________________
૫૯૦
સર્વસમૃદ્ધષ્ટક - ૨૦
જ્ઞાનસાર
કૃષ્ણરાજા કરતાં શું કમીના છે ? અર્થાત્ આ મુનિને કૃષ્ણ મહારાજા કરતાં કંઈ પણ ન્યૂનતા નથી. આવો ભાવાર્થ આ શ્લોકનો છે.
રત્નત્રયીની આરાધનામાં મગ્ન થયેલા મુનિને હરિ એટલે કે કૃષ્ણ કરતાં શું ન્યૂન છે ? અર્થાત્ કંઈ જ ન્યૂન નથી. કેવા પ્રકારના યોગી છે ? તો કહે છે કે શાન-દર્શન રૂપી ચંદ્ર-સૂર્ય છે નેત્ર જેનાં એવા આ મુનિ છે. સંસારમાં રહેલી સઘળી પણ વસ્તુઓ સામાન્ય અને વિશેષ ધર્મથી યુક્ત છે. તેમાં વિશેષ ધર્મનો જે બોધ થાય છે તે જ્ઞાન કહેવાય છે અને સામાન્ય ધર્મનો જે બોધ થાય છે તે દર્શન કહેવાય છે. મુનિને જ્ઞાન-દર્શન રૂપી બે નેત્ર છે અને કૃષ્ણને ચંદ્ર-સૂર્ય રૂપી બે નેત્ર છે તેથી બન્ને તુલ્ય છે અર્થાત્ મુનિ કંઈ કૃષ્ણથી ન્યૂન નથી, ચંદ્ર-સૂર્ય એ કૃષ્ણનાં બે નેત્રો છે આવી લોકોકિત છે માટે આ અલંકાર કાવ્યમાં બનાવેલ છે એમ જાણવું.
તથા આ યોગી કેવા છે ? નરકમાં હવે ક્યારેય જવું ન પડે તેવી રીતે નરકનો ઉચ્છેદ કરનારા છે. કૃષ્ણના પક્ષમાં કૃષ્ણ મહારાજા નરક નામના શત્રુનો ઉચ્છેદ કરનારા હતા એવી લોકોક્તિ છે. જેમ કૃષ્ણે નરક નામના શત્રુનો ઉચ્છેદ કર્યો તેમ મુનિએ નરકગતિમાં ગમનનો ઉચ્છેદ કર્યો. આ રીતે કૃષ્ણની સાથે તુલના છે.
તથા કૃષ્ણ જેમ સુખસાગરમાં લીન છે તેમ આ મુનિ પણ સુખસાગરમાં લીન છે. આ રીતે પણ તુલ્યતા છે. કૃષ્ણના પક્ષમાં પાંચ ઈન્દ્રિયોથી ઉત્પન્ન થયેલા સાંસારિક સુખની લીલાના મહાસાગરમાં ડુબેલા છે આમ સમજવું અને યોગીઓના પક્ષમાં સમ્યગ્ગાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર આ ત્રણે ગુણોની આરાધના કરવા દ્વારા પ્રાપ્ત થયેલી જે સમાધિ છે તેનાથી ઉત્પન્ન થયેલું જે સુખ છે તે સુખના સાગરનું જે ભાજન છે એવા મુનિને કોની સાથે ન્યૂનતા છે ? અર્થાત્ આ આધ્યાત્મિક મુનિને કોઈથી ન્યૂનતા નથી. IIII
या सृष्टिर्ब्रह्मणो बाह्या, बाह्यापेक्षावलम्बिनी । मुनेः परानपेक्षान्तर्गुणसृष्टिस्ततोऽधिका ॥७॥
ગાથાર્થ :- બાહ્ય પદાર્થોની અપેક્ષાના અવલંબનવાળી એવી બ્રહ્માની જગત્સર્જનની જે રચના છે તે બાહ્ય છે અને મિથ્યા છે જ્યારે મુનિની આત્માના અંદરના ગુણોની જે રચના છે તે પ૨ પદાર્થોની અપેક્ષા વિનાની છે અને સત્ય છે તેથી બ્રહ્માથી અધિક છે. IIII