંસારમાં પ્રાપ્ત થતી ઈન્દ્રપણાની અને ચક્રવર્તીપણા આદિની જે ત્રદ્ધિઓ છે તે ઔપચારિક છે (કાલ્પનિક છે, અવાસ્તવિક છે) કારણ કે તે ઋદ્ધિઓ ભૌતિક છે, પરદ્રવ્ય સંબંધિની છે, સંયોગ સંબંધ માત્રવાળી છે અને એક ભવ પૂરતી જ છે, માટે તુચ્છ છે, જ્યારે હું તો ક્યારેય નાશ ન પામે તેવી એટલે કે અક્ષય એવી, અનંત અનંત આત્મીય ગુણોના પર્યાયોની વાસ્તવિક-સાચી સંપત્તિનું પાત્ર છું. મારા આત્માના અનંત અનંત ગુણોની જે સંપત્તિ છે તે નાશવંત નથી પણ અક્ષય છે, ભૌતિક નથી પણ વાસ્તવિક છે, પરદ્રવ્યકત નથી પણ મારી પોતાની આત્મિક અકૃત્રિમ સંપત્તિ છે. સંયોગ સંબંધવાળી નથી પણ તાદાભ્યસંબંધવાળી છે અને એક ભવ જેટલા કાળવાળી નથી, પરંતુ અનંતાનંતકાલસ્થાયિ છે. આવી અવર્ણનીય અને અનુપમ સાચી સંપત્તિનું પાત્ર હું છું. ક્યાં મારી પોતાની ઋદ્ધિ? અને ક્યાં આ ઈન્દ્રાદિ સંબંધી પરદ્રવ્યપ્રત્યયિકી ઋદ્ધિ? બન્ને વચ્ચે આસમાન-જમીન જેટલું અત્તર છે.
પોતાના આત્માની વાસ્તવિક જે અનંત ગુણોની સત્તા છે. તે આત્મીય સત્તાના જ ઉપયોગમાં લીન બનેલા મહાત્મા પુરુષને સર્વે પણ સમૃદ્ધિઓ પોતાના આત્મામાં જ દેખાય છે. આવી પારમાર્થિક ઋદ્ધિઓ અન્યત્ર ક્યાંય દેખાતી નથી. આ મહાત્મા પુરુષો કેવા થયા
Page #122
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વસમૃદ્ધષ્ટક - ૨૦
૫૭૯
હોય ત્યારે પોતાના અનંતગુણોની પારમાર્થિક સંપત્તિ પોતાના આત્મામાં જ ભાસે છે ? તે જણાવે છે કે –
-
અનાદિકાલીન મોહની વાસનાના જોરે પાંચે ઈન્દ્રિયોના વિષયભૂત રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દના વિષયમાં જ જીવોની જે દૃષ્ટિ દોડે છે તેના જ વિષયભોગમાં ઈષ્ટાનિષ્ટપણે જે દૃષ્ટિ પ્રવર્તે છે. તેવા પ્રકારના બાહ્યદૃષ્ટિના આ પ્રચારોને સ્વાધ્યાયાદિના આલંબને મુદ્રિત કરવામાં આવે એટલે કે અટકાવવામાં આવે ત્યારે જ આ મહાત્મા પુરુષોને પોતાની ગુણસંપત્તિ દેખાય છે અને તે પણ પોતાનામાં જ દેખાય છે. આ સંપત્તિ બહાર સંભવતી દેખાતી નથી. વિષયોમાં સંચરનારી દૃષ્ટિને ત્યાંથી વાળીને ગુણોની સંપત્તિમાં જોડવામાં આવે ત્યારે જ આ પારમાર્થિક આત્મગુણસંપત્તિ દૃષ્ટિગોચર થાય છે. કારણ કે જ્યાં સુધી પાંચ ઈન્દ્રિયોના ભોગસંબંધી વિષયોના પ્રચારમાં જ દૃષ્ટિ દોડતી હોય છે. ત્યાં સુધી આવા પ્રકારના ચંચળ ઉપયોગવાળા જીવો વડે આત્માની અંદર રહેલી અને અમૂર્ત એવી તથા કર્મોથી ઢંકાયેલી એવી આત્માના ગુણોની સંપત્તિ જોઈ શકાતી નથી. આ બાબતમાં તીવ્ર મોહોદય એ જ મોટું વિઘ્ન છે. મોહની તીવ્રતા, ઉપયોગની ચંચળતા, વિષયોની ભૂખ, પરપ્રત્યયિક દૃષ્ટિ આ સઘળું જ્યાં સુધી હોય છે ત્યાં સુધી છતી એવી પણ સ્વસત્તા દેખાતી નથી.
પરંતુ જ્યારે આ જ આત્મા સ્વાધ્યાય, સત્સંગ, નિરંતર અધ્યાત્મશાસ્ત્રોનું વાંચન, મહાત્મા પુરુષોનો સહયોગ, ઈત્યાદિ આલંબનો દ્વારા પાંચે ઈન્દ્રિયોની વિષયો તરફની ચંચલતાને રોકે છે અને ચંચળતાને અટકાવીને, સ્થિર થઈને, પ્રગુણ એવી જે ચેતના છે તેના ઉપયોગમાં જ લયલીન બની જાય છે ત્યારે આત્માના ગુણોની સંપત્તિ ભલે કર્મોના મલીન પડલ વડે ઢંકાયેલી હોય તો પણ દૃષ્ટિ સૂક્ષ્મ બનવાથી તે મલીન પડલને વિંધીને પણ તેની અંદર રહેલી આત્મસંપત્તિને જાણે છે, દેખે છે, અતિશય આનંદ આનંદ પામે છે. જેમ વડીલોએ ભૂમિમાં દાટેલું ધન જ્યોતિષી અથવા અન્ય જાણકાર વડીલોના કહેવાથી ક્યાં દાટેલું છે ? તે બરાબર જાણવામાં આવે, તો તે ધન હજુ બહાર ન કાઢ્યું હોવા છતાં તેની સત્તા માત્ર જાણીને પણ ઘણો ઘણો આનંદ થાય છે, તેમ દૃષ્ટિ બદલાયે છતે આત્માની સંપત્તિ આત્મામાં જ છે, પરમાં નથી. આ તત્ત્વ જાણવાથી આ જીવને પરમાનંદ પ્રાપ્ત થાય છે માટે ઉત્તમ આત્માઓએ જ્ઞાનનો ઉપયોગ બહાર મુકવો ઉચિત નથી. આ વાત હવે પછીના શ્લોકમાં જણાવે છે. ॥૧॥
समाधिर्नन्दनं धैर्यं, दम्भोलिः समता शची । ज्ञानं महाविमानं च वासवश्रीरियं मुनेः ॥२॥
Page #123
--------------------------------------------------------------------------
________________
સર્વસમૃદ્ધષ્ટક - ૨૦
શાનસાર
ગાથાર્થ :- સમાધિ એ નંદનવન, ધૈર્ય એ વજ્રશસ્ત્ર, સમતા એ ઈન્દ્રાણી અને જ્ઞાન એ મહાવિમાન, મુનિને આવા પ્રકારની ઈન્દ્રની અભ્યન્તર લક્ષ્મી હોય છે. ૨
૫૮૦
ટીકા :- “સમિિતિ’-મુને:-સ્વરૂપજ્ઞાનાનુમવતીનસ્ય, વં-૩વ્યમાના वासवस्य- इन्द्रस्य, श्रीः - लक्ष्मीः- शोभा वर्तते । तत्र मुनेः पवित्ररत्नत्रयीपात्ररूपेन्द्रस्य समाधिः ध्यानध्यातृध्येयैकत्वेन निर्विकल्पानन्दरूपा समाधिः, स एव नन्दनं वनम् । हरेः नन्दनवनक्रीडा सुखाय उक्ता, साधोः समाधिक्रीडा सुखाय । तत्राप्यौपाधिकात्मीयकृतो महान् भेदः, स चाध्यात्मभावनया ज्ञेयः ।
अस्य धैर्यं - वीर्याकम्पता औदयिकभावाक्षुब्धतालक्षणं वज्रं-दम्भोलिः, पुनः समता इष्टानिष्टेषु संयोगेषु अरक्तद्विष्टता, सर्वेऽपि पुद्गलाः कर्करचिन्तामण्यादिपरिणताः जीवाश्च भक्ताभक्ततया परिणताः, ते सर्वे न मम, भिन्नाः एते, तेषु का रागद्वेषपरिणतिरित्यवलोकनेन समपरिणतिः समता, सा शची स्वधर्मपत्नी । ज्ञानं स्वपरभावयथार्थावबोधरूपं महाविमानम् । इत्यादिपरिवृतः मुनिः वज्रीव भासते । उक्तश्च योगशास्त्रे
-
વિવેચન :- આ ગાથામાં તથા હવે પછીની ગાથાઓમાં મુનિમહારાજાને આન્તરિક આત્મિક સંપત્તિને આશ્રયી ઈન્દ્ર, ચક્રવર્તી, નાગરાજ, મહાદેવ, વિષ્ણુ (કૃષ્ણ) અને બ્રહ્મા આદિની સાથે સરખાવીને તેમના કરતાં મુનિ અધિક સુખી છે આમ સમજાવે છે ત્યાં સૌથી પ્રથમ આ બીજી ગાથામાં ઈન્દ્રની સાથે સરખાવે છે.
