SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વદષ્ટિઅષ્ટક - ૧૯ જ્ઞાનસાર ટીકા :- પ્રમાણમાવિ કૃતિ'' વાહ્યયા વૃશા-વાજીદ્રષ્ટચા થવું ગ્રામરામતિ પૂર્ણ मोहाय भवति-असंयमवृद्धये भवति, तदेव ग्रामादिकं तत्त्वदृष्ट्या स्वपरभेदकृताऽकृत्रिमया दृशा अन्तर् - आत्मोपयोगमध्ये नीतं प्रापितम्, वैराग्यसम्पदे - वैराग्यमौदासीन्यं तत्सम्पदावृद्धये भवति । उदाहरणम् - - ૫૫૬ વિવેચન :- જ્યારે જ્યારે આ જીવ બાહ્યદૃષ્ટિવાળો અર્થાત્ પૌદ્ગલિક દૃષ્ટિવાળો બને છે ત્યારે ત્યારે બાહ્યદૃષ્ટિના પ્રતાપે જે જે ગ્રામ અને આરામ વગેરે સાંસારિક પદાર્થો જોવાયા હોય છે. તે સઘળા મોહ માટે થાય છે. અસંયમભાવની વૃદ્ધિ માટે થાય છે, બાહ્યદૃષ્ટિ વાળા જીવો નગરોની શોભા જોવા માટે નીકળે છે ત્યારે ઉંચી ઉંચી હવેલીઓ, રાજમાર્ગો, શોભાયમાન વૃક્ષો, ફુવારાઓ, લાઈટોની શોભા, વિશિષ્ઠ એવા પુલો ઈત્યાદિ નગરની શોભા જોઈને અચંબો પામે છે. તથા રંગબેરંગી પુષ્પો, ઉંચાં ઉંચાં અનેક જાતનાં વૃક્ષો, તેનાં ફળો ઈત્યાદિ ઉદ્યાનોની શોભા જોઈને આ જીવ અચંબો આશ્ચર્ય પામે છે. અહાહા ! કેવી નગરની અને આરામાદિ (ઉદ્યાનાદિ)ની શોભા છે ? કેટલું સુંદર અને રળીયામણું નગર અને ઉદ્યાનાદિ છે ? આમ આ જીવ તે તે શોભા જોઈને તેમાં મોહાન્ય બને છે જ્યારે સ્વતત્ત્વ શું અને પરતત્ત્વ શું ? તેનો યથાર્થ ભેદ કરનારી અને અકૃત્રિમ અર્થાત્ વાસ્તવિક એવી તત્ત્વદૃષ્ટિ વડે આત્માનું હિત થાય તેવી રીતે ઉપયોગપૂર્વક (જ્ઞાનદશામાં રહીને) જોવાયેલી આ જ નગરની અને ઉદ્યાનાદિની શોભા વૈરાગ્યની જે આત્મસંપત્તિ છે તેની વૃદ્ધિ માટે થાય છે. આવી નગરની શોભા જોઈને તત્ત્વદૃષ્ટિવાળા જીવને તેમાં અંજાયેલા મોહાન્ય જીવો ઉપર કરુણા ઉપજે છે કે આવા પ્રકારની પૌદ્ગલિક શોભામાં અંધ બનેલા આ નગરજનોનો ક્યારે ઉદ્ધાર થશે ? જેટલી શોભા વધારે તેટલી મોહાન્યતા-રાગદશા વધારે આવા વિચારો તત્ત્વદૃષ્ટિવાળાને આવે છે. તેનું સુંદર એક ઉદાહરણ આ પ્રમાણે છે - एगे आयरिआ नाणचरणप्पहाणा सुअरहस्सपारगा, भव्वजीवाणं तारगा, अणेगसमणगणपरिवुडा, गामाणुगामं दुइज्जंता, वायणाइहिं समणसंघं गायन्ता मग्गे, पंचसमिइतिगुत्तिगुत्ता अणिच्चाइ भावणाभावियसव्वसंजोगा, पत्ता एगं वणं अगलयाईणं नीलं, नीलाभासं सउणगणनिवासं, तओ वणस्स पुप्फपत्तफललच्छीं पासिउण निग्गंथाणं वयन्ति । इअ वणं भो भो निग्गंथा ! पासह, एए पत्ता पुप्फा गुला गुम्मा फला जे चेयणालक्खणाणंतसत्तिं आवरिऊण नाणावरण- दंसणावरणचरित्तमोह-मिच्छत्तमोहंतरायोदयेण दीणा हीणा दुहिया एगिंदियभावमावन्ना कंपंता महाबलहया दुहिया अत्ताणा असरणा जम्मणमरणावगाढा अहो अणुकंपाजुग्गए
SR No.007778
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti Part-3
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size78 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy