________________
૫૬૬ તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
જ્ઞાનસાર ટીકા :- મતિ-વીદિા–વીદષ્ટિ મના શત્નોન-શાબેન વપુષાशरीरेण धृतो मलो येन, तेन महत्त्वं-साधुत्वं आचार्यत्वं वेत्ति । महत्त्वस्वरूपापरिज्ञानी जानाति । तत्त्ववित्-तत्त्वज्ञानी अरूपात्मस्वरूपावबोधी चित्साम्राज्येन-ज्ञानसाम्राज्येन ज्ञानपूर्णत्वेन रत्नत्रयीपरिणमनेन शुद्धाखण्डानन्दसाधन- प्रवृत्त्या स्वगुणप्राग्भावेन महान्तं वेत्ति-जानाति । उक्तञ्च षोडशके -
વિવેચન :- બાહ્યદૃષ્ટિવાળો પુરુષ અને તત્ત્વદૃષ્ટિવાળો પુરુષ આ જગતને કઈ રીતે દેખે છે ? કેવા ભાવે તેનું મૂલ્યાંકન કરે છે આ વાત ગ્રંથકાર સમજાવી રહ્યા છે. ગ્રામઆરામાદિની વાત સમજાવીને હવે “આત્માની મહત્તા-મહાત્માપણું” બન્ને દૃષ્ટિવાળા ક્યાં સમજે છે? બન્નેને સમજવામાં કેટલું અંતર છે તે સમજાવે છે.
બાહ્યદૃષ્ટિવાળા આત્માઓ પોતાનામાં અથવા અન્ય જે જે વ્યક્તિમાં ભસ્મ-કેશલોચમલધારણતા દેખાય તેને જ “મહાન” છે આમ માની લે છે. ભસ્મ એટલે શરીરે રાખ લગાવવી, ભભૂતિ ચોપડવી, કેશલોચ કરવા એટલે માથા ઉપરના તથા દાઢી-મૂછના વાળ હાથથી ખેંચવા (અથવા દાઢી-મૂછ અને માથાના વાળ વધારવા), શરીરમાં સ્નાનાદિ ન કરવાના કારણે ઘણો મેલ ધારણ કરવો અથવા વધારે મેલાં કપડાં રાખવાં, પગપાળા ઉગ્ર વિહારાદિ કરવા, આવા આવા બાહ્ય આચારો વડે પોતાની જાતને અથવા અન્યમાં પણ જ્યાં
જ્યાં આવા બાહ્યભાવો દેખાય તેને જ “આ સાધુ છે”, “આ આચાર્ય છે”, “આ મહાત્મા પુરુષ છે” આમ માની લે છે. “મહાન” કોને કહેવાય? તેના સ્વરૂપને ન જાણતો અજ્ઞાની આ જીવ તેનો જ ભક્ત બની જાય છે. પરંતુ આ બધું બાહ્ય છે. ભસ્માદિ લગાવ્યા હોય પણ આત્મા જ્ઞાની, વિવેકી, સંયમી, ગુણીયલ જો ન હોય તો શું કામનું? માટે તત્ત્વદૃષ્ટિ આત્મા આવા બાહ્યભાવોથી અંજાતો નથી.
તત્ત્વદૃષ્ટિવાળો આત્મા તો અરૂપી એવું જે આત્માનું સ્વરૂપ છે. તેને જ જાણવામાં આનંદ-મસ્તીવાળો છે, તેથી તેમાં આનંદ માણે છે. પરંતુ આવા પ્રકારની બાહ્યસાધુતા માત્ર વડે “મહાત્મતા” માનતો નથી, પોતાનામાં અથવા અન્ય જે કોઈ આત્મામાં જ્ઞાનનું સામ્રાજ્ય વર્તતું હોય, વિશાળ એવું આત્મજ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે, જે જે આત્માઓ શાસ્ત્રીય જ્ઞાનાદિથી અત્યન્ત પૂર્ણ છે. જ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયીના પરિણમનવાળા છે. શુદ્ધ અને અખંડ એવા આત્મગુણોના આનંદને સાધવામાં પ્રવૃત્તિવાળા છે. પોતાના ગુણોનો પ્રાદુર્ભાવ જેણે કર્યો છે તેને જ “મહાત્મા” માને છે.
જે કાગળના ગુલાબમાં સુગંધ ન હોય, માત્ર કાગળની પાંખડીઓ જ હોય, તેને સુગંધી પુષ્પ કોણ માને ? તેમ જેના જીવનમાં વિશિષ્ટ જ્ઞાનદશા, જ્ઞાનની પૂર્ણતા, રત્નત્રયીની