ઈન્દ્ર મહારાજા ભોગસુખથી જગતમાં સુખી તરીકે પ્રસિદ્ધ છે તેને ભોગનાં અનેક અનેક સાધનો છે. તેમાં નંદનવન, વજ્ર નામનું શસ્ત્ર, પટરાણી (ઈન્દ્રાણી) અને મહાવિમાન આ ચાર પદાર્થો ઈન્દ્રને સુખના મુખ્ય સાધનરૂપે છે. મુનિ-મહાત્મા ભોગસુખના ત્યાગી હોવાથી આત્માના સુખે સુખી છે અને તેઓને આત્માની આંતરિક સંપત્તિરૂપે આ ચારે સાધનો છે. ઈન્દ્રને સુખનાં જે સાધનો છે તે પરદ્રવ્ય છે. સંયોગસંબંધમાત્રથી જોડાયેલાં છે. વિયોગ પામવાવાળાં છે અને ખોટવાળાં થાય તેવા શડણ-પડણ ધર્મવાળાં છે. મુનિને સમાધિ વગેરે સુખનાં જે સાધનો છે તે સ્વદ્રવ્યના સ્વરૂપાત્મક છે, તાદાત્મ્યસંબંધવાળાં છે, ક્યારેય વિયોગ ન પામે તેવાં છે. તે કારણે આત્માના સ્વરૂપાત્મક અનુભવમાં જ લીન બનેલા મુનિ મહારાજાને ઈન્દ્રની તુલ્ય હવે કહેવાતી આવી લક્ષ્મી વર્તે છે. તેથી ઈન્દ્રની સદેશ મુનિની શોભા છે. તે આ પ્રમાણે -
૧. સમધિ શબ્દ સંસ્કૃતમાં પુલ્ડિંગ હોવાથી નિર્વિન્ત્યાનન્વરૂપ: સમાધિ: હોવું જોઈએ.
Page #124
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વસમૃત્યષ્ટક - ૨૦
૫૮૧ પરમ પવિત્ર એવી જ્ઞાનાદિ ગુણમય રત્નત્રયીના ભાજનભૂત એવા મુનિમહારાજને જે સમાધિ છે, તે સમાધિ ઈન્દ્રમહારાજાને જેમ આનંદ સુખ માટે નંદનવન હોય છે. તેની તુલ્ય છે. ઈન્દ્રમહારાજ મોજમજા માણવા નંદનવનમાં ફરવા નીકળી જાય છે તેમ મુનિ મહારાજા ધ્યાન-ધ્યાતા અને ધ્યેય આ ત્રણેની એકતારૂપ નિર્વિકલ્પ આનંદમય-સુખમય એવા સમાધિ નામના ગુણમાં ફરવા નીકળી જાય છે. તેમાં જ લયલીન થાય છે. તેમાં જ આનંદ માણે છે. તેથી તે સમાધિ જ મુનિને માટે મહાન એવું નંદનવન છે, નંદનવનમાં જેમ ઈન્દ્ર મજા કરે છે તેમ સમાધિગુણમાં મુનિ આનંદ માણે છે. જેમ નંદનવન એ ઈન્દ્ર માટે લૌકિક સુખનું સાધન છે તેમ સમાધિ એ મુનિને માટે અલૌકિક સુખનું સાધન છે.
બને પુરુષોને બન્ને વસ્તુ સુખનું સાધન હોવા છતાં સમાન નથી, બન્નેની વચ્ચે ઘણો જ તફાવત છે. નંદનવન એ ઔપાધિક સાધન છે જ્યારે સમાધિ એ આત્મીય સાધન છે. નંદનવન, પત્ર-પુષ્પાદિ, વનસ્પતિ, જલાશયો ઈત્યાદિ પરદ્રવ્યો દ્વારા સુખનું સાધન છે
જ્યારે સમાધિ એ આત્માનો સાક્ષાત્ ગુણ હોવાથી સ્વદ્રવ્ય દ્વારા સુખનું સાધન છે. આમ આ બન્નેની વચ્ચે અધ્યાત્મદશાની ભાવના ભાવતાં ભેદ અવશ્ય સમજાય તેવો છે. એક સર્વોત્તમ સાધન છે સ્વાધીન સાધન છે અને બીજું સામાન્ય સાધન છે અને પરાધીન સાધન છે.
તથા ઈન્દ્રને જેમ વજ શસ્ત્ર છે તેમ આ મુનિમહાત્માને ઘેર્યગુણ વજ શત્રતુલ્ય છે. વૈર્ય એટલે વીર્યની અકંપદશા, મન-વચન-કાયાએ કરીને કોઈથી કંપવું નહી, ડરવું નહીં, થરથરવું નહીં તે વૈર્ય. જેમ ઈન્દ્રમહારાજા પાસે વજશસ્ત્ર છે તેના કારણે તેઓ કોઈથી ડરતા નથી, કંપતા નથી, તેવી જ રીતે મુનિમહાત્મા પૂર્વે બાંધેલાં શુભ-અશુભ કર્મો ગમે તેવાં ઉદયમાં આવે તો પણ તે ઔદયિકભાવજન્ય-સુખ-દુઃખમાં અલ્પમાત્રાએ પણ ક્ષુબ્ધ થતા નથી, ચલિત થતા નથી. આ રીતે અક્ષુબ્ધપણે રહેવાના લક્ષણવાળું વજ નામનું શસ્ત્ર તેઓ પાસે છે. માટે ઈન્દ્રની જેમ નિર્ભય છે.
જેમ ઈન્દ્રમહારાજાને વિષયસુખના ભોગ માટે શચી-ઈન્દ્રાણી છે. તેવી જ રીતે આ મુનિમહાત્મા પાસે આત્મગુણોનો અનુભવ કરવા રૂપી સુખ માટે સમતા નામની ગુણાત્મક પત્ની છે. પાંચ ઈન્દ્રિયોને ગમે તેવા ઈષ્ટ વિષયસંયોગો પ્રાપ્ત થાય કે ગમે તેવા અનિષ્ટ વિષયસંયોગો પ્રાપ્ત થાય તો પણ તે ઈનિષ્ટ વિષયસંયોગોમાં રાગ-દ્વેષ રહિતપણે સ્થિર રહે છે. તે મહાત્માઓને સદાકાલ અ-રક્ત-દ્વિષ્ટતા જ હોય છે. તેઓ મનમાં આવા વિચારો કરે છે કે સર્વે પણ પુદ્ગલદ્રવ્યો પરિણામી છે. ક્યારેક કાંકરા કે પથ્થરરૂપે પરિણામ પામે અને ક્યારેક ચિન્તામણિ રત્ન કે હીરા-માણેક-સોનારૂપે પરિણામ પામે, તેમાં મારે શું? આખરે તે પુદ્ગલદ્રવ્ય છે, તે પોતે પોતાના ઉંચા-નીચા પર્યાયમાં પરિણામ પામે. તેમાં મારે
Page #125
--------------------------------------------------------------------------
________________
૫૮૨ સર્વસમૃત્યષ્ટક - ૨૦
જ્ઞાનસાર શું લેવા દેવા? પરિણામ પામવું તે પુદ્ગલદ્રવ્યનો સ્વભાવ છે. તેમાં મારે કંઈ લેવા-દેવા નથી. એવી જ રીતે સંસારી સર્વે પણ જીવો ક્યારેક ભક્તિભાવયુક્ત બને અને ક્યારેક ભક્તિભાવ વિનાના બને. કારણ કે ભક્ત અને અભક્ત રૂપે પરિણામ પામવું તે, તે દ્રવ્યનો સ્વભાવ છે મારે ભક્ત ઉપર રાગ અને અભક્ત ઉપર દ્વેષ શા માટે કરવો જોઈએ? કાંકરા અને પથ્થર ઉપર દ્વેષ અને ચિંતામણી રત્ન ઉપર રાગ મારે શા માટે કરવો જોઈએ ? પત્થર સ્વરૂપે કે ચિંતામણિ રત્નસ્વરૂપે પરિણામ પામવું. તે તો પુદ્ગલદ્રવ્યનો પોતાનો જ પરિણામ છે તેમાં એક દ્રવ્ય મારું પોતાનું નથી.
