________________
જ્ઞાનમંજરી
તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૫૩
પરદ્રવ્ય છે, પોતાનું દ્રવ્ય નથી છતાં મારું મારું માનવું તેને જ બાહ્યદૃષ્ટિ કહેવાય છે. વાસ્તવિકપણે જે દ્રવ્ય પોતાનું નથી તેને પોતાનું માનવું તે એક પ્રકારનો ભ્રમમાત્ર જ છે, મિથ્યાકલ્પના માત્ર છે, અજ્ઞાન દશા છે. જ્યારે તત્ત્વદૃષ્ટિ એ કલ્યાણકારી છે. ભ્રમ વિનાની સાચી યથાર્થદૃષ્ટિ છે. જે પોતાનું દ્રવ્ય છે. પોતાનું સ્વરૂપ છે તેને જ પોતાનું માનવું, પરદ્રવ્યને પર માનવું તે સાચી તત્ત્વદૃષ્ટિ છે. આ પ્રમાણે હોવાથી હે ભવ્ય જીવ ! જે બાહ્યદૃષ્ટિ છે, બાહ્ય એવા પૌદ્ગલિક પદાર્થોને દેખવા રૂપ જે દૃષ્ટિ છે. જેમકે આ પુદ્ગલદ્રવ્ય સારું છે અને આ પુદ્ગલદ્રવ્ય સારું નથી. આ મને ગમે છે. આ મને નથી ગમતું. આ ઘટ-પટાદિ કાર્ય મારા વડે કરાયાં, આ કાર્ય મારા વડે નથી કરાયાં ઈત્યાદિ પરદ્રવ્યને મારાપણે દેખવા રૂપ જે દૃષ્ટિ છે. તે સઘળી બાહ્યદૃષ્ટિ છે અને તે ભ્રમવાટી છે.
“પરને પોતાનું માનવું” આ જ એક મોટો ભ્રમ છે. વળી આ સૃષ્ટિ આવા પ્રકારના ભ્રમનું રક્ષણ કરનારી વાડ છે. આ ભ્રમ ચાલ્યો ન જાય તેની કાળજી રાખનારી આ બાહ્ય દૃષ્ટિ ભ્રમને માટે વાડતુલ્ય છે. દિન-પ્રતિદિન આ ભ્રમને-મોહને વધારનારી આ બાહ્યદૃષ્ટિ છે. બાહ્ય એવા પૌદ્ગલિક પદાર્થોને મારાપણે દેખવાથી તેમાં ઈષ્ટતા અને અનિષ્ટતાની બુદ્ધિ ઉત્પન્ન કરવાના વિચારો દ્વારા અનેક વિકલ્પો (માનસિક મોહના તરંગો) ઉત્પન્ન થાય છે. આત્માની આ ચેતના જેમ જેમ પરદ્રવ્યને મારાપણે જોવા-જાણવામાં આકૂળ-વ્યાકૂળ થાય છે, લીન બને છે તેમ તેમ સ્વતત્ત્વ શું છે ? મારું આત્માનું સ્વરૂપ શું છે ? એ ભૂલી જાય છે તેનાથી વિમુખ બની જાય છે અને પરમાં જ આનંદ માને છે (આ દૃષ્ટિ જ ભવ-પરંપરાનું કારણ બને છે). પુદ્ગલ અને અન્ય જીવદ્રવ્યને મારા માનવા અને તેના રૂપ-૨સાદિ ગુણોમાં મોહાન્ય બનવું તે બાહ્યદૃષ્ટિ છે, ભ્રમાત્મક છે. ભ્રમ માત્રથી ઉત્પન્ન થયેલી છે અને ભાવિમાં પણ ભ્રમની જ પરંપરાનું કારણ બને છે. માટે ભ્રમમાત્રનું રક્ષણ કરનારી અને તેને જ વધારનારી વાડ તુલ્ય આ બાહ્યદૃષ્ટિ છે. જે અત્યન્તપણે ત્યાજ્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -
रागे दोसे रत्तो, इट्ठाणिट्ठेहिं भमसुहं पत्तो । कप्पेड़ कप्पणाओ, मज्झेयं अहंपि एयस्स ॥ १ ॥
तदीक्षणं-भ्रमप्रकाशः तादृग् एकान्तारोपजं ज्ञानं, शुभपुद्गलसंयोगे सुखारोपः, तदप्राप्तौ अशुभप्राप्तौ वा दुःखारोपरूपं ज्ञानं, भ्रमच्छाया-भ्रमस्य शीतलता, तत्र भ्रमालवः एव रमन्ते । तु-पुनः अभ्रान्तः- तत्त्वदृष्टिः, यथार्थतत्त्वे स्यादवादे स्वपरस्वभावदर्शने दृष्टिः यस्य सः तत्त्वज्ञः स्वरूपानुभवरक्तः, अस्यां भ्रमच्छायायां सुखाशया- सुखप्राप्तीच्छया न शेते । किन्तु पूर्वकर्मोदयेन तत्र वर्तमानोऽपि