________________ જ્ઞાનમંજરી સર્વસમૃત્યષ્ટક - 20 593 અરિહંતપણાની પદવી પણ ઘણી દૂર હોતી નથી. આવા જીવો થોડા જ કાલમાં અરિહંતપદ પ્રાપ્ત કરે છે. તે અરિહંતપણાની પદવી કેવી છે? સમ્યગ્દર્શનાદિ ત્રણ રત્નોથી પવિત્ર બનેલી એવી પદવી છે. કોની જેમ? તો ઉદાહરણ કહે છે કે ત્રણ દિશામાંથી આવતા ગંગા નદીના ત્રણ પ્રવાહો દ્વારા એકમેક થતી એવી ત્રિવેણી સંગમના સ્થાને) આ ગંગાનદી જેમ શોભે છે તેમ આ પદવી શોભે છે. આ અરિહંતપણાની પદવી ત્રણે લોકના જીવોને અભુત એવા પરમાર્થ સ્વરૂપને (શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપને) આપનારી છે = દેખાડનારી છે. આવા પ્રકારના ઘણા ઘણા અતિશયોથી યુક્ત ચમત્કાર સર્જનારી એવી આ અરિહંતપણાની પદવી સાચા માર્ગ ઉપર ચડેલા એવા સાધક પુરુષને બહુ દૂર હોતી નથી. અતિશય નજદીક જ હોય છે. આ રીતે વિચારતાં ત્રણે લોકના જીવોને આશ્ચર્ય અને ચમત્કાર ઉપજાવે એવા અદ્ભુત પરમાર્થતત્ત્વને (શુદ્ધ આત્મતત્ત્વને) આપનારી આવા આવા અનેક અતિશયોથી ભરેલી એવી આ તીર્થંકરપણાની પદવી, ભગવંતે જણાવેલા સાચા માર્ગ ઉપર ઉભેલા એવા સાધક પુરુષને પ્રાપ્ત થવી દુષ્કર નથી, દુર્લભ નથી, અર્થાત્ દૂર નથી. અલ્પકાલમાં જ આવા પ્રકારનો સાધક આત્મા આ પદવી પ્રાપ્ત કરે છે તેને આવી પદવીની પ્રાપ્તિ અત્યન્ત આસન્ન હોય છે. આ રીતે સર્વ પ્રકારની ઔપાધિક ઋદ્ધિ-સિદ્ધિનો (પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારી ધન-ધાન્યાદિ ઋદ્ધિ-સિદ્ધિનો તથા ક્ષાયોપથમિક ભાવથી પ્રાપ્ત થનારી આમષધધિ આદિ લબ્ધિઓ રૂપી ઋદ્ધિ-સિદ્ધિનો) ત્યાગ કરીને યથાર્થ એવી રત્નત્રયીમય આત્માના ગુણોની સાધના કરવી જોઈએ. જેનાથી કેવલજ્ઞાન, કેવલદર્શન અને મુક્તાવસ્થા પ્રાપ્ત થતાં સર્વ ઋદ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જ જાય છે. ઔદયિકભાવની ઋદ્ધિઓ પરાવલંબિની છે અને ક્ષાયોપથમિક ભાવની લબ્ધિઓ અપૂર્ણ છે. તે માટે તેમાં મોહબ્ધ ન થતાં ક્ષાયિકભાવની ગુણલબ્ધિઓ જ ઈચ્છવી જોઈએ અને તેના માટે જ વધારે પ્રયત્નશીલ થવું જોઈએ. આવો ઉપદેશ ગ્રંથકારશ્રીનો છે. આ પ્રમાણે વીસમું સર્વસમૃદ્ધિ અષ્ટક સમજાવ્યું. આટા વસમું સર્વસમૃદ્યષ્ટકસમાપ્ત Printed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380 001 Guj(ind). Ph. : 079-22134176, Mob. 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com