તે સર્વે પુદ્ગલદ્રવ્યો અને ભક્તાભક્તપણે પરિણામ પામેલાં જીવદ્રવ્યો કોઈ મારાં નથી, મારાથી તે સર્વે જીવ-અજીવ દ્રવ્યો ભિન્ન છે. તેમાંનું કોઈ પુદ્ગલદ્રવ્ય કે કોઈ જીવદ્રવ્ય મારી સાથે પરભવથી આવ્યું નથી અને મારી સાથે ભવાન્તરમાં આવવાનું પણ નથી. મારો અને તેનો માત્ર એક ભવ પૂરતો સંયોગસંબંધ છે. તેથી ગાડીમાં મુસાફરી કરતાં એક જ ડબ્બામાં સંયોગસંબંધથી સાથે મળેલા મુસાફરો સાથે જેમ વાર્તાલાપ કરાય પણ રાગ-દ્વેષ ન કરાય, તેમ એક ભવમાં ભેગા થયેલા અને પરમાર્થે મારાથી ભિન્ન એવા આ ભિન્ન પદાર્થો ઉપર વI રાણપરિપતિ: = રાગ-દ્વેષની પરિણતિ શું કરાય? અર્થાત્ ન જ કરાય. આવી આવી ભેદનયની વિચારણા કરવા દ્વારા ઈષ્ટાનિષ્ટ પદાર્થો ઉપર જે સમાન પરિણતિ રાખવી તે મુનિને આ સમતા એ મુનિપણાની સાથે જ જાણે વિવાહિત થઈ હોય તેમ મુનિની ધર્મપત્ની છે. તે પત્નીની સાથે જ તે મુનિઓ ઘણો ઘણો આત્મિક આનંદ માણે છે.
તથા ઈન્દ્ર મહારાજાને નિવાસ માટે વૈમાનિક દેવલોકનું મહાવિમાન છે તથા ગમનાગમનના પ્રયોજને મહાવિમાન રચે છે. તેમ આ મુનિ મહાત્માને જ્ઞાન એ મહાવિમાન છે. સ્વદ્રવ્ય, સ્વગુણ અને સ્વપર્યાયનું તથા પરદ્રવ્ય પરગુણ અને પરપર્યાયનું યથાર્થપણે ભેદજ્ઞાન કરવાપુર્વક વસ્તુસ્થિતિનો જે બોધ કરવો તે મહાવિમાન, વિમાન ઉડીને જેમ સર્વત્ર પહોંચે છે તેમ આ મહાત્માનું જ્ઞાન કોઈપણ વિષયના ગ્રંથોમાં દોડે છે. એટલે કે સર્વ ઠેકાણે પ્રકાશ કરનારું છે. આ મુનિ જ્ઞાનમાં જ રાચ્યા-માચ્યા રહે છે. તે જ્ઞાનગંગામાં તથા તેમાં જણાવેલા જુદા જુદા વિષયોમાં રમ્યા કરે છે. ઈન્દ્ર જેમ પોતાના વિમાનમાં રહીને આનંદમાં ઝૂમે છે તેમ આ મુનિ મહારાજા જ્ઞાનાનંદમાં સદા ઝૂમે છે.
ઉપર સમજાવ્યા પ્રમાણે સમાધિ, વૈર્ય, સમતા અને જ્ઞાન આવા પ્રકારની આત્મગુણોની સંપત્તિ વડે પરિવરેલા આ મહામુનિ ઈન્દ્રમહારાજાની જેમ શોભે છે. ઈન્દ્રની જેમ આ મહાત્મા પણ સુખી છે. માત્ર તફાવત એટલો જ છે કે એક વૈભાવિક સુખે સુખી છે જે
Page #126
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વસમૃદ્ધયષ્ટક - ૨૦.
૫૮૩ કર્મબંધનું અને સંસારપરિભ્રમણનું કારણ છે અને બીજા આત્મિક ગુણોના સુખે સુખી છે કે જે કર્મક્ષયનું અને પરંપરાએ મુક્તિનું કારણ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીએ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે –
पुंसामयत्नलभ्यं ज्ञानवतामव्ययं पदं नूनम् । यद्यात्मन्यात्मज्ञानमात्रमेते समीहन्ते ॥११॥ श्रयते सुवर्णभावं, सिद्धरसस्पर्शतो यथा लोहम् । आत्मध्यानादात्मा, परमात्मत्वं तथाऽऽप्नोति ॥१२॥
(યોગશાસ્ત્ર પ્રકાશ ૧૨, શ્લોક ૧૧-૧૨) જો જ્ઞાની પુરુષો પોતાના આત્મામાં આત્મજ્ઞાન માત્રને જ ચાહે તો તેવા જ્ઞાની પુરુષોને અવ્યયપદ (મુક્તિપદ) વિના પ્રયત્ન જ લભ્ય બને છે. જેમ સિદ્ધરસના સ્પર્શમાત્રથી લોઢું સુવર્ણપણાને પામે છે. તેમ આત્મા આત્મધ્યાનથી પરમાત્મપદને પામે છે. આ રીતે આત્મામાં જ આત્માની ગુણાત્મક સર્વ-સમૃદ્ધિ ભરેલી છે. /રીય
હવે મુનિમહારાજા આત્મગુણની સંપત્તિ વડે ચક્રવર્તી તુલ્ય પણ છે. તે સમજાવે
विस्फारितक्रियाज्ञान-चर्मच्छत्रो निवारयन् । मोहम्लेच्छमहावृष्टिं, चक्रवर्ती न किं मुनिः ॥३॥
ગાથાર્થ - સમ્યક્રિયા અને સમ્યજ્ઞાન રૂપી ચર્મરત્ન અને છત્રરત્નનો કર્યો છે વિસ્તાર જેણે એવા મુનિ, મોહરાજા રૂપી મ્લેચ્છ લોકોએ કરેલા વરસાદનું નિવારણ કરતા શું ચક્રવર્તી નથી? અર્થાત્ ચક્રવર્તી જ છે. llll
ટીકા :- “વિસ્તારિતિ” મુનિ-સમતાશ્રવવિરતઃ દ્રવ્યમાવસંવરત:, વિં चक्रवर्ती न ? अपि तु अस्त्येव । किम्भूतः ? विस्तारितक्रियाज्ञानचर्मच्छत्र:-क्रिया च ज्ञानं च क्रियाज्ञाने, चर्म च छत्रं च चर्मच्छने । क्रियाज्ञाने एव चर्मच्छत्रे = क्रियाज्ञानचर्मच्छत्रे, विस्तारिते क्रियाज्ञानचर्मच्छत्रे येन सः विस्तारितक्रियाज्ञानचर्मच्छत्रः, इत्यनेन सत्क्रियोद्यतः सम्यग्ज्ञानोपयुक्तः । मोह एव म्लेच्छः, तस्य महती वृष्टिः महावृष्टिः, तां निवारयन् । मोहम्लेच्छाः-उत्तरखण्डनाथाः तत्प्रयुक्तमिथ्यात्वदैत्यकृता कुवासनावृष्टिः, ताम्, शुद्धसम्यग्दर्शननिवारितकुवासनाचयः मुनिः भावचक्रवर्तीव भासते ॥३॥
Page #127
--------------------------------------------------------------------------
________________
૫૮૪ સર્વસમૃત્યષ્ટક - ૨૦
જ્ઞાનસાર વિવેચન - આ ગાથામાં ચક્રવર્તીની સાથે મુનિની તુલ્યતા સમજાવે છે. જેમ ચક્રવર્તી બાહ્યસુખથી સુખી છે તેમ મુનિ આંતરિક સુખથી સુખી છે તેથી મુનિ શું ચક્રવર્તી નથી? અર્થાત્ મુનિ ચક્રવર્તી પણ છે.
