________________
૫૮૨ સર્વસમૃત્યષ્ટક - ૨૦
જ્ઞાનસાર શું લેવા દેવા? પરિણામ પામવું તે પુદ્ગલદ્રવ્યનો સ્વભાવ છે. તેમાં મારે કંઈ લેવા-દેવા નથી. એવી જ રીતે સંસારી સર્વે પણ જીવો ક્યારેક ભક્તિભાવયુક્ત બને અને ક્યારેક ભક્તિભાવ વિનાના બને. કારણ કે ભક્ત અને અભક્ત રૂપે પરિણામ પામવું તે, તે દ્રવ્યનો સ્વભાવ છે મારે ભક્ત ઉપર રાગ અને અભક્ત ઉપર દ્વેષ શા માટે કરવો જોઈએ? કાંકરા અને પથ્થર ઉપર દ્વેષ અને ચિંતામણી રત્ન ઉપર રાગ મારે શા માટે કરવો જોઈએ ? પત્થર સ્વરૂપે કે ચિંતામણિ રત્નસ્વરૂપે પરિણામ પામવું. તે તો પુદ્ગલદ્રવ્યનો પોતાનો જ પરિણામ છે તેમાં એક દ્રવ્ય મારું પોતાનું નથી.
તે સર્વે પુદ્ગલદ્રવ્યો અને ભક્તાભક્તપણે પરિણામ પામેલાં જીવદ્રવ્યો કોઈ મારાં નથી, મારાથી તે સર્વે જીવ-અજીવ દ્રવ્યો ભિન્ન છે. તેમાંનું કોઈ પુદ્ગલદ્રવ્ય કે કોઈ જીવદ્રવ્ય મારી સાથે પરભવથી આવ્યું નથી અને મારી સાથે ભવાન્તરમાં આવવાનું પણ નથી. મારો અને તેનો માત્ર એક ભવ પૂરતો સંયોગસંબંધ છે. તેથી ગાડીમાં મુસાફરી કરતાં એક જ ડબ્બામાં સંયોગસંબંધથી સાથે મળેલા મુસાફરો સાથે જેમ વાર્તાલાપ કરાય પણ રાગ-દ્વેષ ન કરાય, તેમ એક ભવમાં ભેગા થયેલા અને પરમાર્થે મારાથી ભિન્ન એવા આ ભિન્ન પદાર્થો ઉપર વI રાણપરિપતિ: = રાગ-દ્વેષની પરિણતિ શું કરાય? અર્થાત્ ન જ કરાય. આવી આવી ભેદનયની વિચારણા કરવા દ્વારા ઈષ્ટાનિષ્ટ પદાર્થો ઉપર જે સમાન પરિણતિ રાખવી તે મુનિને આ સમતા એ મુનિપણાની સાથે જ જાણે વિવાહિત થઈ હોય તેમ મુનિની ધર્મપત્ની છે. તે પત્નીની સાથે જ તે મુનિઓ ઘણો ઘણો આત્મિક આનંદ માણે છે.
તથા ઈન્દ્ર મહારાજાને નિવાસ માટે વૈમાનિક દેવલોકનું મહાવિમાન છે તથા ગમનાગમનના પ્રયોજને મહાવિમાન રચે છે. તેમ આ મુનિ મહાત્માને જ્ઞાન એ મહાવિમાન છે. સ્વદ્રવ્ય, સ્વગુણ અને સ્વપર્યાયનું તથા પરદ્રવ્ય પરગુણ અને પરપર્યાયનું યથાર્થપણે ભેદજ્ઞાન કરવાપુર્વક વસ્તુસ્થિતિનો જે બોધ કરવો તે મહાવિમાન, વિમાન ઉડીને જેમ સર્વત્ર પહોંચે છે તેમ આ મહાત્માનું જ્ઞાન કોઈપણ વિષયના ગ્રંથોમાં દોડે છે. એટલે કે સર્વ ઠેકાણે પ્રકાશ કરનારું છે. આ મુનિ જ્ઞાનમાં જ રાચ્યા-માચ્યા રહે છે. તે જ્ઞાનગંગામાં તથા તેમાં જણાવેલા જુદા જુદા વિષયોમાં રમ્યા કરે છે. ઈન્દ્ર જેમ પોતાના વિમાનમાં રહીને આનંદમાં ઝૂમે છે તેમ આ મુનિ મહારાજા જ્ઞાનાનંદમાં સદા ઝૂમે છે.
ઉપર સમજાવ્યા પ્રમાણે સમાધિ, વૈર્ય, સમતા અને જ્ઞાન આવા પ્રકારની આત્મગુણોની સંપત્તિ વડે પરિવરેલા આ મહામુનિ ઈન્દ્રમહારાજાની જેમ શોભે છે. ઈન્દ્રની જેમ આ મહાત્મા પણ સુખી છે. માત્ર તફાવત એટલો જ છે કે એક વૈભાવિક સુખે સુખી છે જે