________________
જ્ઞાનમંજરી નિર્ભયાષ્ટક-૧૭
૫૧૯ ત્યારે ત્યારે હવે એકલો હું શું કરીશ? એમ સમજીને રડે છે અને ભયવાળો બને છે. મારું જીવન પત્ની આદિ વિના અને ધન-ઘર આદિ વિના કેમ ચાલશે? આવા આવા મોહમય વિચારોના કારણે પરદ્રવ્યોના સંયોગના વિયોગકાલે આ જીવ દુઃખી દુઃખી અને ભયભીત થાય છે.
પરંતુ મહાત્મા પુરુષ પરદ્રવ્યના સંયોગને જ અસાર-તુચ્છ અને દુઃખદાયી સમજીને તે પરદ્રવ્યના સંયોગનો જ બુદ્ધિપૂર્વક સમજી-શોચીને જ ત્યાગ કરી રહ્યા છે. તેનો અને તેના મોહનો ત્યાગ કરી રહ્યા છે. તેથી આ વાચંયમ (મુનિ)ને ભય હોતો નથી. કારણ કે ધનપરિવાર-સુવર્ણાદિ તો છોડ્યું જ છે, પરંતુ શરીર અને શરીરના મોહનો પણ ત્યાગ કર્યો છે. આમ શરીરાદિ (શરીર-પરિવાર-ધન-સુવર્ણાદિ) સર્વ પરભાવથી વિરક્ત બન્યા છે, માટે સંપૂર્ણપણે નિર્ભય છે. IIકા
मयूरी ज्ञानदृष्टिश्चेत्, प्रसर्पति मनोवने । वेष्टनं भयसर्पाणां, न तदानन्दचन्दने ॥५॥
ગાથાર્થ - જો મનરૂપી ઉદ્યાનમાં જ્ઞાનદૃષ્ટિ રૂપી મોર વિચરે છે તો આત્માના આનંદરૂપી ચંદનના વૃક્ષ ઉપર ભયો રૂપી સર્પોનું વીંટળાવાપણું સંભવતું નથી. //પા
ટીકા :- “અધૂરતિ” મનોવને-ત્તિોદને, વે-દ્ધિ જ્ઞાનg -સ્વભાવપરभावविवेचनदृष्टिः, मयूरी प्रसर्पति स्वेच्छया विचरति, तदा आनन्दचन्दनेस्वरूपानुभवानन्दचन्दने, भयसर्पाणां वेष्टनं न भवतीत्यर्थः इदमुक्तं भवति-यदा ज्ञानेन स्वपरयोर्विभेदे कृते स्वस्यामूर्तचिद्घनत्वनिर्धारे परसंयोगस्य परत्वनिर्धारे जाते भयस्योदयो न भवति ॥५॥
વિવેચન - આ ચિત્ત (મન) રૂપી ઉદ્યાનમાં સ્વભાવદશા અને પરભાવદશાનો ભેદ કરનારી એવી જ્ઞાનદષ્ટિ રૂપી મોર સ્વેચ્છાએ ચારે બાજુ જો વિચરે છે. આમથી તેમ સર્વત્ર ફરે છે તો આત્મસ્વરૂપના આનંદનો અનુભવ કરવા સ્વરૂપ ચંદનના વૃક્ષ ઉપર ભયો રૂપી સર્પોનું વીંટળાવાપણું સંભવતું નથી. ઉપર કહેલી વાતનો સાર એ છે કે જો સમ્યજ્ઞાન દ્વારા સ્વ અને પરનો વિવેક કરાયો છે એટલે કે મારા આત્માનું સ્વરૂપ અમૂર્ત છે, જ્ઞાનઘનમય છે. ચૈતન્યસ્વરૂપ છે, શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર છે, આવો પાકો નિર્ધાર (નિશ્ચય) થયે છત અને પરદ્રવ્યના સર્વ સંયોગો પર છે, વિનાશી છે, જડ છે, મૂર્ત છે. આવા પ્રકારનું ભેદજ્ઞાન પ્રગટ થયે છતે મુમુક્ષુ એવા આત્માર્થી જીવને ભયનો ઉદય થતો નથી. સ્વ-પરના વિવેકવાળાને ભય સંભવતો નથી.