ચક્રવર્તી પાસે પુણ્યોદયથી ૧૪ રત્નવિશેષ હોય છે. તેમાં એક ચર્મરત્ન અને એક છત્રરત્ન પણ હોય છે. જ્યારે જ્યારે ચક્રવર્તી રાજા છ ખંડ જિતવા નીકળે છે ત્યારે ત્યારે આ ચૌદ રત્નો યથાસ્થાને સહાયક થાય છે. ભરતક્ષેત્રના બરાબર અર્ધા ભાગે પૂર્વ-પશ્ચિમ લાંબો વૈતાદ્યપર્વત છે તેનાથી ભરતક્ષેત્રના બે ભાગ કરાયા છે. નીચેનો ભાગ દક્ષિણભરત અને ઉપરનો ભાગ ઉત્તરભરત કહેવાય છે. તેમાં પણ ઉત્તર-દક્ષિણ વહેતી ગંગા-સિંધુ બે નદી છે. જેથી ભરતક્ષેત્રના છ ભાગ થાય છે. ST || ત્યાં દક્ષિણાર્ધ મધ્ય ખંડના સાડા પચ્ચીશ આર્ય દેશને છોડીને શેષ ભાગમાં જે રાજાઓ હોય છે. તે મ્લેચ્છ રાજાઓ કહેવાય છે. મ્લેચ્છ એટલે હલકી પ્રકૃતિવાળા અર્થાત્ અનાર્ય, સંસ્કાર વિનાના મનુષ્યો.
ચક્રવર્તી રાજા જયારે અનાર્ય દેશોને જિતવા જાય છે ત્યારે સ્વેચ્છરાજાઓ પોતાના આરાધ્યદેવો દ્વારા તે ચક્રવર્તી રાજા ઉપર તથા તેના સૈન્ય ઉપર સખત વરસાદ વરસાવે છે. ત્યારે ચક્રવર્તી રાજા પોતાના સૈન્યની રક્ષા માટે ચર્મરત્ન અને છત્રરત્નનો ઉપયોગ કરે છે. ચર્મરત્નથી ૧૨ યોજન લાંબી પોતાની સેનાને સુખે સુખે રહેવાય-બેસાય-ઉઠાય એવી મોટી ચાદરતુલ્ય નીચેનું નિવાસસ્થાન બનાવે છે અને છત્રરત્નથી તે નિવાસની ઉપર છત્ર-ઢાંકણ બાર યોજન લાંબુ-પહોળું બનાવે છે. તેમાં રહેલું સૈન્ય સુરક્ષિત બની જાય છે. નીચેથી રહેવાની ભૂમિ અને ઉપરથી ઢાંકણ આવતાં સૈન્યની સુરક્ષા થઈ જાય છે.
આ ચક્રવર્તી રાજાની જેમ મુનિ મહારાજા પાસે સમ્યક એવી ધર્મક્રિયા અને સમ્યક એવું જ્ઞાન આ બન્ને ચર્મ અને છત્રરત્ન તુલ્ય રત્નો હોય છે. ચક્રવર્તી રાજ ઉપર મ્લેચ્છ રાજાઓ વરસાદ વરસાવે છે તેમ મુનિ મહારાજા ઉપર તેઓને ભ્રષ્ટ કરવા માટે મોહરાજા રતિ-અરતિ-કામવાસના-ક્રોધ-માન-માયા-લોભ-હાસ્ય-શોક ઈત્યાદિનો વરસાદ કરે છે. ત્યારે મુનિમહારાજા પણ સમ્યક્રક્રિયા અને સમ્યજ્ઞાન આ બન્ને રત્નોનો જ વિસ્તાર કરીને તેમાં જ સુરક્ષિત થયા છતા મોહરાજાએ કરેલી વિકારોરૂપી વૃષ્ટિનું નિવારણ કરે છે. આ રીતે મુનિમહારાજા ચક્રવર્તી નથી એમ નહીં, પરંતુ ચક્રવર્તી પણ છે. મુનિમહારાજા પોતાના આત્માને સમ્યક્રક્રિયામાં અને સમ્યજ્ઞાનમાં એવો એકાગ્ર-તન્મય કરી લે છે કે મોહરાજાના સઘળા પ્રયત્નો નિષ્ફળ જાય છે. વિકારો થતા નથી.
Page #128
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વસમૃદ્ધયષ્ટક- ૨૦
૫૮૫ ટીકાના શબ્દોના અર્થો આ પ્રમાણે છે - સમસ્ત આશ્રવોથી વિરામ પામેલા અને દ્રવ્ય તથા ભાવ એમ બન્ને પ્રકારના સંવરમાં જ લીન બનેલા મુનિ શું ચક્રવર્તી નથી ? અર્થાતુ ચક્રવર્તી છે જ. કેવા પ્રકારના મુનિ ચક્રવર્તી છે ? તો તે મહાત્માનું એક વિશેષણ કહે છે - પોતાના જીવનમાં વિસ્તારથી પ્રાપ્ત કર્યા છે સમક્રિયા અને સમ્યજ્ઞાન રૂપી ચર્મરત્ન અને છત્રરત્ન જેઓએ એવા આ મુનિમહાત્મા છે. મૂલશ્લોકમાં ાિ અને જ્ઞાન આ બે પદોનો દ્વન્દ સમાસ છે અને વર્ષ તથા છત્ર આ બે પદોનો પણ દ્વન્દ સમાસ છે. ત્યાર બાદ ક્રિયાશાને અને વર્ગ આ બન્ને પદોનો કર્મધારય સમાસ જાણવો. આમ સમાસ કરવાથી જ્યિાજ્ઞાનવર્ધચ્છ શબ્દ થશે. ત્યાર પછી વિસ્તારિત શબ્દની સાથે આ શબ્દનો બહુવીહિ સમાસ કરવો, જેથી વિતરિતક્રિયાજ્ઞાનવર્મછત્ર: શબ્દ થશે, ભાવાર્થ એવો છે કે ચક્રવર્તી રાજા જેમ ચર્મરત્ન અને છત્રરત્નનો અવસરે ઉપયોગ કરવામાં સાવધ છે તેમ આ મુનિ મહારાજા પણ મોહરાજને જિતવાના અવસરે સમ્યક એવી ધર્મક્રિયા કરવામાં અને સમ્યક એવા જ્ઞાનનો ઉપયોગ કરવામાં લયલીન-એકાગ્ર હોય છે. સતત તેમાં ઉદ્યમશીલ હોય છે. તેથી મોહરાજાએ કરેલો વિકારોનો વરસાદ નિષ્ફળ જાય છે.
