________________
૫૭૪ સર્વસમૃધ્યષ્ટક- ૨૦
જ્ઞાનસાર કહેવાય છે. તેના બે ભેદ છે લૌકિક અને લોકોત્તર. ત્યાં ધન-ધાન્ય, ઈન્દ્રત અને ચક્રવર્તિત્વ ઈત્યાદિ પુણ્યના ઉદયજન્ય ઔદયિકભાવની જે સમૃદ્ધિ તે લૌકિક સમૃદ્ધિ અને મોહનીયાદિ કર્મોના ક્ષયોપશમવિશેષથી પ્રગટ થનારી ૧૬ લબ્ધિઓ તે લોકોત્તરસમૃદ્ધિ કહેવાય છે. શ્રી આવશ્યકનિયુક્તિમાં પૂજ્ય શ્રી ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે કે – નીચે મુજબ ૧૬ લબ્ધિઓ આ જીવને પ્રાપ્ત થાય છે.
(૧) આમષષધિ :- હસ્તાદિ અવયવોનો સ્પર્શ ઔષધિરૂપ બને તે આમષષધિ લબ્ધિ. આત્મામાં એવી લબ્ધિ પ્રાપ્ત થાય કે પોતાના હાથથી, પગથી કે કોઈપણ અવયવથી પોતાને અથવા બીજાને સ્પર્શ માત્ર કરે તેનાથી સ્વની અથવા પરની વ્યાધિઓ દૂર થાય. આ લબ્ધિ કોઈને શરીરના એક ભાગમાં અને કોઈને શરીરના સર્વ અવયવમાં ઉત્પન્ન થાય છે જ્યારે રોગ દૂર કરવાની ઈચ્છાથી હાથ આદિ અંગ વડે સ્પર્શ કરે ત્યારે શારીરિક રોગો દૂર થાય તેવી લબ્ધિ તે આમર્ષોષધિ લબ્ધિ.
(૨) વિપુડીષધિ :- વિમુડ એટલે થુક-મુખમાંથી નીકળતું થૂક, જે મહાત્માનું ચૂક ઔષધિનું કામ કરે, તેના બિન્દુઓના સ્પર્શમાત્રથી રોગો દૂર થાય તે વિમુડીષધિ.
(૩) ખેલૌષધિ - ખેલ-શ્લેષ્મ-બળખો-કફ, જે મુનિના કફના બિન્દુના સ્પર્શથી વ્યાધિઓ દૂર થાય તેવી લબ્ધિ તે ખેલૌષધિ.
(૪) જલ્લૌષધિ - જલ્લ-મલ, જે મુનિ મહાત્માના મળના સ્પર્શ માત્રથી રોગો નાશ પામે તે જલ્લૌષધિ.
(૫) સંભિન્નશ્રોતલબ્ધિઃ - જે મહાત્માની એક એક ઈન્દ્રિય પાંચે ઈન્દ્રિયોના વિષયોને જાણે અથવા શરીરના સર્વ અવયવો વડે સાંભળી શકે તે સંભિન્નશ્રોતોપલબ્ધિ.
(E) - બીજા જીવોએ મનમાં ચિંતવેલા ઘટ-પટ આદિ પદાર્થોના વિચારોને જાણવા તે ઋજુમતિ.
(૭) સર્વોષધિ :- શરીરમાં રહેલાં વિષ્ટા, મૂત્ર, નખ, કેશ વગેરે બધા જ અંશો વ્યાધિને દૂર કરે એવા ઔષધરૂપે બની જાય તે સર્વોષધિ.
(૮) ચારણલબ્ધિ :- આકાશમાં અતિશય વેગથી ચાલવાની જે લબ્ધિ તે ચારણલબ્ધિ, તેના બે ભેદ-જંઘાચારણલબ્ધિ અને વિદ્યાચારણલબ્ધિ. ચારિત્ર અને તપના પ્રભાવે જંઘાથી અતિશય ગમનાગમન કરી શકે તે જંઘાચારણલબ્ધિ અને વિદ્યાના બળે અતિશય ગમનાગમન કરી શકે તે વિદ્યાચારણલબ્ધિ. આ લબ્ધિવાળા મહાત્માઓ સૂર્યના કિરણો આદિના આલંબને
"ઋજુમતિ