પ્લેચ્છરાજાઓ અનાર્ય હોવાથી જેમ વિવેકશૂન્ય છે તેમ મોહરાજા પણ મુનિનું પતન કરાવવામાં વિવેકશૂન્ય રીતે પ્રવર્તનારો હોય છે. તેથી મોહરાજાને મ્લેચ્છ રાજાની ઉપમા આપી છે તે બન્ને પદોનો અવધારણપૂર્વપદ કર્મધારય સમાસ કર્યો છે. તે મોહરાજા રૂપી પ્લેચ્છ રાજાએ કરેલી એવી મહાવૃષ્ટિને મુનિમહારાજા ચક્રવર્તીની જેમ નિવારણ કરનારા બને છે. મ્લેચ્છરાજા એટલે ઉત્તરાખંડ વાળા ભરતક્ષેત્રના રાજાઓ, તે જેમ સાધ્ય કુલદેવો દ્વારા વરસાદ વરસાવે છે તેમ મિથ્યાત્વમોહ રૂપી દૈત્ય દ્વારા કરાયેલી કુવાસના રૂપી વૃષ્ટિ સમજવી. તેનું મુનિમહારાજા ક્રિયા અને જ્ઞાન રૂપી ચર્મ અને છત્ર દ્વારા સંરક્ષણ કરે છે શુદ્ધ એવા સમ્યગ્દર્શન પૂર્વક કરાયેલી ધર્મક્રિયા વડે અને સમ્યજ્ઞાન વડે નિવારણ કરાઈ છે કુવાસનાઓના સમૂહરૂપી વૃષ્ટિ જેના વડે એવા આ મુનિ શું ચક્રવર્તી નથી? અર્થાત્ જાણે ચક્રવર્તી જ હોય તેવા લાગે છે. lill
नवब्रह्मसुधाकुण्ड-निष्ठाधिष्ठायको मुनिः । नागलोकेशवद् भाति, क्षमां रक्षन् प्रयत्नतः ॥४॥
ગાથાર્થ - અપૂર્વ એવા આત્મજ્ઞાનરૂપી અથવા નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડ રૂપી અમૃતના કુંડની સ્થિતિના સંરક્ષક એવા અને પ્રયત્નપૂર્વક ક્ષમાગુણનું રક્ષણ કરતા એવા મુનિ મહારાજા નાગરાજની જેમ શોભે છે જો
Page #129
--------------------------------------------------------------------------
________________
સર્વસમૃદ્ધષ્ટક - ૨૦
જ્ઞાનસાર
ટીકા :- “નવદ્રોતિ'' મુનિ:-મેવજ્ઞાનગૃહીતાત્મધ્યાન:, નાયલોòશવદ્उरगपतिवद् भाति, किं कुर्वन् ? क्षमां पृथिवीं मुनिपक्षे क्रोधापहरणपरिणतिःवचन-धर्मात्मिका क्षमा, तां रक्षन् धारयन् इति । उरगपतेः क्षमाधारकत्वं लोकोपचारतः, न हि रत्नप्रभाद्याः भूमयः केन धृताः, उपमा तु महत्त्वज्ञापिका सामर्थ्यज्ञापिका च । पुनः कथम्भूतो मुनिः ? नवं यद् ब्रह्मज्ञानं, तदेव सुधा, तस्याः कुण्डम्, तस्य निष्ठा-स्थितिः, तस्याः अधिष्ठायकः, इत्यनेन तत्त्वज्ञानामृतकुण्डથૈર્યક્ષ: કૃતિ ॥૪॥
૫૮૬
વિવેચન :- “નાગરાજે આ પૃથ્વી ઉચકેલી છે” આવી લોકોકિત છે. જો કે રત્નપ્રભાનારકી આદિ આ સઘળી પૃથ્વીઓ કોઈ વડે ધારણ કરાયેલી નથી. લોકસ્વભાવે જ આ સ્થિતિ છે અને ઘનોદધિ, ઘનવાત, તનવાત અને આકાશ ઉપર લોકસ્વભાવે આ પૃથ્વીઓ રહેલી છે. તો પણ લોકોપચાર એવો છે કે આ પૃથ્વી શેષનાગે-નાગરાજે ઉપાડેલી છે. આ ઉપમા એટલા માટે અપાય છે કે નાગરાજમાં એટલી બધી શક્તિ છે કે જેઓએ સઘળી પૃથ્વી ઉચકેલી છે. આવા પ્રકારની તે લોકોકિત શેષનાગની મહત્તા સૂચવે છે અને તેમાં કેટલું બધું સામર્થ્ય છે કે જેણે સમસ્ત ભૂમિ ઉંચકી છે. તેમ આ મુનિ ક્ષમાને (ક્ષમાગુણને) ધારણ કરનારા છે. ઉપકાર, અપકાર, વિપાક, વચન અને ધર્મના ભેદથી ક્ષમાગુણના પાંચ ભેદો છે.
કોઈ વ્યક્તિએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય, તે ઠપકો આપે ત્યારે ક્ષમા રાખીએ તે ઉપકારક્ષમા, સામે કોઈ વ્યક્તિ વધારે નુકશાન કરે તેમ હોય ત્યારે ક્ષમા રાખીએ તે અપકારક્ષમા, ક્રોધનો વિપાકફળો ઘણાં માઠાં છે એમ વિપાકના ભયથી ક્ષમા રાખીએ તે વિપાકક્ષમા, જિનેશ્વરપ્રભુનું વચન છે–આશા છે કે જીવે ક્ષમા રાખવી જોઈએ તે વચનક્ષમા અને ક્ષમા રાખવી એ આત્મધર્મ છે એમ સમજીને ક્ષમા રાખવી તે ધર્મક્ષમા. આ પાંચમાંથી પ્રથમની ત્રણ ક્ષમા કોઈને કોઈ કારણને વશ થઈને રખાય છે તેથી તે ક્ષમા છે પણ સર્વોત્તમ નથી. પરંતુ છેલ્લી બે ક્ષમા જિનેશ્વરપ્રભુની આજ્ઞા પ્રત્યેનું મહત્ત્વ અને આત્માની ધર્મભય ભાવના વિશેષ હોવાથી શ્રેષ્ઠ છે. છેલ્લી બે ક્ષમાને ધારણ કરનારા મુનિ નાગરાજની જેમ શોભે છે. નાગરાજના પક્ષમાં ક્ષમાનો અર્થ પૃથ્વી કરવો અને મુનિના પક્ષમાં ક્ષમાનો અર્થ ક્ષમાગુણ કરવો. ટીકાના પદોના અર્થો આ પ્રમાણે છે –
Page #130
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી સર્વસમૃદ્ધયષ્ટક- ૨૦
૫૮૭ જે મુનિએ માત્ર મુનિવેશ જ લીધો છે અને બીજા ગુણો જેમાં નથી એવા મુનિ અહીં ન સમજવા, પણ આત્મતત્ત્વ અને પારદ્રવ્ય એમ બન્ને દ્રવ્યોનો ભેદ જેણે સમ્યફપ્રકારે જાણ્યો છે, માણ્યો છે અને ગ્રહણ કર્યો છે એવા આત્મજ્ઞાનવાળા મુનિ નાગલોકેશની જેમ શોભે છે. સર્પોના રાજાને નાગરાજ કહેવાય છે. શું કરતા એવા મુનિ નાગરાજની જેમ શોભે છે ? ક્ષમા એટલે નાગરાજના પક્ષમાં પૃથ્વીને ધારણ કરતા અને મુનિના પક્ષમાં ક્રોધકષાયને દૂર કરવાની પરિણતિ સ્વરૂપ વચનક્ષમા અને ધર્મક્ષમા. આમ બે પ્રકારની જે ક્ષમા છે તે ક્ષમાને ધારણ કરતા મુનિ નાગરાજની જેમ શોભાયમાન છે. અહીં નાગરાજને પૃથ્વીના ધારકપણું જે કહ્યું છે તે લોકવ્યવહારમાત્રથી જાણવું. કારણ કે રત્નપ્રભા આદિ પૃથ્વીઓ કોઈ વડે ધારણ કરાઈ નથી. લોકસ્વભાવમાત્રથી ઘનોદધિ આદિના આધારે રહેલી છે. આ ઉપમા આપવાનું કારણ નાગરાજમાં મહત્ત્વતા અને સામર્થ્યતા માત્ર જણાવવી એ જ છે.
વળી તે મુનિ કેવા પ્રકારના છે? કે જે મુનિ નાગરાજની જેમ શોભાયમાન છે. આ અર્થ સમજાવવા કહે છે કે – નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડ રૂપી નવ અમૃતકુંડોની સ્થિરતાનું રક્ષણ કરે છે. અહીં મુનિમહારાજા એવા અપૂર્વ આત્મજ્ઞાનનું અથવા નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડનું રક્ષણ કરતા શોભે છે. જેમ નાગરાજ નવ અમૃતકુંડોની સ્થિરતાનું રક્ષણ કરતા શોભે છે તેમ. આ ઉપમા પુરાણગ્રન્થોના અનુસારે છે. આમ નાગરાજની ઉપમા પણ મુનિ મહારાજને ઘટે છે. ll
मुनिरध्यात्मकैलाशे, विवेकवृषभस्थितः । शोभते विरतिज्ञप्ति-गङ्गागौरीयुतः शिवः ॥५॥
ગાથાર્થ - અધ્યાત્મ રૂપી કૈલાશ પર્વત ઉપર વિવેક રૂપી વૃષભ (પોઠીયા) ઉપર બેઠેલા અને સર્વવિરતિ તથા જ્ઞપ્તિદશા (જ્ઞાનદશા) રૂપી ગંગા અને પાર્વતીથી યુક્ત એવા આ મુનિ જાણે મહાદેવ હોય તેમ શોભે છે.
ટીકા - “નિરધ્યાત્મતિ''-ત્ર સ્તોત્ર મદદેવ#MIબ્રહીશુપમનિમ્ औपचारिकम् । न हि ते कैलाशगंगासृष्टिकरणोद्यताः, किन्तु लोकोक्तिरेषा, तेन श्लेषालङ्कारार्थं हि वाक्यपद्धतिः, न सत्या ।
मुनिः-तत्त्वज्ञानी, अध्यात्म-आत्मस्वरूपैकत्वतारूपे, कैलाशे-आस्थाने, विवेकः-स्वपरविवेचनं, स एव वृषभ:-बलीवर्दः, तत्र स्थितः । विरतिः-चारित्रकलाआश्रवनिवृत्तिः, ज्ञप्तिः-ज्ञानकला-शुद्धोपयोगता, ते एव गङ्गागौर्यो, ताभ्यां युतः
Page #131
--------------------------------------------------------------------------
________________
સર્વસમૃદ્ધચષ્ટક - ૨૦
જ્ઞાનસાર
शिवः-निरुपद्रवः, उपचारात् शिवः - रुद्रः भासते । रुद्रस्य गङ्गायुतत्वं विद्याधरत्वे पार्वतीमनोरञ्जनाय विक्रियाकाले वाच्यम् ॥५॥
૫૮૮
વિવેચન :- હવે પછીના ત્રણે શ્લોકોમાં એટલે કે ૫-૬-૭ મા શ્લોકમાં મુનિ મહાત્માને અનુક્રમે મહાદેવની, કૃષ્ણની અને બ્રહ્માની ઉપમા આપવામાં આવે છે તે ઔપચારિક જાણવી. એટલે કે પ્રસિદ્ધ એવી લોકોક્તિમાત્રને અનુસરનારી જાણવી. તે વાર્તા સાચી વાર્તા છે એમ ન સમજવું, કારણ કે તે મહાદેવ કૈલાશ પર્વતમાં રહેલા હોય, ગંગા અને પાર્વતીથી યુક્ત હોય અને બ્રહ્માએ જગતનું સર્જન કર્યું હોય, આમ પ્રસિદ્ધ એવાં તે તે કાર્ય કરવામાં મહાદેવાદિ ઉદ્યમશીલ હોય તેવું વાસ્તવિકપણે નથી. પરંતુ આ લોકકથા માત્ર છે. લોકમાં આવી ઉક્તિ પ્રસિદ્ધ છે. કાવ્યમાં શ્લેષાલંકાર લાવવા માટે કવિની રચેલી આ વાક્યરચના માત્ર છે. પણ આ સાચી બીના બનેલી છે એમ ન જાણવું.
અહીં મુનિમહારાજા એટલે જે તત્ત્વજ્ઞાની આત્મા છે, આત્મતત્ત્વના જ્ઞાનમાં લયલીન છે તેવા મુનિ જાણવા. અધ્યાત્મ એટલે આત્મસ્વરૂપની સાથે એકત્વતા જાણવી. આવા પ્રકારનું જે અધ્યાત્મ તે જ કૈલાશપર્વત સમજવો. કૈલાશપર્વત એટલે કે મહાદેવને રહેવાનું એકસ્થાન. અધ્યાત્મરૂપી કૈલાશપર્વત ઉપર રહેલા આ મુનિ મહાદેવ તુલ્ય છે. જેમ મહાદેવ કૈલાશ પર્વત ઉપર વસે છે તેમ આ મુનિ નિરંતર અધ્યાત્મજ્ઞાનમાં પ્રવૃત્તિશીલ છે.
વિવેક એટલે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો ભેદ કરવો તે, આ વિવેક એ જ વૃષભ એટલે બળદ (પોઠીયો) સમજવો, તેના ઉપર બેઠેલા એટલે કે જેમ મહાદેવ વૃષભ ઉપર બેઠેલા છે તેમ આ મુનિ વિવેકરૂપી વૃષભ ઉપર બિરાજમાન છે તથા વિરતિ એટલે સર્વત્યાગવાળી ચારિત્રની કલા અર્થાત્ સર્વથા આશ્રવોનો ત્યાગ, જ્ઞપ્તિ એટલે જ્ઞાનકલા અર્થાત્ નિરંતર આત્મતત્ત્વના જ્ઞાનમય શુદ્ઘ ઉપયોગમાં પ્રવર્તવું, આ વિરતિ અને જ્ઞપ્તિ એ જ બે જાણે ગંગા અને પાર્વતી (ગૌરી) હોય તેમ જાણવું, આવા પ્રકારની વિરતિ-જ્ઞપ્તિ રૂપી ગંગાગૌરીથી યુક્ત એવા આ મુનિ શિવસ્વરૂપ છે. મુનિના પક્ષમાં શિવનો અર્થ નિરુપદ્રવતાવાળા છે, મોહના ઉપદ્રવ વિનાના છે, શુદ્ધ-બુદ્ધ છે અને મહાદેવના પક્ષમાં શિવ એટલે રુદ્ર અર્થાત્ મહાદેવ છે. આમ ઉપમા ઘટાવવી. સારાંશ કે મહાદેવ જેમ ગંગા અને ગૌરી નામની બે સ્ત્રીથી સહિત છે તેમ મુનિ પણ વિરતિકલા અને જ્ઞાનકલા રૂપી બે સ્રીઓથી યુક્ત છે અને તેના કારણે મહાદેવની જેમ શોભે છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વસમૃદ્ધષ્ટક - ૨૦
૧૮૯
અહીં ગંગા અને ગૌરી આ બન્ને સ્રીજાતિ છે તેથી મુનિ પક્ષમાં વિરતિ અને શપ્તિ આ બન્ને સ્ત્રીલિંગ શબ્દો લીધા છે. મહાદેવ જ્યારે વિદ્યાધારીપણામાં પ્રવર્તે છે ત્યારે ગંગા સાથે હોય છે અને જ્યારે વિક્રિયાકાલમાં (ભોગ-ઉપભોગકાલમાં) પ્રવર્તે છે ત્યારે પાર્વતીના મનને રંજિત કરવા માટે પાર્વતીની સાથે હોય છે આમ લોકોક્તિ છે. મહાદેવ જેમ કૈલાશ પર્વત ઉપર રહે છે વૃષભ ઉપર બેઠેલા છે અને ગંગા-ગૌરી સાથે છે તેમ આત્મજ્ઞાની આ મુનિ આત્મામાં રહે છે વિવેક ઉપર બેઠેલા છે અને વિરતિજ્ઞપ્તિ એમ બે ક્લાની સાથે રહેનારા છે. આત્મતત્ત્વના ભોગ-ઉપભોગનો આનંદ માણનારા છે. આમ અર્થ કરવો. ॥૫॥
ज्ञानदर्शनचन्द्रार्कनेत्रस्य नरकच्छिदः ।
सुखसागरमग्नस्य, किं न्यूनं योगिनो हरेः ॥६॥
ગાથાર્થ :- જ્ઞાન દર્શન રૂપી ચંદ્ર અને સૂર્ય છે નેત્ર જેનાં એવા, તથા નરકને છેદનારા અને સુખસાગરમાં ડૂબેલા એવા યોગીને કૃષ્ણ કરતાં શું ન્યૂન છે ? અર્થાત્ કૃષ્ણથી કંઈ ન્યૂન નથી. ॥૬॥
ટીકા :- ‘“જ્ઞાનવર્શનેતિ'' યોશિન:-રત્નત્રયપરિતમ્ય, દ્દો:-ળાત્ ત્રિં ચૂનમ્ ? न किमपि किम्भूतस्य योगिनः ? ज्ञानदर्शनचन्द्रार्कनेत्रस्य - ज्ञानं - सामान्यविशेषात्मके वस्तुनि विशेषावबोधः । सामान्यविशेषात्मके वस्तुनि सामान्यावबोधः दर्शनम्, ते एव चन्द्रार्कौ नेत्रे यस्य सः, तस्य, हरेः चन्द्रार्कनेत्रत्वं तु लोकोक्तिरेव । पुनः किम्भूतस्य योगिनः ? नरकच्छिदः - नरकगतिनिवारकस्य हरेस्तु नरकाभिधानशत्रुविदारकस्य सुखसागरमग्नस्य - कृष्णार्थे इन्द्रियजसुखलीलासमुद्रमग्नत्वम् योगिनस्तु सुखं सम्यग्ज्ञानदर्शनचारित्रसमाधिनिष्पन्नं, तस्य सागरः, तत्र मग्नस्य आध्यात्मिकसुखपरिणामभाजनस्य साधोः केन सह न्यूनता ? न केनापि इति ॥६॥
વિવેચન :- આશ્લોકમાં અધ્યાત્મરસિકમુનિને કૃષ્ણથી શું ઓછું છે ? એમ કહીને કૃષ્ણની સાથે સરખાવે છે. જગતમાં એવી પ્રસિદ્ધિ છે કે ચંદ્ર અને સૂર્ય એ બન્ને કૃષ્ણનાં નેત્રો છે. કૃષ્ણે નરક નામના શત્રુનો નાશ કર્યો હતો અને સાંસારિક ભોગસંબંધી સુખસાગરમાં ડૂબેલા હતા તેવી રીતે આ મુનિને જ્ઞાન અને દર્શન આ બે નેત્રો છે. નરકગતિનો ઉચ્છેદ કર્યો છે અને આધ્યાત્મિક સુખસાગરમાં લીન છે. તેથી આ મુનિને
Page #133
--------------------------------------------------------------------------
________________
૫૯૦
સર્વસમૃદ્ધષ્ટક - ૨૦
જ્ઞાનસાર
કૃષ્ણરાજા કરતાં શું કમીના છે ? અર્થાત્ આ મુનિને કૃષ્ણ મહારાજા કરતાં કંઈ પણ ન્યૂનતા નથી. આવો ભાવાર્થ આ શ્લોકનો છે.
રત્નત્રયીની આરાધનામાં મગ્ન થયેલા મુનિને હરિ એટલે કે કૃષ્ણ કરતાં શું ન્યૂન છે ? અર્થાત્ કંઈ જ ન્યૂન નથી. કેવા પ્રકારના યોગી છે ? તો કહે છે કે શાન-દર્શન રૂપી ચંદ્ર-સૂર્ય છે નેત્ર જેનાં એવા આ મુનિ છે. સંસારમાં રહેલી સઘળી પણ વસ્તુઓ સામાન્ય અને વિશેષ ધર્મથી યુક્ત છે. તેમાં વિશેષ ધર્મનો જે બોધ થાય છે તે જ્ઞાન કહેવાય છે અને સામાન્ય ધર્મનો જે બોધ થાય છે તે દર્શન કહેવાય છે. મુનિને જ્ઞાન-દર્શન રૂપી બે નેત્ર છે અને કૃષ્ણને ચંદ્ર-સૂર્ય રૂપી બે નેત્ર છે તેથી બન્ને તુલ્ય છે અર્થાત્ મુનિ કંઈ કૃષ્ણથી ન્યૂન નથી, ચંદ્ર-સૂર્ય એ કૃષ્ણનાં બે નેત્રો છે આવી લોકોકિત છે માટે આ અલંકાર કાવ્યમાં બનાવેલ છે એમ જાણવું.
તથા આ યોગી કેવા છે ? નરકમાં હવે ક્યારેય જવું ન પડે તેવી રીતે નરકનો ઉચ્છેદ કરનારા છે. કૃષ્ણના પક્ષમાં કૃષ્ણ મહારાજા નરક નામના શત્રુનો ઉચ્છેદ કરનારા હતા એવી લોકોક્તિ છે. જેમ કૃષ્ણે નરક નામના શત્રુનો ઉચ્છેદ કર્યો તેમ મુનિએ નરકગતિમાં ગમનનો ઉચ્છેદ કર્યો. આ રીતે કૃષ્ણની સાથે તુલના છે.
તથા કૃષ્ણ જેમ સુખસાગરમાં લીન છે તેમ આ મુનિ પણ સુખસાગરમાં લીન છે. આ રીતે પણ તુલ્યતા છે. કૃષ્ણના પક્ષમાં પાંચ ઈન્દ્રિયોથી ઉત્પન્ન થયેલા સાંસારિક સુખની લીલાના મહાસાગરમાં ડુબેલા છે આમ સમજવું અને યોગીઓના પક્ષમાં સમ્યગ્ગાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર આ ત્રણે ગુણોની આરાધના કરવા દ્વારા પ્રાપ્ત થયેલી જે સમાધિ છે તેનાથી ઉત્પન્ન થયેલું જે સુખ છે તે સુખના સાગરનું જે ભાજન છે એવા મુનિને કોની સાથે ન્યૂનતા છે ? અર્થાત્ આ આધ્યાત્મિક મુનિને કોઈથી ન્યૂનતા નથી. IIII
या सृष्टिर्ब्रह्मणो बाह्या, बाह्यापेक्षावलम्बिनी । मुनेः परानपेक्षान्तर्गुणसृष्टिस्ततोऽधिका ॥७॥
ગાથાર્થ :- બાહ્ય પદાર્થોની અપેક્ષાના અવલંબનવાળી એવી બ્રહ્માની જગત્સર્જનની જે રચના છે તે બાહ્ય છે અને મિથ્યા છે જ્યારે મુનિની આત્માના અંદરના ગુણોની જે રચના છે તે પ૨ પદાર્થોની અપેક્ષા વિનાની છે અને સત્ય છે તેથી બ્રહ્માથી અધિક છે. IIII
Page #134
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનમંજરી
સર્વસમૃદ્ધષ્ટક - ૨૦
૫૯૧
ટીકા :- ‘યા સૃષ્ટિવંાળ કૃતિ' યા સૃષ્ટિ-રચના, બ્રહ્મળો-વિધાતુ: સા વાચાलोकोक्तिरूपा असत्या । पुनः बाह्या अपेक्षा, तस्या अवलम्बना- अवलम्बिका । मुनेः-स्वरूपसाधनसिद्धिमग्नस्य अन्तः - मध्ये आत्मनि व्यापकरूपा गुणानां सृष्टि:रचना गुणप्राग्भावप्रवृत्तिपरिणतिरूपा, बाह्यभावतः अधिका । कथम्भूता गुणसृष्टिः ? परानपेक्षा परेषामनपेक्षा - अपेक्षारहिता, पराश्रयालम्बनविमुक्ता स्वरूपावलम्बनपरा गुणरचना, सा सर्वतोऽधिका इति ॥७॥
વિવેચન :- આ શ્લોકમાં મુનિ બ્રહ્માથી કંઈ ન્યૂન નથી, પરંતુ અધિક છે તે વાત સમજાવે છે - બ્રહ્માની એટલે કે વિધાતાની જે બાહ્યરચના છે અર્થાત્ આ જગત બ્રહ્માએ બનાવ્યું છે. આવી વાત જગતમાં પ્રસિદ્ધ છે તે માત્ર લોકોક્તિરૂપ જ છે વાસ્તવિક નથી, અર્થાત્ સત્ય નથી. કારણ કે બ્રહ્મા જગત્કર્તા સંભવી શકતા નથી. જો બ્રહ્માએ બનાવ્યું હોય તો પરમાત્મા તો દયાળુ હોવાથી સુખી જ જગત બનાવે, દુઃખી શા માટે બનાવે ? તથા કોઈ જગત્કર્તા નથી એવું માનનારા અમે જૈનો તો બ્રહ્માને જગત્કર્તા માનનારાના પક્કા શત્રુ કહેવાઈએ. તો પરમાત્માએ પોતાના જ શત્રુ એવા અમને–જૈનોને કેમ બનાવ્યા ? ઈત્યાદિ યુક્તિથી બ્રહ્મા જગત્કર્તા છે આ વાત માત્ર લોકોકિત જ છે. આમ સમજવું. પણ સત્ય નથી.
વળી આ જગતની રચના જો બ્રહ્માએ કરી હોય તો પણ તે રચના બાહ્ય-પદાર્થોની અપેક્ષાવાળી છે, અવલંબનવાળી છે. જેમકે એક ઘટ બનાવવો હોય તો પણ કુંભાર-દંડચક્ર-ચીવરાદિ સામગ્રી જોઈએ એવી જ રીતે એક પટ બનાવવો હોય તો વણકર-તુરી વેમાદિ સામગ્રી જોઈએ. આમ પરાવલંબિની રચના હોવાથી બાહ્ય છે.
પરંતુ મુનિમહારાજા પોતાના આત્માની અંદર ગુણોની જે પ્રાપ્તિ કરે છે તે બાહ્ય ભાવની રચના કરતાં ઘણી જ અધિક છે. કારણ કે આ મુનિ કેવા છે ? આત્માના શુદ્ધ સ્વરૂપની સાધનાની સિદ્ધિ કરવામાં જ મગ્ન બનેલા મુનિ મહારાજા છે. તે પોતાના આત્માની અંદર જ વ્યાપકપણે ગુણોની સૃષ્ટિ કરવી - રચના કરવી એટલે કે ગુણોનો જ આવિર્ભાવ કરવો. આમ આવિર્ભાવ કરવાની પ્રવૃત્તિમાં જ પરિણત થવાવાળા છે. આ આત્મિક ગુણોની સૃષ્ટિ બાહ્ય ભાવની સૃષ્ટિ કરતાં ઘણી અધિક છે. કારણ કે આ ગુણસૃષ્ટિ કેવી છે ? તે કહે છે – ૫૨૫દાર્થોની અપેક્ષા રહિત એવી આ ગુણસૃષ્ટિ છે. આત્માની અંદરના ગુણોને પ્રગટ
-
કરવામાં બાહ્ય એવા કોઈપણ પદાર્થનો આશ્રય લેવો પડતો નથી. તેથી તે બાહ્ય પદાર્થ રૂપ આલંબન વિનાની કેવલ પોતાના સ્વરૂપના જ આલંબનવાળી એવી આ ગુણોના પ્રાભાવની (આવિર્ભાવની) રચના છે. તેથી તે ગુણસૃષ્ટિ બાહ્યસૃષ્ટિ કરતાં ઘણી જ અધિક છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
સર્વસમૃદ્ધચષ્ટક - ૨૦
શાનસાર
એક બાહ્યપદાર્થની અપેક્ષાવાળી અને પરપદાર્થોની રચનારૂપ હોવાથી બાહ્યસૃષ્ટિ છે, જ્યારે બીજી સૃષ્ટિ અન્ય બાહ્યપદાર્થોની અપેક્ષારહિત છે. અને પોતાના જ આત્માના ગુણોના વિકાસરૂપ છે. માટે આંતરિક સૃષ્ટિ છે જે સદાકાળ રહેનારી છે પરથી નિરપેક્ષ છે. તેથી તે અધિક છે. IIછા
૫૯૨
रत्नैस्त्रिभिः पवित्रा या, स्त्रोतोभिरिव जाह्नवी ।
सिद्धयोगस्य साऽप्यर्हत्पदवी न दवीयसी ॥८ ॥
ગાથાર્થ :- જેમ ત્રણ પ્રવાહના મીલનથી ગંગા નદી પવિત્ર છે. તેમ સમ્યગ્દર્શનાદિ ત્રણ ગુણો વડે પવિત્ર બનેલી એવી અરિહંતપણાની પદવી પણ સિદ્ધયોગી આત્માને ઘણી દૂર નથી. ॥૮॥
ટીકા :- રત્નેસ્ટિિિતિ''-સિદ્ધયોગમ્ય-ગાડ્યો સાધસિદ્ધસ્ય સાધો:, साऽपि अर्हत्पदवी - तीर्थङ्करपदवी ज्ञानाद्यनन्तचतुष्टयात्मकाष्टप्रातिहार्यान्विता जगद्धर्मोपकारिणी न दवीयसी न दूरा इत्यर्थः । किम्भूता पदवी ? त्रिभिः रत्नैः सम्यग्दर्शनज्ञानचारित्रैः पवित्रा पदवी । का इव ? स्त्रोतोभिः प्रवाहै: जाह्नवी - गङ्गा इव । इति त्रैलोक्याद्भुतपरमार्थदायकत्वाद्यतिशयोपेता अर्हत्पदवी साधकपुरुषस्य यथार्थमार्गोपेतस्य न दवीयसी, आसन्ना एव इति । एवं सर्वमपि औपाधिकमपहाय स्वीयरत्नत्रये साधना विधेया, येन सर्वा ऋद्धयः निष्पद्यन्ते ॥८॥
॥ इति व्याख्यातं सर्वसमृद्धयष्टकं विंशतितमम् ॥
વિવેચન :- જ્યાં ત્રણ દિશામાંથી આવતો ગંગા નદીના પાણીનો પ્રવાહ સાથે મળતો હોય – જ્યાં એકમેક થતો હોય ત્યાં રહેલી અને પૂરજોશમાં વહેતી ગંગા નદી જેમ પવિત્રતાની શોભાને પામે છે, અર્થાત્ ત્રિવેણી સમાગમ સ્થાનમાં વહેતી ગંગા નદી જેમ પવિત્રપણે શોભે છે તેમ સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીથી યુક્ત એવા આ મુનિ પણ પવિત્રપણે શોભે છે અર્થાત્ પવિત્રતાની શોભાને પામે છે. સ્વ-પરનું કલ્યાણ કરનારા બને છે.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એમ આ રત્નત્રયીને ત્રણ રત્ન કહેવાય છે. આ ત્રણ રત્નોથી યુક્ત તથા અષ્ટાંગ યોગની સાધના કરવાથી સિદ્ધ થઈ છે યોગદશા જેને એવા સાધુમહાત્માને, જ્ઞાનાદિ ચાર અનંતચતુષ્ટયથી યુક્ત એવી અને આઠ પ્રતિહાર્યોથી સહિત, તથા જગતના જીવોનો ધર્મ દ્વારા ઉપકાર કરનારી એવી સાપિ = તે તીર્થંકરપણાની
Page #136
--------------------------------------------------------------------------
________________ જ્ઞાનમંજરી સર્વસમૃત્યષ્ટક - 20 593 અરિહંતપણાની પદવી પણ ઘણી દૂર હોતી નથી. આવા જીવો થોડા જ કાલમાં અરિહંતપદ પ્રાપ્ત કરે છે. તે અરિહંતપણાની પદવી કેવી છે? સમ્યગ્દર્શનાદિ ત્રણ રત્નોથી પવિત્ર બનેલી એવી પદવી છે. કોની જેમ? તો ઉદાહરણ કહે છે કે ત્રણ દિશામાંથી આવતા ગંગા નદીના ત્રણ પ્રવાહો દ્વારા એકમેક થતી એવી ત્રિવેણી સંગમના સ્થાને) આ ગંગાનદી જેમ શોભે છે તેમ આ પદવી શોભે છે. આ અરિહંતપણાની પદવી ત્રણે લોકના જીવોને અભુત એવા પરમાર્થ સ્વરૂપને (શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપને) આપનારી છે = દેખાડનારી છે. આવા પ્રકારના ઘણા ઘણા અતિશયોથી યુક્ત ચમત્કાર સર્જનારી એવી આ અરિહંતપણાની પદવી સાચા માર્ગ ઉપર ચડેલા એવા સાધક પુરુષને બહુ દૂર હોતી નથી. અતિશય નજદીક જ હોય છે. આ રીતે વિચારતાં ત્રણે લોકના જીવોને આશ્ચર્ય અને ચમત્કાર ઉપજાવે એવા અદ્ભુત પરમાર્થતત્ત્વને (શુદ્ધ આત્મતત્ત્વને) આપનારી આવા આવા અનેક અતિશયોથી ભરેલી એવી આ તીર્થંકરપણાની પદવી, ભગવંતે જણાવેલા સાચા માર્ગ ઉપર ઉભેલા એવા સાધક પુરુષને પ્રાપ્ત થવી દુષ્કર નથી, દુર્લભ નથી, અર્થાત્ દૂર નથી. અલ્પકાલમાં જ આવા પ્રકારનો સાધક આત્મા આ પદવી પ્રાપ્ત કરે છે તેને આવી પદવીની પ્રાપ્તિ અત્યન્ત આસન્ન હોય છે. આ રીતે સર્વ પ્રકારની ઔપાધિક ઋદ્ધિ-સિદ્ધિનો (પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારી ધન-ધાન્યાદિ ઋદ્ધિ-સિદ્ધિનો તથા ક્ષાયોપથમિક ભાવથી પ્રાપ્ત થનારી આમષધધિ આદિ લબ્ધિઓ રૂપી ઋદ્ધિ-સિદ્ધિનો) ત્યાગ કરીને યથાર્થ એવી રત્નત્રયીમય આત્માના ગુણોની સાધના કરવી જોઈએ. જેનાથી કેવલજ્ઞાન, કેવલદર્શન અને મુક્તાવસ્થા પ્રાપ્ત થતાં સર્વ ઋદ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જ જાય છે. ઔદયિકભાવની ઋદ્ધિઓ પરાવલંબિની છે અને ક્ષાયોપથમિક ભાવની લબ્ધિઓ અપૂર્ણ છે. તે માટે તેમાં મોહબ્ધ ન થતાં ક્ષાયિકભાવની ગુણલબ્ધિઓ જ ઈચ્છવી જોઈએ અને તેના માટે જ વધારે પ્રયત્નશીલ થવું જોઈએ. આવો ઉપદેશ ગ્રંથકારશ્રીનો છે. આ પ્રમાણે વીસમું સર્વસમૃદ્ધિ અષ્ટક સમજાવ્યું. આટા વસમું સર્વસમૃદ્યષ્ટકસમાપ્ત Printed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380 001 Guj(ind). Ph. : 079-22134176, Mob. 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com